" ફરી એક અનોખા વિષય સાથે હાજર છું. આશા છે તમને ગમશે. આ ધારાવાહિક સમપૂર્ણ રીતે કાલ્પનિક છે. અને ફકત મનોરંજન માટે લખવામાં આવી છે. આનો હેતુ કોઈ પણ જાતિ કે ધર્મ ને ઠેસ પહોચાડવાનો નથી."
રાત ના લગભગ ત્રણેક વાગ્યા હશે. કહેવાય છે કે આ સમયે લૌકિક અને અલૌકિક શક્તિઓ એક થતી હોઈ છે. આ સમયે પ્રેતો નો આ ધરતી પર પ્રવેશ માટે દરવાજો ખૂલતો હોઈ છે. ત્યારે પ્રેત ની શકિત સૌથી વધારે શકિતશાળી હોઈ છે. એટલે આ સમયે ઘાટ નિંદ્રા પણ ત્યારે જ આવતી હોય છે.
આ સમયે જ્યારે બધા ઘાટ નિંદ્રા માં હોઈ તે સમયે એક ઘાયલ છોકરી ભગવાન ની મૂર્તિ પાસે બેસી એકધારી મંત્ર નો જપ કરી રહી હતી. તેના મોઢા ના દરેક ભાગ પર, હાથ પર ઠેર ઠેર ઘા વાગેલા હતા. તેના લોહી લુહાણ હોઠ કોઈ માખી ની ભિણ ભિણ જેમ ફફડી રહ્યા હતા. બબડી રહ્યા હતા.
તે આંખો બંધ કરીને હાથ જોડી ને પ્રાર્થના માં વ્યસ્ત હતી કે તે જ સમયે તેના પાછળ રસોડા તરફ થી એક છુરો અચાનક હલવા માંડ્યો. કિચન પર મૂકેલા વાસણ આપોઆપ કોઈ ધરતીકંપ થયો હોઈ એમ ધ્રુજવા માંડ્યા. પછી એક એક કરીને ધમાધમ અવાજ સાથે એકાએક પડવા લાગ્યા. તે વાસણ નીચે પડવાનો અવાજ એટલો જોરથી હતો કે જાણે તે પેલી પ્રાર્થના કરી રહેલી છોકરી ની પૂજા માં જાણીજોઈને અર્ચન ઊભી કરી રહ્યું હોઈ.
તે છોકરી આ બધું સાંભળી તો રહી હતી. કેમકે એક એક વાસણ ના નીચે પડવા સાથે તેની આંખો ડર ના કારણે વધારે ને વધારે મિચાતી જતી હતી. તેના ચહેરા પર પસીનો ઉભરવા લાગ્યો હતો. તેણે માંડ માંડ થુંક ગળેથી ઉતાર્યું. પણ તેની પ્રાર્થના તો ચાલુ જ રાખી. કેમકે તેને ખબર હતું કે જો તેના હોઠ જરાય રોકાયા તો સાથે તેના શ્વાસ તરત જ રોકાઈ જશે.
ત્યાં જ તે છૂરો જે ક્યારનો હવા માં ઉડી રહ્યો હતો. તે એકદમ થી હવા માં સ્થિર થયો અને પછી અચાનક જ સીધો તે છોકરી તરફ આવ્યો અને તેના ખભા માં ઊંડાણ સુધી ઉતરી ગયો. અને આ સાથે જ તે છોકરીની એક જોરદાર ચીસ નીકળી ગઈ. પણ હજુ કઈક વધારે થાય ત્યાં જ સવા ત્રણ નો ટકોરો વાગ્યો અને બધું એકદમ થી શાંત થઈ ગયું.
તે છોકરી એ " શિવ! શિવ! શિવ!" ની માળા ઝપતા ખભે હાથ મૂકીને પોતાની આંસુથી ભરેલી આંખો ખોલી. જેમાં દર્દ ની લાગણી પણ સાફ સાફ નજર આવતી હતી.
તેણે હિમ્મત કરીને તે છૂરો પોતાના ખભે થી કાઢ્યો અને ફરી એ જ જોરદાર ચીસ. તેણે ઘૂંટણ ટેકવીને હાર માનતા જોરથી કહ્યું," તને શું જોવે છે? હા? શું જોવે છે તને? તને જો જીવ જ લેવો હોય તો એક જ વાર માં પ્લીઝ લઈને લે ને!! આમ રોજે જ મને ચોટ પહોંચાડીને તને શું મળશે?"
" બદલો!!" એકાએક એક ખરડાયેલો અવાજ આવ્યો અને ત્યાં જ ફરી એક ફૂલ નો વાસ ઊડતો આવીને તે છોકરીને માથે જોરથી વાગ્યો.
આ વાર એટલો જોરથી હતો કે તે છોકરીને તમમરિયા આવી ગયા અને તે ત્યાં જ બેભાન થઈ ને પડી ગઈ. અને તે જ સમયે એક આકૃતિ ઉભરાઈ. તે લોહીમાં રંગાયેલી આકૃતિ એ એક નફરત સાથે તે છોકરી તરફ જોયુ અને બોલ્યું," કાલે જ એ દિવસ છે..... જે દિવસ ની હું રાહ જોઈ રહ્યો હતો. કાલે હું સૌથી મોટી ચોંટ તને પહોંચાડીશ.... તે મને ના પાડી ને? હવે હું તારા પ્રિય વ્યક્તિ ને તારા સામે જ તડપાવી તડપાવી ને મારી નાખીશ."
તે આકૃતિ ક્રોધ લઈને કોઈ ધુમાડા ના જેમ ધીમે ધીમે તે છોકરી પાસે આવી અને તે ચાકુ ને ફરી પોતાના ઈશારે ઉડાવતા બોલી," વાર નહિ જોવાતી.... શું કરું? આજે મારુ કે કાલે?" ત્યાં જ ફરી તેના આંખ માં ગુસ્સો ભભૂક્યો અને તેણે તે છોકરીને ઉઠાવી ને જોરથી સામે ની દીવાલ પર ધા કરી.
તે છોકરીની હાલત ખુબ જ ખરાબ થઈ રહી હતી. ત્યાં જ તેના ઘર નો દરવાજો ખૂલ્યો અને એક છોકરો " અવધિ!" નામ લેતો સીધો તે છોકરી પાસે આવ્યો ને તેને પોતાના ખોળા માં લઈને જોર જોરથી તેનું નામ લેતા હેરાની પામી આજુબાજુ જોવા લાગ્યો. પણ હમણાં ઘર એકદમ શાંત હતું. જાણે કઈક થયું જ ના હોય એમ. પણ તેના ઘર માં વિખરાયેલો સમાન અને તેની હાલત બધું બયાન આપી રહી હતી.
કોણ છે આ છોકરી? શું થયું હમણાં? અને તે આકૃતિ કોણ છે? તે છોકરો કોણ છે? બધું જાણવા મળશે પણ ધીમે ધીમે!!!
ક્રમશઃ