Lightning did wonders in Gujarati Thriller by Anwar Diwan books and stories PDF | વીજળીએ કરી કમાલ

Featured Books
Categories
Share

વીજળીએ કરી કમાલ

વીજળી પડવાની ઘટનાને આમ તો વિનાશક માનવામાં આવે છે કારણકે તેનાથી મોટાભાગે પારાવાર નુકસાન જ થતું હોય છે. પણ કુદરતનાં રહસ્યોને બે પગાળો માનવી ક્યારેય સમજી શકે તેમ નથી એમ વીજળીને પણ પુરી રીતે સમજવામાં તે નિષ્ફળ જ ગયો છે વીજળી ક્યારેક અદ્‌ભુત કમાલ કરતી હોય છે અને તે વિનાશક હોવાને બદલે સર્જનાત્મક બની રહે છે જો કે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે લોકો તો તેને ચમત્કાર જ માની લેતા હોય છે.વીજળી અંગે એવું કહેવાય છે કે તે ક્યારેય એક સ્થળે બે વાર પડતી નથી પણ એવા નિયમ કદાચ માનવીએ સર્જયા હશે કુદરત તો પોતાની રીતે જ વર્તે છે અને એનો અનુભવ સોવિયત એરલાઇનના એક વિમાનને થયો હતો તે પેસેન્જર અને ક્રુ મેમ્બરને લઇને પોતાના ગંતવ્યસ્થાને જવા રવાના થયું અને તેઓ જ્યારે ૧૯૦૦મીટરની ઉંચાઇએ પહોચ્યા ત્યારે કોકપિટની આગળનાં ભાગે ફ્યુઝલેઝમાં વીજળીનાં કારણે એક નાનકડું છિદ્ર પડી ગયું અને વીજળી ગર્જના સાથે અદૃશ્ય થઇ ગઇ પણ તે ફરી પાછી ત્રાટકી આ વખતે પેસેન્જર લાઉન્ઝ પર પડી હતી.ત્યારબાદ પાયલોટને થયું કે હવે તેની સામે જવું ખતરાને આમંત્રણ આપવા સમાન છે અને તેણે તરત જ વિમાનને પાછુ વાળ્યુ અને ઇમરજન્સી લેન્ડિંગ કરી હતી જો કે મુસાફરો સદ્‌ભાગી હતા કે વીજળી ત્રાટકી છતા તેઓ બચી જવા પામ્યા હતા.ટ્રક ડ્રાઇવર એડવિન રોબિન્સનને ૧૯૭૧માં એક જીવલેણ અકસ્માત નડ્યો હતો જેમાં તેનો જીવ તો બચી ગયો પણ તેની આંખો ચાલી ગઇ હતી પણ તેની દૃષ્ટિ નવ વર્ષ બાદ પાછી ફરી તે ઘટનાને એક ચમત્કાર જ ગણી શકાય તેમ છે.તે એક વખત ચોમાસામાં બહાર હતો ત્યારે તોફાન આવ્યું અને તે સહારે સહારે એક વૃક્ષની નીચે ચાલ્યો ગયો અને ત્યારેજ તેની આસપાસનાં વિસ્તારમાં વીજળી પડી હતી અને તે ઉથલીને નીચે પડી ગયો હતો જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તેની પત્નીએ તેને સહારો આપીને ઘરમાં લીધો હતો પણ મજાની વાત એ છે કે તેની આંખોની રોશની પાછી ફરી હતી અને તે વાંચી શકતો હતો ડોકટરોએ જ્યારે તેને તપાસ્યો ત્યારે તે આ અંગે કોઇ જ યોગ્ય ખુલાસો કરી શક્યા ન હતા.અઢારમી સદીથી આપણે જાણીએ છીએ ઇલેક્ટ્રોથેરપીનો ઉપયોગ કેટલાક રોગોની સારવાર માટે થાય છે.થોમસ યંગ નામના ખેડુતને ટર્મિનલ કેન્સરનું નિદાન થયું હતું અને તે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું હતું અને તે પોતાના અંતિમ દિવસો પસાર કરતો હતો. તે જ્યારે પોતાના ઘરની બહાર પથારીમાં હતો ત્યારે અચાનક જ તોફાન શરૂ થઇ ગયુ અને તેની ઘરની પાસેના ઝાડ પર વીજળી ત્રાટકી હતી.