Jivan Chor - 2 in Gujarati Women Focused by yeash shah books and stories PDF | જીવન ચોર...ભાગ 2 (તરસ)

Featured Books
Categories
Share

જીવન ચોર...ભાગ 2 (તરસ)

   ઠાકોર રઘુવીર સિંહ: પકડો એ જીવનયાને... શુદ્ધદેવ ભૂદેવ ને ત્યાંના કૂવામાંથી પાણી પીધું છે.. જાતનો અછૂત થઈને આટલી મોટી ભૂલ?.. આજે તો ગામમાં એની બેન અને માને વચ્ચે વચ બોલાવીને પૂછીએ કે શાસ્ત્રીય મર્યાદા નું ભાન છે કે જતું રહ્યું છે? 

(લોકો જીવનની પાછળ દોડે છે.. નાનો નવું વર્ષનો જીવન ઝડપથી ભાગીને દૂર ગામની સીમાપાર.. પર્વતો ભણી પહોંચી જાય છે. ભાગતા ભાગતા એને ભાન નથી રહેતું, કે રાત પડી ગઈ છે.. અને એ પર્વતના પથ્થર પાછળ છુપાઈ જાય છે. 

( બીજે દિવસે પરોઢ થતા.. એ દાબે પગલે પોતાના ગામ ભણી ભાગે છે...)

 એ જઈને જુએ છે તો ગામની વચ્ચે વચ એક ઘેઘૂર વડલાની ડાળ પર બે લાશ,લટકી હોય છે.. જીવન એ બંને લાશને ઓળખી લે છે.. લાશ ના કપડાં જોઈને એ ઓળખી જાય છે કે આ એની મા છે.. અને એની માની લાશ ની બાજુમાં એક બીજી પણ લાશ હોય છે જે વધારે ભયંકર દેખાય છે.. ચહેરા પરથી ઓળખાતી નથી પણ કપડાં પરથી જીવન ઓળખી લે છે, કે આ લાશ એની બેન જીવાની છે...

અચાનક જીવનને આવેલ જોઈને ગામના એક વૃદ્ધ કાકા તેની પાછળ જઈને તેનું મો દબાવી લે છે. અને તેને ઉપાડીને ગામની બહાર લઈ જાય છે... ગામની બહાર આવેલ પર્વત પર એક સુરક્ષિત સ્થળ જોઈને એ વૃદ્ધ કાકા જીવનને બેસાડે છે અને એના માથે હાથ ફેરવીને કહે છે: દીકરા ઠાકોર રઘુવીર સિંહ, એક ભૂખીયા વરુની જેમ તારી બેન પર તૂટી પડ્યો અને તેની આબરૂ લૂંટી. તારી માને પણ એની જ મારી નાખી.. કારણ ફક્ત એક જ કે તે એક ભૂદેવ ના કૂવામાંથી થોડું પાણી પીને પોતાની તરસ છુપાવી. આ સમાજ ખૂબ જ પછાત છે દીકરા.. હવે આ ગામમાં રોકાવું તારા જીવ માટે બરાબર નથી.. તું અહીંથી નીકળ ભાગ... એવું ભાગ... કે ફરીથી તું આ ગામમાં ઇચ્છીને પણ ન આવી શકે. આ લે.. તારી માની કેડમાં ખોસેલા થોડા રૂપિયા છે.. તને કામમાં આવશે. અને યાદ રાખજો દીકરા.. આજ પછી તારા જીવનનો માલિક તું જ છે.. તુ જે પણ કંઈ કરીશ એ તારા માટે જ કરીશ... તારા માટે જ જીવીશ અને ફરીથી કોઈ પણ ગરીબને આવી રીતે અન્યાય થતો જોઈશ તો તું એની વિરુદ્ધ લડીશ એમની મદદ કરીશ અને એમની સંભાળ રાખે છે.. જા દીકરા તારું જીવન બનાવ..

(પ્રિયાના ઘરથી નીકળી, જીવન એક બારમાં બેઠો બેઠો દારૂ પીવે છે... એની આંખની સામે એના બાળપણનું આ વૃતાંત તરે છે.. એની આંખમાં આંસુ આવે છે...)  બારમાંથી નીકળતા એ એક ઠંડા પાણીની બોટલ લે છે.. . અને સામે બેઠેલા એક ગરીબ રમકડા વાળીને આપે છે... એના આશીર્વાદ લઈને ફરીથી અંધારા માં અદ્રશ્ય થઈ જાય છે... 

*********************************

( સવારનો સમય છે...)

 શેઠ રઘુવીર સિંહ ઠાકોર ના બંગલાના એક મોટા ગાર્ડનમાં... એક 21 વર્ષની યુવાન છોકરી છોડવાને પાણી પાય છે, બગીચા માંથી બહાર નો રસ્તો દેખાય છે.. અને રસ્તા પરથી બે આંખો છુપાઈને.. 21 વર્ષની યુવાન છોકરીને જોતી હોય છે.. બંગલામાંથી જોરથી એક અવાજ આવે છે..."મિસરી... ઓ... મિસરી... ક્યાં છે?... અવાજ સાંભળીને એ યુવાન છોકરી બંગલાની અંદર દોડી જાય છે...

એને જોતી બે આંખો ધીરે થી એનું નામ બોલે છે," મિસરી... "

પાછળથી એક અવાજ આવે છે...

પ્રિયા: એ જીવન... એ જીવન... તું અહીંયા શું કરે છે... અને કોને જુએ છે...  કોઈ મોટો હાથ મારવાનો પ્લાન કરતો હોય.. તો મારો ભાગ ભૂલીશ નહીં .. નહિતર હું પોલીસને તારી બાતમી આપી દઈશ.. સમજ્યો ને...

જીવન: અરે હટ... મેં તને કહ્યું હતું ને હવે આ જીવન પછી ફરી તેને ક્યારેય નહીં મળે... આપણા બંનેના સંબંધો પુરા... અહીંથી જતી રહે નહીતર  જીવતી નહિ મૂકું..

પ્રિયા: જીવન... જીવન.. તું હજી મને જાણતો નથી... મને પૈસાની જેટલી ભૂખ છે.. એટલી જ પૈસા લાવી આપનારની તરસ... તારા અત્યાર સુધીના બધા કાળા કામના પુરાવા મારી પાસે છે.. રોજ હું અને મારા માણસો કોઈને કોઈ રીતે તારો પીછો કરીએ છીએ.. આમ ઘેર બેઠા સોનાના ઈંડા આપનાર મરઘીને કંઈ છોડી દેવાય...?

જીવન: હવે તારી આ તરસ અને હવસ ક્યારેય પૂરી નહીં થાય..

(એમ કહીને જીવન પ્રિયાના ચહેરા પર એક સ્પ્રે છાંટે છે.. એની ગંધથી પ્રિયા ત્યાં જ બેભાન થઈ જાય છે...)

વધુ આવતાં અંકે...