be brahman ni vaat in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | બે બ્રાહ્મણ ની વાત

Featured Books
Categories
Share

બે બ્રાહ્મણ ની વાત

બે બ્રાહ્મણ ની વાત

તાલાલા ના બાજુના ગામ ની આ વાત છે.

વાત છે સાચી.

આ ગામમાં બે બ્રાહ્મણ રહે. સાધારણ પરિસ્થિતિના. કથા કરે, ગોર પડું કરે વળી કોઈના લગ્ન હોય તો કરાવી આપે. કુંડળી કાઢી આપે ને કોઈમાં મંગળ હોય તો કાઢી આપે.

મહાભારતના શાંતિ પર્વમાં મહર્ષિ વ્યાસે બ્રહ્મની ખોજ કરનાર બ્રાહ્મણની વ્યાખ્યા આપી છે.

येन सर्वमिदं बुद्धम प्रकृतिर्विकृतिश्च या,

गतिज्ञः सर्वभूतानां नं देवा ब्राह्मणा विदुः 

અર્થાત્ જેને આ સમગ્ર જગતની નશ્વરતાનું જ્ઞાન છે, જે પ્રકૃતિ અને વિકૃતિથી પરિચિત છે અને જેને સમગ્ર પ્રાણીઓની ગતિનું જ્ઞાન છે, તેને દેવતાઓ બ્રાહ્મણ તરીકે ઓળખે છે.

ઈતિહાસ એમ કહે છે. ચાતુંર્વર્ણ વ્યવસ્થા માં બ્રાહમણ ને પોતાનો કોઈ વ્યવસાય ન હતો. (ગોર પદુ એ કોઈ વ્યવસાય નથી.) ન તો પોતે કોઈ નોકરી કરતો. સંસ્કૃતિ અને ભગવદ વિચારો તે ઘર ઘર લઇ જતો. તેમને મળેલી દક્ષિણા થી ગુજરાન ચલાવતો. વ્યવસાય માં એક કીમત હોય છે. દક્ષિણા માં જે આપ્યું તે ભાવ થી સ્વીકારવાનું હોય છે.

આમ એક દિવસ તે પૂજા કરાવી પાછો ફરતો હતો. નહીવત દક્ષિણા અને કાચું સીધું લઇ પોતાને ઘર જવા નીકળતો હતો. કાચા સીધામાં મગ ની ડાળ ચોખા એક એક વાટકી બધા ભેગા દઈ દીધા હતા. ઘરની ડેલી વટાવે ત્યાં યજમાન દંપતી નો અવાજ કાને સંભળાયો. ગૃહસ્થિ એ પત્ની ને કહ્યું, ‘ બધું અનાજ ભેગું દઈ દીધું તે રાંધસે કેમ?’

પત્ની કહે, ‘ ભામણ છે, એને શું ખબર પડે?. મારે વળી એક એક અનાજ માટે કેટલી થેલી આપવી?’

આ વાત પેલા બ્રાહ્મણે સાંભળી લીધી. તેને યાદ આવ્યું કે યજમાનને છોકરાવ નતા થતાં ત્યારે પુત્રેસ્થી યજ્ઞ કરાવ્યો અને દિલથી આશીર્વાદ આપ્યા હતા.

ભારે હ્રદયે ઘેર પાછો ફર્યો.

પોતાના ભાઈ ને કહ્યું, ‘હવેથી ગોરપદુ બંધ. ભગવાને આપણને શ્રેષ્ઠ બુદ્ધિ આપી છે. તો શું આપણે પૈસો ન કમાવી શકીએ ?’

બંને ભાઈઓએ પરંપરા છોડી દીધી. એક શિક્ષક થયો ને બીજો વેપારી. એક મોટી દુકાન નાખી. પ્રમાણિક તાના પાયા પર દુકાન ખુબ ચાલી. અત્યારે તેના છોકરાવ તે શોરૂમ ચલાવે છે.

બીજો થયો શિક્ષક. છોકારાવને ભણાવે.

સ્કુલ માં છોકારાવને ભણાવતા તે બોર્ડ પર એક દાખલો લખે. બાળકોને કહે, ‘જે આનો પહેલો જવાબ લખી આપશે તેને એક ચોકલેટ મળશે.’

