ક્ષત્રિય ધર્મ
साक्षी भूत्वा निष्क्रियस्य पापं तस्यैव यत् कर्तुरिव प्रभवति।
અર્થ: જે વ્યક્તિ ખોટું કામ થતું જોઈને મૂક પ્રેક્ષક બની નિષ્ક્રિય રહે છે, તેનો પાપ એટલો જ છે જેટલો ખોટું કામ કરનારનો.
આ સુભાષિત એ વાત પર ભાર મૂકે છે કે ખરાબ કૃત્યને જોવા છતાં ચૂપ રહેવું એ પણ એક પ્રકારનો ગુનો છે, જેની જવાબદારી પ્રેક્ષક પર પણ આવે છે.
આ ભારતની એક વાત લઈને આવ્યો છુ આંજે.
સોમનાથના ખોળે લખું છુ માનવ ધર્મ કાજે.
કેસરી ચકલીનો માળો જૂનો થઈ ગયો હતો. તેણે વિચાર્યું, ચાલો નવો માળો બનાવીએ જેથી ઠંડીના દિવસોમાં કોઈ તકલીફ ન પડે.
બીજા દિવસે સવારે તે ઊઠી અને નજીકના ખેતરમાંથી ડાળખી વીણીને લાવવા લાગી. સવારથી સાંજ સુધી તે આ જ કામમાં લાગેલી રહી અને આખરે એક શાનદાર માળો તૈયાર કરી લીધો. પરંતુ જૂના માળા પ્રત્યે ખૂબ જ પ્રેમ હોવાથી તેણે વિચાર્યું, ચાલો આજે એક છેલ્લી રાત તેમાં જ સૂઈ લઈએ અને કાલથી નવા માળામાં આપણું ઘર બનાવીશું. રાત્રે કેસરી ચકલી ત્યાં જ સૂઈ ગઈ.
બીજા દિવસે સવારે ઊઠતાં જ તે પોતાના નવા માળા તરફ ઉડી, પરંતુ જેવી તે ત્યાં પહોંચી, તેની આંખો ફાટીની ફાટી રહી ગઈ; કોઈ બીજી કાળી ચકલીએ તેનો માળો વેરવિખેર કરી નાખ્યો હતો. ચિંકીની આંખો ભરાઈ આવી, તે નિરાશ થઈ ગઈ. આખરે તેણે ખૂબ મહેનત અને લગનથી પોતાનો માળો બનાવ્યો હતો, અને કોઈએ રાતોરાત તેને નષ્ટ કરી દીધો હતો.
પરંતુ બીજી જ ક્ષણે કંઈક અજીબ થયું. તેણે ઊંડો શ્વાસ લીધો, હળવું સ્મિત કર્યું અને ફરીથી તે ખેતરમાંથી ડાળખી વીણવા લાગી. તે દિવસની જેમ આજે પણ તેણે સવારથી સાંજ સુધી મહેનત કરી અને ફરીથી એક નવો અને વધુ સારો માળો તૈયાર કરી લીધો.
ત્યાર બાદ તેને જોયું પેલી કાળી ચકલી બીજી નિર્દોષ ચકલીઓનો માળો પણ વેર વિખેર કરી નાખતી હતી. વળી પોતે તો બનાવતી ન હતી ને બીજાં ના માળા પર જબરજસ્તી કબજો લેતી હતી.
જ્યારે આપણી મહેનત પર પાણી ફરી જાય છે, ત્યારે આપણે શું કરીએ છીએ? ફરિયાદ કરીએ છીએ, દુનિયા સામે તેનું રડારડ કરીએ છીએ, લોકોને શાપ આપીએ છીએ અને આપણી નિરાશા દૂર કરવા માટે ન જાણે શું શું કરીએ છીએ. પરંતુ એક વસ્તુ આપણે નથી કરતા, સજાગ રહેવાનું અને ઈતિહાસ પાસેથી કશુક શીખવાનું.
આપણે તરત જ તે બગડેલું કામ ફરીથી સુધારવાનો પ્રયાસ કરીએ છીએ. અને ઈતિહાસ વારંવાર પુનરાવર્તન થતો જાય છે.
માળો ઉજડી જવા છતાં તે ઈચ્છત તો પોતાની બધી શક્તિ કાળી ચકલી સાથે ઝઘડવામાં, ફરિયાદ કરવામાં અને બદલો લેવાનું વિચારવામાં ખર્ચી શકત. પરંતુ તેણે એવું ન કર્યું, બલ્કે તે જ શક્તિથી ફરીથી એક નવો માળો તૈયાર કરી લીધો.
અને કાળી ચકલી ના જન્મ જાત સ્વભાવને કારણે કેસરી ચકલીનો માળો ફરી તૂટી ગયો.
સમાજમાં આસુરી શક્તિ નો વિરોધ અને પ્રતિકાર નહિ થાય તો સમાજે ભોગવવું જ રહેશે. ખરાબ કામ કરવામાં જે વ્યક્તિ સીધી રીતે સામેલ હોય છે, તે જેટલી જવાબદાર છે, તેટલી જ જવાબદારી તે વ્યક્તિની પણ છે જે આવું ખરાબ કામ થતું જોઈને ચૂપ રહે છે અને કંઈ નથી કરતી. બીજા શબ્દોમાં, ખરાબ કૃત્યને રોકવા માટે કોઈ પગલું ન લેવું એ પણ એક પ્રકારની સહભાગીતા છે.
જો કોઈ શેરીમાં કોઈ વ્યક્તિ બીજાને માર મારતી હોય અને આસપાસના લોકો માત્ર જોતા રહે, તો મારનાર વ્યક્તિ જેટલી ગુનાહિત છે, તેટલી જ આ લોકોની નિષ્ક્રિયતા પણ ખોટા કામને વધવા દે છે. તેઓએ પોલીસને બોલાવી, મદદ કરી કે વિરોધ કર્યો હોત તો ગુનો રોકાઈ શક્યો હોત.
ત્યાર બાદ કેસરી ચકલીયે કેસરિયા કર્યા. પેલી કાળી ચકલીઓને મારી મારી ને ભગાવી દીધી.
क्षत्रिय धर्म –
क्षतात् त्रायते इति क्षत्रिय
ક્ષત્રિય ધર્મનો મૂળ અર્થ છે સમાજને, ન્યાયને અને નિર્બળને વિનાશ અથવા અન્યાયથી બચાવવું. ક્ષત્રિયની ભૂમિકા ફક્ત યુદ્ધ કે શક્તિ પ્રદર્શન નથી, પરંતુ રક્ષણ અને ન્યાયની સ્થાપના કરવી છે. આ ધર્મ અનુસાર, ક્ષત્રિય તે છે જે ખરાબ કૃત્યો, અન્યાય કે વિનાશ સામે ઊભું રહીને લોકોની સુરક્ષા કરે છે.
સમજુ માણસ ને સમજાવી સકાય. ઉઘતા માણસ ને જગાડી સકાય પણ જે સુવાનો ડોળ કરતો હોય તેને જગાડી શકાતું નથી. કાળા સાપ આગળ અહિંસા પારો ધર્મ ની પીપુડી ન વગાડવાની હોય.
વીર બને, હૃદયમાં જ્વાળા જાગે,
અન્યાય સામે ના ઝૂકે, ના ડરે.
રક્ષણ કરે નિર્બળનું, ધર્મ નિભાવે,
ક્ષત્રિય-ધર્મે જીવે, સદા ઉભું રહે.