તેના પલંગને એક તાર વડે બાંધવામાં આવ્યું હતું જેના કારણે પેલા વૃક્ષમાં રહીને તાર વડે વીજળી યોંગમાં પ્રવેશી હતી પણ મજાની વાત એ છે કે તે તેના માટે જીવલેણ બનવાને બદલે જીવન આપનાર સાબિત થઇ હતી કારણકે તેના કારણે તેના શરીરમાં રહેલા કેન્સરનાં તમામ વિષાણુઓ નાશ પામ્યા હતા અને તેને જીવનદાન મળ્યુંં હતું.બાલ્ટીમોરનાં સબર્બમાં ભયંકર વાવાઝોડુ ફુંકાયું હતું અને આખા વિસ્તારમાં ઘોર અંધકાર છવાઇ ગયો હતો અને છ ફુટ સુધીની વસ્તુ પણ જોઇ શકાતી ન હતી અને આખા વિસ્તારમાંથી કંઇક બળવાની ગંઘ આવતી હતી, પાસેના રેલરોડ ટ્રેક પર વીજળી ત્રાટકી હતી અને ત્યાં વીજળીનો રંગ તદ્દન ભૂરો લાગતો હતો.ત્યારે લાગતું હતું કે જાણે વીજળી આ ટ્રેક પર જાણે કે સફર કરી હતી અને એક પછી એક ઝબકાર થતો જતો હતો એક તબક્કે તો પાંચ જેટલા ફાયરબોલ ત્યાં ગાડીની જેમ ચાલતા હોવાનુ જણાતું લોકોને આ જોઇને ભારે આશ્ચર્ય થયું હતુ.આપણે જ્યારે વીજળીને ત્રાટકતા જોઇએ છીએ ત્યારે તે તો એક જ ક્ષણમાં ઝબકીને અલોપ થઇ જતી હોય છે અને ક્યારેક તો તેના અલોપ થયા બાદ જ તેની ભયંકર ગર્જના સંભળાતી હોય છે પણ જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે વીજળી ત્રાટકે છે ત્યારે તે વાતાવરણમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો છોડે છે જે એક જ ક્ષણમાં વાતાવરણમાં પ્રવેશીને જ્યાંથી ઉત્પન્ન થયા હોય છે ત્યાં પાછા ફરે છે પણ આ અવાજને સ્પેશિયલ રિસિવર અને લોંગ એન્ટેના વડે ઝીલી શકાય છે જ્યારે પચાસના દાયકામાં પહેલી વાર આ અવાજને રેકોર્ડ કરાયો ત્યારે તેેેને સાંભળીને અમેરિકન નેવી આઇસબ્રેકરનો એ અધિકારી આશ્ચર્યમાં મુકાઇ ગયો હતો કારણકે આ અવાજ એકદમ સરગમ જેવો હોવાનું તેને લાગ્યુ હતું જેમાં નીચાથી માંડીને એકદમ ઉંચા સુરની સુરાવલી હોવાનું તેને જણાયું હતું.ન્યુજર્સીનાં મિડલેન્ડ પાર્કમાં પંદર વર્ષની જેનિફર માન સ્ટીફન કિંગની લોકપ્રિય નવલકથા વાંચી રહી હતી ત્યારે તેની બેડરૂમની બારી ખુલ્લી હતી અને ભારે વરસાદ વરસી રહ્યો હતો વીજળીઓ ત્રાટકી રહી હતી.અચાનક તેનું જ ઘર ખળભળી ઉઠ્યુ અને વીજળી તેના બેડરૂમની છતને ફાડીને તેના પલંગ પર જ પડી અને તેને આગ લાગી ગઇ હતી જો કે સદભાગ્યે તેને કોઇ ઇજા પહોંચી ન હતી તેણે જોયું કે તે જે હોરર નોવેલ વાંચતી હતી તે આગમાં સપડાઇ ગઇ હતી જેનિફર તો આ જોઇને મુઠ્ઠીઓ વાળીને નીચે ભાગી હતી તેને તો એમ જ લાગ્યુ કે વીજળી ખાસ તેની નોવેલ માટે જ તેના ઘરમાં આવી હતી.