છોકરાવ પ્રોત્સાહન લઇ જીવન માં આગળ વધતા. ગોરપદુ છોડ્યું પણ બ્રાહ્મણ ના સંસ્કાર તો એમ જ રહ્યા.

પોતે જીવનમાં પ્રગતિ કરી અને સંસારે અધોગતિ.

जन्मना जायते शूद्रः संस्कारात् भवेत द्विजः। 

वेद पाठात् भवेत् विप्रःब्रह्म जानातीति ब्राह्मणः।। સ્કંદ પુરાણ.

સંક્ષેપમાં: આ શ્લોક જણાવે છે કે જન્મથી કોઈ વ્યક્તિની જાતિ કે વર્ણ નક્કી થતું નથી. જાતિ કે વર્ણ સંસ્કારો અને કર્મો દ્વારા નક્કી થાય છે.

આપણને સંસ્કાર આપનારી એક આખી સૃષ્ટિ લુપ્ત થઇ ગઈ તેનું સંસારને ભાન જ ન રહ્યું.

નતો આપણે બ્રાહ્મણ બન્યા.

'ब्रह्मणा वेदेन परमेश्वरस्य उपासनेन च सह वर्तमानो विद्यादि उत्तमगुणयुक्तः पुरुषः

अर्थात् वेद और परमात्मा के अध्ययन और उपासना में तल्लीन रहते हुए विद्या आदि उत्तम गुणों को धारण करने से व्यक्ति 'ब्राह्मण' कहलाता है । 

અર્થાત્ વેદ અને પરમાત્માના અધ્યયન તથા ઉપાસનામાં તલ્લીન રહીને વિદ્યા આદિ ઉત્તમ ગુણોને ધારણ કરવાથી વ્યક્તિ 'બ્રાહ્મણ' કહેવાય છે.

विधाता शासिता वक्‍ता मैत्रो ब्राह्मण उच्यते।
    तस्मै नाकुशलं ब्रूयान्न शुष्कां गिरमीरयेत्॥

શાસ્ત્રોનો રચયિતા, સત્કર્મોનું અનુષ્ઠાન કરનાર, શિષ્યોનું શિક્ષણ કરનાર, વેદાદિનો વક્તા અને સર્વ પ્રાણીઓની હિતકામના કરનાર બ્રાહ્મણ કહેવાય છે.

विद्या तपश्‍च योनिश्‍च एतद् ब्राह्मणकारकम्।
    विद्यातपोभ्यां यो हीनो जातिब्राह्मण एव स:॥

વિદ્યા, તપ અને બ્રાહ્મણ-બ્રાહ્મણીથી જન્મ - આ ત્રણ બાબતો જેમાં જોવા મળે તે જ સાચો બ્રાહ્મણ છે. પરંતુ જે વિદ્યા અને તપથી શૂન્ય છે, તે ફક્ત જાતિના કારણે બ્રાહ્મણ છે, પૂજ્ય નથી હોઈ શકતો.

જે મનુ ભગવાને બ્રાહ્મણોને ઉચ્ચ આસન આપ્યું છે, તેમણે એ પણ કહ્યું છે કે -

यथा काष्ठमयो हस्ती यथा चर्ममयो मृग:।
    यश्‍च विप्रोऽनधयानस्त्रायस्ते नाम बिभ्रति॥157॥

यथा षण्ढोऽफल:स्त्रीषु यथा गौर्गविचाफला।
    यथाचाज्ञेऽफलंदानं तथा विप्रो नृचोऽफल:॥158॥

'જેમ કાઠનો હાથી અને ચામડાનું હરણ નકામા છે - ફક્ત જોવા માટે જ કામના છે - તેમ જે બ્રાહ્મણ વેદ-શાસ્ત્રનો અભ્યાસ નથી કરતો, તે પણ ફક્ત નામનો જ બ્રાહ્મણ છે. જેમ સ્ત્રીઓ માટે નપુંસક, ગાય માટે બળદ, અને મૂર્ખને આપેલું દાન વ્યર્થ છે, તેમ વેદોનું ન વાંચનાર અને ન જાણનાર બ્રાહ્મણ પણ વ્યર્થ છે.' (અ. 2/157-158)

બ્રાહ્મણત્વ ગયું ને પૃથ્વી સંસ્કૃતિ હીન બની ગઈ.