krupa baba in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | કૃપા બાબા

Featured Books
Categories
Share

કૃપા બાબા

કૃપા

 

साधूनां दर्शनं पुण्यं तीर्थ भूता हि साधवः ।
कालेन फलते तीर्थ सद्यः साधु समागमः ॥

સાધુઓને જોવું એ પુણ્યનું કાર્ય છે. સાધુઓ એ પવિત્ર જળના અવતાર સિવાય બીજું કંઈ નથી. પવિત્ર જળ યોગ્ય સમયે ફળ આપે છે, જ્યારે સાધુઓના સહવાસથી ફળ તરત જ પ્રાપ્ત થાય છે.

ખરેખર ખરેખર આવા સાધુ હોય તો જીવન સુગંધિત બંને છે. આપણી બુદ્ધિ થી તેનો નિર્ણય કરવો જોઈએ. દંભી સાધુ માણસ ને લુટી જીવન રણપ્રદેશ જેવું બનાવી દે છે.

 

सन्तवेषधरो दम्भी यथा सर्पः फणीधरः।
वचने मधुरो भूत्वा हृदये विषमूर्छति॥

ઢોંગી સાધુ, જેમ કે ફેણ ધારણ કરનાર સાપ, વાણીમાં મધુર હોય છે, પરંતુ હૃદયમાં વિષ રાખે છે.

 

આવા જ એક કૃપા સાધુ ની વાત લઇ આવ્યો છુ.

"કૃપા" બાબાનો દરબાર લાગ્યો હતો અને ભક્તો પોતાની દુઃખભરી વાતો સંભળાવીને બાબા પાસે સલાહ માંગી રહ્યા હતા. દરેક સવાલોના પૈસા. ભક્તો ને બાબા ની કૃપા મળે અને બાબાને ભક્તો ની કૃપા મળે. (પૈસા)

આપણું દુખ ફક્ત ભગવાન જ દુર કરી શકે અન્ય કોઈ નહિ. અન્ય કોઈએ કર્યું હશે તો પણ તે ભગવાન દ્વારા જ.

આવા કૃપા બાબા ના દરબાર માં એક દુખીયારો માણસ આવ્યો.

 

દુખીયારો: બાબા કી જય હો. બાબા, મને કોઈ રસ્તો બતાવો, મારા લગ્ન નથી થઈ રહ્યા, હું તમારી શરણે આવ્યો છું.


બાબા: તું શું કામ કરે છે?
દુખીયારો: લગ્ન થવા માટે કયું કામ કરવું યોગ્ય રહેશે?
બાબા: તું મીઠાઈની દુકાન ખોલી લે.
દુખીયારો: બાબા, એ તો 30 વર્ષથી ખુલ્લી છે, મારા પિતાજીની મીઠાઈની જ દુકાન છે.
બાબા: શનિવારે સવારે 11 વાગે દુકાન ખોલતો રહે.
દુખીયારો: શનિ મંદિરની બાજુમાં જ મારી દુકાન છે અને હું રોજ 11 વાગે જ ખોલું છું.
બાબા: કાળા રંગના કૂતરાને મીઠાઈ ખવડાવતો રહે.
દુખીયારો: મારા ઘરે બે કાળા કૂતરા જ છે અને હું સવાર-સાંજ તેમને મીઠાઈ ખવડાવું છું.
બાબા: મંગળવારે મંદિર જતો રહે.
દુખીયારો: હું ફક્ત મંગળવારે જ નહીં, રોજ મંદિર જાઉં છું. દર્શન વગર હું ખાવાને અડકતો પણ નથી.
બાબા: કેટલા ભાઈ-બહેન છે?
દુખીયારો: બાબા, તમારા હિસાબે લગ્ન થવા માટે કેટલા ભાઈ-બહેન હોવા જોઈએ?
બાબા: બે ભાઈ અને એક બહેન હોવી જોઈએ.
દુખીયારો: બાબા, મારા ખરેખર બે ભાઈ અને એક બહેન જ છે.
બાબા: દાન કરતો રહે.
દુખીયારો: બાબા, મેં અનાથ આશ્રમ ખોલ્યું છે, રોજ દાન કરું છું.
બાબા: એક વખત કોઈ તીર્થ સ્થાને જઈ આવ.
દુખીયારો: બાબા, તમારા હિસાબે લગ્ન થવા માટે કેટલી વખત તીર્થ જવું જરૂરી છે?
બાબા: જિંદગીમાં એક વખત તો જવું જ જોઈએ.
દુખીયારો: હું ત્રણ વખત જઈ ચૂક્યો છું.
બાબા: નીલા રંગની શર્ટ પહેરતો રહે.
દુખીયારો: બાબા, મારી પાસે ફક્ત નીલા રંગના જ કુર્તા છે, ગઈ કાલે બધા ધોવા આપ્યા છે, પાછા મળશે તો ફક્ત એ જ પહેરીશ.
બાબાને માથામાં ખંજવાળ થવા લાગી...?
દુખીયારો: બાબા, એક વાત કહું?
બાબા: હા, ચોક્કસ, બોલ બેટા, જે બોલવું હોય.
દુખીયારો: હું તો પહેલેથી જ પરણેલો છું અને ત્રણ બાળકોનો બાપ પણ છું. અહીંથી પસાર થતો હતો, તો વિચાર્યું કે થોડી તમારી "કૃપા" લઈ લઉં...? લાગે છે આજે "કૃપા" તો બાબા પર જ થઈ ગઈ...?

લોકો સામે કૃપા બાબા ઉગાડો થઇ ગયો.

તેની દુકાન બંધ થઇ ગઈ.

જો આવા દંભી બાબા જ દુખ દુર કરે તો ભગવાનના વિચારો ની મહત્તા જ વ્યર્થ છે.

 

બાબા ને ગામ બહાર ભગાવી દીધો.

 

આપણું દુખ આપણા કર્મ ને લીધે મળતું હોય છે બીજા કોઈ પાસેથી દુખ પ્રાપ્ત થતું નથી

कर्मणां फलमश्नाति नान्यदुःखं परात् क्वचित्।
स्वकृतेनैव संनादति मानवः सुखदुःखयोः॥

માણસ પોતાના કર્મોનું ફળ ભોગવે છે, દુઃખ ક્યારેય બીજા તરફથી નથી આવતું. પોતાના કૃત્યોથી જ માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે.

 

માણસ સત્કર્મ કરે તો દુખ સ્પર્શી શકતું નથી. તે માટે સાચા સંત ની વિચારોની સરણમાં જવું યોગ્ય છે.

 

शैले शैले न माणिक्यं, मौक्तिकं न गजे गजे | साधवो न हि सर्वत्र चन्दनं न वने वने ||

દરેક પર્વત પર માણેક નથી હોતા, દરેક હાથીના દાંતમાં મોતી નથી હોતા, અને સાધુઓ દરેક જગ્યાએ નથી હોતા, દરેક વનમાં ચંદન નથી હોતું.