Talash 3 - 47 in Gujarati Thriller by Bhayani Alkesh books and stories PDF | તલાશ 3 - ભાગ 47

Featured Books
Categories
Share

તલાશ 3 - ભાગ 47

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

''હા, તો ગિરધારી બોલ, શું ખબર છે તારી પાસે." ગુલાબચંદે પૂછ્યું. બન્ને અલગ અલગ ટહેલવા નીકળ્યા હોય એમ ધર્મશાળાની બહાર નીકળ્યા હતા.

"ગુલાબચંદજી, ઓલી પાકિસ્તાની જાસૂસ અત્યારે હમણાં જ માર્કેટમાંથી આવી છે, અને અત્યારે રૂમ માં આરામ કરે છે. જયારે એના 2 સાથીદાર વહેલી સવારે ક્યાંક નીકળી ગયા છે."

"ઓકે તો જીતુભા એ શું કહ્યું. મારે હવે એને ઝડપથી મળવું છે, પહેલા તો એને 3-4 ઝાપટ મારવી છે, મને બહુ હેરાન કર્યો છે એણે."

"જીતુભા એ કહ્યું છે કે એના હજી બીજા છુપા સાથીદારો પણ હશે જ, અને આમેય આજે જીતુભને અહીં 2-3 મોરચે લડવાનું છે. એટલે સાંજ સુધી રાહ જોવાની છે. ફક્ત એટલું ધ્યાન રાખજો કે તમે એમની નજરમાં ન આવી જતા." 

"ભલે હું ધ્યાન રાખીશ, પણ જીતુભા ક્યાં છે?" શું એ અહીંયા કોઈને મળવા જવાનો છે.?"  

"એ ઉદયપુરથી નીકળ્યા છે અને મને કુંભલગઢ બાજુ મળશે, એમને 4 વાગ્યે કોઈને મળવાનું છે. એ આ મુલાકાત પછી આ જાસૂસ સાથે કેવી રીતે ડીલ કરવી એ નક્કી કરીશું."  

"ભલે પણ તું સંભાળજે અને કઈ જરૂર હોય તો ચતુર અને ભીમસિંહ ને સાથે મોકલું."

"ના એવી કઈ જરૂર નથી. એવું કઈ લાગે તો ફોન કરીશું. કઈ ખાસ ખતરા જેવું નથી." કહીને ગિરધારી એ પોતાનો સુમો ચાલુ કર્યો પણ, એને ખબર ન હતી કે માત્ર 15-20 ફૂટ દૂર નાઝ ની રૂમમાં મોહિની અને સોનલ બન્ને ખતરામાં હતી.

xxx  

ઉદયપુર શહેરને પાછળ મૂકી ને ફુલચંદ ની જીપ ધીરે ધીરે અરાવલી ની પહાડીઓમાંથી શંકર રાવે કહેલા માર્ગ તરફ આગળ વધી રહી હતી. ફુલચંદ ના ત્રણ સાગરિત સિપાહી પણ ખુશ હતા. સાંજ પડ્યે એમને 10 લાખ મળવાના હતા એમના બાપ જન્મારે પણ એક સાથે એક લાખ રૂપિયા પણ ભેગા એ ત્રણ માંથી કોઈએ જોયા ન હતા. શહેરના ઘોંઘાટ ધીરે ધીરે પાછળ છૂટી ગયો હતો. હતા. જીપ અરાવલ્લીના જંગલ માં ઊતરતી જતી હતી. પહેલો પથરો ક્યાં હતો અને છેલ્લું પાંદડું ક્યાંથી ઝાંખું પડ્યું એ હવે સમજાય એમ ન હતું. 

શંકર રાવ આગળ બેઠો હતો અને ફુલચંદ પોતે જીપ ચલાવતો હતો ત્યારે એના ત્રણે પોલીસ હવાલદાર જીપમાં પાછળ બેઠા હતા તેમની જીપ હવે વધુ “રસ્તા” પર નહોતી – હવે એ જંગલી પગદંડી પર સાવ ધીમે ચાલી રહી હતી. એક પછી એક ગામ ઝડોળ ખેરવાડ ધૂળીફળા પસાર થઇ રહ્યા હતા. જીપમાં સવાર પાંચેયના મનમાં ઉચાટ ની સાથે ઉત્તેજના હતી. ત્રણે પોલીસને 10 લાખ મળવાના હતા, તો ફુલચંદ ને 2 કરોડ મળવાના હતા. તો શંકર રાવને એના ચાર-પાંચ પેઢી પૂર્વેના વડીલનું સ્વપ્ન એવા શ્રીનાથજી નો ખજાનો મેળવીને ભારત બહાર હંમેશા માટે વાસી જવું હતું. આ આખો માર્ગ પેચીદા હોય છતાં સરકારી જીપ (ખાસ કરીને પોલીસ ની 4x4 મહિન્દ્રા/ટાટા જેવી જીપ) માટે શક્ય છે. રસ્તા ક્યારેક ડામરવાળા તો ક્યારેક ખડકોવાળા છે પણ અહીં સુધી પોલીસ વાહન સરળતાથી લઈ જઈ શકાય એવું છે. ઝરમર ઘાટ નજીક જેવો ઊંચો વળાંક આવે છે, ત્યાં અચાનક જ દક્ષિણ તરફ ઊંડે વહેતું ઝરણું દેખાય છે. એક ઝાંખી સફેદ લીટી જે હલકી ધૂંધ માં થોડું દૂર જઈ જંગલી ઘાટમાં ઓગળી જાય છે. જાણે એ ત્યાં હતું જ નહિ.

