Cursed family in Gujarati Thriller by Anwar Diwan books and stories PDF | શાપિત પરિવાર

Featured Books
Categories
Share

શાપિત પરિવાર

આજના વૈજ્ઞાનિક વિકાસના જમાનામાં કેટલીક બાબતોને આપણે અંધશ્રદ્ધામાં ગણાવીએે છીએ જેમકે શાપને આપણે આજે માની શકતા નથી પણ જ્યારે ઇતિહાસમાં નજર નાંખીએ ત્યારે કેટલાક પરિવારો સાથે જે કરૂણાંતિકાઓ થઇ હતી તેને જોતા આ વાતમાં તથ્ય લાગે છે કે કેટલાક પરિવારો સાથે કેટલાક શાપ જોડાયેલા હતા.જેમાં ગ્રિમાલ્ડી પરિવાર સાથે જોડાયેલો શાપ પણ એટલો જ જાણીતો છે.તેનો પ્રત્યક્ષ અનુભવ પહેલા ફ્રાન્સિસ્કો ગ્રિમાલ્ડીને થયો હતો.તેણે પોતાના વિરોધી પર હુમલો કર્યો હતો અને ત્યાં અત્યાચાર કર્યા હતા.જેના ફળસ્વરૂપ તેને શાપ મળ્યો હતો ત્યારબાદ પ્રિન્સ રેઇનર પહેલાએ એક સુંદર નોકરાણીનું અપહરણ કર્યુ હતું અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો જેનો પ્રતિશોધ લેવા તે ચુડેલ બની હતી અને તેણે શાપ આપ્યો હતો કે ગ્રિમાલ્ડી પરિવારના કોઇપણ સભ્યને ક્યારેય લગ્નનું સાચુ સુખ મળશે નહી.આ શાપ છેક પ્રિન્સ રેઇનર ત્રીજા સુધી ચાલ્યો હતો જેની પત્ની ગ્રેસ કેલી જે અમેરિકન અભિનેત્રી હતી તેનું કારના અકસ્માતમાં મોત થયું હતું અને તેના ત્રણ સંતાનો નોંધારા થઇ ગયા હતા અને કમોતે મર્યા હતા.તેની યુવાન પુત્રી પ્રિન્સેસ કેરોલિને તેના પ્રથમ પતિને છુટાછેડા આપ્યા હતા અને બીજા લગ્ન કર્યા તો તે પતિ મોતને ભેટયો હતો.તેની બહેનને પણ ત્રણ ત્રણ લગ્ન કરવા પડ્યા હતા.તેના ભાઇ પ્રિન્સ બીજાને પણ ક્યારેય લગ્નનું સુખ માણવા મળ્યું ન હતું.

અમેરિકાના ઇતિહાસમાં કેનેડીને સૌથી લોકપ્રિય અને ચાર્મિંગ રાષ્ટ્રપતિ ગણવામાં આવે છે પણ આ પરિવાર સાથે પણ કોઇ શાપ જોડાયેલો હતો અને તેના દરેક સભ્યને કમોતે મરવું પડ્યું હતું.તે શાપ ૨૦૧૨ સુધી ચાલ્યો હતો અને રોબર્ટ એફ કેનેડીની બીજી પત્નીએ ત્યારે આપઘાત કર્યો હતો.આ શાપનો આરંભ જહોન એફ કેનેડીના દાદા થોમસ ફિઝરાલ્ડથી થયો હતો.જેમને ૧૮૪૨માં આઇરિશ ગામડામાંથી સોનાના સિક્કાઓનો ચરૂ મળ્યો હતો.કહેવાય છે કે આ સિક્કા શાપિત હતા અને જે તેને આ ગામમાંથી લઇ જતું તે નેસ્તનાબુદ થઇ જતું.ફિઝરાલ્ડ આ ખજાનો લઇને બોસ્ટન ચાલ્યા ગયા હતા.તેમણે પોતાનો બિઝનેસ ચાલુ કર્યો હતો અને ટુંક સમયમાં જ ધનવાન થઇ ગયા હતા.બીજી એક વાયકા અનુસાર આ શાપનો આરંભ જેએફકેના પિતાના સમયથી ચાલુ થયો હતો.તેમને આ શાપ યહુદીઓ તરફથી મળ્યાનું કહેવાય છે.દંતકથા અનુસાર તે જ્યારે એક પેસેન્જર શિપ પર સવાર હતા ત્યારે તેમણે યહુદી ધર્મગુરૂ રબ્બીને તેઓ જ્યારે પ્રાર્થના કરતા હતા ત્યારે તેમને તેમની પ્રાર્થના અટકાવવા જણાવ્યું હતું અને પેલા ધર્મગુરૂએ અકળાઇને શાપ આપ્યો હતો કે તેને જ નહી તેના વારસદારોને પણ કમોત મળશે.એક અન્ય કથા અનુસાર જોસેફને આ શાપ એક યહુદીએ આપ્યો હતો જેણે તેના પુત્રને કોન્સ્ટ્રેશન કેમ્પમાંથી ભાગી છુટવામાં મદદ કરવાનો ઇન્કાર કર્યો હતો.એક અન્ય કથા અનુસાર કેનેડીને જ્યારે એક યહુદી ગામમાંથી નાઝીઓના હથિયાર મળ્યા ત્યારે આ ગામે શાપ આપ્યો હતો.

