Jivan Chor - 3 in Gujarati Magazine by yeash shah books and stories PDF | જીવન ચોર...ભાગ 3

Featured Books
Categories
Share

જીવન ચોર...ભાગ 3

આ વાર્તા મારે અહીંયા જ રોકવી પડે છે. ઘણી વખત એવી વાર્તાઓ કે વિષયો મગજમાં આવે છે, જે વાર્તાઓ નો અંત જડતો નથી... આ વાર્તા પણ એવી જ છે. અંદર ની ક્રિએટિવિટી ઘણી વાર અટકી જ જાય છે. શબ્દો નો પ્રવાહ બંધ થઈ જાય છે. એટલે વધુ આ વાર્તા ના પ્રકરણો જડતા નથી. 

વાર્તા ના અંત ની જગ્યાએ આ લેખ મૂકું છું.

વાંચકમિત્રો ,પુસ્તકો થી વધારે સાથે રહેનારો સારો મિત્ર કયો..? પુસ્તકો ક્યારેય માણસને એકલવાયું લાગવા દેતા નથી.. 

આ સુવાક્ય ઘણા સારા છે.. 

" જો દુનિયામાં કોઈ સાચું સ્વર્ગ હોય તો એ પુસ્તકાલય માં છે...

જો તમને સાચું શિક્ષણ જોઈતું હોય તો બે કામ કરો. 1. દુનિયા ફરો... 

2. લાઈબ્રેરી માં જાવ...


ફિલ્મો,ડોક્યુમેન્ટરીસ , સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ.. જ્ઞાન અને માહિતીના સ્ત્રોત ખરા.. પણ હાર્ડ કોપી પુસ્તકો નું મહત્વ ઓછું નથી .. 

ઇ કોપીસ અને સોફ્ટવેરસ પણ ખૂબ પ્રચલિત છે..(પ્રતિલિપિ જ જોઈ લો!!!)... 


મારે વાત કરવી છે કેટલાક પુસ્તકોની જે દરેક વ્યક્તિ એ ઘરમાં વસાવવા જ જોઈએ...


: અધ્યાત્મ.. (spirituality)


(1) શ્રીમદ ભગવદ્દગીતા, બાઇબલ ,કુરાન.. વગેરે વિશ્વ સમ્માનનીય ..ધર્મગ્રંથો..(pdf available)


(2) શ્રી અષ્ટાવક્ર ગીતા (pdf available)

(3) મહાત્મા ગાંધીજીએ લખેલ પુસ્તકો (pdf available)

1. પ્રાર્થના

2. રામનામ વિશે અનુભવો

(4) શ્રી મોરારીબાપુ અથવા શ્રી ડોંગરેજી મહારાજ ની કથાઓ પર આધારિત પુસ્તકો... (pdf available)

(5) ઓશો રજનીશ ના પ્રવચનો પર આધારિત પુસ્તકો.. ( pdf available)..

(6) swami satchidanand ના પુસ્તકો (મારા અનુભવો વગેરે....) (google playstore free available)


મોટિવેશન એન્ડ સેલ્ફ હેલ્પ..(motivation and self help)...


હવે,આ વિષયો ના પુસ્તકો ઘણા પ્રચલિત થયા છે.. સુવિચારો અથવા સુવાક્યોના પુસ્તકો પણ આ જ શ્રેણીમાં આવવા જોઈએ.. એક સુવાક્ય છે.."શુભ વિચારો જ શુભ આચારો માં પરિણમે છે.." અહીંયા કેટલાક પુસ્તકો ની યાદી આપું છું જે મન ને શુભ અને કલ્યાણકારી વિચારો થી ભરી દે છે. ટુંક માં આ ખાલી વાંચવાના નહીં જીવનમાં ઉતારવાના પુસ્તકો છે..


(1) ચાણક્ય નીતિ અને સૂત્રો (pdf available)

(2) વિદુર નીતિ...

(3) તમારી માનસિક કાબેલિયત 10 ગણી ખીલવો (વનરાજ માલવી) અને એમને લખેલા અન્ય પુસ્તકો..

(4) પંચતંત્ર ( આખું મૂળ રૂપે.. ) 

【તમને જાણી ને આશ્ચર્ય થશે કે પંચતંત્ર જેટલું ઉપયોગી બાળકો માટે છે એનાથી વધુ ઉપયોગી મોટાઓ માટે છે... યાદ રાખો ..એ રાજકુમારો જેને પંચતંત્ર ની કથાઓ થી જ્ઞાન લીધું હતું તે બાળકો ન હતા પણ ભોળા અને અલ્પબુદ્ધિ યુવાનો હતા.. વાર્તાઓ જ ન જોશો,બોધ પણ જોશો તો...મજા પડશે.. એવી જ રીતે...

હિતોપદેશ ની વાતો

ઇસપની વાતો

અકબર બીરબલ

વિક્રમ વેતાલ ની 25 વાર્તાઓ

મુલ્લા નસીરુદ્દીન

તેનાલી રામાં..

સિંહાસન બત્રીસી..આ બધું જેને એક સમજદાર વ્યક્તિ બાળસાહિત્ય ગણે છે, એ મોટાઓ માટે પણ એટલું જ ઉપયોગી છે. જ્ઞાન સાથે મજા કરાવે ,મુડ હળવો કરે એવી આ કૃતિઓ વસાવવી જ જોઈએ..】

(5) the great salesman in the world (by O.G mendino) (PDF available..)

સામાન્ય રીતે આ શ્રેણી માં લોકો 

(1) ધ સિક્રેટ.. 

(2) માઈન્ડ પાવર .. વગેરે પુસ્તકો વાંચતા હોય છે.ઘણા બધા લેખકો એ આ વિષય પર લખ્યું છે..

