The art of deception and its masters in Gujarati Crime Stories by Anwar Diwan books and stories PDF | છેતરપિંડીની કલા અને તેના મહારથીઓ

Featured Books
Categories
Share

છેતરપિંડીની કલા અને તેના મહારથીઓ

ઇસ્લામ અખનૂને આમ તો કોઇ ભણતર પ્રાપ્ત કર્યુ ન હતું પણ તેમાં દસ્તાવેજોની નકલ કરવાની ખાસ સ્કીલ હતી અને તેનાં વડે તેણે સિલ્ક રોડને પાર કરવાની કામગિરી સફળતાપુર્વક પુરી કરી હતી.તેણે આ કામ કર્યુ તે પહેલા મધ્ય એશિયામાં ઘણાં યુરોપિયન દેશોએ ઘણી પુરાતાત્વિક સાઇટોની શોધ કરી હતી જયાં ઘણી મહત્વની અને કિંમતી વસ્તુઓ મળી આવી હતી જેમકે ધ બોવર મેન્યુસ્ક્રીપ્ટ જે ૧૮૮૯માં મળી હતી.અખનૂનને અફઘાની વ્યાપારીઓ પાસેથી એ જાણકારી મળી કે યુરોપિયન દેશો આ પ્રકારનાં દસ્તાવેજો માટે મોં માંગી કિંમત આપતા હોય છે ત્યારે અખનૂનને તેમાં ખાસ્સો નફો દેખાયો હતો જો કે તે માટે તેણે કોઇ પુરાતાત્વિક સાઇટ પર જઇને ખોદકામ કર્યુ ન હતું પણ તેણે તેના સાથીદારોની મદદથી નકલી પ્રાચીન દસ્તાવેજો ઉભાં કરવાની છેતરપિંડીનો ધંધો ચલાવ્યો હતો અને ૧૮૯૪માં તેણે આ નકલી દસ્તાવેજો મોંઘાભાવે વેચવા પણ માંડ્યા હતા.તેણે આ છેતરપિંડી સતત ત્રણ વર્ષ સુધી સફળતાપુર્વક ચલાવી હતી કારણકે યુરોપિયનો એ દસ્તાવેજો પરની ભાષા વાંચી શકતા ન હતા જો કે ૧૮૯૮માં સ્વીડિશ મિશનરી મેગ્નસ બેકલેન્ડે તેના દસ્તાવેજો પર શંકા ઉઠાવી હતી અને ત્યારબાદ તેની આ ઉસ્તાદી પર લોકોનું ધ્યાન ગયું હતું.બ્રિટનનાં એક ભાષાવિદ્દ રુડોલ્ફ હોર્નેલે યુરોપિયન પુરાતાત્વિકોને અખનુન પાસેથી કોઇપણ દસ્તાવેજ નહિ ખરીદવાની સલાહ આપી હતી અને તેની આ ઉસ્તાદીઓનો આખરે ૧૯૦૧માં અંત આવ્યો હતો જ્યારે એક અંગ્રેજ પુરાતત્વવિદ સર ઓરેલ સ્ટીને તેની પાસેથી સત્ય ઓકાવી લીધું હતું.
