અવધિ ના નામ ની બૂમો મારતો એક છોકરો જેવો તેના રૂમ માં આવ્યો કે બધું એકાએક શાંત થઈ ગયું. પણ હમણાં અવધિ ના ઘર ની હાલત અને જાતે અવધિ ની આવી હાલત જોઈ તે છોકરા ને બધું સમજાઈ રહ્યું હતું.
તેણે સમય બગડ્યા વગર અવધિ ને બાજુમાં ઉઠાવી અને તરત જ ત્યાંથી લઈને હોસ્પિટલ જવા નીકળી ગયો. તેના જતા જ ફરી એક ધુમાડા સાથે તે આકૃતિ પ્રગટ થઈ અને તેણે એક તીક્ષ્ણ અવાજમાં હાસ્ય રેડતા કહ્યું," હોસ્પિટલ? હા? મારી પણ મોત ત્યાં જ થઈ હતી. હવે તારી પણ અંતિમ શ્વાસ ત્યાં જ ગણાશે."
************************
અવધિ ના શરીર પર ઘા હતા. પણ એટલા ઉંડા નહિ જેટલા ખભા નો ઘાવ હતો. તાત્કાલિક સારવાર થી બે કલાક ના સમય પછી તેને હોશ આવ્યો. પણ હાલત એટલા સારા નહોતા એટલે આઇસીયુ માં તેને ખસેડવાની તજવીજ લેવી પડી. પણ તેને હમણાં ટ્રીટમેન્ટ કરતા વધારે તે બહાર ઊભેલા છોકરા ને મળવું વધારે પ્રાથમિક હતું. એટલે તે મોઢા પર લગાવેલા ઑક્સિજન માસ્ક ને વારેઘડીએ ખસેડી " સારંગ!" નું નામ લેવા લાગી.
ડોક્ટર, નર્સ બધા અંતે તેને સમજાવી સમજાવી ને થાકી ગયા. એટલે છેવટે તે છોકરાને એટલે કે સારંગ ને આઇસીયુ માં આવી ને અવધિ ને મળવાની પરમિશન આપી.
આઇસીયુ ના બહાર આવેલા વેટિંગ એરિયા માં સારંગ અહીંયા થી ત્યાં આંટાફેરા મારી રહ્યો હતો. તેને અવધિ ની ચિંતા કોરી ખાતી હતી. તે કોઈપણ હિસાબે તેને મળવા જ માંગતો હતો કે ત્યાં જ એક નર્સે આવી ને " મિસ્ટર સારંગ! " ના નામ ની બુમ મારી.
સારંગ તરત જ તેના પાસે ગયો અને બોલ્યો," યેસ સિસ્ટર! આઈ એમ સારંગ!"
" વો આપકી પત્ની આપકો બુલા રહી હૈ!!" નર્સે ટુંક માં કહ્યું અને આગળ કશું પણ સાંભળ્યા વગર ત્યાંથી અંદર જતી રહી. સારંગ પણ તેના પાછળ તરત જ અંદર જતો રહ્યો.
સારંગે આજુબાજુ ફાંફાં મારતા નજર ફેરવી કે ત્યાં જ તેની પત્ની અવધિ પર તેની નજર રોકાઈ. તેને જોતા જ સારંગ ની આંખો ભરાઈ આવી. તે દોડી ને તેના પાસે ગયો અને તેનો હાથ પકડીને તેના બાજુમાં ચેર પર બેસી ગયો.
સારંગ ના હાથ નો સ્પર્શ થતાં આંખો બંધ કરીને સુતેલી અવધિ એ આંખો ઉઘાડી. તેણે જેવો સારંગ ને જોયો કે તેનો બીજો હાથ ઉઠાવી તેને પ્રેમ, ચિંતા, ડર જેવા અનેક લાગણી સાથે જોતા તેના ગાલ પર તે હાથ ને મૂકવાનો પ્રયાસ કર્યો. પણ તે જ હાથ માં હમણાં ઘાવ ઊંડો હોવાથી તે આ કરી ના શકી અને તેના મોઢા માંથી ફરી એક દર્દનાક સિસ્કી નીકળી ગઈ.
સારંગે તરત જ તેને ઠપકો આપતા કહ્યું," અવધિ પ્લીઝ!! આઈ એમ ઓકે!! ટેક કેર ઓફ યોર સેલ્ફ!! મારી ચિંતા નહિ કર!! (લગીર રોકાઈને) પણ આ બધું કેમનું? શું થયું હતું? જોકે મે પોલીસ કેસ કર્યો છે. એટલે હવે તને વધારે ચિંતા કરવાની અને ડરવાની જરૂર નથી. હું છું તારા સાથે.... હું કઈ જ નહિ થવા દઉં તને."
" આજે રાત્રે ત્રણ વાગ્યે તે મને મારી નાખશે. કોઈ નહિ બચાવી શકે. તમે પણ નહિ સારંગ. કેમકે પોલીસ કેસ એનો થાય જેને દેખી શકાય.... તે એક પ્રેત છે. જે મને મારવા માંગે છે. પણ એ મને મારે એ પહેલાં હું તમારી માફી માંગવા માંગુ છું. મે બહુ જ મોટું સત્ય તમારાથી છુપાવ્યું છે." બોલવામાં અઘડક તકલીફ હોવા છતાંય તેણે અટકી અટકીને આ વાત તેના પતિ સારંગ આગળ કહી નાખી.
" સત્ય? શું? અને પ્રેત?" સારંગ ની આંખો "પ્રેત!" સાંભળી વધારે હેરાની માં પહોળી થઈ ગઈ. તેણે અવધિ નો હાથ પકડીને કહ્યું," અવધિ આ શું બોલી રહી છે...? તને રેસ્ટ કરવો જોઈએ.... મને લાગે છે કે તને ઇલુઝીનેશન થાય છે. હું હમણાં જ ડોક્ટર ને બોલાવું છું. અવધિ આપડા ઘર માં આઈ થિંક ચોર આવ્યા હશે. પણ ભગવાન ની કૃપા થી તું બચી ગઈ. અને એટલે જ મે પોલીસ કેસ કર્યો છે. પણ આ પ્રેત? આ તો માનવામાં જ નથી આવતું....!"
" શું હું આની મદદ કરું ડાર્લીંગ? ચમત્કાર જોવાનું પસંદ કરશે આ?" અવધિ ના કાન પાસે એક ઠંડી હવા ના ઝોકા સાથે એક ડરાવની અવાજ અથડાઈ. જેના કારણે અવધિ ના શરીર માં કંપારી છૂટી ગઈ. તેની આંખો ફાટી ગઈ. હાથ પગ ધ્રુજવા લાગ્યા.
પણ બીજી જ મિનિટે ફરી અવાજ આવ્યો," આને તારું સત્ય કહે..... ત્યાં સુધી હું તને કંઈ જ નહિ કરું!!"
" પણ.....! અને ના કહું તો.....? એ જ રાઝ સાથે હું અહીંયાથી જતી રહું તો?" અવધિ એ મક્કમતા થી કહ્યું તો લોહી માં ખરડાયેલો અને બડેલો હાથ તેના ગાલ પર ફરતા તે આકૃતિ એ કહ્યું," તો તારો સારંગ એ જાણ્યા વગર જ જશે....! હું જાતે બદલો એનાથી જ લઈશ....!!"
ક્રમશઃ