આમ તો વીજળી જેના પર ત્રાટકે તે સદ્‌ભાગી હોય તો જ બચી શકે છે બાકી તો તે વ્યક્તિને ભડથુ કરી નાંખે તેટલી શક્તિશાળી હોય છે પણ જે બચી ગયા હોય છે તેમના શરીર પર વીજળીનાં કારણે જાણે કે ટેટુ ત્રોફાઇ ગયુ હોય તેવા નિશાન રહે છે. જો કે તે માત્ર બે કે ત્રણ કલાક સુધી રહેતા હોય છે.આ નિશાન દરેક વ્યક્તિ દીઠ અલગ અલગ હોય છે વિન્સ્ટન કેમ્પ પર જ્યારે વીજળી પડી ત્યારે તેના હાથ પર હંગામી ટેટુ પડી ગયું હતું.ન્યુયોર્કમાં એક ઘર પર જ્યારે વીજળી ત્રાટકી ત્યારે અનોખા પ્રકારની અસર થવા પામી હતી. વીજળી તેના કિચન પર ત્રાટકી હતી જેમાં આ ઘરનાં માલિકે કેટલાક કિંમતી વાસણો મુક્યા હતા.તેને આ વીજળીને કારણે લાગ્યું કે તેની કિંમતી પ્લેટ નાશ પામી હશે પણ આશ્ચર્ય એ હતું કે આ પ્લેટનાં કિનારાઓનો કલર જ થોડો ઝાંખો પડ્યો હતો પ્લેટ સાજી સમી હતી એટલું જ નહી પ્લેટ જ્યાં મુકી હતી તેની પાછળની દિવાલ પર એ પ્લેટની આખેઆખી પ્રિન્ટ છપાઇ ગઇ હતી.પેન્સિલવેનિયાના ફિલાડેલ્ફિયાની નાઇન્થ સ્ટ્રીટમાં આવેલ એક મકાન જાણે કે વીજળીને બહુ જ ગમી ગયું હોય તેમ તે ત્યાં એક કરતા વધારે વખત ત્રાટકી હતી પહેલી વાર જ્યારે તે ત્રાટકી ત્યારે તેણે ઓગણીસ વર્ષનાં રિચાર્ડ લિયોન્સને ખુરસીમાંથી ઉથલાવી નાંખ્યો હતો અને ત્યારબાદ તે બીજા દરવાજેથી ઘરમાં પ્રવેશી અને તેમનાં ભોજનની તમામ સામગ્રી બરબાદ કરી નાંખી હતી. ત્યારબાદ તે નજીકનાં એક મકાનમાં ત્રાટકી હતી અને ત્યાં પણ તેણે પોતાના નિશાન છોડ્યા હતા.ન્યુઝર્સીનાં મોરિસટાઉનમાં પેઇન્ટર એબોટ પાર્કર જ્યારે પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે તેના પર વીજળી ત્રાટકી હતી અને તેને ત્યાંથી ઓલ સોલ હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં તબીબોએ જોયું કે તે પાછળનાં ભાગે દાઝી ગયો હતો પણ ત્યાં ધીરે ધીરે ક્રોસની આકૃત્તિ ઉપસતી હતી.થોડાક જ સમયમાં તેની પીઠ પર જિસસ ક્રાઇસ્ટનું સ્પષ્ટ ચિત્ર ઉપસી આવ્યું હતું. ત્યારબાદ તો તેની પીઠ પર ક્રુસ પર ચડાવેલા જિસસની સ્પષ્ટ આકૃત્તિ ઉપસી આવી હતી અને પાછી આ આકૃત્તિ તદ્દન સ્પષ્ટ હતી જેમાં જિસસ પગથી માથા સુધી ચોખ્ખા દેખાઇ રહ્યા હતા. લોકોએ તો આ ઘટનાને એક ચમત્કાર જ જાહેર કરી હતી. જ્યારે પાર્કર હોશમાં આવ્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે તેણે ક્યારેય ટેટુ ચિતરાવ્યું નથી અને ડોક્ટરોએ પણ તેની તપાસ કરીને જણાવ્યું કે આ ચિત્ર કોઇ માણસ દ્વારા દોરવામાં આવેલ ટેટુ ન હતું.