યોશિતાકા ફ્યુઝીએ થોડા વર્ષો પહેલા વિજ્ઞાનક્ષેત્રમાં તેની છેતરપિંડીને કારણે તરખાટ મચાવી દીધો હતો તે પહેલા એનેસ્થિઓલોજિસ્ટ સ્કોટ રૂબેને એ જ પ્રકારનું કૌભાંડ આચરીને કુખ્યાતિ પ્રાપ્ત કરી લીધી હતી.આમ તો ફ્યુઝીએ ૧૭૯ જેટલા નકલી પેપર પ્રસિદ્ધ કર્યા હતા જેની તુલનાએ માસાચ્યુસેટસનાં આ નકલી તબીબે એકવીસ નકલી દસ્તાવેજો પ્રસિદ્ધ કર્યા હતા.જો કે રૂબેનનાં કૌભાંડે દર્દીઓનાં સ્વાસ્થ્ય સાથે ભયંકર ચેડા કરવાનું કામ કર્યુ હતું.ઓર્થોપેડિક સર્જરી બાદ અપાતી દવાઓ ખાસ કરીને દર્દશામક દવાઓનાં મામલે તેણે નકલી ડેટાનો ઉપયોગ કરીને તેણે પોતાની દવાઓ દવાખાનાઓમાં પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.તેની દવા ખરેખર તો રિકવરીમાં વિલંબ લાવનાર બની રહેતી હતી.જો કે ૨૦૦૯માં એક ઓર્થોપેડિક તબીબનાં ધ્યાનમાં આવ્યું હતું કે રૂબેન તેની નકલી સહીનો ઉપયોગ કરીને તેની દવા દવાખાનાઓમાં પહોંચાડતો હતો.ત્યારબાદ તેની પ્રવૃત્તિઓનો પર્દાફાશ થયો હતો.એક સ્ટિંગ ઓપરેશનમાં તે ફસાયો હતો અને હેલ્થકેર કૌભાંડમાં તે દોષી ઠર્યો હતો.આ મામલે તેની ધરપકડ થઇ હતી અને ૨૦૧૦માં તેને છ મહિનાની જેલ થઇ હતી અને ત્રણ વર્ષ માટે તેના પર નજર રાખવામાં આવી હતી.મેડિકલ બોર્ડે તેનું લાયસન્સ રદ કરી નાંખ્યું હતું અને એફડીએએ તેનું નામ બ્લેક લિસ્ટમાં નાંખી દીધું હતું.
અગિયારમી સદીમાં એક ફ્રેન્ચ ભિક્ષુક એડમેર ડી ચાબાન્નેસે તેમને માનનારાઓ સાથે ખતરનાક છેતરપિંડી કરી હતી તેમણે ત્રીજી સદીનાં જાણીતા સંત માર્શિયલ જે સેન્ટ પીટરનાં ભત્રીજા હતા અને જિસસનાં નિકટનાં સંત હતા અને જિસસનાં મોત બાદ તેઓને ગોઉલમાં જઇને પ્રચાર કરવાની જવાબદારી સોંપાઇ હતી તેમનાં નામની નકલી આત્મકથા આ એડમેરે પ્રસિદ્ધ કરી હતી.આમ તો તેણે ફ્રાંસનાં લિમોગા ખાતેનાં સેન્ટ માર્શિયલ એબ્બેમાં અભ્યાસ કર્યો હતો.તેમણે તો માર્શિયલને એક સમર્પિત એક ઉપાસનાં પણ ઉભી કરી હતી અને તેની ઉજવણીનાં સમયે જ બેનેડિક્ટ ચિઉસાએ સમગ્ર છેતરપિડીને ઉજાગર કરી હતી અને ત્યાં રહેલા લોકોને આ કૃત્ય બદલ શરમનો અનુભવ થયો હતો પણ એડમેરને તેવી કોઇ ગ્લાનિ થઇ ન હતી અને તેણે તો આ છેતરપિંડી ચાલુ જ રાખી હતી.તેની આ છેતરપિંડી છતાં તેને માર્શિયલનાં પાદરી પદેથી દુર કરાયો ન હતો અને તે આજીવન તે કામ કરતો રહ્યો હતો અને તેના મોત બાદ પણ તેમનાં અનુયાયીઓએ તેમને પુજતા રહ્યાં હતા.
