અને આ અહીંયા તો જોને આ છોકરી કેટલી ડાહી ડમરી થઈને બેસી રહી છે અને "જી સર, ઓકે સર" કરી રહી છે અને ગઈકાલે રાત્રે તો કેટલું ચપળ ચપળ ચપળ ચપળ બોલી રહી હતી બાપ રે નાકમાં દમ લાવી દીધો હતો. લવ ગઈકાલ રાતના વિચારોમાં ખોવાયેલો હતો અને કમલેશભાઈએ લવને પૂછ્યું, "બેટા, તમે પહેલાં ક્યાંય મળેલા છો હમણાં તમે એવું રીએક્ટ કર્યું હતું એટલે પૂછી રહ્યો છું."લવ તો વિચારોમાં ખોવાયેલો હતો એટલે તેનું તો બિલકુલ ધ્યાન જ નહોતું એટલે તે એકદમથી બોલ્યો કે, "શું કહ્યું દાદુ તમે?"અને તે જ વખતે જૂહી પણ બોલી કે, "હા સર ગઈકાલે રાત્રે જ અમે બંને એરપોર્ટ ઉપર જ મળ્યાં હતાં.""એક્ચ્યુલી એમાં શું થયું હતું સર, હું તમને કહું... ગઈકાલે રાત્રે મેં પણ ઓલા કેબ બુક કરાવી હતી અને લવ સરે પણ ઓલા કેબ બુક કરાવી હતી તેમણે બુક કરાવેલી ઓલા કેબ પહેલા આવી ગઈ અને મેં બુક કરાવી હતી તે નહોતી આવી અને મારે હોસ્ટેલ ઉપર દશ વાગ્યા પહેલાં પહોંચી જવું પડે તેમ હતું.. નહીંતો હોસ્ટેલનો ગેટ બંધ થઈ જાય અને પછી આખી રાત કાઢવી મારે માટે લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ થઈ જાય એટલે મારે લવસરની ઓલા કેબમાં બેસીને જ હોસ્ટેલ પહોંચવું પડ્યું અને આને માટે હું તેમનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે."કમલેશભાઈએ લવની સામે જોયું અને તેને પૂછ્યું કે, "આ વાત સાચી છે બેટા.""હા દાદુ આ વાત સાચી છે પણ આ છોકરી અત્યારે તમારી આગળ, જી સર, ઓકે સર કરે છે પણ ગઈકાલે તો તેણે મારી સાથે જે દાદાગીરી કરી છે અને તે જે ચપળ ચપળ ચપળ ચપળ બોલી રહી હતી ઓ માય ગોડ, તેને કોઈ ન પહોંચી શકે..!!"જૂહી બોલવા જતી હતી કે તરતજ કમલેશભાઈ બોલ્યા કે, "હા તારી વાત સાચી છે બેટા, જૂહી બોલવામાં બહુ ફાસ્ટ છે અને બોલવા બેસે તો નોનસ્ટોપ છે અને તેની આ બોલવાની આવડતે જ મારું દિલ જીતી લીધું હતું અને મેં તેને કારણે જ તેને સામેથી આપણી ઓફિસનું એકાઉન્ટનું કામ સોંપ્યું હતું અને એટલું જ નહીં બેટા પણ તેની આ બેસ્ટ કોમ્યુનિકેશનની આવડતને કારણે તેની ઓફિસમાંથી કોઈને પણ થેન્ક્સ કહેવા માટેનો કે સોરી કહેવા માટેનો ફોન કરવાનો હોય તો તે કામ તેને સોંપવામાં આવે છે. આપણી અને જૂહી અત્યારે જ્યાં જોબ કરે છે તે "અંબર ગૃપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ" વચ્ચે જે કોલોબ્રેશન ચાલે છે તેમાં એક વખત તેમણે આપણને માલ મોકલવામાં થોડું લેઈટ કરી દીધું હતું અને તેથી આપણે આગળ પણ ખોટા પડ્યા હતા જેને કારણે હું