Shrapit Prem - 30 in Gujarati Women Focused by anita bashal books and stories PDF | શ્રાપિત પ્રેમ - 30

Featured Books
Categories
Share

શ્રાપિત પ્રેમ - 30

રાધા તે લોકોથી સવાલ જવાબ કરવા લાગી હતી અને એ સમયે તેણે મદન મોહનને ખેતરના બહારના તરફ જતા જોયો હતો, પરંતુ તે સમયે રાધા તેના ઉપર ખૂબ જ ગુસ્સો હતી એટલે તેને તેના તરફ ધ્યાન પૂછવાનું ચાલુ રાખ્યું.

" તમે આ ગામમાં તો નથી દેખાતા, તો તમે બીજા કામથી આવ્યા છો?"

એક માણસ જે સૌની આગળ આવ્યો હતો તેણે પોતાના હાથ જોડ્યા અને પોતાનો પરિચય આપતા કહ્યું.

" મારું નામ લખું ભા છે, આનું નામ જય રામ અને તેનું નામ અરજણ છે અને તે જે છેલ્લો ઉભો છે તેનું નામ ભીખો છે અમે લોકો કમાઢિયા ગામના છીએ."

કમર કોટડા ગામના આજુબાજુ શ્રીનાથગઢ, કમાઢિયા, શિવરાજગઢ અને બીજા ઘણા બધા ગામો હતા. આ બધા ગામોમાં પણ ખેતીના જ કામ વધારે કરતા કરવામાં આવતા હતા પરંતુ થોડા સમય પહેલા બધી જગ્યાએ મોટા અને પાકા રસ્તા બનવાનું કામ ચાલુ હતું એટલે બધી જમીનો વેચાવા લાગી હતી. 

આ જ કારણ હતું કે ઘણા લોકો પાસેથી હવે કામ ચાલ્યું ગયું હતું. રાધા ને આ વાતની જાણકારી પહેલાં ન હતી પરંતુ તેને આ બધી જાણકારી તેની બા મનહરબેન પાસેથી લઈ લીધી હતી. રાધા એક તે બધાના તરફ વારાફરતી જોયું અને પછી લખું ભા થી કહ્યું.

" જુઓ હું બે ત્રણ દિવસમાં ગામમાંથી બહાર ચાલી જવાની છું એટલે તમારે આ કામ કરીને જે કંઈ પણ તમારી થાય તે મારા બા પાસે જમા કરી દેવાની છે. તમે લોકો ઈચ્છો તો અહીંયા રહી શકો છો અને તમે લોકો જો કોઈને કહીને મારી બાની સંભાળ આપવાનું કામ દઈ શકો તો મારા માટે વધારે સારુ રહેશે."

રાધા એ જોયું કે તે લોકો એકબીજાની સાથે આંખોના ઇશારો થી કંઈક કહી રહ્યા હતા. તે લોકો કંઈ બોલતા તો હતા પરંતુ એકબીજાને ઇશારો કરી રહ્યા હતા કે તે પોતાના વાતની શરૂઆત કરે. તે લોકોની સારો સમજીને રાધાએ કહ્યું. 

" તમારે જે કોઈ પણ વાત કરવી હોય તે તમે કહી શકો છો. તમને પૂરી છૂટ છે."

લખું ભા ના જગ્યાએ ભીખા એ આગળ આવીને પૂછ્યું. 

" જુઓ રાધા બહેન અમે લોકો એક ગામની સાથે સાથે એક કુટુંબના પણ છીએ. અમે લોકો એક સાથે જ કામ કરીશું અને જે કંઈ પણ આવક થશે તે અડધું અડધું કરી લેશુ એટલે કે અડધું અમારા કુટુંબનું અને અડધું તમારા બા નું,,,"

તે આગળ બોલવા માટે અટકી રહ્યો હતો એ જોઈને રાધા આમ તો સમજી ગઈ હતી છતાં પણ પૂછવા ખાતર પૂછ્યું. 

" તમે લોકોએ મને લગતી કોઈ વાત સાંભળી છે એટલા માટે આવી રીતે હિચકો છો?"