માર્શલ આર્ટનું નામ આવતા જ આંખોની સામે બ્રુસલીની તસ્વીર ઉપસી જાય છે અને આ કલાકારનું મોત આજે પણ એક રહસ્ય જ છે તેનો પુત્ર બ્રેન્ડોન પણ પોતાના મોતની પાછળ રહસ્યનું ધુંધળુ આવરણ છોડતો ગયો છે.તેમના મોત અંગે અનેક થિયરી જાણીતી છે જેમાં એક થિયરી એ છે કે તેમનો પરિવાર શાપિત હતો.બ્રુસના પિતા લિ હુઇ ચુએને એક વેપારીના કાફલાને ગુસ્સે કર્યો હતો અને તેમણે ચુએનને શાપ આપ્યો હતો કે તેના પરિવારના તમામ વારસદારો યુવાન વયેજ મોતને ભેટશે.બ્રુસનો ભાઇ યુવાન વયે જ મોતને ભેટ્યો હતો.આ ઉપરાંત ડ્રેગોન ફિલ્મને પણ બ્રુસના મોત સાથે સાંકળવામાં આવે છે અને સંયોગની વાત એ છે કે બ્રુસના પુત્ર બ્રેન્ડોને પણ ડ્રેગોન ફિલ્મ કરી અને તેના બે મહિના બાદ જ તેનું મોત થયું હતું.

ભારતના પાડોશી રાષ્ટ્ર નેપાળમાં રાજાશાહી છે અને ત્યાંની રાજગાદી પર હિન્દુઓના પુર્વજો અને વંશજોએ લાંબા સમયથી શાસન કર્યુ છે પણ આ રાજવી પરિવારને પણ એક શાપ સામે ઝઝુમવું પડ્યું છે અને તેની જાણકારી આખા વિશ્વને ૨૦૦૧માં થઇ હતી જ્યારે નેપાળના કુંવર દીપેન્દ્રએ તેના પિતા,માતા અને તેના પરિવારના સાત સભ્યોને મોતને ઘાટ ઉતાર્યા હતા અને જાતે પણ આપઘાત કર્યો હતો.દીપેન્દ્રએ જેની સાથે લગ્ન કર્યા તેને તેના પરિવારે પુત્રવધુ તરીકે સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો.તેના મોત બાદ તેના કાકાએ રાજગાદી સંભાળી હતી અને તેમણે ૨૦૦૮ સુધી શાસન કર્યુ અને ત્યારબાદ નેપાળમાં લોકતાંત્રિક સરકારની રચના થઇ હતી.આ નરસંહાર બાદ નેપાળના લોકોએ આ અંગે જણાવ્યું હતું કે આ પરિવારને બસ્સો વર્ષ અગાઉ આ શાપ મળ્યો હતો.દંતકથા અનુસાર નેપાળના પ્રથમ રાજા પૃથ્વી નારાયણ શાહને મળવા ગોરખનાથ આવ્યા હતા ત્યારે તેમને દહી આપ્યું ત્યારે આ સાધુએ તેમાં  ઉલ્ટી કરી અને રાજાને પાછુ આપ્યું અને તેને પીવા જણાવ્યું જેનો ઇન્કાર કરતા તે ગુસ્સે થઇ ગયા હતા અને શાપ આપ્યો હતો કે દસમી પેઢીએ તેનું શાસન ખતમ થઇ જશે.દીપેન્દ્ર આ પરિવારની દસમી પેઢીનો વારસદાર હતો અને નવમી પેઢીના જ્ઞાનેન્દ્ર નેપાળના છેલ્લા રાજા હતા.

