Recreation in Gujarati Children Stories by Gor Dimpal Manish books and stories PDF | નવસર્જન

Featured Books
  • जंगल - भाग 12

                                   ( 12)                       ...

  • इश्क दा मारा - 26

    MLA साहब की बाते सुन कर गीतिका के घर वालों को बहुत ही गुस्सा...

  • दरिंदा - भाग - 13

    अल्पा अपने भाई मौलिक को बुलाने का सुनकर डर रही थी। तब विनोद...

  • आखेट महल - 8

    आठ घण्टा भर बीतते-बीतते फिर गौरांबर की जेब में पच्चीस रुपये...

  • द्वारावती - 75

    75                                    “मैं मेरी पुस्तकें अभी...

Categories
Share

નવસર્જન

વિશ્વ આખું કોરોના ની મહામારી ના સકંજા માં સપડાયું હતું. પણ ટીના અને મોન્ટુ ખૂબ ખુશ હતાં. આ લોકડાઉન ના સમયમાં આખો દિવસ પપ્પા મમ્મી ઘરે હોય.મમ્મી રોજ નવી વાનગી બનાવી દે અને પપ્પા એમના સાથે નવી નવી રમતો રમે, અને દાદા દાદી પણ બહુ ખુશ રહેતા હતા. પણ પછી ધીરે ધીરે કોરોના એ પણ પોતાનો પગપેસારો ધીરે ધીરે ભારત માં એવું કર્યુ કે લોકો હવે ભયભીત થઈ ગયા હતા. અને પછી ટીવી ચેનલ પર પ્રસારિત થતા બધા કાર્યક્રમો માં પણ કોરોના જ અગ્રેસર રહ્યું હતું. ટીના અને મોન્ટુ માટે તો આ બધું ખૂબ જ કંટાળાજનક લાગી રહ્યું હતું, એમાંય હવે તો ઓનલાઈન અભ્યાસ. ઘરે આખો દિવસ બેસી રહેવું હવે તેમનાં માટે મહા મુશ્કેલરૂપ. તેમના દાદા ને પણ ટીના મોન્ટુ ની પરિસ્થિતિ સમજાઈ ગઈ હતી.

એક સાંજે દાદા એ કહ્યું," આજે રાત્રે આપણે બધા ઘરના આગાશીએ સૂવાના છીએ ચાલો થોડીક સાફસફાઈ કરી આવીએ." બન્ને બાળકો આનંદ થી નાચી ઊઠયા. આજે તો મમ્મી જે રસોઈ બનાવે તે ઝટપટ જમી ને ઉપર અગાશી એ પહોંચી જવાની તૈયારી હતી.

અમાસ ની રાત હતી આખું આકાશ તારા ઓથી ભરચક હતું અને દાદા ટીના અને મોન્ટુ ને વિવિધ તારા ઓ વિશે માહિતી આપી રહ્યા હતા. જો પેલો ચમકતો તારો છે ને તે શુક્રનો છે આ સાત તારાઓ નો સમૂહ છે તેને સપ્તઋષિ કહેવાય. મોન્ટુ તરત જ કહેવા લાગ્યો આ ઋષિ ઓ મૃત્યુ પામે તો શું તેઓ તારા બની જાય! ટીના કહે દાદા આ આકાશ ની ઉપર શું હોય? દાદા એ કહ્યું આ વિશાળ આકાશ ની પાછળ પરીઓનો દેશ હોય. બંને જણા પરી ના નામ માત્ર થી રોમાંચીત થઈ ગયા. દાદા ની સામે જોઈ બંને એ પરી ની વાર્તા સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી. દાદા એ પરીની વાર્તા શરૂ કરી પણ થોડીક જ વારમાં ટીના અને મોન્ટુ સુઈ ગયા.