અરજણ જે થોડી દુરી ઉપર ઉભો હતો તેને અટકતા અટકતા કહ્યું.

" વાત એમ છે કે અમે લોકો સવારના અહીં આવ્યા છીએ અને ગામમાં,,, આટો મારવા ગયા હતા ત્યારે જ્યારે જ્યારે અમે કહ્યું કે અમે તમારા ખેતરમાં કામ કરવા માટે આવ્યા છીએ તો,,, તે લોકોએ તમારા વિશે કંઈક કહ્યું,, એટલે,,,"

" મને ખબર છે કે મારા વિશે ઘણી બધી વાતો ગામમાં ફેલાઈ રહી છે અને એ વાતને હું નકારતી નથી કારણ કે આ રોગ તમારા ઉપર જ લાગ્યો છે પરંતુ હું જલ્દી જ નિર્દોષ સાબિત પણ થઈ જઈશ."

અત્યાર સુધી ચૂપચાપ ઊભેલા જયરામ એ આગળ આવીને પૂછ્યું.

" એનો અર્થ એ કે તમે વકીલો ને ખરીદી લીધા છે કે પછી,,,"

" હું દોષી નથી."

રાધા ની સીધી અને સચોટ વાત સાંભળીને જય રામ થોડો શાંત થયો અને દેખાવમાં પણ તે લગભગ 40 થી 45 વર્ષને લાગતો હતો એટલે કે તે એક અનુભવી માણસ દેખાતો હતો. રાધા ની સીધી વાતથી તે સમજી ગયો કે તેની સામે જે છોકરી ઉભી છે તે ખરેખર નિર્દોષ જ છે.

" અમે લોકો કામ કરવા માટે તૈયાર છે પરંતુ,,, અહીંયા આટલા લોકો માટે એક નાનકડું ઘર બનાવું થોડું મુશ્કેલ રહેશે એટલા માટે રહેવાનું,,,"

" અમારા ઘરનું આંગણું મોટું છે ત્યાં તમે રહેવાની વ્યવસ્થા કરી શકો છો અને સાથે તમે લોકો મારી માંનું પણ ધ્યાન રાખી શકો છો. પરંતુ તમારી સાથે કોઈ સ્ત્રી,,,"

રાધા પોતાની વાત પૂરી કરે તેની પહેલા જય રામ એ કહ્યું. 

" મારી પત્ની અને અરજણ ની પત્ની અને બાકીના બંને ના હજી લગ્ન નથી થયા."

" તો તમે છ લોકોનો પરિવાર છો, ઠીક છે તમે મને બતાવી દો કે ક્યારથી અહીં આવવાના છો અને જ્યારે પણ તમે આવો ત્યારે તમારા બધા લોકોના પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ અને આધાર કાર્ડ ની ઝેરોક્ષ લઈને આવજો અને હું તમને એક ડોક્યુમેન્ટ દઈશ જેમાં તમારા સિગ્નેચર હોવા જરૂરી છે."

જય રામ એ રાધાના તરફ ધ્યાનથી જોઈને પૂછ્યું.

" આ બધાને શું જરૂરત છે?"

રાધાએ પહેલા એક લાંબો શ્વાસ લીધો અને પછી જયરામ ને સમજાવતા કહ્યું. 

" હું એક વખત અહીંયા થી ચાલી ગઈ તો મને નથી ખબર કે હું ક્યારે પાછી આવીશ અને એ સમયે મારી માને જવાબદારી એક રીતે મારા ઉપર જ રહેશે. આ ફક્ત એક સરકારી કામ છે અને એનાથી તમને કોઈ નુકસાન તો બિલકુલ નથી થવાનું. તમે જે કાગળ ઉપર તમારી સાઈન કરશો એમાં ફક્ત એ જ લખેલું રહેશે કે આ ખેતર તમને ફક્ત એક વર્ષ માટે દેવામાં આવે છે અને તમારી ઈચ્છા હોય તો તમે એને રીન્યુ કરાવી શકો."