યુરોપના રાજવી પરિવારો સાથે પણ આ પ્રકારના શાપ જોડાયેલા હોવાની દંતકથાઓ મશહુર છે.જેમાં કેટલાક હેમોફેલિયા જેવા રોગોનો શિકાર બન્યા હતા.આ શાપ એક સાધુ દ્વારા અપાયો હોવાનું કહેવાય છે. આ સાધુનું નામ કોહારી હતું જેણે પોતાની તમામ સંપત્તિ તેના પ્રિયપાત્ર એન્ટોનિટે કોહારી માટે છોડી હતી જેના લગ્ન ફર્ડિનાન્ડ કોબર્ગ સાથે થયા હતા.જો કે આ સંપત્તિ સાથે જ પેલા સાધુનો શાપ પણ રાજવી પરિવાર સાથે જોડાયો હતો.કોબર્ગ - કોહારી પરિવારના અનેક સભ્યોને આ શાપનો ભોગ બનવું પડ્યું હતું.જેઓ હિમોફિલિયા કે ટાયફોઇડ જેવા રોગના કારણે મોતને ભેટ્યા હતા.આ પરિવારના સભ્યોએ અન્ય પરિવારમાં લગ્ન કર્યા ત્યાં પણ આ શાપે તેમનો પીછો છોડ્યો ન હતો જેનો જાણીતો દાખલો રોમાનોવ છે આ પરિવાર સાથે માત્ર શારિરીક નહી માનસિક સમસ્યાઓ પણ જોડાયેલી હતી.બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બેલ્ઝિયમના રાજા લિયોપાલ્ડ ત્રીજાએ જર્મનીને આ શહેર વેચી દીધુ હતું.

યુરોપનો એક સમયનો શક્તિશાળી પરિવાર હેપ્સબર્ગને પક્ષીઓ તરફથી શાપ મળ્યો હતો.ખાસ કરીને રેવેન પક્ષીઓએ આ શાપ આપ્યો હતો જ્યારે તેમના કિલ્લામાંથી આ પરિવારે તમામ પક્ષીઓનો ખાત્મો કર્યો હતો.આ પરિવારના સભ્યનું મોત થવાનું હોય ત્યારે આ પક્ષી અચુક તેને દેખા દેતું હતું મેરી એન્તોનિયોને જ્યારે મોતને ઘાટ ઉતારાઇ ત્યારે પણ આ પક્ષી જોવા મળ્યાનો પુરાવો છે.એક અન્ય કથા અનુસાર આ પરિવારે ઓસ્ટ્રો હંગેરિયન પરિવારના એક સભ્યને મોતને ઘાટ ઉતાર્યો ત્યારે ફ્રાન્સિસ જોસેફના પરિવારને આ શાપ મળ્યો અને આ પરિવારને પણ અનેક બદકિસ્મતીઓનો ભોગ બનવું પડ્યું હતું.તેના પુત્રએ તેની પ્રેયસી સાથે હંટિંગ લોઝમાં આપઘાત કર્યો હતો.આ પરિવારના અન્ય સભ્યો કાં તો માર્યા ગયા હતા કાં ઘવાયા હતા કે પાગલપણાનો ભોગ બન્યા હતા.આ પરિવારનો અંત આર્કડ્યુક ફ્રાન્ઝ ફર્ડિનાન્ડ દ્વારા તેના ભત્રીજાની હત્યા સાથે આવ્યો હતો જે પ્રથમ વિશ્વયુદ્ધનું કારણબન્યું હતું  અને આમ આ પરિવારનો અંત આવ્યો હતો.

હાલમાં જ મૈસુરના રાજા વાડિયારનું અવસાન થયું ત્યારે તેમના પરિવાર સાથે જોડાયેલા એક શાપની વાત ચર્ચામાં આવી હતી આ શાપ આ પરિવારને અલામેલમ્મા દ્વારા અપાયો હતો જેના પરિવારને વાડિયાર પરિવારે ખતમ કર્યો હતો. જો કે આ રાજા અને રાણી તેમની ચંગુલમાંથી છટક્યા હતા અને મૈસુર નજીક તાલાકાડ પહોચ્યા હતા જ્યાં તેમની કુળદેવીનું મંદિર હતું અને આ દેવી પર જે ઘરેણા સજાવવામાં આવતા હતા તે ઘણાં કિંમતી હતા આથી વાડિયાર રાજાએ તેના સૈનિકોને મોકલીને  અલામેલમ્મા અને પેલા ઘરેણા લઇ આવવાનો હુકમ કર્યો હતો પણ અલામેલમ્મા કાવેરીમાં કુદી ગયા હતા અને મોત પહેલા ત્રણ શાપ આપ્યા હતા જેમાં તાલાકાડ પાધર થઇ જવાનું, માલાગીનો દરિયો હંમેશા ચક્રવાતી બની રહેવાનો શાપ આપવા ઉપરાંત વાડિયાર પરિવારમાં માત્ર એક જ છોકરો થવાનો શાપ આપ્યો હતો અને ચારસો વર્ષથી વાડિયાર પરિવારમાં માત્ર એક જ છોકરો થવાની વાત સાચી સાબિત થઇ હતી.

