ધ્યાંશી કેબિનમાં પ્રવેશી ત્યારે કેબીનનું વાતાવરણ એકદમ શાંત હતું. શાંત વાતાવરણથી ધ્યાંશીના હૃદયના ધબકારા જે પહેલેથી અહીંયા આવવાના લીધે વધ્યા હતા એ થોડા ઓર તેજ વધ્યા.
"કામ ડાઉન ધ્યાંશી... આજે તો આ પાર કે પેલે પાર પણ ચુકાદો તો લાવવો જ પડશે. આમને આમ થોડું સહન કરતું રહેવાશે!" ધ્યાંશી પોતાને ને પોતાને મનમાં આગળની પરિસ્થિતિ માટે તૈયાર કરતી હતી. જો કે પોતાના મનને ગમે તેટલું સમજાવવા છતાં પણ આજે ખબર નહીં કેમ પણ એના મનને કાઇક અમંગળ થવાનું છે એવી દહેશત થયે રાખતી હતી.
"મે આઈ કમ ઇન?" ધ્યાંશીએ એકદમ વિનમ્રતાથી અંદર આવવા માટે પરમિશન માંગી.
"યેસ" એકદમ કડકાઈ વાળો અવાજ ધ્યાંશીના કાને પડ્યો એટલે હૃદય એક ક્ષણ માટે ધબકારો ચૂકી ગયું.
સામેથી ફક્ત એક શબ્દ બોલાયો ત્યાં જ ધ્યાંશીની જીભ તો સિવાય જ ગઈ પણ સાથે સાથે એના મનમાં જે હમણાં સુધી જુસ્સા વિચારો આવતા હતા એમાં પણ ઓટ આવી ગઈ.
ધ્યાંશી અંદર આવવાની પરમિશન મળતા ધીમે ડગલે અંદર આવી. કેબિન ખૂબ વિશાળ હતી એટલે એના ધીમા ડગલાથી એ દરવાજાની સામે રાખેલા ટેબલ કરતા હજુ ખાસી દૂર હતી.
"લગ્ન નથી થતા તમારા..." સામે બેઠેલો ધ્યાંશીનો બોસ ધ્યાંશી જે રીતે ધીમી ચાલે આવતી હતી એ જોઇને વધુ ગુસ્સે ભરાયો.
ધ્યાંશી પણ પોતાની ચાલવાની સ્પીડ વધારતી ટેબલ સામે આવી અને ત્યાં રાખેલી ચેર પર બેસવા જતી હતી ત્યાં જ ફરી એનો બોસ બોલ્યો કે એ બેસતી અટકી ગઈ.
"મેં કહ્યું બેસવાનું?" હવે તો કડકાઈ વાળો અવાજ એકદમ નજીકથી આવ્યો એટલે ધ્યાંશીની હાલત પણ એટલી જ વધુ ખરાબ થઈ ગઈ.
"સો... રી..." ધ્યાંશીને પણ પોતાની ભૂલ સમજાય એટલે ફટાફટ માફી માંગીને વાતને ત્યાં જ પૂરી કરી.
"વોટ ધ હેલ ઇઝ ગોઈંગ ઓન વિથ માય કંપની... સમજો છો શું તમારી જાત ને તમે... આ કાઈ તમારું ઘર નથી કે ગમે ત્યારે અહી આવો અને ગમે ત્યારે અહીંથી ચાલતા થાવ. આઈ વિલ નોટ ટોલરેટ ઘીસ." ધ્યાંશીના બોસે સીધું ખખડાવવાનું જ ચાલુ કરી દીધું.
"પણ શિવ..."
"સર... કોલ મી સર" શિવાંશ એટલે કે ધ્યાંશીના બોસે કડક શબ્દોમાં આંગળી ચીંધીને જાણે ચેતવણી આપતા હોય એમ કહ્યું.
"સ.. ર.. એકચ્યુઅલી..." ધ્યાંશી પોતાનો પક્ષ રાખવા જતી હતી ત્યાં જ ફરી એના બોસે એને અટકાવી.
"આઈ ડોન્ટ વોન્ટ એની એક્સક્યુઝ. જસ્ટ રિમેમ્બર વોટ આઈ સેઈડ એન્ડ ટેક કેર ઓફ ધીસ. નાઉ લિવ" ધ્યાંશીના બોસ ને એટલો ગુસ્સો આવી ગયો કે ધ્યાંશીના અવાજની સાથે જ એ પોતાની ચેર પરથી ઊભા થઈ ગયા અને બંને હાથની મુઠી વાળીને ટેબલ પર પછાડી.
આટલો બધો ગુસ્સો જોતા જ ધ્યાંશીનું હૃદય ધબકારો ચૂકી ગયું. એની આંખમાંથી ટપ ટપ આંસુ નીકળવા માંડ્યા. ઘણું બધું એને કહેવું હતું પરંતુ એની પાસે ના તો બોલવાની સત્તા હતી કે ના એટલી હિંમત કે એ કશું બોલી શકે.
"ડોન્ટ યુ ડેર ટુ ક્રાય ઇન માય ઓફિસ... લિવ..." ધ્યાંશીને રડતી જોઈને ગુસ્સો પીગળવાના બદલે વધુ ભભૂકી ઊઠ્યો. બહાર જવાનું કહેવા છતાંપણ ધ્યાંશી ત્યાં ઊભી ઊભી રડતી રહી એટલે ફરી ગુસ્સાથી બોલ્યા, "આઈ સેઇડ લિવ"
છેલ્લું વાક્ય એટલું મોટેથી બોલાયું હતું કે જો કેબિન સાઉન્ડ પ્રૂફ ના હોત તો નીચે બેઠેલા બધાને ખબર પડી જાત કે આજે એમના બોસનો ગુસ્સો બધા આસમાનને પાર થઈ ગયો છે.
ધ્યાંશી પણ ત્યાં એક ક્ષણ માટે ઊભી રહેવા નહોતી ઇચ્છતી એટલે એને પણ બહાર જવા માટે પગ ઉપાડયા. એના મગજમાં અત્યારે બુલેટ ટ્રેનની માફક વિચારો દોડી રહ્યા હતા અને આંખના આંસુ પણ એ જ સ્પીડમાં આંખોમાંથી વહી રહ્યા હતા.
એ હજુ બહાર નીકળવા દરવાજો ખોલવા જતી હતી ત્યાં જ એને શું થયું કે અચાનક ચક્કર આવ્યા અને એનું સંતુલન ખોરવાયું.