આજ આખી ઉધને આંખ સાથે દુર દુર સુધી ક્યાંય મુલાકાત થાય એવુ લાગતુ ન હતુ.રાતના અધારામાં હું ઘરની અગાશી પર બેસી ચાંદને આમ તેમ શોધી રહ્યો હતો.એક અજીબ ખાલીપાના ભણકારા કાનમાં ગુંજી રહ્યા હતા.આ એ જ જગ્યા હતી, જ્યાં મે અને આરાધનાએ ધણા સુખ દુખના ભાગ પાડ્યા હતા ,આંસુને લુચ્છયા હતા અને મોં પર સ્માઈલ રાખી જીવતા શીખ્યા હતા.એવી ક્યાં ખબર હતી, કે એ જીવનના પાઠ આખાયે જીવતરના પાઠ બની જાશે. આજે એ દોસ્ત એ આરાધના ને પોતે દિલફાડીને ચાહે છે, એ લાગણીનો અહેસાસ તેને પળે પળે થઈ રહ્યો હતો. એ પોતાના દિલનો ચાંદ બની ગયેલી દોસ્ત ને બોલાવીને કહેવુ હતુ કે આરાધના વગર આ અનંત કેવી રીતે જીવશે!.અનંતે આકાશ તરફ જોઈ એક જોરદાર બૂમ પાડી..આરાધના....આરાધના....જાણે આખુય આકાશ ,વાતાવરણ આરાધનાના નામથી ગુંજી ઉઠ્યુ.અચાનક પપ્પાએ પાછળથી આવીને મારા ખભ્ભા પર હાથ રાખી,મોં પર એક મીઠી સ્માઈલ સાથે કહ્યુ,અનંત મે તને તે રાતે એક સવાલ પૂછ્યો હતો કે આ આકાશ તરફ જોઈ, તારી આંખમાં આંસુ કેમ આવ્યા? એ સવાલનો જવાબ તું મને ન આપે તો કઈ નહીં પરંતુ તારી જાતને જરૂર આપજે.મને આજ અત્યારે એ વાતની ખુશી છે કે એ જવાબ આરાધનાના રૂપમાં મળ્યો છે, અને અનંત તને એક વાત કહુ,મને હંમેશા એવુ લાગતુ કે ક્યારે તારા જીવનમાં સ્થિરતા આવશે,ક્યારે તુ એક જવાબદાર છોકરો કે પુરુષ બનીશ પણ આજે મને મારા દિકરા પર ગર્વ છે કે જે ખરેખર સાચા પ્રેમનો અર્થ જાણે છે અને સમજે છે .અનંતના પપ્પા અનંત સાથે વાત કરી રહ્યા હતા.
પ્રિયપાત્રને તમે બાંધીને કે બંધનમાં મૂકીને કદી પ્રેમ પ્રાપ્ત કરી શકાય જ નહીં, જેને ચાહો છો તેને સંપૂર્ણ આઝાદી આપો, જો તમારા પ્રેમમાં સચ્ચાઈ હશે તો તે તમારી પાસે જ આવશે અને ખુદ ઈશ્વર અને આખુંય બ્રહ્માંડ તેમાં મદદરૂપ થશે.હજુ આપણે આ ઈશ્વરીય શક્તિઓ ને ઓળખી જ ક્યાં શક્યા છીએ? પણ બે સાચા પ્રેમથી ભરેલા દિલને ઈશ્વર પણ સાથ અને આશીર્વાદ આપતા હોય છે.હજુ પણ કઈ મોડુ થયુ નથી, જા અને કહી દે તારી દોસ્ત આરાધનાને કે તુ એને કેટલુ ચાહે છે!અને શું ખબર કદાચ આરાધના પણ તારા પ્રેમના અહેસાસની રાહ જોતી હોઈ.
ના, પપ્પા હું આરાધનાને ક્યારેય નહી કહુ કે હું તેને ચાહુ છુ,કારણ કે હમણા તમે જ કહ્યુ ને કે સાચા પ્રેમ તો સ્વતંત્રતા આપે એને બાંધીને રાખવાથી પ્રેમ થોડો થઈ શકે. જો આરાધના પણ ખરેખર મને ચાહતી હશે તો એક સમય એવો આવશે જ્યારે તેને મારા પ્રેમ નો અહેસાસ થશે અને મને કહેશે કે
અનંત, તારા અનંત પ્રેમની સહભાગી મને પણ બનાવી લે અને ચાલ, એકબીજાને દિલ ફાડીને પ્રેમ કરી લઈએ.અનંતના શબ્દે શબ્દે આરાધના માટે પ્રેમ ટપકી રહ્યો હતો.