શાપિત પરિવારના સભ્યો સાથે તે શાપ જોડાયેલો હોય છે અને તે તેની સાથે જોડાનાર અન્ય પરિવારોને પણ પ્રભાવિત કરતું હોવાનું કેનેડી પરિવાર સાથે જોવા મળ્યું હતું.જહોન એફે કેનેડીની વિધવા જેકી કેનેડીએ ગ્રીક શિપિંગ ટાયકુન એરિસ્ટોટલ ઓનાસિસ સાથે ૧૯૬૮માં લગ્ન કર્યા હતા અને આ લગ્ન બાદ એરિસ્ટોટલનો યુવાન પુત્ર અને તેનો અન્ય પરિવાર પ્લેનમાં યાત્રા કરતો હતો ત્યારે ૧૯૭૩માં એક પહાડી સાથે અથડાવાથી મોતને ભેટ્યો હતો.તેના મોત બાદ તેની માતા અને એરિસ્ટોટલની પ્રથમ પત્નીએ પણ આત્મહત્યા કરી હતી.ત્યારબાદ એરિસ્ટોટલનું પણ મોત થયું હતું.એલેકઝાંડરની બહેન ક્રિસ્ટીનાએ પણ ડિપ્રેશનનો શિકાર બની હતી અને ૧૯૮૮માં હાર્ટએટેકમાં મોતને ભેટી હતી.એક સમયે સૌથી શક્તિશાળી ગણાતો આ પરિવાર અને એમ્પાયર વિખેરાઇ ગયો હતો આ પરિવારનું છેલ્લુ સંતાન ક્રિસ્ટીનાની પુત્રી એથિના હાલમાં પોતાના પતિ અને બે સાવકા પુત્રો સાથે આ શહેરથી દુર બ્રાઝિલમાં રહે છે.

ગિનિઝ પરિવાર આયરલેન્ડનો સુપ્રસિદ્ધ પરિવાર છે અને આખી દુનિયામા તે ગિનિઝ બીયરને કારણે પણ જાણીતું છે પણ આ પરિવાર સાથે પણ દુર્ભાગ્ય સંકળાયેલું હોવાનું જણાય છે.આ પરિવારના સ્થાપક આર્થર ગિનિઝના એકવીસ સંતાનોમાંથી દસ તો તેમની હયાતીમાં જ મોતને ભેટ્યા હતા અને આર્થરના મોત બાદ તેમના પરિવારના અન્ય સભ્યોને ગરીબાઇએ ભીંસમાં લીધા હતા કેટલાક પાગલ થઇ ગયા અને કેટલાક દારુના રવાડે ચડી ગયા હતા.બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ પરિવારના બે સભ્યો માર્ગા ગયા હતા એકનું મોત યહુદી ત્રાસવાદીના હાથે થયું હતુ અને એક રણમોરચે મોતને ભેટ્યો હતો.આ યુદ્ધ બાદ પણ આ પરિવારની ટ્રેજેડી ખતમ થઇ ન હતી અને તેમની સાથે અનહોની થવાનું ચાલુ જ રહ્યું હતું.એક સભ્યનું માથુ ટોઇલેટ સીટ સાથે અથડાયું અને તે બાથટબમાં ડુબીને મર્યો હતો.આ પરિવારના સભ્યો જ નહી તેમના પ્રાણીઓને પણ આ  શાપે છોડ્યા ન હતા ગિનિઝની માતા પાસે કેટલાક રેસહોર્સના ઘોડા હતા જે ત્યારે પ્રખ્યાત હતા જેમને આઇરિશ રિપબ્લિક આર્મીએ ઉઠાવ્યા હતા જે ત્યારબાદ જોવા મળ્યા ન હતા.

રેસલિંગની દુનિયામાં વોન એરિક ફેમિલી પ્રખ્યાત છે જેને ૧૯૮૦ના ગાળામાં કેનેડીના નામે જ ઓળખવામાં આવતો હતો.વોન એરિકના પરિવારના પ્રથમ સભ્ય છ વર્ષના જેક જુનિયરનું અકસ્માતમાં મોત થયું હતું.ત્યારબાદ ફ્રિટઝના ત્રીજા સંતાન ડેવિડનું પણ મોત થયું હતું.તો કેરી, માઇકેલ અને ક્રીસ નામના સંતાનો ડ્રગ્ઝના ઓવરડોઝનો શિકાર બની મોતને ભેટ્યા હતા.માત્ર કેવિન નામનો બીજો પુત્ર રેસલિંગમાં સક્રિય રહ્યો હતો અને તે ૧૯૯૩માં નિવૃત્ત થયો હતો.હાલમાં આ પરિવારમાં કેવિનના બે પુત્રો અને કેરીની એક પુત્રી જીવંત છે.