sukhi thavaano mantr in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | સુખી થવાનો મંત્ર

Featured Books
Categories
Share

સુખી થવાનો મંત્ર

સુખી થવાનો મંત્ર

 

स्वयं कर्म करोत्यात्मा स्वयं तत्फलमश्नुते।

स्वयं ब्रह्माति संसारे स्वयं तस्माद्विमुच्यते॥

અર્થ: આત્મા પોતે જ કર્મ કરે છે, પોતે જ ફળ ભોગવે છે. પોતે જ સંસારમાં જન્મ-મરણના ચક્રમાં ફસાય છે અને પોતે જ તેમાંથી મુક્ત થાય છે.

 

 

ઘણાં સમય પહેલાં સંજીવ  નામનો એક નવયુવક હતો. તે હંમેશાં સાધુ-મહાત્માઓનાં દર્શન કરતો હતો. આ માટે તે મઠોમાં તથા તીર્થોમાં ભ્રમણ કરતો હતો. એક વખત તે કોઈ ઋષિ સાથે રહ્યો. તેની સેવાથી પ્રસન્ન થઈને ઋષિએ કહ્યું, “હે વત્સ! જો તારી કોઈ ઈચ્છા હોય તો હું તેને પૂરી કરી શકું છું.”

સદવૃત્તિ ના સંજયે હાથ જોડીને કહ્યું, “હું યોગનું રહસ્ય જાણવા માગું છું, આ શક્તિ થી હું લોકોને સુખી કરવા માંગું છુ.”

ઋષિએ કહ્યું, ‘ આ સંસાર માં કોઈને સુખી કરી શકાતું નથી, માણસે સુખી પોતે થવું પડે છે.’

છતાં પણ સંજીવ ના આગ્રહ થી ઋષિએ તેને યોગાભ્યાસ કરાવ્યો. તેનાથી સંજીવ એ  પોતાનામાં વિચિત્ર શક્તિનો અનુભવ કર્યો. થોડા સમય બાદ સંજીવ  એકલો ફરવા નીકળ્યો. તેને થયું ખરેખર મારામાં શક્તિ આવી કે નહિ? ચાલ જોઉં તો ખરો. માર્ગમાં તેણે જોયું કે કેટલાક શિકારી લોખંડના પાંજરામાં સિંહને બાંધીને લઈ જઈ રહ્યા હતા. સંજયે પોતાનું યોગબળ બતાવવા માટે મંત્રપાઠ કર્યો. મંત્ર વાંચતાં જ ભયંકર સિંહ પાંજરું તોડી  બહાર નીકળ્યો. સિંહે બહાર આવીને શિકારીને મારી નાખ્યો. અન્ય શિકારીઓએ ફરીથી સિંહને પકડી લીધો. આ જોઈને સંજયે હસતાં હસતાં કહ્યું, “શું ફરીથી સિંહને ભગાડું?”

શિકારીઓએ સંજીવ ને જાદૂગર સમજીને મારવા દોડ્યા. સંજીવ  માર ખાઈ બેહોશ થઈને ધરતી પર પડી ગયો. તે કોઈક રીતે આગળ ચાલ્યો. એક પર્વતીય ગામમાં, તેણે જોયું કે લોકો પર્વતોની વધુ પડતી હાજરીને કારણે ખેતી કરવામાં અસમર્થ છે. જો હું પર્વતોને હટાવી દઉં તો લોકો સુખી થશે. તેણે મંત્રપાઠ કર્યો. ધીમે-ધીમે પર્વતો ખસવા અને તૂટવા શરૂ થયા. ગામનાં ઘરો નષ્ટ થવા લાગ્યાં. લોકો સંજીવ ની શરણે ગયા. સંજીવ  પર્વતોને ખસેડવાનું તો જાણતો હતો, પરંતુ તેને રોકી શકતો ન હતો. આથી તે તેમનો ઉદ્ધાર ન કરી શક્યો. લોકોએ સંજીવ ને મારવાનું શરૂ કર્યું. સંજીવ  માંડ માંડ તેમનાથી  ભાગી છૂટ્યો.

