Abhinna - 2 in Gujarati Love Stories by Rupesh Sutariya books and stories PDF | અભિન્ન - ભાગ 2

Featured Books
  • THIEF BECOME A PRESEDENT - PART 5

    भाग 5 (मजेदार मोड़): एक सनकी हसीना का आगमन टिमडेबिट ने सब सच...

  • बेवफा - 44

    ### एपिसोड 44: नई सुबह की ओरसमीरा की ज़िन्दगी में सबकुछ बदल...

  • सर्वथा मौलिक चिंतन

    भूमिका मित्रों उपनिषद कहता है सर्व खल्विदं बृम्ह,सबकुछ परमात...

  • Zom-Bai - 1

    EPISODE #1Episode#1 First Blood"लेफ्ट राईट, लेफ्ट राईट लेफ्ट...

  • शोहरत का घमंड - 155

    सोमवार का दिन........अरुण वकील को जेल ले कर आ जाता है और सार...

Categories
Share

અભિન્ન - ભાગ 2

તાજી પરણીને આવેલી પ્રીતિ પોતાની નણંદ નિશા સાથે સોફા પર બેઠેલી અને ફંકશનને વધારે યાદગાર બનાવવા એની બહેનપણીએ એની પાસે આવી ધીમેથી કાનમાં વાત કરી. તે ઉભી થઈ અને પાર્ટીમાં સૌને પોતાની બહેનપણીઓ સાથે મળી મોહક ડાન્સ બતાવવા લાગી. તે દોડીને પ્રીતિ તરફ ગઈ અને એને પણ હાથ પકડી પોતાના નૃત્યમાં ખેંચી લીધી. તેઓના આ ઠુમકાને મહેમાનો મણિ રહ્યાં હતા, એવામાં એક શરબત પીતી સ્ત્રીએ રીતુ તરફ ડગલાં ભર્યા.

રસ્તામાં મળેલા વેટરને શરબતનો ખાલી ગ્લાસ આપી એની પાસેથી નવો ગ્લાસ લીધો અને રીતુ પાસે પહોંચી. તે તેને કહેવા લાગી, "અરે વાહ રિતુજી, તમે વહુ તો ઘણી સરસ લાવ્યા છો. પોતાના લગન છે ને પોતે જ ડાન્સ કરે છે."

તેની સામે જોઈ રીતુ કહેવા લાગી, "હા, બહુ હોંશિયાર છે અમારી વહુ. આખરે એની પસંદગી મેં જ તો કરી છે."

તે મોઢું મરડી બોલી; "વાહ, માનવી પડે તમારી પસંદને!"

વાતોમાં રિતુનું ધ્યાન મહેશ પર ગયું અને તેને બોલાવી કહ્યું કે "મહેશ, રાહુલને મારી પાસે મોકલજે."

રાહુલ પોતાના મિત્રો સાથે ઉભેલો અને ચાલી રહેલા નૃત્યનો આનંદ માણતો હતો. મહેશે તેની પાસે આવી તેના કાનમાં કહ્યું, "હેય બ્રો! મોમ ઇઝ કોલિંગ યુ."

"કેમ?!" રાહુલે પૂછ્યું.

તો કહે, " ખબર નહિ પણ તે કિચનમાં છે."

"ઠીક છે" કહી તે કિચન તરફ ચાલવા લાગ્યો. મહેશ પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. તેઓને આ રીતે જતા જોઈ વર્ષાને થોડું આશ્વર્ય થયું અને તેઓને જતા જોઈ રહી.

રસોડામાં થોડા મહેમાનો ઉભેલા હતા અને શરબત પિતા તેઓ એકબીજા સાથે ગપાટા મારતા હતા. મહેમાનોને શરબત વહેંચવા એક વેઇટરના હાથમાં શરબતથી ભરેલી એક ટ્રે આપી અને પોતાના માટે એક ગ્લાસ લઈ રીતુએ જેવો મોઢે માંડ્યો કે પાછળથી આવીને રાહુલે કહ્યું, "આન્ટી! તમે મને બોલાવ્યો?"

એક ઘૂંટડો ભરી ચુકેલી રીતુએ ગ્લાસ ફરી ટેબલ પર મુક્યો અને પાછળ ફરી તેને કહેવા લાગી, "અરે રાહુલ, હા આવને. શરબત પીવું છે?"

"ના આંટી હું બસ આમ જ ઠીક છું." એવામાં મહેશ પણ આવીને દરવાજે ઉભો રહ્યો.

"કોઈ કામ હતું આન્ટી?"

કશું યાદ કરતી રીતુએ તેને પૂછ્યું, "હા, હું શું પૂછું છું રાહુલ, તું અમદાવાદ જવાની વાત કરતો હતોને? એટલે..."

રાહુલ જાણે બહુ સમજી ગયો, "હા આંટી. હું એના વિષે જ વિચારું છું. તમને જાણ કરી દઈશ."

"હમમ..." કહેતા રીતુ એના ચેહરાને જોતી સ્તબદ્વ બની ગઈ. જાણે કોઈ ઝૂલા પર જુલતી હોઈ એમ એના તરફ હાલક ડોલક કરવા લાગી. એને જોઈ રાહુલે ખોંખારો ખાતા કહ્યું, "અહ્હ્હમ..., આંટી તો... હું જઉં?"

