સંગસંગ શક્તિ તે સ્વર્ગ નિર્માણ શક્તિ.
સામાજિક ક્રાંતિ
સમાજનું સ્વર્ગ બનાવવાનું ગણિત ઋષિઓએ ખુબ સહજતાથી સરળ રીતે બતાવી દીધું છે.
'त्रेतायां मंत्र शक्तिश्च,
ज्ञान शक्ति कृते युगे,
द्वापरे युद्ध शक्तिश्च,
संघे शक्ति कलौ युगे'
એટલા માટે કહ્યું છે કે, સતયુગમાં જ્ઞાન, ત્રેતામાં મંત્ર અને દ્વાપરમાં યુદ્ધ શક્તિનું બળ હતું. પરંતુ કલિયુગમાં સંગઠનની શક્તિ જ મુખ્ય છે.
આવી એક તત્વજ્ઞાન થી ભરેલી વાત લઈને આજ આવ્યો છુ.
Sharad Tiwari · Original audio
દરિયામાં એક વિરાન ટાપુ પરની આ વાત છે. આ ટાપુ ઉપર ૧૦૦ જેટલા વાંદર રહેતા હતા. સાથે બીજા પ્રાણીઓ પણ હળી મળી ને રહેતા હતા. આ ટાપુ ના દરિયા ની કિનારાની રેતી પર કેટલાક ખાસ એવા મસ્ત કંદમૂળ થતાં હતા.
હવે આ વાંદરાઓને કંદમૂળ ખાવાની તો ખુબ મજા આવતી હતી. પણ સાથે રેતી આવતી હોવાને લીધે મોમાં કચર કચર થતું હતું. જેને લીધે ખાવામાં મજા નહોતી આવતી. આ બધા વંદરાઓમાં સંયમિત જીવન જીવનારા પણ કેટલાક વાંદરાઓ હતા.
જીવનમાં પશુ હોય કે માણસ જે સંયમિત જીવન જીવે છે તે બુદ્ધિ અને સ્વાસ્થ્ય માં વૃદ્ધિ કરે છે જે પરમ સત્ય છે.
આ ૧૦૦ જેટલા વાંદરામાંથી ૩૦ ટકા જેટલા વાંદરા અત્યંત અવળચંડા અને ઝનૂની હતા ૩૦ ટકા જેટલા વાંદરા સંયમિત અને આનંદી હતા. બાકીના ૭૦ ટકા જેટલા વાંદરા તો બસ બીજા નું અનુકરણ કરનારા જ હતા.
આ ગણિતનો સરવાળો વૈશ્વિક છે. ઈતિહાસ ખોલીને જોઈ લેસો તો ખબર પડી જશે.
આ સંયમિત અને આંનદ થી જીવનારા વાંદરાઓ માંથી બે વાંદરાઓએ કંદમૂળ સમુદ્રના પાણીમાં ધોઈને ખાવાનું શરુ કર્યું.
વાહ બનેને મજા આવી ગઈ. આ જોઈ પેલા સંયમિત જીવન જીવનારા ૩૦ ટકા લોકોએ પણ તેને જોઇને ધોઈને ખાવાનું શરુ કર્યું.
હવે વાત પેલા ૩૦ ટકા જેટલા અવળચંડા વાંદરાઓની. જેનો દરેક વાતમાં વિરોધ અને સારી વાત નો સહકાર ન આપવો. ચાર્વાક જેવા વામપંથી. બધું ઉલટું જ વિચારવાનું. આ વાંદરાઓએ આ વાતનો વિરોધ કર્યો. અસહકાર કર્યો.
વાત હવે ૭૦ ટકા વાળા વાંદરાની. જે અનુકરણ માં જ માનતા હતા. આ ૭૦ ટકા માંથી કેટલાક વાંદરાઓએ કંદમૂળ દરિયાના પાણીમાં ધોઈને ખાઈ જોયા..અરે વાહ આ તો ખુબ મજા આવી ગઈ. એક બીજાને કહ્યું...બીજાએ ત્રીજાને....ત્રીજાએ ચોથાને આમ અનુકરણ કરનારા ૭૦ ટકા જેટલા વાંદરા હવે ધોઈને ખાવા લાગ્યા.
આમ પેલા ૩૦ ટકા અને હવે ૭૦ ટકા જેટલા વાંદરાઓ સભ્ય રીતે વસ્તુ ધોઈને ખાવા લાગ્યા. ખરેખર હવે વાંદરાઓને સ્વર્ગ જેવું લાગવા લાગ્યું.
જ્યાં કોઈ સંગઠનાત્મક કાર્ય થઈ રહ્યું હોય, કોઈ એક ધ્યેયની પ્રાપ્તિ માટે લોકોનું સમૂહ કામ કરતું હોય, ત્યાં સમૂહના તમામ વ્યક્તિઓમાં પરસ્પર એકતા અત્યંત આવશ્યક છે. વેદ ભગવાનના આ વચનો માનવજાત માટે જ્યાં સંદેશરૂપ છે, ત્યાં આશીર્વાદરૂપ પણ છે:
समानो मन्त्रः समितिः समानी समानं मनः सह चित्तमेषाम् ।
થયું એવું કે પેલા ૩૦ ટકા તેટલા વામપંથી વાંદરા માં લગુતા ગ્રંથી બાંધવા લાગી અને તેમના કેટલાક વાંદરાઓ વિદ્રોહી રૂપે પણ ધોઈને કંદમૂળ ખાવા લાગ્યા. ટુકમાં એટલુજ કહેવાનું કે હવે આ ૩૦ ટકા જેટલા વાંદરો પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો.
તેમને તેમના સમાજમાં રહેવું હશે તો ધોઈને કંદમૂળ ખાવા પડશે તે પણ સભ્ય બનીને.
अल्पानामपि वस्तूनां संहतिः कार्यसाधिका ।
तृणैर्गुणत्वमापन्नैर्बध्यन्ते मत्तदन्तिनः ।।
"નાની વસ્તુઓનું સમૂહ પણ કાર્યસફળ હોય છે, જેમ કે ઘાસની દોરડાઓથી બાંધેલા ઉન્મત્ત હાથીઓને બાંધી શકાય છે."
(હિતોપદેશ: 1.35)
આમ જોત જોતામાં તો બધા વાંદરાઓ કંદમૂળ ધોઈને ખાવા લાગી ગયા.
વાંદરા તો સમજી ગયા હવે આપણે ?