✍🏻૧. પહેલો વરસાદ
વાદળ પણ અધીરો હશે
ધરતી ને ભીંજવવા ને આમ,
નહીતર આટલી ઉતાવળ ન કરે.આમ.....
ધરતી પણ અધીરી બની હશે,
પાણી થી ભીંજવવા ને આમ,
નહીતર સુવાસ માટી નીન ફેલાવે આમ....
હશે આશ અધૂરી બન્નેની નહિતર
વર્ષાઋતુ ન આવે ઝડપ થી આમ.....
જય શ્રી કૃષ્ણ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
✍🏻૨. લોકડાઉનમાં કાન્હા
આજ ના વગાડ જે વાંસળી કાન્હા!
કે રાધા છે આજે કવોરેન્ટા ઈન માં..!
યમુના ના તટ છે ગાયો વિહોણા,
ગોપાલક છે આજે લોકડાઉન માં.
કે રાધા છે આજે કવોરેન્ટા ઈન માં..!
દ્વારકા ની સોના ની વાટ છે સુણી,
વૃંદાવન છે જાણે ઉજ્જડ વન.
કે રાધા છે આજે કવોરેન્ટા ઈન માં..!
વાસુદેવ અને દેવકી છે આઈસોલેશન માં,
પટરાણીઓ તારી છે વિરહ વેદનામાં.
કે રાધા છે આજે કવોરેન્ટા ઈન માં..!
ભરખી ગયો છે આજે કોરોના જગમાં,
તું શાને મલક મલકે બંધ દરવાજે..
કે રાધા છે આજે કવોરેન્ટા ઈન માં..!
છે તારી વિવિધ લીલા ની વાત તો
,હાથ માં લઇ ચક્ર તું આ લીલા સમાપ્ત કર
કે રાધા છે આજે કવોરેન્ટા ઈન માં..!
આજ ના વગાડ જે વાંસળી કાન્હા!
કે રાધા છે આજે કવોરેન્ટા ઈન માં..!
જય શ્રી કૃષ્ણ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
✍🏻૩. દ્રશ્ય
એક સપનું આજ સુંદર દીઠું
સ્વર્ગ સમું એેક દ્રશ્ય દીઠું.
વૃંદાવન ની કૂંજગલીઓમાંં
આજ એક શ્યામ દીઠું.
શરદપૂનંમ ની સુંદર રાત ને
રાધા સંગ એક રાસ દીઠું.
અખંડ બ્રહમાંડ માં એક જ નાદ,
રાધા- કૃષ્ણ, કૃષ્ણ- રાધા મેં દીઠું.
એક સપનું આજ સુંદર દીઠું,
સ્વર્ગ સમું એક દ્રશ્ય દીઠું.
જય શ્રી કૃષ્ણ
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
✍🏻4. તને મારા સોગંદ
હે ઝાડ! તને મારા સોગંદ.
સાચું કહેજે તને પણ પડછાયો ગમે કે નહીં..
આમ તડકા અને છાયાની રમત ગમે કે તને.?
અને રાત થાય ત્યારે સુખેથી સૂવાનું મન ન થાય !
એ ઝાડ ! તને મારા સોગંદ.
સાચું કહેજે તને કોઈ પાણી પાય ત્યારે ગમે કે નહીં..
આમ ઊભા રહી અનિમેષ નયને જોવું ગમે કે તને?
અને કોઈ વિસામો લે ત્યારે વ્હાલ કરવાનું મન ન થાય!
હે ઝાડ !તને મારા સોગંદ
સાચું કહેજે તને તારા ફળ-ફૂલ ગમે કે નહીં..
આમ લીલાં પાંદડાંઓ સાથેનો સહવાસ ગમે કે તને?
અને કોઈ ડાળીએ બેસી તને ઝૂલવાનું મન ન થાય!
હે ઝાડ! તને મારા સોગંદ.
સાચું કહેજે તારા પર કોઈ આમ કોઈ ઘા કરે તો ગમે..
આમ ચૂપચાપ બધુજ સહી લેવું કેમ ગમે તને?
અને મોટાં વન વગડા વચ્ચે તને રહેવાનું મન ન થાય!
હે ઝાડ! તને મારા સોગંદ.....
હે ઝાડ! તને મારા સોગંદ...
જય શ્રી કૃષ્ણ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
✍️5. વર્ષગાંઠ
ચાલ ઉજવીએ આપણે આપણી વર્ષગાંઠ
હૃદયની ગલીઓમાં એક લટાર મારી આવીએ
જ્યાં સચવાયા છે આપણાં પ્રેમની ભીનાશ
માથે સાફો - સુટ પહેરી ખુબ હરખાયો હતો
પણ તને જોઇ નવવધૂ રૂપમાં ખુબ મલકાયો હતો.
