hira nu muly in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | હીરાનું મૂલ્ય

Featured Books
Categories
Share

હીરાનું મૂલ્ય

હીરાનું મૂલ્ય

ગામડા ગામમાં કુંભાર નું ઘર.

વહેલી સવારે નાહી ધોઈ. સુરજદાદા ને પ્રણામ કરી માટી ખોદવા નીકળી પડ્યો. એક જગ્યાએ કુંભાર માટી ખોદતો હતો ત્યારે અચાનક તેને એક ચમકતો પથ્થર મળી આવ્યો. ચળકતા પત્થરનું મુલ્ય તેને શું ખબર?  તેણે તેને પોતાના ગધેડાના ગળામાં બાંધી દીધો.

એક દિવસ એક વાણીયાની નજર ગધેડાના ગળામાં બંધાયેલા તે ચળકતા પથ્થર  પર પડી, તેણે કુંભારને તેની કિંમત પૂછી.

કુંભારે કહ્યું, ‘સવા સેર ગોળ.’

વાણીયાએ  કુંભારને સવા સેર ગોળ આપીને તે પત્થર  ખરીદી લીધો.

આ ચળકતો પથ્થર હીરો જ હતો પણ તેના પર ઘાટ અને પાલિશ ન આપવાને કારણે ઓળખાણ પડતી ન હતી.

વાણીયાને  પણ તે હીરાને એક ચમકતું પથ્થર સમજ્યું હતું. તેણે પોતાના ત્રાજવાની શોભા વધારવા માટે તેને તેની ડાંડી સાથે બાંધી દીધો.

એક દિવસ એક ઝવેરીની  નજર વાણિયાના તે ત્રાજવા પર પડી, તેણે વાણીયાને  તેની કિંમત પૂછી.
વાણીયાએ  કહ્યું ,- ‘પાંચ રૂપિયા.’

ઝવેરી હીરાનો પારખું હતો પણ ખુબ લોભી સ્વભાવ નો હતો. હીરાની કિંમત માત્ર પાંચ રૂપિયા સાંભળીને તે સમજી ગયો કે વાણીયો  આ કિંમતી હીરાને સામાન્ય પથ્થરનો ટુકડો સમજી રહ્યો છે. તે તેની સાથે ભાવ-તાવ કરવા લાગ્યો - પાંચ નહીં, ચાર રૂપિયા લઈ લે.

વાણીયાએ  ના પાડી કારણ કે તેણે ચાર રૂપિયાના સવા સેર ગોળ આપીને તે ખરીદ્યો હતો.

ઝવેરીએ વિચાર્યું કે આટલી જલ્દી પણ શું છે? કાલે આવીને ફરી કહીશ, જો નહીં માને તો પાંચ રૂપિયા આપીને ખરીદી લઈશ. વાણીયો ક્યાં ભાગી જાય છે?

કાગ નું કરવું ને ડાળ નું પડવું. સંયોગથી બે કલાક પછી બીજો એક ઝવેરી  કેટલીક જરૂરી વસ્તુઓ ખરીદવા તે જ વાણીયાની  દુકાને આવ્યો.

ત્રાજવા સાથે બંધાયેલો હીરો જોઈને તે ચોંકી ગયો, તેણે સામાન ખરીદવાને બદલે તે ચમકતા પથ્થરની કિંમત પૂછી.

વાણીયાએ તે ચળકતા પથ્થર ની માંગ વધતા કહ્યું, ‘વીસ રૂપિયા થશે’

વાણિયાના  મોઢેથી વીસ  રૂપિયા સાંભળતાં જ તેણે ઝટ ખિસ્સામાંથી વીસ  રૂપિયા કાઢીને તેને આપ્યા અને હીરો લઈને ખુશી-ખુશી ચાલી નીકળ્યો.

બીજે દિવસે તે પહેલો ઝવેરી  વાણીયા  પાસે આવ્યો, પાંચ રૂપિયા આપતાં બોલ્યો, ‘લાવ ભાઈ, આપ તે પથ્થર.’

વાણીયો  બોલ્યો, - ‘તે તો કાલે જ બીજો એક માણસ વીસ  રૂપિયામાં લઈ ગયો.’

"लोभमूलानि पापानि संकटानि तथैव च।

लोभात्प्रवर्तते वैरं अतिलोभात्विनश्यति ॥"

લોભ પાપો અને સંકટોનું મૂળ છે, લોભથી વેરઝેર ઉત્પન્ન થાય છે, અતિલોભથી વિનાશ થાય છે.

 

આ સાંભળીને લોબી ઝવેરી ના પગ નીચેતી જમીન સરકી ગઈ. લોભીયાવેળા માં દુનિયા લુટાઈ ગઈ. આઘાત માં અને ગુસ્સામાં સત્ય બહાર આવી ગયું. વાણીયાને કહ્યું, "અરે મૂર્ખ...! તે સામાન્ય પથ્થર નહોતો, એક લાખ રૂપિયાની કિંમતનો હીરો હતો."

लोभः सदा विचिन्त्यो लब्धेभ्यः सर्वतो भयं दृष्टम्  |

कार्यSकार्यविचारो   लोभविमूढस्य    नाSस्त्येव

કોઈ વ્યક્તિમાં લાલચ તેની ચિંતાઓનું કારણ બને છે અને હંમેશા શંકાસ્પદ હોય છે, કારણ કે જો કોઈ વ્યક્તિ લાલચમાં આવી જાય, તો તે સારા અને ખરાબ (નિષિદ્ધ) વચ્ચેનો ભેદ કરવાની શક્તિ ગુમાવી દે છે, અને તેથી તેને તેની આસપાસની દરેક વસ્તુનો ડર લાગે છે.

 

 

વાણીયો  બોલ્યો, "મારાથી મોટો મૂર્ખ તો તું છે, મારી દૃષ્ટિમાં તે સામાન્ય પથ્થરનો ટુકડો હતો, જેની કિંમત મેં ચાર રૂપિયાના સવા સેર ગોળ આપીને ચૂકવી હતી, પરંતુ તું જાણતો હોવા છતાં એક લાખની કિંમતનો તે પથ્થર પાંચ રૂપિયામાં પણ ન ખરીદી શક્યો."

त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मन: |

काम: क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत् || भगवत गीता १६-२१

કામ, ક્રોધ અને લોભ આ ત્રણ નરકના દ્વાર છે, જે આત્માનો નાશ કરે છે, તેથી આ ત્રણેયને ત્યજી દેવા જોઈએ.

 

પહેલોપહેલો મુર્ખ કુંભાર – જે ફક્ત પોતાના વિશ્વ ની જ જાણકારી છે. બીજી કશી જાણકારી નથી.

બીજો મુર્ખ – વાણીયો જે હમેશા છેતરી ને પૈસા કમાવવા માંગે છે. ( વાણીયો શબ્દ સ્વભાવ પર છે જાતી પર નહિ )

ત્રીજો મુર્ખ – લોભી ઝવેરી, જે લોભ માં બુદ્ધિ બેર મારી મૂર્ખાઈ કરી.

 

જીવનમાં હીરાનું મુલ્ય ખબર પડી જાય તો જીવન શ્રીમંત થઇ જાય.