માર્ક લેન્ડિસે આજીવન સંગ્રહાલયો સાથે છેતરપિંડી કરવાનું કામ કર્યુ હતુ અને અનેક રાજ્યોમાં તેણે સંગ્રહાલયોને નકલી પેઇન્ટિંગ આપ્યા હતા પણ મજાની વાત એ છે કે તેણે આ ચિત્રો આપવાનાં બદલામાં એક પૈસો પણ લીધો ન હતો.તેણે ત્રીસ વર્ષ સુધી બે ડઝન જેટલા રાજ્યોને ચિત્રો આપ્યા હતા.તે મોટાભાગનાં સંગ્રહાલયોમાં બિઝનેશમેન કે એક પાદરીનાં વેશમાં જતો અને સંગ્રહાલયને ચિત્ર ભેટ આપવાની ઓફર આપતો હતો અને તે પણ મફતમાં અને તે કારણે જ મોટાભાગનાં મ્યુઝીયમો તેની ઓફરનો કોઇપણ ખચકાટ વિના સ્વીકાર કરી લેતા હતા.તે મોટાભાગે આ નકલી ચિત્રો તેના માતાપિતાની યાદમાં આપવાની વાત કરતો હતો.જો કે તેના સ્વાસ્થ્ય પર નજર રાખનારા અધિકારીઓનાં મતાનુસાર લેન્ડિસને સ્ક્રીઝોફેનિયાની અસર હતી અને તેને બે વખત નર્વસ બ્રેકડાઉનનો એટેક આવ્યો હતો.જો કે ૨૦૦૮માં તેની આ નકલી ચિત્રો આપવાની વાતનો પર્દાફાશ થયો હતો પણ તંત્ર દ્વારા તેની વિરૂદ્ધ કોઇ આકરી કામગિરી કરાઇ ન હતી કારણકે તેણે ભલે નકલી ચિત્રો આપ્યા હતા પણ એ બદલ તેણે કોઇ આર્થિક છેતરપિંડી આચરી ન હતી.જો કે તેની કુશળતાને ધ્યાનમાં રાખીને ૨૦૧૨માં તેના દ્વારા અપાયેલા નકલી ચિત્રોનું એક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
સર આર્થર કોનન ડોયલની કથાઓમાં આલેખિત જાણીતા ખલનાયક પ્રોફેસર મોરેરાટી અંગે તો તમને ખ્યાલ હશે પણ અસલ જીવનમાં પણ તેમની નકલ સમાન જેમ્સ ટાઉનશેન્ડે તેની છેતરપિંડીની મહારતથી લોકોમાં પ્રખ્યાતિ પ્રાપ્ત કરી હતી.જેમ્સ ટાઉનશેન્ડ આમ તો ૧૮૪૦માં લંડનમાં એક બેરિસ્ટર તરીકે કામ કરતો હતો.જો કે લંડનની ગુનેગાર આલમમાં તેને જિમ ધ પેનમેન તરીકે ઓળખાતો હતો.તેની લંડનમાં એક ગેંગ હતી જે નકલી ચેક દ્વારા નાણાં ઉપાડવા, નકલી વસ્તુઓનાં વેચાણ અને લુંટ જેવી કામગિરી કરતી હતી.જેમ્સ ટાઉનશેન્ડ સાવર્ડ નકલી સહી કરવામાં ઉસ્તાદ હતો.તે એટલો શાતિર હતો કે તેની આ છેતરપિંડીનાં કોઇ નિશાન તે પાછળ છોડતો ન હતો અને તે કારણે તે ત્રણ દાયકા સુધી લોકોને ચુનો ચોપડવાનું કામ સફળતાપુર્વક કરી શક્યો હતો.જો કે આખરે તે એક દસ્તાવેજમાં તેનું અસલ નામ જાહેર કરવાની ભૂલ કરી બેઠો હતો અને ત્યારબાદ તેની આ છેતરપિંડીની કામગિરીનો અંત આવ્યો હતો.પોલીસનાં હાથમાં તેનાં અસલ નામ સાથેનો નકલી દસ્તાવેજ આવ્યો હતો અને તેની ગેંગ સાથે ધરપકડ કરાઇ હતી.૧૮૫૭માં જેલે તેને અને તેના સાથીઓને જેલની સજા ફટકારી હતી અને તેમને આ સજા ભોગવવા માટે ઓસ્ટ્રેલિયા મોકલી દેવાયા હતા.
