College campus - 131 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 131

Featured Books
Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 131

કવિશાના ખભા ઉપર કોઈ પુરુષનો મજબૂત હાથ પડ્યો...અને તેના મોં માંથી શબ્દો સરી પડ્યા, "કવિ, તું અહીંયા શું કરે છે..??"પાછળથી પોતાના ખભા ઉપર મજબૂતાઈથી પડેલા એ હાથ ઉપર કવિશાએ પ્રેમથી પોતાનો હાથ મૂક્યો અને તે કોઈ અનેરી લાગણીઓમાં વહેવા લાગી...તેના મોં માંથી અચાનક જ એક નામ સરી પડ્યું... "સમીર..."અને તેના ખભા ઉપર હાથ મૂકનાર દેવાંશનો હાથ અને દેવાંશ બંને એક ફૂટ પાછળ ધસી ગયા...દેવાંશ કંઈ સમજે કે કંઈ બીજું પૂછે તે પહેલા તો પ્રાપ્તિએ આખીયે વાતને વાળી લીધી... અને તે બોલી કે, "દેવાંશ તું અહીંયા ક્યાંથી..?"પ્રાપ્તિના પ્રશ્નથી દેવાંશ તેની સામે પ્રશ્નાર્થ નજરે જોવા લાગ્યો..."આઈ મીન અત્યારે અહીંયા ક્યાંથી..?" પ્રાપ્તિ પોતે દેવાંશને આ પ્રશ્ન પૂછીને અવઢવમાં મૂકાઈ ગઈ હતી..."કેમ તમે બંને અહીંયા છો તો હું અહીંયા ન હોઈ શકું..? બાય ધ વે ફોર યોર કાઈન્ડ ઇન્ફોર્મેશન હું પણ આ જ કોલેજનો સ્ટુડન્ટ છું...""એમ નહીં આ તો તું હમણાં થોડો વધારે પડતો જ અસ્વસ્થ હતો એટલે મને એમ થયું કે તું અને કોલેજમાં...?" પ્રાપ્તિ શબ્દો ગોઠવી ગોઠવીને બોલી રહી હતી..."પ્રાપ્તિ મેં હવે નક્કી કર્યું છે કે હું કોલેજમાં દરરોજ આવવાનો છું.. બિલકુલ રેગ્યુલર એક સારા અને સિન્સિયર સ્ટુડન્ટની જેમ અને આ વખતે ક્લાસમાં ટોપ પણ હું જ કરવાનો છું...""તું કોઈ સાચું ના પડે એવું સ્વપ્ન જોઈ રહ્યો હોય તેમ મને લાગે છે.. અને જો એવું થાય તો તો તારા નહીં પણ આ કોલેજના ભાગ્ય જરૂર ઉઘડી જશે.. એવું પણ મને સ્પષ્ટપણે દેખાય છે..." કવિશાએ દેવાંશને કટાક્ષમાં કહ્યું..."આ સ્વપ્ન હું સાકાર કરીને બતાવીશ... અને તું જોતી રહી જઈશ.. અન્ડરસ્ટેન્ડ માય ડિયર..?"અને દેવાંશે કવિશાના ચહેરા સામે પોતાનો હાથ લાવીને બે ત્રણ ચપટી વગાડી લીધી..જાણે કવિશાને ભાનમાં લાવવાની કોશિશ કરતો હોય તેમ.."પ્રાપ્તિ આને કહી દે હું એની સાથે વાત કરવા નથી માંગતી.. અને ક્લાસમાં ફર્સ્ટ આવવું હોય ને તો પેલા લુખ્ખા જેવા ફ્રેન્ડ્સ છોડવા પડે.. જે એનાથી છૂટે તેમ નથી.."દેવાંશે કવિશાની આંખોમાં આંખો પરોવી અને તેને પ્રેમથી મનાવતો હોય તેમ કહેવા લાગ્યો કે, "આઈ એમ સોરી કવિ, આજે હું એ લોકોને કાયમને માટે બાય કહીને આવ્યો છું હવે કદી એ લોકો સાથે વાત પણ નહીં કરું બસ ફક્ત એક વાર મને માફ કરી દે.. રીયલી આઈ એમ સોરી.."અને તેનો દયામણો ચહેરો જોઈને કવિશાને પણ તેની દયા આવી ગઈ...