Dil Khali to Jivan Khali - 8 in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | દિલ ખાલી તો જીવન ખાલી - ભાગ 8

Featured Books
Categories
Share

દિલ ખાલી તો જીવન ખાલી - ભાગ 8

ભાગ સાતનું ચાલું 

વિરાટના મોઢે,

એની મમ્મીની બંને કિડની ફેલ છે વાળી વાત સાંભળીને,  સંજયભાઈ પણ ગંભીર થઈ ગયા છે, 

થોડા સમયની શાંતિ પછી...

વિરાટ  :- યાર મારું નસીબ પણ અજીબ છે 

હું મારી કિડની આપીને મારી મમ્મીને બચાવવા તો માંગુ છું, પરંતુ...

પરંતુ એ ચેક કરીને ડોકટરે પણ એમ કહ્યું કે, 

મારી કિડની અમુક કારણોસર મેચ નથી થઈ રહી. 

ભગવાન પણ જાણે મારી આ ઉંમરમાં કેવી પરીક્ષા લઇ રહ્યા છે  ?  

સંજય વિરાટના ખભે હાથ રાખીને, વિરાટ ને હિંમત આપતા કહે છે....

સંજય :- વિરાટ 

તું આમ હિંમત ના હાર દોસ્ત 

દુનિયામાં દરેકે દરેક પ્રોબ્લેમનું કોઈને કોઈ સોલ્યુશન કે કોઈ રસ્તો હોય છે જ,

બની શકે છે કે, 

માસીનો કિડની ફેલનો રીપોર્ટ આવ્યો એની સાથે સાથે જ, 

તારા મામા એ તને નોકરી ધંધા માટે અમદાવાદ આવવાની જે વાત કરી,

એ ઈશ્વરનો જ કોઈ ઈશારો, કે પછી કોઈ સંકેત હોય. 

વિરાટ ને સંજયભાઈ વાત જાણે સમજાઈ રહી ના હોય એમ વિરાટ પ્રશ્નાર્થ ભરી નજરે સંજયભાઈ સામે જુએ છે. 

એટલે સંજયભાઈ પણ વિરાટને બિલકુલ શાંતિથી, અને વિસ્તૃતમા પોતાની વાત સમજાવતા કહે છે કે, 

સંજયભાઈ  :- જો વિરાટ માસીની બીમારી ગંભીર તો છેજ હવે એના માટે

આપણી પાસે સમય સિવાય, અને ઉપરવાળો ને પ્રાથના સિવાય હમણાં તો આપણી પાસે બીજું કંઈ નથી. 

હવે પ્રાથના તો એવી બાબત છે કે,

એ ગમે ત્યાં ને ગમે ત્યારે કરી શકાય,

પરંતુ... 

પરંતુ માસીની બીમારી જાણ્યા બાદ,

આપણા માટે સૌથી અગત્યની વાત એ છે કે, 

આપણે કોઈ એવા કિડની ડોનરની જરૂરીયાત છે કે, જેની કિડની માસીને ટ્રાન્સપ્લાન્ટ થઇ શકે.

હવે એવા વ્યક્તિને શોધવા માટે આપણે અહીંયાં ગામડા ગામમાં કેટલી તપાસ કરી શકીશું ?

માટે હવે હું તને જે વાત સમજાવવા જઈ રહ્યો છું,

એ તું ધ્યાનથી સાંભળ, અને વિચાર પછી તું જ કહીશ કે મારી વાત સાચી છે. 

વિરાટ  :- હા બોલ 

સંજયભાઈ :- જો તું મારું માનવા તૈયાર હોય તો, મારી તને એકજ સલાહ છે કે તું, 

તારા મામાના કહ્યાં પ્રમાણે તું અમદાવાદ જતો રહે. 

વિરાટ  :- પછી 

સંજયભાઈ :- જો વિરાટ તું તો જાણે જ છે કે,

અમદાવાદ કેટલું મોટું શહેર છે ?

અને એ મુજબ સ્વાભાવિક છે કે,

ત્યાં હોસ્પિટલો, અને ડોક્ટરો પણ અસંખ્ય છે. 

વિરાટ  :- હું...

સંજયભાઈ  :- તો એમાં આપણને માસીની કિડનીની બીમારીનો ઈલાજ, કે પછી કોઈ કિડની ડોનર શોધવામાં આસાની રહેશે. 

