આજે તેના આંસુ રોકાય તેમ નહોતાં..જાણે તે ઈશ્વર પાસે વર્ષો જૂનો હિસાબ માંગી રહ્યો હતો...અને તેના આ આંસુઓએ તેમજ તેની પરી માટેની નિઃસ્વાર્થ લાગણીઓએ... ઉપરવાળાના હ્રદયને પણ હચમચાવી મૂક્યું હતું...અને પ્રભુને પણ ખોવાયેલી માધુરીમાં ચેતના બનીને વસવાટ કરવા મજબુર કરી દીધા હતા...તેના સતત કાળજીભર્યા પ્રેમાળ સ્પર્શને કારણે માધુરીને એકદમથી ખેંચ આવવા લાગી...તે ઉછળવા લાગી...પરી તેને રોકવાની કોશિશ કરવા લાગી...અને શિવાંગ નર્સને બોલાવવા માટે માધુરીની રૂમની બહાર દોડી ગયો....કવિશા પોતાની કોલેજમાં પહોંચી અને ત્યાં તેની ફ્રેન્ડ પ્રાપ્તિ તેને આમ આટલી બધી લેઈટ આવેલી જોઈને વિચારમાં પડી અને તેને આમ મોડા આવવાનું કારણ પૂછવા લાગી..પ્રાપ્તિ, કવિશા અને દેવાંશ વચ્ચે બનેલી ઘણી બધી ઘટનાઓની મૂક સાક્ષી હતી... તે કવિશાની દેવાંશ સાથે તાજેતરમાં થયેલી લડાઈની રસપ્રદ વાતો શાંતિથી સાંભળી રહી હતી અને કવિશાની બધી જ વાત સાંભળ્યા પછી તે કવિશાને સમજાવવાની કોશિશ કરવા લાગી કે, "કવિ, એમ એકદમથી દેવાંશ પોતાના મિત્રોને ન છોડી શકે..અને તું આમ એનાથી રિસાઈ જઈશ તો કેવી રીતે ચાલશે..?""મારે તારી કોઈ જ વાત સાંભળવી પણ નથી અને સમજવી પણ નથી.. હવે હદ થઈ ગઈ છે દેવાંશને ખાડામાં પડવું હોય તો પણ પડે અને જહાન્નુમમાં જવું હોય તો પણ જાય...મને કોઈ ફરક પડતો નથી.."અને તેણે પોતાના બંને હાથ વચ્ચે પોતાનું માથું દબાવી દીધું અને કંઈક બબડવા લાગી..."આઈ નોટિસ યુ ધેટ કવિશા કે, દેવાંશને કંઈ પણ થાય તો તને ફરર પડે છે તને બહુ ફરર પડે છે અને માટે જ તું તેને લઈને.. તેની કોઈ પણ વાતને લઈને આમ આટલી બધી અકળાઈ જાય છે... હે ભગવાન આ બંનેનું શું થશે..?" અને પ્રાપ્તિએ એક ઊંડો શ્વાસ લીધો...કવિશા હજુ અપસેટ જ હતી...તેને હજુ પણ એઝ ઈટ ઈઝ પોઝીશનમાં જોઈને પ્રાપ્તિ ફરીથી બોલી કે, "તને ખોટું ન લાગે તો એક વાત કહું કવિ.."કવિશાએ પોતાનું માથું ઉંચુ કર્યું અને પ્રાપ્તિની સામે જોઈને તે બોલી કે, "તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે યાર મને તારું કદી કંઈ જ ખોટું નથી લાગતું..""કવિ એક તો તું આવી નાની નાની વાતોમાં વારંવાર રિસાઈ જાય છે અને બીજું જે મને તારા એકસપ્રેશન પછી દેખાય છે તે એમ છે કે તું દેવાંશને ચાહવા લાગી છે...""સ્ટોપ ઈટ યાર, હું કોઈને પ્રેમ બ્રેમ કરતી પણ નથી અને કોઈના પ્રેમમાં પડવા માંગતી પણ નથી અને મારી પસંદગી કંઈક જુદી છે..""કવિ પ્રેમ કરવાનો ન હોય એ તો આપોઆપ એની મેળે જ થઈ જાય... અને એને જ પ્રેમ કહેવાય..." પ્રાપ્તિનો ચહેરો એકાએક ખીલી ઉઠ્યો અને તેના ચહેરા ઉપર સ્મિત આવી ગયું."પણ મને દેવાંશ સાથે પ્રેમ નથી થયો.. મેં તને કહ્યું તો ખરું કે મારી પસંદગી કંઈક અલગ છે...""