"આ ઝરણું ક્યાં જાય છે. ફુલચંદ આ એરિયામાં ભાગ્યે જ આવતો હતો એને ઉત્સુકતાથી પૂછ્યું. 

“એ ઝરણું બરાબર ખેરવાડના ગળામાંથી ઊગે છે,” શંકર રાવ ધીમે બોલે છે, “અને ત્યાંથી પછી નકશામાંથી મટી જાય છે. જેમ ખોટું નામ લખાયું હોય અને એ નામ માટે કોઇ ઓળખ આપવાનું કોઈ ના રહે. અજાણતાં પાંદડાની વચ્ચે ઊંચકાતી લકીર નોતરે છે. તે જાણે ઝરણું નથી, પણ કોઇક ભૂતકાળનું ઊંડું સંકેત છે." જીપ આગળ વધે છે. ક્યાંક ક્યાંક પાંદડા સવારે પડેલી ઝાકળને કારણે હજી ભીના છે, ક્યારેક તો છાંયાની ભીનાશને કારણે કાચ પર ઓસ જામી જાય છે. એ જ સમયે અંદરથી એક ઊંડો અવાજ સંભળાય છે. જાણે કોઈ રડતું હોય, પરંતુ માણસ નહીં. શંકર રાવ આગળ ઝૂકે છે. ફુલચંદ કાન સરવા કરે છે. આગળ જંગલના ઊંડાણમાંથી ભમરાને જેવો પડઘો આવે છે. અને પછી અચાનક “ઘી” કરતા અવાજ સાથે એક વાઘ અથવા ચિતો ઝાડોની અંદરથી નીલગાય પાછળ દોડી જાય છે. વાઘના પગલાંનો અવાજ હવે પાંદડાઓની નીચેથી દૂર થયો પરંતુ પાંજરા ફટફટાવે એવા બે લંગૂર વાંદરા એક ઊંચા વૃક્ષ પરથી ઝૂલીને એમની જીપની સામે આવી ઊભા રહી ગયા. ફુલચંદનો એક સિપાઈ એની સામે ડોળા ફાળે છે, છતાં પણ વાંદરા ફક્ત જોયા કરે છે. અને પછી અચાનક ફક્ત અચાનક ઝાડીઓમાં ઉછળી જાય છે અને ચીચ્યારી કરતા રહે છે. જાણે ચેતવણી આપી રહ્યાં હોય કે અહીં તમે લાલસામાં આવી તો ગયા છો પણ તમારા કાળની ગર્તામાં તમારું શું ભવિષ્ય શું હશે એની કલ્પના પણ અઘરી છે. એમના આ શાંકેતિક ચેતવણીમાં ઉમેરો કરતો હોય એમ પક્ષીઓ પણ જાણે એક ઈશારો કરી રહ્યા હતા. શંકર રાવે જીપ ઉભી રખાવી અને આજુબાજુના વાતાવરણ ને જાણે માપતો હોય એમ ચારે બાજુ નજર ઘુમાવી. જીપ નું એન્જિન બંધ થયું ત્યારે જ ઊંચા વૃક્ષ પરથી જાણે એક મોટો, પથ્થર ફેંકાયો હોય એમ બળદ નાઇટ હેરોન ત્યાંથી ઉડીને નીકળ્યો, એનો ડંખદાર ઘૂંઘાટ હવામાં ફરતો રહ્યો. થોડી સેકન્ડમાં તેની પાછળ ક્રેસ્ટેડ સર્પન્ટ ઈગલ ગોળ વલણમાં ઘૂમતો જોવા મળ્યો, જેમ કોઈ શિકાર શોધે એ નહીં, પણ કોઈ ખોટું ઊંડાણ પકડે છે એ રીતે વૃત્તિ ધરાવતો. ઝાડીઓ નીચે છાંયામાં એક લહેર જેવી પડછાયાની અંદરથી એક ઘસાયેલો, ભયજનક અવાજ આવ્યો ગ્રે હેડેડ ફિશ ઈગલ પોતાનું માથું ઊંચું કરી કોઈ દિશામાં ચીસ કરી રહ્યો હતો. એની ચીસમાં સંકેત હતો... કે જાણે અવાજથી એ પક્ષીઓ શંકર રાવ અને એના સાથીઓને આવનારા ખતરાથી ચેતવી રહ્યા હતા. પણ ખંધા શંકરાવે અને લાલચુ ફૂલચંદે જીવનમાં આવી અનેક ચેતવણી ને અવગણી હતી. એ લોકો એ આ ચેતવણીને અવગણીને આગળ જવા માટે જીપ ચાલુ કરી ને અચાનક દૂર એક ઝાંખા લીમડાના થડની ડાળ પર બેઠેલી એક નાની, પણ તીવ્ર રંગની લાઇટ જેવી પારદા લાલ પંખી (Indian Pitta) ઊડી ગઈ. એનું ઉડવાનું નહીં, એનો “વિશેષ સમય પર ઊડવાનું પસંદ કરવું” એ ચેતવણી સમાન લાગ્યું. એને જોઈ લીલો ટુકટુક (Green Bee-eater) પણ છાયાથી બહાર આવ્યો એ માત્ર દૃષ્ટિથી તાકી રહ્યો હતો. ફૂલચંદે એક નજાકત ભરી આંખ સાથે એ પંખીને જોઈને ફફડતા શબ્દો બોલ્યો. "આ બધું... સ્વાગત નથી, સંકેત છે."