સાત ફેરાની સાથે જન્મોજન્મનો સાથ માંગ્યો હતો
પ્રેમબીજના અંકુર પર નવા કુમળા પર્ણ ફૂટ્યાં
તારો સાથ તારી પ્રીત અને તારા સંગાથ વડે
આપણું આ સંસાર બન્યો ઘેરો વટવૃક્ષ સમાન
સહજ રીતે જાણી લેતી મારા દિલની વાત
મારાં સુખ- દુઃખમાં સહિયારો સાથ તારો
એટલે જ તો ઊભી છો મારી પડખે આજ
વર્ષ વીતતો ગયો એક,ચાર ને આજ પચાસ
ચાખ્યા એમાં ય સંસારના નવ રસ નો સ્વાદ
નથી કોઈ ફરીયાદ મારી, તારા હોઠે આજ
મારા જીવનની સઘળી મુડી તારો અનહદ પ્રેમ
કરુ પ્રાથના ઈશ પાસે સલામત રાખજે તે મુડી
તારો સાથ તારો પ્રેમ મારાં જીવનનો અમૂલ્ય ભેટ
જય શ્રી કૃષ્ણ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
✍️6. દિલની વાત
કોણ આવે છે યાદ એ તો પૂછી લીધું!
પણ દિલમાં મારા નામનું રટણ કરી લીધું.
કેવી છે આ કશ્મકશ દિલમાં કેમ કહું!
નજર સામે છો છતાં બંધ આંખે જોવું.
ભીની આંખે સળવળે પડછાયો આછો!
ને હસતાં ચહેરે કહેવાઈ ગયું આવજો.
શાંત કરવા પડયા એ બધાં જ દર્દ હવે!
વરસી રહ્યું વાદળ વગર વરસાદ બધે.
જય શ્રી કૃષ્ણ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
✍️7. ફાગણીયું ખીલ્યું
વસંતની ડાળીમાં ફાગણીયું ખીલ્યું,
રંગોના ગુલાલમાં જો પ્રેમ પાંગળ્યું!
હળવેકથી પુષ્પ પર પતંગિયું બેસે,
કે ધરા પર જો પ્રીતિનું વૃક્ષ ફૂટ્યું!
અવળી સવળી ઘણી કરી વાતું,
હવે ખીલતું આપણું હૃદય લખું!
વણકહેલી વાત ક્યાંક ચર્ચાયું,
કે મૌનમાં શબ્દોનું અર્થ પીગળ્યું!
વસંતની ડાળીમાં ફાગણીયું ખીલ્યું,
રંગોના ગુલાલામાં જો પ્રેમ પાંગળ્યું!!
જય શ્રી કૃષ્ણ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
✍️8. તારો સહવાસ
છે શીતળતા ચંદ્ર નો કે તારા સહવાસ નો!
આમ વરસતી ચાંદની નો હશે કો કારણ?
પૂછી લઉ તુજને કે જીવી લઉ આ ક્ષણ!
આ વાદળથી કોણ વરસી રહ્યું ખાલીખમ?
નથી આ કોઈ સ્વપ્ન મારું એ જ હું જાણું!
પ્રેમની પરિભાષામાં શબ્દો શાને રહ્યાં મૌન?
જય શ્રી કૃષ્ણ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
✍️9. વાંસળી
સાચવી રાખેલ વાંસળી જે તારા સ્મરણમાં,
સ્વપ્ને આવી માધવ પુછાનું કરે એની વટમાં.
કેમ કરી સમજાવું એને દિલની વાત શાનમાં
જ્યાં ઊભો તે સુદર્શન ધરી કુરુક્ષેત્રમેદાનમાં!
નથી વેદનાં ફકત મારી જ અંહી માધવ,
આ કદંબ, યમુના,માખણ ને ગાયોનું ધણ.
રોજ મારી પાસે ઊછીનું માંગે એક સંભાળનું,
ને વૈરાગ થઈ બેઠી વાંસળી તારી કેમ બતાવું!
જય શ્રી કૃષ્ણ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
✍️10. એ કોણ!
આંગળી ઝાલી કોઈ દોરી જતું, એ કોણ?
ઘડીક લઉં વિસામો તો પાસ બેસતું, એ કોણ?
શ્વાસ માં કોઈ સતત નામ જીવતું, એ કોણ?
વહાલ કરી માથે હાથ ફેરવતો, એ કોણ ?
આથમતી સાંજે આકાશે દેખાતું, એ કોણ?
શોધું હું બંધ આખે સ્વપને એણે, એ કોણ?
સતત એનું નામ ધબકતું રુદિયે, એ કોણ?
આ કોણ ની જિજ્ઞાસા જ મને સતત કાન્હા!
તારા સમીપે લઈ આવતો એક મારગ હું જાણું.
જય શ્રી કૃષ્ણ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