Vishwas and shrdhha - 25 in Gujarati Fiction Stories by NupuR Bhagyesh Gajjar books and stories PDF | વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 25

Featured Books
Categories
Share

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 25

{{{Previously: ત્રણ અલગ અલગ વ્યક્તિ, જેમનું જીવન એકબીજા સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલું છે, અલગ અલગ જીવન જીવતા હોવા છતાં એકબીજાના પૂરક છે. જેની તેઓને જાણ નથી. ચાલો, જોઈએ શું થાય છે અંત આ સ્ટોરીનો ? 

વિશ્વાસ એનાં ફ્રેન્ડને મળે છે, અમદાવાદમાં. શ્રદ્ધા ત્યાં ઓફિસ પર પહોંચી સિદ્ધાર્થ સાથે ઘરે જવાં માટે નીકળે છે. }}}

ભુયંગદેવમાં આવેલી "હેરિટેજ સાયબરવર્લ્ડ એલએલપી" 605-606 સોલારિસ બિઝનેસ હબમાં વિશ્વાસ એનાં ફ્રેન્ડ દીપકને મળે છે. દિપક અહીંયા જોબ કરે છે. દિપક અને વિશ્વાસ એકબીજાને ત્યાં ઓફિસની કેન્ટીનમાં મળે છે. 

વિશ્વાસ : Thank you, દોસ્ત. આટલી શોર્ટ નોટિસમાં તેં મને મળવાં માટે ટાઈમ કાઢી લીધો. 

દિપક : શું વાત કરે છે, વિશ્વાસ? તું જ હતો જેને મને મારી કાબેલિયતથી વાકેફ કરાવ્યો હતો. મારી સાયબરમાં રુચિને તેં જ તો કૅરિઅર બનાવ્યું છે. હવે હું જ તને હેલ્પ ના કરું તો આ બધું શું કામ નું ? I am really grateful for whatever you have done for me. So now it’s my turn. બોલ, શું કામ હતું ? 

વિશ્વાસ : અરે દોસ્ત એમાં મેં કંઈ નથી કર્યું, તું જેમાં કાબિલ હતો, અને એમાંજ તને રુચિ હતી, પણ એને જ કૅરિઅર બનાવવું જોઈએ, બસ મેં તને એટલીજ સલાહ આપી હતી યાર. અને જે થયું સારું જ થયું, હવે તું કામ લાગીશ. ( એમ કહેતાં હસે છે, આગળ વાત વધારતાં ) તને યાદ છે હું લન્ડનથી ઇન્ડિયા આવ્યો હતો, 2013-14 માં, ત્યાંરની વાત છે. 

( આગળ વાત કરીને, વિગતવાર વિશ્વાસે દીપકને બધી વાત જણાવી. )

દિપક : અરે, આ તો બહુ મોટું કૌભાંડ થઈ ગયું. આવી રીતે તમારાં બંનેની લાઈફ બગાડીને કોઈને શું મળી જવાનું હતું? શું એ શ્રદ્ધાનો પતિ તો નથી ને? તને કોઈનાં પર શક છે? 

વિશ્વાસ : ના, સિદ્ધાર્થ એવું ના કરી શકે. I don't think so...

દિપક : હા, કંઈ વાંધો નહીં. મને થોડી ડિટેઈલ્સ જોઈશે અને થોડો ટાઈમ પણ...

વિશ્વાસ : હા, કેમ નહીં..સાત વર્ષ બગડ્યાં છે તો સાત મહિના વધારે...

દિપક : એટલો બધો પણ નહીં , યાર ! ચાલ, તું મને તમારા બંનેના જૂના અને નવાં નમ્બર્સ આપ. બન્નેના એડ્રેસ અને તમારાં બંનેની પરમિશન. હું લેટર પ્રિન્ટ કરાવ છું, મને સાઈન જોઈશે બંનેની, તું અત્યારે કરી દે. શ્રદ્ધાને પછી મોકલી દેજે. 

વિશ્વાસ : સ્યોર ! 

( ઓફિસ રૂમમાં જઈને વિશ્વાસ બધી ડિટેઈલ્સ આપે છે. અને પરમિશન પેપર પર એની સાઈન કરે છે. )

( ત્યારબાદ બંને મિત્રો થોડી વાતો કરી, એની ઓફિસમાં જ ડિનર પણ સાથે કરે છે. ) 

બીજી તરફ, શ્રદ્ધા અને સિદ્ધાર્થ સાથે ઘરે જાય છે. ઘરે જઈને એમનાં મમ્મીને મળે છે બંનેને આ રીતે એકબીજા સાથે સમય પસાર કરીને સાથે આવતાં જોઈને નલીનીબેન 

ઘણાં ખુશ થાય છે. થોડીવાર વાત કરીને, બંને ફ્રેશ થવા માટે રૂમમાં જાય છે. લંચનો ટાઈમ થતાં સાસુમાં શ્રદ્ધાને બોલાવે છે. આજે એમણે જાતે બધું જમવાનું બનાવ્યું હતું. થોડીવારમાં સિદ્ધાર્થ પણ નીચે આવે છે અને બધા સાથે લંચ કરે છે. શ્રદ્ધાના મનમાં પ્રશ્નો ચાલી રહ્યા હતા કે હવે આગળ શું? સિદ્ધાર્થ પણ વિચારી રહ્યો હતો કે હવે તેણે આગળ શું કરવું જોઈએ? એને ડર હતો કે હવે શ્રદ્ધા એને છોડી દેશે એ કોઈ પણ રીતે એને એની પાસે જ રાખવા માંગતો હતો પણ કેવી રીતે એ સમજાતું નહતું! બંને પોતપોતાના વિચારોમાં ખોવાયેલા હતા ત્યારે જ નલિનીબેને વાત શરૂ કરી....