અને માછીમારોના ગામમાં પહોંચ્યો જ્યાં માછલીઓની અછત હતી. સંજયે માછીમારોને બોલાવીને કહ્યું, “આજે હું યોગનો ચમત્કાર બતાવું છું, તમે લોકો રાહ જુઓ.” તેણે મંત્રબળથી તળાવોમાં માછલીઓ ભરી દીધી. માછીમારોએ જાળ બાંધી દીધી. ઘરે-ઘરે લોકો માછલીઓ રાંધવા લાગ્યા. લોકો હવે દિવસ રાત માછલી પકાવી ને ખાવા લાગ્યા. મફત ની મળેલી માછલીઓ ભરપુર ખાવા લાગ્યા. તેને લીધે એક વિચિત્ર બીમારી લાગુ પડે ને બધા ભયંકર બીમારી થી ઘેરાઈ ગયા.

જે લોકોએ માછલીઓ ખાધી હતી તે પહેલાં જ મરણાસન્ન થઈ ગયા, કેટલાક મરી ગયા. બચેલા લોકોએ લાકડીઓથી સંજીવ ને મારવાનું શરૂ કર્યું. તેમના મારથી તે ધરતી પર પડી ગયો. ગ્રામજનોએ તેને મૃત સમજીને જંગલમાં ફેંકી દીધો.

મધરાતે જ્યારે સંજીવ ને હોશ આવ્યો તો તે ચીસ પાડવા લાગ્યો. તે પોતે ઊભું થઈને ચાલી શકતો ન હતો. તે જંગલમાં એક સાધુ રહેતો હતો. જ્યારે તેની ચીસ સાંભળી તો સાધુએ સંજીવ ને ઉઠાવ્યો અને પોતાના આશ્રમમાં લઈ ગયો. ઔષધિઓથી તેની પીડાને શાંત કરી. સવારે સંજીવ એ  આખી વાત  ઋષિ ને કહી  સંભળાવી. સંજીવ એ  કહ્યું, “હું અલૌકિક શક્તિવાળો છું, પરંતુ ન તો હું બધાને સુખી કરી ન શક્યો, હું નથી જાણતો કે આનું શું કારણ છે?”

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥

અર્થ: તને ફક્ત કર્મ કરવાનો અધિકાર છે, ફળનો નહીં. કર્મના ફળનું કારણ ન બન, અને કર્મ ન કરવામાં આસક્ત ન થા.

 

મહાત્માએ કહ્યું, “હે સંજીવ ! આમાં તારો જ દોષ છે, ભગવાને જે શક્તિ આપી એ તારી માટે ઝેર થઇ ગઈ. આ સૃષ્ટિમાં ભગવાનનો સિધ્ધાંત છે, ‘કર્મ થી બધું મળે છે.’

‘કર્મ વગર મળેલું ઝેર છે અને ભગવાનના નિયમ વિરુદ્ધ છે. એક છોકરો મહેનત કરી પરીક્ષામાં ૯૦ ટકા લાવે અને બીજો માસ્તર ના આશીર્વાદથી મહેનત કર્યા વગર ૧૦૦ ટકા લાવે તો આ સ્કૂલ નો કોઈ અર્થ જ રહેતો નથી.

તે મેળવેલી શક્તિ થી જ બધાને શુખી કરવા હોય તો તે ભગવાન જ કરી દે ને! તારી શક્તિ મારફત શા માટે?

મફતનું મળેલું ઝેર છે.’

ત્યાર બાદ સંજીવ  એ પોતાની શક્તિ નો ત્યાગ કર્યો. કર્મ એજ સિદ્ધાંત ને પોતાનો જીવન મંત્ર બનાવ્યો.

अहं करोमीति वृथाभिमानः स्वकर्मसूत्रे ग्रथितो हि लोकः ॥

અર્થ: ‘હું કરું છું’ એવું માનવું એ અહંકાર છે, કારણ કે આખું વિશ્વ પોતાના કર્મના સૂત્રમાં બંધાયેલું છે.