અંબર ગૃપ સાથેનો મારો સંબંધ તોડવાનો હતો પરંતુ મને યાદ છે એ દિવસે જૂહીના બોસ શ્રી શશીકાંત મહેતાએ જૂહીને મને "સોરી" લખીને એક મેસેજ ડ્રોપ કરવા કહ્યું હતું પરંતુ આ ચાલાક જૂહી સમજી ગઈ હતી કે, ખાલી "સોરી" ના મેસેજથી કામ નહીં ચાલે અને ત્યારે તેણે બજારમાંથી સોરી લખેલું એક કાર્ડ અને એક સુંદર ગુલાબ 🌹 પોતાના પૈસાથી ખરીદ્યું અને તે મને આપવા માટે તે અહીં આપણી ઓફિસમાં દોડી આવી અને માટે જ આપણાં અને અંબર ગૃપના વર્ષો જૂનાં સંબંધો તૂટતાં તૂટતાં બચી ગયા અને આ વાત મેં તેનાં બોસ શશીકાંત મહેતાને કરી હતી અને તે દિવસથી તેના બોસે તેના પગારમાં દશ ટકાનો વધારો પણ કરી દીધો હતો.લવ પોતાના દાદુની આ બધી વાતો સાંભળી તો રહ્યો હતો પણ તેનું મન માનતું નહોતું કે આ નાદાન છોકરી આટલી બધી સ્માર્ટ હોઈ શકે છે પણ છતાં વિચારી રહ્યો હતો કે, દાદુ કહે છે તો સાચું તો હશે જ ને..!!અને જૂહી ક્યારની ચૂપચાપ બેઠી હતી તે બોલી કે, "સર તમે આ ચેક કરી લેશો હું આ પેપર્સ અહીંયા મૂકીને જવું?"કમલેશભાઈએ પણ જૂહીને નમ્રતાથી કહ્યું કે, "હા બેટા તું એક કામ કર તું બહાર બેસ હું જરા આ પેપર્સ જોઈ લઉં પછીથી તને અંદર બોલાવું." અને જૂહી બહાર બેસીને પોતાને કમલેશસરબોલાવે તેની રાહ જોવા લાગી.કમલેશભાઈ તેની ખૂબ ઈજ્જત કરતાં અને તે પણ કમલેશભાઈને પોતાના બાપ તુલ્ય સમજતી. થોડીવાર પછી સરે તેને અંદર પોતાની કેબિનમાં બોલાવી અને તેના હાથમાં પેપર્સ પાછા આપ્યા અને તેને કહ્યું કે, બરાબર છે બધોજ હિસાબ ફાઈનલ લખી દેજે અને સાંભળ હવે પછીનો હિસાબ તારે મને નહીં આ આપણી કંપનીના નવા બોસને બતાવવાનો રહેશે અને તેની પાસે ચેક કરાવવાનો રહેશે.જૂહી, "જી સર, ઓકે સર" એટલું જ બોલી અને કેબિનમાંથી બહાર નીકળતાં તેણે લવની સામે જોયું તો લવ પણ તેની સામે જ જોઈ રહ્યો હતો તેણે એકદમ પોતાની નજર ફેરવી લીધી અને તે સડસડાટ કેબિનમાંથી બહાર નીકળી ગઈ.હવે તેને થોડી હાંશ થઈ પણ પછી પાછી વિચારવા લાગી, હવે આ લવને હિસાબ બતાવવાનો, ખબર નહીં તેનો સ્વભાવ કેવો હશે? મને તો કંઈ આમતેમ બોલશે તો હું છોડી દઈશ આ કામ જ..." બસ આમ વિચારી રહી હતી ને તેના સેલફોનમાં રીંગ વાગી... તેણે પોતાનો ફોન હાથમાં લીધો અને વાત કરવામાં બીઝી થઈ ગઈ.આ બાજુ લવ વિચારી રહ્યો હતો કે, આટલી બધી હોંશિયાર અને સ્માર્ટ છોકરી ક્યાંની હશે..?? અને અહીંયા હોસ્ટેલમાં કેમ રહેતી હશે..??હવે જોઈએ આગળના ભાગમાં.... શું થાય છે તે....~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 1/5/25