નલીનીબેન : તો કેવી રહી તમારી રિસોર્ટની ટ્રીપ ? મને કંઈ જણાવશો કે નહિ તમે બંને? હમણાં આવીને પણ કંઈ કહ્યું નહીં !

સાસુમાંનો અવાજ સાંભળીને શ્રદ્ધા સ્વસ્થ થઈને જવાબ આપ્યો : એકદમ સરસ. પેહલી વખત હું ગયી હતી ત્યાં તો મને તો બહુ જ મઝા આવી. જમવાનું પણ બહુ જ સરસ હતું. કોઈ વખત આપણે બધાં સાથે જઈશું. 

નલીનીબેન : ઓ ખરેખર! તને ગમી ને એ જગ્યા. હા, જરૂરથી આપણે જઈશું. સિદ્ધાર્થને ના ગમ્યો એ રિસોર્ટ કે શું? 

સિદ્ધાર્થ ( બંનેની વાતો સાંભળતો હતો) : ના, ના..એવું કંઈ નથી. મને પણ જગ્યા ગમી. બહુ જ સરસ હતી રૂમ. જમવાનું પણ જેમ શ્રદ્ધાએ કહ્યું, સારું જ હતું. મારો ફ્રેન્ડ પણ ત્યાં જ બધું સંભાળે છે. 

આમ, વાત કરતાં બધાએ લંચ કર્યું. ત્યારબાદ, સિદ્ધાર્થ બહાર જવા માટે નીકળ્યો. નલીનીબેન કામમાં લાગ્યાં. 

શ્રદ્ધા પણ એમની હેલ્પ કરવામાં લાગી. 

થોડીવાર પછી, શ્રદ્ધાનો ફોન રણક્યો. શ્રદ્ધાને એમ થયું કે વિશ્વાસ હશે પણ મૃણાલનો ફોન હતો. ફોન ઉઠાવ્યો અને એ ઉપર એનાં રૂમમાં ગયી. 

શ્રદ્ધા : હેલ્લો,મૃણાલ! 

મૃણાલ : હેલ્લો મેડમ! ક્યાં ખોવાઈ ગયાં ? કોઈ સમાચાર નહીં ! શું કરે છે? 

શ્રદ્ધા : અરે! એવું કંઈ નથી. સાસુમાંએ મારી અને સિદ્ધાર્થ માટે એક રિસોર્ટ બુક કરાવ્યો હતો, તો અમે ત્યાં ગયા હતા. બસ હમણાં આજે જ ઘરે આવ્યા. આવીને લંચ કર્યું અને બસ કામમાં જ હતી ને તારો ફોન આવ્યો.

મૃણાલ : ઓ...સિદ્ધાર્થ જોડે! 

શ્રદ્ધા ( ધમકાવતાં અવાજમાં ): મૃણાલ! (ધીમેથી ) બોલ, શું કહે છે તું? ફ્રી હોય તો આવી જા ઘરે...હું બહાર નીકળીશ તો પ્રોબ્લેમ થશે અત્યારે! 

મૃણાલ : હા, હું પણ એ જ વિચારતી હતી. ચાલ, આવું છું સાંજે. અત્યારે તો બુટિક પર છું, થોડું કામ પતાવીને નીકળું...

શ્રદ્ધા : હા, કંઈ વાંધો નહીં. 

શ્રદ્ધા ફોન જોતી હતી, ઈચ્છા થતી હતી કે વિશ્વાસને મેસેજ કરું પણ કર્યો નહીં. એટલામાં જ વિશ્વાસનો મેસેજ પડ્યો, શ્રદ્ધા ચમકી ઉઠી. જાણે વિશ્વાસને ખબર પડી ગયી હોય કે શ્રદ્ધા રાહ જોતી હશે. 

મેસેજ વાંચે છે. 

" hey, શ્રદ્ધા! કેમ છે? મઝામાં જ હશે ને! હાહા... ઓકે તો એમ કહેતો હતો કે, હું મારાં ફ્રેન્ડને મળી આવ્યો છું, થોડો સમય લાગશે પણ જે કોઈ પણ હશે એ ફ્રોડને શોધી કાઢશે. થોડી ડિટેઈલ્સ જોઈતી હતી તો, તને લિસ્ટ મોકલું છું તું મને મોકલી આપજે.  અમુક ડોક્યુમેન્ટ્સ અને થોડી ઇન્ફોર્મેશન. બીજું પછી શાંતિથી વાત કરીયે. "

શ્રદ્ધા મેસેજ વાંચીને ખુશ થાય છે અને વિશ્વાસને રિપ્લાય કરે છે, 

" hey, વિશ્વાસ! હા, મઝામાં જ છું. તું કેમ છે? Thank god! ચાલ, આપણું કામ થઇ જશે. No worries. આટલો સમય તો આપણાને કંઈ ખબર પણ નહતી. હવે બસ મળી જાય એ વ્યક્તિ. મળીને વાત કરીયે. 😊” 

બંને એકબીજાને ફરીથી મળવાં માટે આતુર હતાં. બંને એમનો આ મિસકોમ્યુનિકેશન કે પ્રોબ્લેમ સોલ્વ કરવાં માટે તૈયાર હતાં. બંને આજે ખુશ હતાં. જાણે શ્રદ્ધાને એનો વિશ્વાસ પાછો મળી ગયો હોય! અને વિશ્વાસને એની શ્રદ્ધા!