બ્રિટીશ કોનમેન શોન ગ્રીનહાલે લગભગ બે દાયકા સુધી બ્રિટનમાં તેની છેતરપિંડીની કામગિરીને અંજામ આપ્યો હતો જેમાં તેનો સાથ તેના માતાપિતા જર્યોજ સિનિયર અને ઓલિવે આપ્યો હતો.તેમણે સંગ્રહાલયોને નકલી મુર્તિઓ અને અન્ય નકલી સામાન વેચ્યો હતો અને લગભગ ત્રણ મિલિયન ડોલર ઉભા કર્યાનું ચર્ચાય છે.આમ તો શોન એક કલાકાર હતો પણ તેની રચનાઓનો કોઇ ખરીદાર ન હોવાને કારણે તે નિરાશામાં ડુબી ગયો હતો અને આખરે તેણે ૧૯૮૯માં છેતરપિંડીમાં હાથ અજમાવવાનો નિર્ણય કર્યો હતો.તે તેના ઘરનાં પાછળનાં ભાગમાં એક સ્ટુડિયોમાં કામ કરતો હતો અને તેના માતાપિતા મ્યુઝીયમને તેની નકલી કલાકૃત્તિઓ વેચવાનું કામ કરતા હતાં.મોટાભાગે આ ચિત્રો જાણીતા ચિત્રકારોનાં ગણાવતા હતા અને જે મ્યુઝીયમને વેચતા એમને એ વિશ્વાસ અપાવી દેતા હતા કે આ કલાકૃત્તિઓ તેમને એ કલાકારનાં વારસદારો દ્વારા જ સોંપાઇ હતી અને તેમની વાતો એટલી પ્રભાવશાળી રહેતી કે મ્યુઝીયમો તેમની કૃત્તિઓને ખરીદી લેતા હતા.જો કે ૨૦૦૫માં જર્યોજ સિનિયરે એક મ્યુઝીયમને ત્રણ એસિરિયન શિલ્પ વેચ્યા તે શિલ્પોની જ્યારે તજજ્ઞોએ તપાસ કરી ત્યારે તેમને તેમની અસલિયત સામે શંકા જાગી હતી અને આખરે આ મામલો સ્કોટલેન્ડ યાર્ડને સોંપાયો હતો જેણે તેમનાં ઘરની તલાશ લીધી ત્યારે તેમને ત્યાંથી ઘણાં નકલી ચિત્રો અને સામાન મળી આવ્યો હતો.તેના પર કેસ ચાલ્યો અને તેને દોષી ઠેરવવામાં આવ્યો અને તેને ચાર વર્ષ આઠ મહિનાની સજા થઇ હતી જો કે તેના માતાપિતાને શંકાનો લાભ આપીને છોડી મુકાયા હતા.