"તને ડર લાગે છે ફુલચંદ? તારે 2 કરોડ રૂપિયા નથી જોતા?"  શંકર રાવ પોતાની પિસ્તોલનું બેરલ આંગળીથી ધીમું ઘસતા બોલ્યો. 

એ જ સમયે એક ઊંડા પડાવ પર પહોંચે છે – જ્યાં જંગલ વિશાળ ઉંઘી જાય છે. ચારે તરફ ઊંચા દાટ વૃક્ષ, નીચે પાંદડાની ચાદર, અને વચ્ચે દૂર હળવી લાલ માટીની લકીર જેમ કોઈએ ઊંડાણમાં દાઝેલી હોઈ. ત્યાં જ છે શંકર રાવના 3 ભાડૂતી માણસો. ઝાડોની વચ્ચે ઉભેલા, એકે લૂંગી કસેલી છે. બીજાના ખભા પર બેરલ બાંધેલી હોય તેમ લોખંડની રોડ. અને ત્રીજો હતો માંગી રામ ભાટી, એ જંગલનો ભોમિયો હતો અને ઉદયપુરની અનોપચંદ ની ફેક્ટરી થી પહાડો પરના ટૂંકા રસ્તા અને જંગલ વટાવીને અહીં શંકર રાવ ની પહેલા પહોંચ્યો હતો. તે લોકો ચુપચાપ ઉભા છે. કોઈ પણ જાતના અવાજ વગર માંગી રામ શંકર રાવ સાથે નજર મિલાવે છે. એની સાથે આવેલા બીજા બે ખૂંખાર બધા જાણે છે કે હવે શું કરવાનું છે અને એમને અહીં શું કામ બોલાવ્યા છે.

"આ માંગી રામ સાથે બીજા બે જણા..?" ફૂલચંદે કૈક શંકાથી પૂછ્યું, પાંદડા વચ્ચે પગ મૂકતા, બે લંગુર હજુ પણ ધૂંધ તરફથી જોઈ રહ્યા હતાં. થોડું ચાલ્યા પછી ઝરમર ઘાટ પસાર થયા પછી રસ્તો એક ઝાડમય ઢાળ પરથી નીચે ઊતરે છે. પાંદડા ધસતા હોય એવું લાગે છે, પણ એ હકારાત્મક સંકેત નથી. અહીંથી આગળ જીપ નહિ જાય. તેણે જીપ ઊભી રખાવી હવે જંગલમાં આગળ જીપ ચાલવાની શક્યતા ન હતી એમને આગળ પગપાળા જ જવાનું હતું. ફુલચંદની પાછળના ત્રણ સિપાઈઓ સાથે ધીરે ધીરે પહાડી નો ઘાટ ઊતરતો જાય છે. જંગલ હવે પંખીઓના અવાજોથી નહિ, પણ શંકા વાળા મૌનથી ભરેલું લાગે છે. થોડે દૂર એક મઠ જેવો ચબૂતરો દેખાય છે – છાણ અને તૂટી પડેલા ઝાડના થાંભલા થી ઢાંકી ગયેલી એક જગ્યા, જ્યાં કોઈ વખતે દિવાળી દીવા ચાલુ થતા હોય એ વાત હવે માત્ર ભૂતકાળ રહી ગઈ છે.