જયરામ ના ચેહરા ઉપરથી લાગી રહ્યું હતું કે આ વાત તેને સારી નથી લાગી છતાં પણ તેમણે આ વાતને સ્વીકારી લીધી. કદાચ હવે પહેલા જેવી વાત ન હતી કારણ કે પહેલા લોકોનો વાત ઉપરથી જ તમને ખેતર આપી દેવામાં આવતું હતું પરંતુ હવે સરકારી કામકાજ કરવા પણ જરૂરી હોય છે અને કંઈ આફત આવી જાય તો રાધા તેની માની મદદ કરવા માટે ત્યાં હાજર નહીં હોય. 

જય રામ એ બધી વાત નક્કી કરી લીધી હતી અને હવે બીજા દિવસે સવારે તે લોકો તે ખેતરમાં હાજર થવાના હતા અને ત્યાંથી રાધા તે બધાને તેમના ઘરે લઈ જવાની હતી. સ્ત્રીઓ ત્યારે જ આવવાના હતા જ્યારે તે લોકોના રહેવાની વાક્ય વ્યવસ્થા થઈ જાય ત્યાં સુધી તો રાધા ઘરે રહેવાની જ હતી. 

ખેતર જોઈને જય રામ અને ચહેરો ખુશીથી છલકી ઉઠી હોતો કારણ કે ખેતરની જમીન બહુ સારી હતી અને પાણીની વ્યવસ્થા પણ સારી એવી કરવામાં આવી હતી પરીક્ષા ની ફક્ત એટલી હતી કે આ ખેતર ને ક્યારે પણ ખેડવામાં આવ્યું ન હતું.

આ ખેતર ને લીલોતરી થી ભરવા માટે તે લોકોને બહુ મહેનત કરવી પડે એમ હતી. તે બધાને જોઈને એવું લાગી રહ્યું હતું કે તે લોકો મહેનત કરવામાં પૂછે હટ કરવાના નથી એટલે રાધા તેનાથી ખુશ તો હતી છતાં પણ જેલમાં રહીને તે એક વસ્તુ શીખી ગઈ હતી કે જલ્દીથી કોઈ ઉપર વિશ્વાસ કરવો ન જોઈએ. 

તે બધા લોકો કમાઢિયા પરત ચાલ્યા ગયા હતા અને રાધા પણ ગામમાં પાછી જઈ રહી હતી. પછી બપોરનો સમય થયો હતો એટલે રાતા નથી બીજું પણ જરૂરી કામ કરવાનું હતું એટલે કે પોલીસ સ્ટેશનના તરફ જઈ રહી હતી. 

" તમે પોલીસ સ્ટેશનમાં હાજરી નોંધવા જાવ છો?"

અવાજ સાંભળીને રાધા ઉભી રહી ગઈ અને તેને પાછળ જોયા વિના જ કહ્યું.

" છુપાઈને બધી વાત સાંભળવાની અને જોવાની આદત તમારા નાનપણની લાગે છે. મારા મત પ્રમાણે તમારે આદતને બદલી દેવી જોઈએ."

મદનમોહન રાધા ના નજીક આવ્યો અને તેણે કહ્યું.

" શું કરો છો વકીલ છું એટલે બધી વાત જોવી અને સાંભળવી પડે છે. તમે મારો સવાલનો જવાબ ન આપ્યો."

રાધા એ મદનમોહન ના તરફ જોયું અને કહ્યું. 

" જો તમે વકીલ હોવ તો તમને ખબર હશે કે મારે દરરોજ પોલીસ સ્ટેશન માં હાજરી નોંધાવી જરૂરી છે. આજે એક દિવસ મારો ચાલ્યો ગયો છે હવે મારા પાસે ફક્ત ચાર દિવસ છે, એટલે મને મારું કામ કરવા દો."

આટલું બોલીને રાધા પોલીસ સ્ટેશનના તરફ જવા લાગી. તેને ખબર ન હતી કે

ચાર જોડી આંખો તેના ઉપર નજર રાખી રહી છે.