એટલે તું કોઈ બીજાને ચાહે છે..?""ચાહું છું કે નથી ચાહતી એ વાતની તો મને ખબર નથી પણ હા એ મને ગમે છે ખૂબ ગમે છે... હું એને ખૂબ પસંદ કરું છું.."અને પોતાની ગમતી વ્યક્તિનો ચહેરો નજર સમક્ષ આવતાં જ કવિશાનો ચહેરો પણ જાણે ખીલી ઉઠ્યો... તેની વાત કરવાની સ્ટાઈલ તેનો અવાજ બધું જ એકાએક બદલાઈ ગયું...""કોણ છે એ ખુશનસીબ હું જાણી શકું..?"પ્રાપ્તિ આતુરતાથી કવિશાના મુખેથી કોનું નામ નીકળશે તેની રાહ જોઈ રહી હતી..."અને મનમાં ને મનમાં વિચારી રહી હતી અને તેની નજર સમક્ષ કોલેજના ટોપર અને હેન્ડસમ છોકરાઓની લાઈન લાગેલી હતી..."હા, સાડા પાંચ થી છ ફૂટની હાઈટ ધરાવતો, છત્રીસની છાતી વાળો, બોક્સર જેવો દેખાતો, દેખાવે ખૂબ જ સુંદર, બોલવામાં સૌમ્ય, થોડો મજાકીયો પણ ખરો અને પોતાની ડ્યુટી પ્રત્યે ખૂબ જ સીન્સીયર, એ જ્યારે વજનદાર બૂટ પહેરીને આ ધરતી ઉપર પગ મૂકીને ચાલે ને ત્યારે જાણે ધરતી પણ ધ્રુજી ઉઠે છે...અને એક રાડ પાડે તો ગુંડાઓ પણ ફફડી જાય એવી તો એની બીક છે...બસ એ હેન્ડસમ મને ખૂબ ગમે છે...અને કવિશાનું મન ખુશીઓથી ભરાઈ ગયું...તેનો ચહેરો ચાળી ખાતો હતો કે તેને આ છોકરો ખૂબ ગમે છે...તે એકાદ બે ક્ષણ માટે તો તેના ખ્યાલોમાં ખોવાઈ ગઈ...પ્રાપ્તિ તેને વર્તમાનમાં હાજર થવા સંબોધી રહી હતી પરંતુ એની સામે તો જાણે જીવતો જાગતો ઇન્સ્પેક્ટર સમીર ઊભો હોય તેવા તેના હ્રદયના તાર ઝણઝણી ઉઠ્યા હતા...હમણાં જાણે સમીર આગળ આવીને તેને પોતાની બાહોમાં લઈ લેશે...એટલી બધી તો એ શરમાઈ રહી હતી...પ્રાપ્તિએ તેને આછો પાતળો સ્હેજ ધક્કો લગાવ્યો અને બોલી કે, "સમીર જોડે પહોંચી ગઈ કે શું..?""હા યાર, તેની યાદ આવતાં જ હ્દયના એકે એક તાર ઝણઝણી ઉઠે છે...પ્રેમનાં તાંતણા મનમાં ગૂંથાઈ જાય છે...શરીર અને મન બંને અહિંની ઉપસ્થિતિ છોડીને જાણે કોઈ શાંત સુંદર રમણીય સ્થળ ઉપર પહોંચી જાય છે...મીઠી પવનની લહેરખીઓ અમને બંનેને એકબીજાની વધારે નજીક લાવી દે છે...અને હું એનામાં અને એ મારામાં...અમે બંને એકબીજાનામાં તરબોળ બનીને ઝૂમી રહ્યાં છીએ..."અને આટલું બોલતાં બોલતાં કવિશા બીજી દિશામાં ફરીને પોતાના હાથ લંબાવી રહી છે જાણે તેની સામે જ તેનો સમીર ઉભો છે અને તેને બાથમાં ભરી લેવાની તે રાહ જોઈ રહ્યો છે...એટલામાં તો કવિશાના ખભા ઉપર કોઈ પુરુષનો મજબૂત હાથ પડ્યો...અને તેના મોં માંથી શબ્દો સરી પડ્યા, "કવિ, તું અહીંયા શું કરે છે..??"પાછળથી પોતાના ખભા ઉપર મજબૂતાઈથી પડેલા એ હાથ ઉપર કવિશાએ પ્રેમથી પોતાનો હાથ મૂક્યો અને તે કોઈ અનેરી લાગણીઓમાં વહેવા લાગી...વધુ આગળના ભાગમાં....કોણ હશે જેણે પાછળથી કવિશાને મીઠો સ્પર્શ કર્યો હશે અને સંબોધી હશે...~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 30/3/25