અને તેણે દેવાંશની સામે જોયું.. અને બોલી કે, "પ્રાપ્તિ આને કહી દે આ છેલ્લી તક છે એને માટે...""હા મને મંજૂર છે... બસ હવે એક વાર મારી સામે જોઈને સ્માઈલ કરી દે એટલે મને થોડી હાંશ થાય.." દેવાંશના બંને હાથ તેના કાન ઉપર હતાં અને તે કવિશાની માફી માંગી રહ્યો હતો."કવિ હવે બહુ થયું આને માફ કરી દે યાર..""હા હા હવે માફ કર્યો બસ.."અને દેવાંશ કવિશાને ચોંટી પડ્યો.. અને "થેન્ક્સ માય ડિયર થેન્ક યુ.." કહેવા લાગ્યો...કવિશાને તો શું કરવું તે જ સમજમાં નહોતું આવતું.. તે દેવાંશથી છૂટી પડી અને નીચું જોઈને પોતાના કપડા સરખા કરવા લાગી.."આપણે ત્રણેય હવે અહીં જ ઉભા રહીશું કે ક્લાસમાં પણ જઈશું..?" પ્રાપ્તિ બોલવા લાગી...અને ત્રણેય જણા પોતાના ક્લાસ તરફ આગળ વધ્યા.... ત્રણેય જણા ક્લાસમાં જઈને બેઠા કે તરત જ ક્લાસમાં એક અગત્યની નોટિસ આવી કે, "આ વર્ષના એન્યુઅલ ફંક્શન માટે એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું છે તો છૂટ્યા પછી દરેક વિદ્યાર્થીએ ઉપર હોલમાં આવવાનું રહેશે.વર્ષોથી પરી જે ક્ષણ..જે પળનો ઈંતેજાર કરી રહી હતી તે હવે તેની હાથવેંતમાં હતી...તેવું તેને લાગી રહ્યું હતું...માધુરીનું... પોતાની મોમનું.. ભાનમાં આવવું તે જ એક માત્ર સ્વપ્ન હતું તેનું...જેને માટે તે આખી દુનિયા છોડી દેવા તૈયાર હતી...દુન્યવી તમામ સુખ છોડી દેવા માટે તૈયાર હતી...અને વર્ષો સુધી રાહ જોવા પણ તૈયાર હતી...શિવાંગે નર્સને બોલાવી કે તરત જ તે દોડીને આવી ગઈ અને તેની પાછળ પાછળ ડોક્ટર નિકેત પણ માધુરીના રૂમમાં દાખલ થયા...પરંતુ તે બંને આવે તે પહેલાં તો માધુરીની ખેંચ બંધ થઈ ગઈ હતી અને એ પાછી પહેલા હતી તેમ ફ્રોઝન થઈ ગઈ હતી અને દરેકના ચહેરા ઉપર નારાજગી છવાઈ ગઈ હતી...શિવાંગે અને પરીએ ડોક્ટર નિકેતને થોડી વાર પહેલાની માધુરીની પ્રતિક્રિયા વિશે જાણ કરી જે જાણીને ડોક્ટર નિકેતને આનંદ થયો અને તેમણે પરીને કહ્યું કે, "આ ચિન્હો ખૂબ સારી પ્રતિક્રિયા બતાવે છે અને હવે આપણને ખૂબ નજીકના ભવિષ્યમાં તારી મોમ પાછી મળી જશે એવું કહી શકાય..."આ વાત સાંભળીને શિવાંગ અને પરી બંને ખૂબજ ખુશ થઈ ગયા...એટલીવારમાં ક્રીશાનો ઘરેથી ફોન આવ્યો એટલે શિવાંગ પરીને કહીને પોતાની માધુરીના ચહેરા ઉપર પ્રેમથી હાથ ફેરવીને તેને આલિંગન આપીને પોતાના ઘરે જવા માટે નીકળી ગયો...અને પરી ઈંતેજાર કરતી રહી કે ફરીથી પોતાની માધુરી મોમ ક્યારે ભાનમાં આવે...અને સાથે સાથે ડોક્ટર નિકેતને ફોલો કરતાં કરતાં બીજા પેશન્ટને ચેક કરવા માટે તે રાઉન્ડમાં નીકળી પડી...વધુ આગળના ભાગમાં...~ જસ્મીના શાહ 'સુમન'     દહેગામ    11/4/25