અનંત ઇચ્છા
એક માણસ લાંબી યાત્રાએથી પાછો ફર્યો. રાત્રે તે પોતાના મિત્રના ઘરે રોકાયો. બંને બેઠા-બેઠા યાત્રાની વાતો કરવા લાગ્યા. અચાનક તેની આંખોમાં રહસ્યમય ચમક આવી.
તેણે કહ્યું, "મિત્ર, આ યાત્રામાં મને એક અદભૂત વસ્તુ મળી છે. હું તને આપવાનો હતો, પણ હવે હું ડરું છું. આપું કે ન આપું? કારણ કે જેની પાસે આ વસ્તુ ગઈ, તેના જીવનમાં ખુબ ભયંકર પરિણામો આવ્યા"
મિત્રની આંખો ચમકી. "એ શું છે?" તેણે ઉત્સુકતાથી પૂછ્યું.
"એક તાવીજ છે," માણસે ગંભીર અવાજે કહ્યું. "આ તાવીજમાંથી તું ત્રણ ઇચ્છાઓ માંગી શકે છે, અને તે પૂર્ણ થઈ જાય છે. મેં પોતે ત્રણ ઇચ્છાઓ માંગી જોઈ. તે પૂર્ણ થઈ, પણ હવે હું પસ્તાઉં છું. મારા અન્ય મિત્રોએ પણ માંગી, અને તેઓ હવે છાતી પીટે છે, માથું ઠોકે છે. હું તને આપવા માગતો હતો, પણ હવે ડર લાગે છે."
મિત્રનું મન ખુશી થી કુદવા લાગ્યું, "અરે, એવું શું? તાવીજ ક્યાં છે? બતાવ ઝડપથી."
તેની પત્ની તો એટલી ઉતાવળી થઈ કે તે બોલી, "ચાલો, નીકાળો તાવીજ. આવી તક ફરી નહીં મળે."
માણસે ચેતવણી આપી, "અરે, થોડું વિચારો. દરેકનું પરિણામ ખરાબ આવ્યું છે."
પણ મિત્રે હસતાં કહ્યું, "તમે ખોટી રીતે સમજ્યા વગર માંગ્યું હશે. હું તો બરાબર સમજીને માંગીશ."
પત્નીએ પણ આદેશ આપ્યો, "બસ, આપો તાવીજ."
આખરે, ઘણા આગ્રહ પછી માણસે તાવીજ આપી દીધું અને ઉદાસ મનથી ચાલ્યો ગયો. મિત્ર અને તેની પત્ની રાતભર વિચારવા લાગ્યા, "શું માંગીએ?" ઘણા દિવસથી તેમના મનમાં એક ઇચ્છા હતી - ઘરમાં ઓછામાં ઓછું એક લાખ રૂપિયા હોય. તિબેટમાં લાખપતિ બનવું એ મોટી વાત હતી. તેમણે નક્કી કર્યું, "ચાલો, પહેલી ઇચ્છા તો પૂરી કરીએ."
તેમણે તાવીજને કહ્યું, "અમને એક લાખ રૂપિયા આપ." બોલતાં જ તાવીજ હાથમાંથી ઝટકો ખાઈને નીચે પડ્યું. એનો અર્થ હતો - ઇચ્છા સ્વીકારાઈ.
પંદર મિનિટ બાદ દરવાજે ટકોરા થયા. એક સંદેશવાહકે ખબર આપી, "તમારો દીકરો, જે રાજાની સેનામાં હતો, યુદ્ધમાં મરી ગયો. રાજાએ એક લાખ રૂપિયાનું ઈનામ મોકલ્યું છે."
પત્ની છાતી પીટીને રડવા લાગી. "આ શું થયું?" તે ચીસો પાડવા લાગી. પતિએ ગભરાટમાં કહ્યું, "ઝડપથી બીજી ઇચ્છા માંગ. મારો દીકરો જીવતો કર." પત્નીએ આગ્રહ કર્યો, "જલ્દી માંગો, નહીં તો લાશ દફનાઈ જશે."