ને મને વિશ્વાસ છે કે,

આપણને અહીંયાં કરતાં વહેલા, અને વધારે સારું પરિણામ અમદાવાદથી મળી રહેશે. 

વિરાટ :- સંજય તારી વાત હું સમજુ છું,

પરંતુ સંજય,

તું હજી મારા મામાને બરાબર ઓળખતો નથી, 

એ મને અમદાવાદ ગયાના બીજા જ દિવસથી નોકરી પર ચડાવી દેશે. 

હવે તું જ કહે કે,

હું આખો દિવસ નોકરી પર હોઉં,

તો પછી હું ડૉક્ટરની પાસે ક્યારે, અને કયા સમયે જઈ શકીશ. 

અને જો હું નવી નવી નોકરી પર મામાથી છુપાવીને રજાઓ પાડું, કે પછી

વહેલો મોડો જાઉં, અને જો એ વાતની જાણ એકવાર મારા મામાને થઈ ગઈ, તો...

તોતો એ મારી હાલત પૂરેપૂરી ખરાબ કરી નાખે એવા છે મારા મામા. 

સંજય એમનો ગુસ્સો હજી તે જોયો નથી ને એટલે તું એમને હળવાશથી લે છે. 

સંજયભાઈ :- વિરાટ હવે હું બરાબર જાણી ગયો છું કે,

તારા મામા કેટલા ગુસ્સાવાળા છે.

વિરાટ  :- એ કેવી રીતે, તું તો એમને સારી રીતે ઓળખતો પણ નથી. 

સંજયભાઈ  :- હા પણ તને તો હું સારી રીતે ઓળખું છુંને ?

વિરાટને સંજયભાઈ ની વાત નહીં સમજાતા, વિરાટ ફરી પ્રશ્નાર્થ ભરી નજરે સંજયભાઈ સામે જુએ છે, એટલે 

સંજયભાઈ :- વિરાટ તારાથી મોટો ડ્રામાકિંગ, કે ડ્રામેંબાજ મેં આજ સુધી ક્યાય જોયો નથી. 

જો તારા મામાના સ્વભાવથી તને કોઈ મોટો વાંધો ન હોત, તો તો તું એકલો જ કાફી છે, કોઈ રસ્તો કાઢવામાં. 

એટલે તને તો હું મેઘા સાથેનાં તારા જૂના શરૂઆતના દિવસો થી બરાબર ઓળખી ગયો છું, દોસ્ત 

કે મારો ભાઈબંધ, 

કોઈ એવી મુંઝવણમાં આવે, કે જેનો કોઈ ઉકેલ એની પાસે ન હોય, ત્યારે જ એ મારી પાસે કોઈ સલાહ લેવા આવે છે. 

બોલ મારી વાત સાચી કે ખોટી  ?

વિરાટ :- હા 

સંજયભાઈ  :- બસ તો હવે સાંભળ

તું એવું ઇચ્છે છે ને કે, 

અમદાવાદ ગયા પછી તને માસીની બીમારીના ઇલાજ માટે ભરપૂર સમય મળે, 

વિરાટ :- હા

સંજયભાઈ  :- તો એના માટે તારે ખાલી કરવાનું એટલું જ કે, 

તું અમદાવાદમાં પગ મૂકે ત્યારથી જ...

તારે ડ્રામા ચાલુ કરી દેવાના,

એવા ડ્રામા કે જેમાં, 

ભૂલે ચૂકે પણ તારો જરાય કોઈ વાંક ન આવે. 

એ પછી તું ઘરે હોય,  કે પછી

મામા એ તને જ્યાં નોકરી ધંધા માટે મુક્યો હોય ત્યાં હોય. 

બાકી એમાં તારે શું કરવું ? અને કઈ રીતે કરવું,

એ સમજાવવાની મને જરૂર લાગતી નથી. 

વાચક મિત્રો 

સંજયભાઈએ વિરાટને કેવા ડ્રામા કરવાની સલાહ આપી અને

વિરાટે પણ

અમદાવાદમાં પગ મૂકતાની સાથે,

કેવા-કેવા ડ્રામા શરૂ કર્યા, 

એ જાણવા માટે તમે આ વાર્તાના ભાગ 2 થી 5 વાંચી લેજો, ખૂબજ ગંભીર હાલતમાં પણ

મજબૂરી વસ વિરાટ

અમદાવાદ આવતાની સાથે જે ડ્રામા કરે છે,

એ જાણીને તમે પણ ખડખડાટ હસવા લાગશો.

વધારે ભાગ 10 માં