માર્ક હોફમેન એવો શાતિર છેતપિંડી કરનાર કોનમેન હતો જેણે હજ્જારો નકલી દસ્તાવેજો વેચ્યા હતા પણ તેણે મોર્મોન ચર્ચ સાથે જે છેતરપિંડી આચરી હતી તેના કારણે તે ખાસ્સો કુખ્યાત થયો હતો.૧૯૮૦માં મોર્મોન ચર્ચનું સ્કેન્ડલ ગાજ્યું હતું.તેણે ચર્ચ સાથે જે છેતરપિંડી કરી હતી તેને જ હથિયાર બનાવીને તે ચર્ચને મજબૂર કરવા માંગતો હતો કે તે તેની છેતરપિંડી અંગે કોઇ પગલા ન ભરે.તેણે જે સૌથી મોટી છેતરપિંડી કરી હતી તે તો સાલામાંડરનો પત્ર હતો.આ પત્રમાં તેણે એ વાત સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે ચર્ચનાં સ્થાપક જોસેફ સ્મિથે કોઇ ફરિશ્તા સાથે નહિં પણ શ્વેત સાલામાંડર સાથે વાર્તાલાપ કર્યો હતો.જો કે તેની આ છેતરપિંડીનો પર્દાફાશ કરી દેવાની ધમકી આપનાર બે લોકોને તેણે બોમ્બ વિસ્ફોટમાં ઉડાવી દીધા હતા જેણે તેની આ કામગિરીનો અંત આણ્યો હતો.ત્રીજા બોમ્બનો વિસ્ફોટ કરવા જતા તે જાતે જ ઘાયલ થયો હતો અને પોલીસનાં હાથમાં આવ્યો હતો.અદાલતમાં તે દોષી ઠર્યો હતો અને તેને આજીવન કારાવાસની સજા કરાઇ હતી.
યુક્રેનનાં ઓડેસ્સાનાં રહેવાસી એવા ગોખમેન બ્રધર્સે ૧૮૯૦ થી ૧૯૦૦નાં સમયગાળા દરમિયાન આખા યૂુરોપમાં નકલી કલાકૃત્તિઓનું વેચાણ કર્યું હતું.તેમની છેતરપિંડીની રીત એકદમ સિમ્પલ પણ અસરદાર હતી.તેઓ તેમની દુકાનમાં જ નકલી કૃત્તિઓની રચના કરતા અને ત્યારબાદ જાણીતા કલાનિષ્ણાંતને તેમનાં કામની સમીક્ષા માટે બોલાવતા જે તેમનાં ઇશારે જ મત આપતો અને તેઓ તેમની નકલી કૃત્તિને અસલ તરીકે વેચવામાં સફળતા હાંસલ કરતા હતા.કલાનિષ્ણાંતની રાયને ધ્યાનમાં રાખીને સંગ્રહાલયો તેમની પાસેથી મોં માંગી કિંમતે એ કૃત્તિઓ ખરીદતા હતા.આ છેતરપિંડી તેમણે લુવ્ર જેવા જાણીતા સંગ્રહાલય સાથે પણ આદરી હતી.૧૮૯૦નાં વચગાળામાં સંગ્રહાલયે તેમની પાસેથી સિથિયન ટિયારા બે લાખ ફ્રાંકમાં ખરીદ્યુ હતું અને તેમણે આ ચિત્ર ત્યાં સુધી સંગ્રહાલયમાં પ્રદર્શિત કર્યુ જ્યાંસુધી તેનો અસલ ચિત્રકાર આ સંગ્રહાલયમાં આવ્યો ન હતો.ગોલ્ડસ્મિથ ઇઝરાયેલ રાઉચોમોવસ્કીએ પુરવાર કર્યુ હતું કે તેમનાં મ્યુઝીયમમાં જે કૃત્તિ પ્રદર્શિત કરાઇ રહી છે તે નકલી છે.આખરે અધિકારીઓએ તે નકલી કૃત્તિને ૧૯૦૩માં હટાવી હતી.જો કે આ છેતરપિંડી ગોખમેન બ્રધર્સની આખરી ન હતી તેમણે ૧૯૩૯માં મ્યુઝીયમને અન્ય એક નકલી કૃત્તિ સિથિયન ડ્રિંકિંગ હોર્ન પણ અસલનાં નામે પધરાવ્યું હતું.