*************************************************************

ટીના અને મોન્ટુ એકબીજા ના હાથ પકડી દૂર આકાશમાં ઊડી રહ્યા હતા.
બંને ખૂબ ડરેલા અને વિસ્મય પામેલા હતા. અચાનક એક તેજોમય પ્રકાશપુંજ
તેમના તરફ આગળ વધી રહ્યો હતો. બંને આંખો બંધ કરી એક જોરદાર ની ચીસ પાડી ધડામ કરી પડ્યાં. ખાસી વાર સુધી આમ જ પડી રહ્યાં. બંને ખૂબ ડરેલા હતા. થોડીક વાર પછી કોઈ નું સુવાળું અને વહાલભર્યું સ્પર્શ તેઓ અનુભવી રહ્યા, ધીરે ધીરે આંખ ખોલી સામે જોવા નો પ્રયાસ કર્યો. પણ આ શું! બંને આશ્ચર્ય અને આનંદ ના મિશ્રભાવ થી નાચી ઊઠયા. સામે સુંદર એક પરી ઊભી હતી. ખૂબ લાંબા વાળ, મોટી આંખો, ઝીણા હીરાજડિત મુગટ, ગુલાબી કલર નું લાંબુ ફ્રોક, સોમ્ય હાસ્ય જોઈ બંને બાળકો તેને ભેટી પડ્યા.પણ તેનાથીએ વિસ્મય પહોંચાડે એવું દૃશ્ય તો પરી ની પાછળ ઊભું હતું. વાદળો થી ઘેરાયેલું રંગીન, ફૂલો થી શોભયેલું, ઠેર ઠેર પાણી ના ઝરણાં અને કેટકેટલું...

તમારો અહી પરીઓના દેશમાં સ્વાગત છે. પરી બંને બાળકો સામે જોઈ કેહતી હતી.બંને બાળકો અંદર પ્રવેશ કરે છે. અંદર નું સુંદર દૃશ્ય જોઈ બંને બાળકો પરી સામે બોલી રહ્યાં, " અમારા દેશમાં કોરોના નામ નો રોગ ફેલાઈ રહ્યું છે ને કેટલાય લોકો તેમાં મૃત્યુ પામ્યા. હવે તો અમે અહીજ રહીશું." પરીએ કહ્યું, " હા અમને જાણ છે, ચાલો પહેલા પરી રાણી ને મળી લઈએ." સુંદર મજાના દૃશ્યો જોતા જોતા તેઓ એક મોટાં મહેલ તરફ પહોંચ્યા. ખુબ વિશાળ અને ભવ્ય મહેલ હતું. અંદર પ્રવેશ કરતા ટીના અને મોન્ટુ ને વિશ્વાસ જ નહોતો થયો કે તેઓ આજે પરીઓના દેશમાં છે. મહેલ ની અંદર તેમનાં જેવા કેટલાય બાળકો હતા. કેટલાક બાળકો પરીઓ સાથે રમી રહ્યા હતા તો કેટલાક બાળકો પરીઓની આસપાસ ઘેરાઈ ને બેસી વાર્તા સાંભળી રહ્યાં હતાં. એક બાળક ખૂબ ઉદાસ થઇ એક બાજુ બેઠો હતો. ટીના એ પરી ને પૂછ્યું, આ કેમ ઉદાસ છે? પરી એ કહ્યું, તેના પિતા કોરોના થી મૃત્યુ પામ્યા છે.
બને ને આ સાંભળી દુઃખ થયું પછી પરી સામે જોઈ સાથે જ બોલ્યા એટલે હવે એ તમારા પાસે જ રહેશે..

બધા પરી રાણી પાસે પહોંચ્યા. ત્યાં પણ કેટલાક બાળકો પરીઓ સાથે હાજર હતા. પરી રાણી ને જોઈ મોન્ટુ અને ટીના ને તેમની મમ્મી યાદ આવી ગઈ. એક રાણી ને શોભે એવુજ ઠાઠ પણ, મમતાળુ સ્મિત અને સોમ્ય સ્વભાવ બિલકુલ માતા જેવું. તેમને બોલવાનું શરૂ કર્યું.
મારા વ્હાલા બાળકો અમને ખબર છે કે આજે વિશ્વ આખું કોરોના ની મહામારી માં નાશ થઈ રહ્યો છે. બધાં ભેગાં મળીને આ રોગ સામે લડવાનું છે.
એક બાળક મોટે થી બોલી ઉઠ્યું કેવી રીતે લડીએ સાથે મળી? અમને તો ઘરની બહાર નીકળવા જ ક્યાં મળે છે!! આખો દિવસ ધરે પુરાઈ રહેવું.