રીતુ જાણે ભાનમાં આવી અને પોતાનો ચેહરો સ્વસ્થ કરતા કહેવા લાગી, "હમ.. હા."

એટલે રાહુલ ફરી પોતાના મિત્રો પાસે જવા લાગ્યો, પણ થોડો દૂર ગયો કે રીતુએ ફરી તેને યાદ અપાવ્યું, "કાલે કહેજે પાછો!"

"હા આંટી." કહેતો તે જતો રહ્યો અને પોતાના ભાઈને બાજુમાંથી જતા મહેશ જોઈ રહ્યો. 
પાર્ટી ખતમ થઈ અને સૌ કોઈ જતું રહેલું. લગ્નની પહેલી રાત્રે નિશા પોતાના ભાભીને હાથ પકડી તેના રૂમ સુધી લઈ ગયેલી. તેની સખીઓ દરવાજે ઉભી રહી અને નિશાએ પોતાના ભાભી સાથે રૂમમાં પ્રવેશ કર્યો. શણગારેલ સેજ સુધી તેને મૂકી નિશા બહાર જતી રહી અને પ્રીતિ એ રૂમની ચારેય બાજુ જોતી પલંગ પર બેઠી.

જેવી તે બેઠી કે દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. બાથરૂમનો દરવાજો ખોલી રાહુલ બહાર આવ્યો કે તેના આવા અચાનક આગમનથી પ્રીતિ ફરી ઉભી થઈ ગઈ. તેના એક હાથમાં રૂમાલ ટાંગેલો હતો અને પોતે રાત્રીના પહેરવાના કુર્તા - પાયજામામાં હતો. પ્રીતિની જેમ એ પણ જ્સ્કી ગયો અને દરવાજાની બહાર નીકળતા જ તેને રૂમની અંદર જોઈ ઉભો રહ્યો. થોડી ક્ષણ તો જાણે બંને માટે થોભાઈ ગઈ હોય એવું ભાસ્યું. પણ રાહુલે પોતાના તૂટેલા શબ્દોમાં કહ્યું, "અવ... આ.. અં.. આઇમ સોરી.."

પ્રીતિ થોડું શરમાઈને નીચે જોઈ ગયેલી અને આગળ ચાલી તેણે બાજુમાં પડેલા ટેબલ પર ભીનો રૂમાલ મુક્યો. તે ધીમા પગલે પ્રીતિ પાસે ગયો અને આમ તેમ જોતો બોલ્યો, "અઅ ...બેસ ને.."

નમ્રતાથી "હા..." કહી જવાબ આપતા તે પલંગ પર બેઠી. રાહુલ પણ તેની બાજુમાં બેસી ગયો. શું બોલવું ને શું કહેવું એ સમજાતું ન્હોતું. થોડીવાર નીચે જોઈને બેઠા પછી બંનેએ એકબીજા સામે જોઈને હળવી હસી આપી.

ધીમેથી રાહુલે પ્રીતિને કહ્યું, " યુ નૉ, જ્યારે તમે ડાન્સ કરતા હતા ત્યારે અ.. યુ.. યુ લૂક બ્યુટીફૂલ."

"થેન્ક્સ!" પ્રીતિએ ખુબ જ નરમાશથી જવાબ આપ્યો.

તે ફરી જાણે થોડી હિંમત ભરાઈ હોય તેમ બોલ્યો, " યુ નૉ આ બધું તો મને વિમઝી ટાઈપનું જ લાગે છે."

"વિમઝી! કેમ?"

"આ જોને, આપણા લગન. આ પાર્ટી - ફંકશન. તને આ બધું..."

"હા, મને પણ એવું જ લાગે છે કે આ બધું જાણે અચાનક બની ગયું હોય."

વિચાર કરતા રાહુલ તેની સામે જોઈને બોલ્યો: "તો! શું વિચાર્યું છે તે?"

"મને લાગે છે કે, વી શુડ બી ધી ફ્રેન્ડ ફર્સ્ટ એન્ડ નૉ વેલ ઇચ અધર."

"હમ... ગ્રેટ." રાહુલે હસી સાથે જવાબ આપ્યો અને પ્રીતિના મુખમંડળ પણ હસી પ્રસરી. આ તેઓનો પ્રથમ સંવાદ હતો અને એટલે જ બન્ને ખચકાઈને એકબીજાથી વાત કરી રહ્યા હતા. તેની સાથે વાત કરીને પ્રીતિને પણ થોડી હળવાશ થઈ અને પોતાના જીવન-સંસારમાં આગળ ચાલવાની અનુભૂતિ થઈ. તેને હળવી બનતા જોઈને રાહુલ બોલ્યો, "વેલ, આજની પાર્ટીથી તો હું ખુબ થાકી ગયો છું, તો...!"

"હા."

રાહુલ પલંગ પરથી ઉભો થયો અને સામે પડેલ એક ઓશીકું અને ચાદર લઈ ચાલતો થયો. રૂમની બીજી બાજુએ પડેલ સોફા પરના કવરને સરખું કર્યું અને ત્યાં ઓશીકું મૂકી સુઈ ગયો. પ્રીતિ તેની સામે જોઈ રહેલી, તે પણ પોતાના સજેલા શણગારને ઉતારી પલંગ પર સુઈ ગઈ અને લાઈટ બંધ કરી દીધી.