ધારાવાહિક:- મારા કાવ્યો
ભાગ:- 23
રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
વસંતપંચમી
સાહિત્ય, સંગીત અને કળાનાં દેવી,
વીણાવાદિની, જ્ઞાનદાત્રી દેવી મા,
બ્રહ્મા અને બ્રહ્માણી જેનાં જન્મદાતા,
થયાં ઉત્પન્ન જ્ઞાનયજ્ઞ દ્વારા જ્ઞાનઅંશરૂપે,
આપે વરદાન મનુષ્યો, દેવ, દાનવોને,
વિદ્યારૂપી સંસ્કાર કરો ગ્રહણ સૌ!
જન્મદિન એમનો વસંતપંચમી,
એટલે જ તો થાય શરૂઆત અભ્યાસની!
અપાય અક્ષરજ્ઞાન બાળકને સૌપ્રથમ,
હોય વસંતપંચમીનો દિવસ જ્યારે!
કરું હું વંદન મા સરસ્વતીનાં ચરણોમાં,
પ્રાર્થુ એમની કૃપા સદાય મુજ પર!🙏
વેલેન્ટાઈન અઠવાડિયું
શરુ થયું વેલેન્ટાઈન અઠવાડિયું,
વધશે થનગનાટ યુવા હૈયામાં!
હોય જ્યાં લાગણી અને પ્રેમ,
ક્યાં જરુર છે કોઈ ખાસ દિવસની?
આપી મોંઘીદાટ ભેટો એકબીજાને,
કરશે પ્રયત્નો પ્રેમીજનો ઘણાં,
રાખવા ખુશ એકમેકને!
એક હુંફાળું આલિંગન,
સમય એકબીજા સાથેનો,
ક્યાં સસ્તા છે કોઈ ભેટથી?
રહે પ્રેમ અને લાગણી જીવનભર,
બસ, એ જ તો છે,
જીવનની સૌથી મોટી ભેટ!
રોઝ ડે
વેલેન્ટાઈન અઠવાડિયાનો પહેલો દિવસ,
ઉજવાય રોઝ ડે તરીકે!
આવતો આ દિવસ દર વર્ષે 7 ફેબ્રુઆરીએ,
થતી શરૂઆત વેલેન્ટાઈન તહેવાર😂ની આજથી!
વધી જાય લાલ ગુલાબનું મહત્ત્વ આજે એવું,
મળતું જે રોજ રૂપિયા દસમાં,
મળવું મુશ્કેલ આજે એ રૂપિયા પાંચસોમાં પણ!
હરખાઈ એ ગુલાબ કેટલું આજે,
જોડતું એ બે હૈયાને આજે!
હોય જ્યાં સાચો પ્રેમ એકમએક્નો,
ઉજવી શકાય રોઝ ડે રોજેરોજ!
ઉગાડવું પડે ગુલાબ ઘરનાં કુંડામાં,
નહીં તો વપરાય જાય અડધો પગાર ગુલાબમાં😂😂😂
પ્રપોઝ ડે
કરું છું પ્રપોઝ હું આજે તને,
બોલ રહેશે તુ સદાય મારી સાથે?
ચાલશે તુ કાયમ સાચા રસ્તે?
શું કરશે તુ મદદ દરેકને?
શું તૈયાર છે તુ કરવા સમર્પિત પોતાને?
શું મળીશ તુ મને કોઈ અપેક્ષા વિના?
ભલે ન મળ તુ રોજ મને,
પણ યાદ કરીશ તુ દરરોજ મને?
મળે જ્યારે પણ મને તુ,
શું મળીશ કોઈ પણ માંગણી વિના?
નથી આ બધી શરતો મારી કોઈ,
પણ શું કરીશ પ્રેમ તુ મને આ બાબતો સાથે?
કરું હું પ્રપોઝ તને આજનાં પ્રપોઝ દિવસે,
શું બનીશ તુ સાચો ભક્ત મારો?
આ જ છે પ્રપોઝ એક પ્રભુનું પોતાનાં ભક્તને!🙏
પ્રોમિસ ડે
થશે અગણિત પ્રોમિસ આજે,
કેટલાં સાચા, કેટલાં ખોટા કોઈ ન જાણે!
યાદ કરાવું એક પ્રપોઝ પ્રભુનું,
કર્યું હતું જે એમણે ભક્તને પ્રપોઝ ડેનાં રોજ!