બીજી એક પરી આ વાત સાંભળીને કહેવા લાગી, ઘરે રહી ને પણ લડી શકાય. થોડી થોડી વારમાં હાથ ધોવા, ધર અને આંગણું સ્વચ્છ રાખવા, ગરમ પાણી પીવું, અને જો બહાર નીકળી એ તો મોઠા પર માસ્ક પહેરીને નીકળવું. પહેલા આપણે આ રોગ સામે લડવા માટે સજ્જ થઈએ . પછી આગળ વધીએ. આટલું સાંભરી મોન્ટુ થી બોલાઈ ગયું, પણ ઘર ની બહાર કેવી રીતે લડીએ? તેના સાથે આવેલી પરી એ કહ્યું, હમણાં તમે બધા નિશાળે જાઓ છો? બધા બાળકો એક સાથે બોલી ઊઠયાં ના.... તો પણ તમે અભ્યાસ તો કરો છો ને, કેવી રીતે? ટીના એ ઉત્તર આપ્યું ઓનલાઈન અભ્યાસ કરી ને. હમમ... તો પછી આપણે પણ ઓનલાઈન દ્વારા આપણા મિત્રોને, સગાસંબંધીઓને, આપણી આસપાસ રહેતા લોકોને પણ જાગરૂક કરી શકીએ. આ વાત સાંભળીને બધા બાળકો તાળીઓ પાડીને આ વાત નો સ્વીકાર કર્યો. પરી રાણી પણ આ સાંભરી ખુશ થયા. તેમને બધાને સંબોધીને કહ્યું," બાળકો આપણે જ સૃષ્ટિ નું સર્જન અને વિસર્જન કરીએ છીએ. પર્યાવરણ પ્રદૂષિત થાય, ગામડાઓ અને શહેરો માં ઠેર ઠેર કચરાના ઢગલા હોય અને પછી રોગચાળો ફેલાય ત્યારે માથે હાથ મૂકીને ઈશ્વર સામે ફરિયાદ કરીએ તો તે યોગ્ય ગણાય? બાળકો સામે જોઈ પછી આગળ કહ્યું હજી પણ પરિસ્થિતિ આપણા હાથ માં છે. આજથી જ બધા મળીને આપણી પૃથ્વી ને બચાવવા માટે પ્રયાસ કરીએ.

બધાં બાળકો ખુશ થઈ એક મોટા ગોળાકાર માં ઊભા રહી એક સુંદર મજાનું ગીત ગાવા લાગ્યા.

" વિશ્વ આખું મારું ધામ,
ભેગાં મળીને કરશું કામ,
બદલશે અમારા વિચાર,
સુધરશે અમારા આચાર.
નવી દુનિયા, નવા કામો સાથ
નવું સર્જન થશે આજ."
***********************************************************

સવારનો સૂરજ ધીરે ધીરે આકાશ તરફ આગળ વધી રહ્યો . ટીના અને મોન્ટુ ની આંખો તે જ પ્રકાશપુંજ અનુભવી રહી હતી. ત્યાં તેમની મમ્મી બન્ને ને જગાડવા નો પ્રયાસ કરી રહી હતી. ધીરે ધીરે બન્ને એ આંખો ખોલી. બંને ની આંખો માં એક અલગ જ પ્રકારની ચમક દેખાઈ રહી હતી. ટીના અને મોન્ટુ ઊભા થઈ માં ને વળગી રહ્યા પછી, દોડી ને નીચે દાદા પાસે આવી ઊભા રહ્યા.દાદા છાપું વાંચતા હતા. ટીના અને મોન્ટુ દાદા ની સામે જોઈ ને કહ્યું કાલે તમે પરીઓની ખૂબ સરસ વાર્તા સંભળાવી, બહુ મજા આવી. દાદા વિચારતા રહ્યા. ત્યાં તો બંને ગીત ગાવા લાગ્યા

" વિશ્વ આખું મારું ધામ,
ભેગાં મળીને કરશું કામ,
બદલશે અમારા વિચાર,
સુધરશે અમારા આચાર.
નવી દુનિયા, નવા કામો સાથ
નવું સર્જન થશે આજ."

દાદા મંદ મંદ સ્મિત કરી રહ્યા.. જાણે બધુજ સમજી ગયા...

(ક્યારેક કાલ્પનિક વાર્તાઓ પણ વાસ્તવિક જીવન નું હાર્દ સમજાવી જાય.)

આભાર.
જય શ્રી કૃષ્ણ