આવી રીતે આ વાતની અનંત અને તેના પપ્પા વચ્ચે આજે પહેલી વખત આવા વિષય પર ચર્ચા થઈ હતી.લાગણીનુ ધોડાપૂર હવે થોભે એમ ન હતુ.અનંત તેના પપ્પાને ગળે વળગી ગયો અને આંસુ તો રોકાવાનુ નામ જ નોતા લઈ રહ્યા.આટલા વર્ષોથી આરાધના માટે જે લાગણીનો ખજાનો દિલમાં સાચવી રાખ્યો હતો તે આજે ખૂલ્યો હતો અને આ ચાંદની રાત પણ તેની સાક્ષી બની હતી. આરાધના અનંતથી દૂર થવા લાગી ત્યારે અનંત ને એવો અહેસાસ થયો કે નાનપણની દોસ્તી જ તેનો સાચો પ્રેમ હતો.
હવે તો અનંતને ચારે બાજુ એક સન્નાટો અનુભવાતો હતો. બધા તારાઓ રિસાઈ ને ક્યાંક દોડીને સંતાઈ ગયા હોય એવું લાગી રહ્યુ હતું. મોડી રાત સુધી બસ એકધારી નજરે ચાંદ ને તાકીને બેસી રહ્યો.જાણે અંદર એક અજીબ અજંપો પ્રસરી રહ્યો હતો કે હવે તો આરાધનાની સગાઈ થઈ ને એક દિવસ રહીને આરાધનાના તો લગ્ન છે.
લગ્નને હવે રોકવા માત્ર એકદિવસનો સમય ગાળો બચ્યો હતો.
એવી પરિસ્થિતિ ઉભી થઈ હતી જાણે કોઈ ડર અથવા તો બીક એવી કે અચાનક આ ચાંદને વાદળ તેની આગોશમાં લઈ લેશે અને અનંતે માત્ર દૂરથી જોયા કરવાનું.ડર એવો કે ,ભલે ક્ષણીક પણ અજંપો કેટલો કે ચાંદ હવે નહી દેખાઈ અને વાદળ તેની સાથે લઈ જશે તો?આખાયે આકાશ ની શોભા એ ચાંદ ફરી કદી નીકળવાનો જ ન હોય એવો ભાસ થઈ રહ્યો હતો.સમય હાથ માંથી રેતી સરકે એમ સરકી રહ્યો હતો.
હવે અનંતના દિલને ક્યાંય ચેન કે સુકાનનો અહેસાસ થતો ન હતો. કદાચ ખૂબ અધરો કહી શકાય એવા દિવસો ચાલી રહ્યા હતા.આરાધનાની વિદાયના દિવસને આડે હવે માત્ર એકજ દિવસ બચ્યો હતો.આરાધના હવે બધાને છોડીને અમન સાથે સાસરે જતી રહેશે એ વાતથી ઘરના બીજા સભ્યોને ખાસ ફરક પડી રહ્યો ન હતો કારણ કે આરાધનાના શ્યામ રંગ હોવા છતાં તેના લગ્ન એક સારા ઘરમાં થઈ રહ્યા છે અને સારા છોકરા સાથે થઈ રહ્યા છે એ વાતથી જ ઘરના લોકો ખૂબ ખુશ હતા અને પૂરા ઉત્સાહથી બધા લગ્નની તૈયારીઓ માં લાગી ગયા હતા.ઘરની અંદર લગ્ન નો માહોલ જબરદસ્ત જામ્યો હતો.
હવે લાગણીનુ આ ચક્રવ્યૂહ એવુ રચાયુ હતુ કે આરાધનાને અનંત પ્રેમ કરતો હતો પણ આરાધનાની ખુશી માટે તે તેને કઈ પણ કહેવા માંગતો ન હતો.બીજી બાજુ છે અમન જેને આરાધના ખૂબ પ્રેમ કરે છે, પરંતુ અમન જેની સાથે આરાધનાના લગ્ન થવાના જઈ રહ્યા છે.કેવુ હશે આરાધનાનુ આગળનુ જીવન. કેવુ હશે સ્વાગત આરાધનાનુ સાસરિયામાં જાણવા માટે જોડાયેલા રહો શ્યામ રંગ....લગ્ન ભંગ.....30