“આ આશ્રમ કોનો છે? ફૂલચંદે પૂછ્યું.

“ત્યાં પહેલાં ત્રણ સાધુ રહેતા હતા. એકે ઝેરી દવા પીને આત્મહત્યા કરી. બીજા એ ત્રીજા ને મારી નાખ્યો. અને બીજો જે બચ્યો હતો એ આ ચબુતરા નીચે દબાયેલ છે. મેં મારા જ હાથ.. હાહાહા" વરવું હસતા માંગી રામ ભાટીએ કહ્યું.

xxx  

આઈબી ચીફ સાથે વાત કરીને વિક્રમે એના એસ્કોર્ટ માટે આવેલ ટીમ પાસેથી જીતુભા ને મળવા માટે વિદાય લીધી, દિલ્હીથી આવેલ ટીમ કુંભલગઢ થી આવનાર ટીમ ની રાહ જોઈ રહી હતી એ લોકો કુંભલગઢ થી જોધપુર જવાના રસ્તે એક હોટલ પર મળવાના હતા, સુમતિબહેન, પૂજા, રાજીવ ત્રણે કંટાળ્યા હતા, ના પાડવા છતાં, વિક્રમ સાથે શેરા ગયો હતો, પૂજા દિલ્હીથી અહીં સુધી કારમાં બેસીને થાકી ગઈ હતી, એ થોડું ટહેલવા માટે બહાર નીકળી.

"મેડમ ક્યાં જાઓ છો." આઈબી ટીમની લેડી ડ્રાઇવરે પૂછ્યું. 

"બસ અહીં હોટેલના ગાર્ડન માં જ જરા ચક્કર મારું છું. બેસી બેસી ને પગ અકળાઇ ગયા છે," પૂજા એ સહેજ હસી ને કહ્યું. 

"ઓકે, પણ બહુ દૂર ન જતા હોટેલના કમ્પાઉન્ડ ની બહાર બિલકુલ નહિ."  

"ભલે, જેવો તમારો હુકમ " પૂજાએ કૈક વ્યન્ગ થી કહ્યું. 

xxx 

"આંટી આ તમારા ફોનમાં કોઈ મેસેજ આવે છે, જુઓ, " ઝોલે ચડેલા સુમતિ આંટીને સહેજ હલબલાવી રાજીવે કહ્યું.  સુમતિ બહેને આળસ મરડી ને પછી પોતાનો ફોન હાથમાં ઉઠાવ્યો અને રાજીવ ને કહ્યું, "જરાક ચા તો મંગાવ." પછી ફોનમાં આવેલ મેસેજ ને જોવા મંડ્યા. જેવો મેસેજ જોયો કે તરત જ એમના મોં માંથી ચીસ નીકળી ગઈ એ સાંભળીને ચ લેવા ગયેલ રાજીવ ઉપરાંત આઈબીના અફસરની ટીમ દોડી આવી અને એક સાથે બધાએ પૂછ્યું કે હું થયું. ધ્રુજતા અવાજે સુમતિ બહેન "પૂજા" એટલું બોલી ને બેહોશ થઈ ગયા. એ સાથે જ ચાર પાંચ મિનિટ પહેલા જેણે પૂજાને ચેતવણી આપી હતી એ લેડી છલાંગ મારતા બહાર તરફ ભાગી, "એ હમણાં 2-3 મિનિટ પહેલાં બહાર ગઈ છે." એની ચીસ સાંભળીને બીજા અફસરો એની પાછળ દોડ્યા, રાજીવને કઈ સમજાયું નહિ એણે સુમતિબહેન નો ફોન હાથમાં લીધો અને છેલ્લો મેસેજ વાંચ્યો. તેમાં લખ્યું હતું કે "પૂજાં મારા હાથોમાં સલામત છે. હવે તારે એને વિક્રમની વહુ બનાવવી હોય તો વીસી એન્ટરપ્રાઇઝ ના 50% શેર મારા નામે કરવાનું વિક્રમને કહી દે, લી. એક જમાનાનો તારો આશિક સજ્જન સિંહ." 

ક્રમશઃ

 

 આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ - સૂચનો અવશ્ય મોકલજો.