બીજી ઇચ્છા માંગી, "અમારો દીકરો પાછો આવે." તાવીજ ફરી નીચે પડ્યું.
પંદર મિનિટ બાદ દરવાજે ફરી ટકોરા થયા. દીકરાના પગલાંનો અવાજ આવ્યો. "પિતાજી." તેની બૂમ સંભળાઈ. પણ બંને ડરી ગયા. બહાર જોયું તો કોઈ દેખાયું નહીં. ખિડકીએથી ઝાંખ્યું, તો ફક્ત એક આકૃતિ ફરતી દેખાઈ.
દીકરો પ્રેત બનીને પાછો આવ્યો હતો, કારણ કે તેનું શરીર તો દફનાઈ ચૂક્યું હતું. બંને ગભરાઈ ગયા. "આપણે દરવાજો ખોલીએ કે નહીં?" પત્નીનો પ્રેમ હતો, પણ પ્રેતનો ડર તેનાથી મોટો હતો.
પતિએ કહ્યું, "એક ઇચ્છા બાકી છે." તેણે તાવીજને કહ્યું, "આ પ્રેતથી છુટકારો આપ." તાવીજ ફરી પડ્યું. આખરે, અડધી રાતે પતિ તાવીજ લઈને મિત્ર પાસે પાછો ગયો અને બોલ્યો, "આને ક્યાંક ફેંકી દે. ભૂલથી પણ કોઈને ન આપતો."
મિત્રએ કહ્યું,”આ ફેકશું તો પાછુ આવશે. જશે નહિ. જ્યાં શુધી બીજાને નહિ આપો ત્યાં સુધી.”
પતિ પત્ની તાવીજ લઇ કોઈ બીજાને શોધવા ગયા.
ન મળે તો તમે દુઃખી થાઓ અને તમે જે માંગો છો, તે મળે છે. મળે તો પણ દુઃખી થાઓ. શું માંગવું એ ખબર નથી. જાણે માં પાસે બે મહિનાનો બાળક ચાર રોટલી ખાવા જીદ કરે છે અને બે વર્ષ નો બાબો ફક્ત દૂધ પર જીવવા માંગે છે.
તમે માં પર છોડી દો. વિશ્વાસ રાખો માં પર જે દેશે તે તમારા હિત માં જ હશે.
બુદ્ધિમાન માણસ ઈશ્વરને નથી કહેતો કે મારી પ્રાર્થના પૂરી કર. તે કહે છે, "હે ઈશ્વર, જે મારા હિત માં હોય તે મને આપજે. આજ સાચી માંગણી છે.
કર્મ થી ઉપર કે વધારાનું કશું મળતું નથી. ભગવાન હું મારા કર્મ સારા બનાઆવીસ. બસ તારી આંગળી મને અળગો ના કરજે. ને હું તારી આંગળી છોડીસ નહિ.
असतो मा सद्गमय "મને અસત્યથી સત્ય તરફ લઈ જા."
આ ઇચ્છા માયા (ભ્રમ અથવા અજ્ઞાન) થી દૂર થઈ, અંતિમ સત્ય (બ્રહ્મ) તરફ આગળ વધવાની છે.
तमसो मा ज्योतिर्गमय "મને અંધકારથી પ્રકાશ તરફ લઈ જા."
આ આધ્યાત્મિક અજ્ઞાન અથવા અંધકારથી જ્ઞાન અને પ્રકાશ (જ્ઞાન) તરફની યાત્રાનું પ્રતીક છે.
मृत्योर्मा अमृतं गमय "મને મૃત્યુથી અમરત્વ તરફ લઈ જા."
આ જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ (મોક્ષ) અને શાશ્વત સત્ય કે અસ્તિત્વની ઝંખનાને દર્શાવે છે.