(3) વ્યક્તિત્વ વિકાસ પર આધારીત રોહિત પટેલ ના પુસ્તકો અને લેખો..




આત્મકથાઓ

(1) સત્ય ના પ્રયોગો (મહાત્મા ગાંધીની આત્મકથા)(pdf available)..

(2) અગન પંખ (the wings of fire) (ડો. એ.પી.જે અબ્દુલ કલામ ની આત્મકથા..

(3) એક યોગીની આત્મકથા (શ્રી પરમહંસ યોગાનંદ)

(4) હિમાલયવાસી ગુરુ ના સાનિધ્યમાં (યોગી શ્રી એમ ની આત્મકથા).....


હાસ્ય અને વિનોદ

(1) jokes of mulla nasiruddin by(osho rajnish),(pdf available)

(2) ગાંધીજીનો વિનોદ (pdf available)

(3) ભદ્રંભદ્રં (રમણભાઈ નીલકંઠ)

(4) જ્યોતીન્દ્ર દવે ના પુસ્તકો અને વાર્તાઓ

(5) શાહબુદ્દીન રાઠોડ ના પુસ્તકો ...વગેરે.. 

 


કેટલીક ઉપયોગી લિંક્સ



(1)https://youtu.be/Z0DlnvZJiDc 


આ લિંક તમને એ 14 પુસ્તકો વિશે જણાવશે જે જીવન માં અતિ મહત્વની ભૂમિકા ભજવે છે.. આ વિશે વધુ હું કહું એના કરતાં તમે સ્વંય જોઈ શકો છો. આ વીડિયો માટે હું આ ચેનલ ના કર્તા ને અભિનંદન પાઠવું છું..


(2) ગુગલ પર " ડાભી રાજેશ pdf books" type કરશો. તમારી સામે ગુજરાતી તેમજ અન્ય ભાષાઓ ને લગતી મહત્વની ઇબુક્સ ફ્રી available કરતી લિંક્સ મળશે. જેના પર જઈ તમે બુક્સ ડાઉનલોડ કરી શકશો... 

(3) www.sivohm.com પણ એક મહત્વપૂર્ણ વેબસાઈટ છે જે ગુજરાતી પુસ્તક પ્રેમી જનતા માટે દુર્લભ જુના પુસ્તકો ના દ્વાર ખુલશે..


(4) અન્ય પુસ્તકો..


- લવ સ્ટોરીસ


(1) can love happen twice 

(2) I to had a love story. both by ravindra Singh (3) love story of sheksphere ( romio juliate)

અને આ ઉપરાંત ઘણી બીજી .... 


કૃષ્ણ :


(1) કૃષ્ણ મારી દૃષ્ટિએ - ઓશો રજનીશ.


(2) કૃષ્ણ અને માનવસંબંધો -હરીન્દ્ર દવે


(3) માધવ ક્યાંય નથી મધુવનમાં - હરીન્દ્ર દવે


(4) મહામાનવ શ્રીકૃષ્ણ - નગીનદાસ સંઘવી


(5) કૃષ્ણઅવતાર - ક.માં.મુનશી


(6) jsk - (jai shree krishna)- જય વસાવડા..


(7) કૃષ્ણાયન. -કાજલ ઓઝા વૈદ.  

😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

યશ ડી શાહ..

ના સિવાય બીજી એક ઘણી વાતો અંદરથી કહેવાનું મન થાય છે. નીચેના સુવાક્યો વાંચો.

(૧) દુઃખ ને દુઃખ ન ગણવાથી હાસ્યવૃત્તિ જન્મે છે.

સુખ ને સુખ ન ગણવાથી સમજદારી જન્મે છે.

જ્યારે સ્વીકારો પ્રેમથી વર્તમાન જીવનને ભાઈ

ત્યારે જ જીવન જીવવાની કલાકારી જન્મે છે.


(૨) ભૂતકાળ ને ભૂલવાની વર્તમાન ને પ્રેમ કરવાની અને ભવિષ્ય નો સ્વીકાર કરવાની ક્ષમતા થી સમતા અને સંયમ નો જન્મ થાય છે.


(૩) કર્મચારી ઓ અને બેટરી સેલ એક જેવા હોય છે.. જેમ જેમ જૂના થાય એમ એમ ઠપકારી ઠપકારી ને કામ લેવું પડતું હોય છે.


(૪) જીવન ફેશન શો છે.. અને શ્વાસ એ રેમ્પ વોક કરતી સુંદરીઓ.. જે આ આવતી જતી શ્વાસ રૂપી સુંદરીઓ ને ધ્યાનથી જુએ છે.. એ યોગી છે.

(૫) વ્યક્તિ જે વિષય સ્પર્શે છે તે 50% મનમાં ઉતરી જાય છે.

 વ્યક્તિ જે વિષય સૂંઘે છે, તે 60℅ મનમાં ઉતરી જાય છે.

 વ્યક્તિ જે પદાર્થ ખાય છે તે 70% મનમાં જાય છે.

  વ્યક્તિ જે વિષય ધ્યાનથી સાંભળે છે તે 80% મનમાં પ્રવેશ કરે છે.

 જો વ્યક્તિ ધ્યાનથી વિષયનું અવલોકન કરે છે તો તેના મનમાં 90% થી 99% આવે છે... પણ

જો વિષય જોયા અને સાંભળ્યા પછી વ્યક્તિ તેના પર ચિંતન, મનન અને અભ્યાસ કરે છે, તે 100% મનમાં ઉતરી જાય છે. અને તેને હંમેશા યાદ રહે છે.

(૬)