બનીશ તું સાચો ભક્ત મારો?
વારો આજે એ ભક્તનો,
આપવાને પ્રોમિસ પ્રભુને!
થયો તૈયાર એ બનવા સાચો ભક્ત પ્રભુનો!
આપ્યું પ્રોમિસ એણે પ્રભુને,
બનીશ હું મદદગાર સૌનો,
ને ચાલીશ સદાય સત્યની સાથે!
મળીશ નહીં દરરોજ તમને,
પણ યાદ કરીશ ક્ષણે ક્ષણે🙏
નહીં કરું કોઈ માંગણી હું,
પણ રહો તમે સદાય સાથે મારી,
હશે એ અપેક્ષા મારી સદાય!
આપું છું પ્રોમિસ તમને આજે,
બની બતાવીશ હું સાચો ભક્ત તમારો🙏
આલિંગન દિવસ (Hug Day)
હોય પ્રિયજન નિરાશ ક્યારેક,
ને ભેટી રહીએ થોડી વાર એને,
એ જ બની જાય આલિંગન દિવસ!
આવે પ્રસંગ નાનકડી ખુશીનો,
કે આવે કોઈ મોટો પ્રસંગ ઘરનો,
વડીલોનો સ્નેહભર્યો હાથ માથે,
નથી કમ કોઈ આલિંગનથી!
લાગતો ભલે રિવાજ ખોટો પશ્ચિમનો,
મળતાં જ ભેટે એઓ એકબીજાને!
પણ ખરેખર બની જાય એ મુલાકાત,
ઉષ્માભરી મુલાકાત એકમેકની!
પતિ પત્ની નું હોય કે ભાઈ બહેનનું,
કોઈ આલિંગન ન આવે એની તોલે,
મળ્યું જે જન્મતાંવેંત માની પાસે!
એક સંદેશ બૉર્ડની પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓને
કરી તેં મહેનત વર્ષ આખુંય,
રાખ વિશ્વાસ પોતાની મહેનત પર.
કર તુ વિશ્વાસ પોતાની જાત પર,
ન ડર તુ પરીક્ષાઓથી.
પરીક્ષા થાય છે માત્ર યાદશક્તિની,
લડવાનું છે તારે તો અસ્તિત્વ માટે.
બતાવ જુસ્સો તુ એવો,
ન હારે તુ પરીક્ષામાં,ન ડરે તુ પરીક્ષાથી.
નથી મોટી પરીક્ષા આ જિંદગીની પરીક્ષાથી.
પાસ થશે તો ખુશી મળશે,નાપાસ થશે તો શીખ.
હારીને હિંમત પરીક્ષાનાં ડરથી,
ખોઈશ ન જુસ્સો તુ તારો,
ભૂલથી ય ન ભરીશ તુ,કોઈ ખોટું પગલું...
જીવન છે મહામૂલું,ખોઈશ નહીં એને કોઈ ખોટાં ડરથી.
શબ્દો
'શબ્દો જ મારે,ને શબ્દો જ તારે'
નથી કહેવાયું આ એમ જ!
થાય છે મૃત્યુ માનવીનું,
પણ જીવંત રહે છે શબ્દો એનાં!
બની જાય છે કોઈની ઓળખ,
અવાજ એનો મધુરો!
તો ક્યારેક બને ઓળખ એની,
બોલાયેલા પ્રેમાળ શબ્દો એનાં!
કોઈ બોલે સાચવીને,
તો કોઈ બોલે એલફેલ!
કેમનો મનાવીએ આજનો દિવસ,
ઉજવાય 16 એપ્રિલે,
'વિશ્વ અવાજ દિવસ'
ચાર્લીં ચેપ્લિન
હસાવી જગને આપ્યાં સંદેશ સુંદર,
નાનું કદ એમનું, પણ વિશાળ ઓળખ!
નાનકડી મૂંછ શોભા એમનાં ચહેરાની,
મુક ફિલ્મોનાં બાદશાહ એ મહાન!
આપ્યાં સંદેશાઓ જગતને એમણે,
વિના બોલ્યે શબ્દ એક પણ!
કરીએ વંદન આ મહાન વિભૂતિને આજે,
જનમતિથિ જેમની 16 એપ્રિલનાં દિવસની!
ઓળખે દુનિયા એમને, 'ચાર્લીં ચેપ્લિન'નાં નામથી!
આભાર.
સ્નેહલ જાની