સહયોગ - ૦૧
સમાજમાં આવી રીતે જ લોકોનો સહયોગ મળે છે!
જ્યારે હું પહેલી વાર સુપરફાસ્ટ ટ્રેનમાં ચઢ્યો. સહયાત્રીઓને પૂછવા લાગ્યો, "ગાઝિયાબાદ ક્યારે આવશે? મારે ત્યાં ઉતરવું છે."
સહયાત્રીઓએ કહ્યું, "ભાઈ, આ ટ્રેન ઝડપી ગાડી છે. ગાઝિયાબાદમાંથી પસાર થશે, પણ ઊભી રહેતી નથી."
હું ગભરાઈ ગયો. સહયાત્રીઓએ સમજાવ્યું, "ગભરાશો નહીં. ગાઝિયાબાદમાં આ ટ્રેન રોજ ધીમી પડી જાય છે. તું એક કામ કર, ગાઝિયાબાદ આવે એટલે જેવી ટ્રેન ધીમી થાય, તું દોડતાં-દોડતાં પ્લેટફોર્મ પર ઉતરી જજે. અને પછી, બિલકુલ ના રોકાતાં, ટ્રેન જે દિશામાં જાય છે એ જ દિશામાં થોડે દૂર સુધી દોડતો રહેજે. આમ કરવાથી તું પડીશ નહીં."
ગાઝિયાબાદ આવવાની તૈયારીમાં સહયાત્રીઓએ મને દરવાજા પાસે ઊભો રાખ્યો. ગાઝિયાબાદ આવતાં જ, મેં સલાહ મુજબ પ્લેટફોર્મ પર છલાંગ લગાવી અને થોડું વધુ પડતું ઝડપથી દોડી ગયો.
એટલું ઝડપથી દોડ્યો કે આગલા ડબ્બા સુધી પહોંચી ગયો. એ બીજા ડબ્બાના યાત્રીઓમાંથી કોઈએ મારો હાથ પકડ્યો, તો કોઈએ મારી શર્ટ ઝાલી, અને મને ખેંચીને ટ્રેનમાં પાછો ચઢાવી લીધો. ટ્રેન ત્યારે ફરીથી ઝડપ પકડી ચૂકી હતી.
સહયાત્રીઓ મને કહેવા લાગ્યા, "ભાઈ, તારું નસીબ સારું છે કે આ ગાડી તને મળી. આ તો ઝડપી ટ્રેન છે, ગાઝિયાબાદમાં તો ઊભી જ રહેતી નથી!"
સહયોગ – ૦૨
સ્કૂલ માં મસ્ત ભણાવતા હતા. છોકરાવ માં સમાજ માટે કાઈ મદદ રૂપ થાય તેવી ભાવના અને વિચારો તેમના જીવનમાં આવે એ હેતુ પ્રયત્ન કરતાં હતા.
રોજ સવાર ના પહેલા વર્ગ માં માસ્તર એ પૂછ્યું, ‘ચાલો બાળકો હવે એક એક કરીને બતાવો કે તમે સમાજમાં સુ સારું કામ કર્યું?’
‘હેતા ચાલ તું બતાવ.’
હેતા એ ખુબ ઉત્સાહ થી કહ્યું, ‘મેં અને મારા ચાર મિત્રોએ એક માજી ને રસ્તો પસાર કરવામાં મદદ કરી.’
‘વાહ ખુબ સરસ કામ કર્યું, પણ એક માજી ને રસ્તો પસાર કરવામાં ચાર ભાઈબંધ ની જરૂર પડી?’
‘હા સાહેબ, પેલા માજી રસ્તો પસાર કરવા જ નહોતા માંગતા. એટલે કઈક સારું કરવા અમારે આમ કરવું પડ્યું’
બોલો, આને કહેવાય હડકાયો પ્રેમ.
સહયોગ – ૦૩
શાળાના બાળકોને શિક્ષક દર શનિવારે એક નવો પાઠ ભણાવતા – "સમાજ માટે નાનું પણ સારું કામ કરો." એક દિવસ સવારે શિક્ષકે વર્ગમાં પૂછ્યું, "બોલો, આ અઠવાડિયે તમે શું સારું કર્યું?"
નાનો શ્યામ ઊભો થયો અને ગર્વથી બોલ્યો, "સાહેબ, મેં અને મારા બે મિત્રોએ ગામના ઝરણા પાસે એક બિલાડીને ઝાડ પરથી ઉતારી."
શિક્ષકે ખુશ થઈને કહ્યું, "વાહ, શ્યામ! ખૂબ સરસ! પણ બિલાડીને ઉતારવા ત્રણ જણની શું જરૂર પડી?"
શ્યામે મોઢું ખંજવાળીને કહ્યું, "સાહેબ, એ બિલાડી ઝાડ પર ખુશ હતી. અમને લાગ્યું કે એ ફસાઈ ગઈ છે, એટલે અમે ત્રણેયએ દોરડું બાંધીને એને ઉતારી. પણ એ ઉતરતાં જ દોડી ગઈ અને અમારા હાથે એક-બે નહોર ભરીને ભાગી ગઈ!"
વર્ગમાં બધા હસવા લાગ્યા. શિક્ષકે હસતાં-હસતાં કહ્યું, "શ્યામ, તમારો પ્રયાસ તો સાચો હતો. પણ બીજી વાર બિલાડીને પૂછજો કે એને મદદ જોઈએ છે કે નહીં! સહયોગ એની મરજીથી જ સારો લાગે!"
સહયોગ – ૦૪
દુરના એક ગામડાની વાત છે. એ ગામમાં રહેતા એક માજીને સહેરમાં કોઈ કામ પ્રસંગે જવાનું થયું. આખી જીંદગી ગામમાં રહેલા. સહેરની ભીડ ક્યાંથી જોઈ હોય? મોટા મોટા રસ્તા. ટ્રાફિક અને ગાડીઓની માયાજાળ.
સહેરમાં ધીરે ધીરે ચાલતા પોતાના છોકરા ના ઘર તરફ જવા નીકળ્યા. વચમાં રસ્તો પસાર કરવાનો થયો. હજુ અડધો રસ્તો પસાર કર્યો ત્યાં સિગ્નલ છુટી ગયું.
માજી આગળ એક સ્કુટર આવી જોરથી હોર્ન વગાડ્યું ને માજી પડી ગયા.
આજુ બાજુ ગણા માણસો જમા થઇ ગયા. એક માણસે માજી ને ઉપાડ્યા. માજીએ અભિવાદન કરતાં કહ્યું, ‘ સુખી રહે બેટા, જેમ તે મને ઉપાડ્યો તેમ ભગવાન તને ઉપાડી લે.’
બોલો. જેવી તે મને મદદ કરી તેવી ભગવાન તને મદદ કરે.