જેમ્સ એડવર્ડ લિટલે પંદર વર્ષ સુધી નકલી પોલિનેશિયન અને માઓરી નિકનેકને અસલનાં નામે પધરાવીને છેતરપિંડી આચરી હતી.આમ તો લિટલ પોતે જુની કલાકૃત્તિઓનાં ખરીદાર અને સંગ્રાહક તરીકે જાણીતો હતો પણ તેની આ છેતરપિંડીની શરૂઆત ૧૯૦૦માં થઇ હતી જ્યારે એક આર્ટ ડિલરે તેની પાસેથી ઓથેન્ટિક નેટિવ ટ્રિંકેટ ખરીદવાની ઓફર આપી હતી.લિટલે તેને જેટલી બને તેટલી વસ્તુઓ શોધીને તેને પુરી પાડવાની ખાતરી આપી હતી અને આ ડીલ દ્વારા જ તેણે ગુનાહિત કારકિર્દીનો આરંભ કર્યો હતો.જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ લિટલનાં કલાયન્ટોની યાદી પણ વિસ્તરતી ગઇ હતી અને તેમાનાં કેટલાક તો ઘણાં દુરનાં દેશોનાં હતા. તેમાનાં મોટાભાગનાં તો તેની સાથે મેલથી જ સંપર્કમાં રહેતા હતા અને તેને ઓર્ડર આપતા હતા.તે ક્યારેક તો ઓરિજિનલ પરથી જ નકલ ઉતારતો હતો તો ક્યારેક તે તેની કલ્પનાશક્તિનો ઉપયોગ કરતો હતો.તે ક્યારેક સંગ્રહાલયોમાંથી અસલ કલાકૃત્તિ ઉઠાવીને તેના સ્થાને નકલી ગોઠવવાનું કામ પણ કરતો હતો.જો કે ૧૯૧૫માં તેણે આચરેલી હોંશિયારી તેને ભારે પડી ગઇ હતી એક ક્યુરેટર સંગ્રહાલયમાં ગયો ત્યારે તેને ત્રણ જ દિવસમાં જણાઇ આવ્યું કે તે કૃત્તિઓ નકલી છે.જો કે યુદ્ધમાં જોડાતા પહેલા તેણે છ મહિના જેલની સજા કાપી હતી.જો કે ફરી એકવાર તેને ૧૯૩૯માં લુંટનાં આરોપમાં જેલમાં જવાનો વારો આવ્યો હતો.જો કે છેતરપિંડીનાં ્‌આરોપમાં તેને ક્યારેય સજા થઇ ન હતી.
એડોલ્ફો કામિન્સ્કી નાઝી કબજામાં રહેલા પેરિસમાં રહેતો એક આર્જેન્ટીનિયન યહુદી નાગરિક હતો.એક સ્થાનિક ફ્રેન્ચ નાગરિકે તેને નકલી દસ્તાવેજ આપ્યા હતા તે કારણે તે ઓસ્વીત્ઝમાં જતાં બચ્યો હતો.ત્યારબાદ કામિન્સ્કીએ એ જ ટોળકીમાં સભ્ય તરીકે કામ કરવાનો આરંભ કર્યો હતો અને તેણે નકલી દસ્તાવેજો બનાવવાનું કામ આરંભ્યું હતું.તે તેના અંગત સ્ટુડિયોમાં નકલી પાસપોર્ટ તૈયાર કરતો હતો તે દર અઠવાડિયે ઓછામાં ઓછા પાંચસો નકલી દસ્તાવેજો તૈયાર કરતો હતો જેના વડે ઘણાં લોકો હિટલરનાં કેમ્પમાં જતા અટક્યા હતાં.કામન્સ્કી પોતાની જાતને સતત એ યાદ અપાવતો હતો કે તે એક કલાકનું કામ કરીને ત્રીસ જેટલા લોકોનું જીવન બચાવી શકે છે જો તે સુઇ જશે તો એ તમામ મોતને ઘાટ ઉતરશે.યુદ્ધ પત્યા બાદ પણ તેણે અનેક દેશોમાં લોકોને બચાવવા માટે નકલી દસ્તાવેજ તૈયાર કરવાની કામગિરી ચાલુ રાખી હતી.જો કે તે આખરે ૧૯૭૦માં નિવૃત્ત થયો હતો.