પ્રકરણ 26 ઢળતું સંધ્યા ટાણું...!!
“ હા...તો મેં નથી કહ્યું ફોન કરવાનું.... (જોરથી બૂમ પાડીને...)”
રશ્મિકા તણાવ સાથે જોરથી બોલી ઉઠે છે પણ રશ્મિકાની વાત સાંભળ્યા પહેલાં જ પ્રેમ ફોન કટ કરી નાખે છે. રશ્મિકા ત્યાં બેડ પર જ સુઈ જાય છે અને સુતાં સુતાં જ ધ્રુશ્કે ધ્રુશ્કે રડી પડે છે....
આ બાજુ વિજય ઓફીસ પહોંચે છે અને હર્ષદભાઈ ની કેબીનમાં enter થાય છે.
“ may i come in ?”
“ હા, વિજય આવ ને ...”
“ હર્ષદભાઈ, તમે mail કરેલી document file match થઈ છે.. અને આ તેની ફાઈલ..”
વિજય ટેબલ પર ફાઈલ મુકે છે અને હર્ષદભાઈ ની નજર દરવાજા તરફ ફરી રહી છે અને વિજય ની સામે જોઇને બોલી ઉઠે છે....
“ રશું...? રશું....ક્યાં છે ?”
“ એમની તબિયત સારી ન લાગતી હતી એટલે એમનાં કહેવાથી ઘરે ડ્રોપ કરી દીધા એમને”
“ અચ્છા.... ok”
“ સારું તો તું અહિયાં manage કરી લેજે ... હું પણ ઘરે જ જાઉં છું...”
“ સારું ... હર્ષદભાઈ”
હર્ષદભાઈ કાર કી અને ઓફીસ બેગ લઇ ને નીકળી જાય છે, વિજય ને પણ નવાઈ લાગે છે કારણ કે તેણે હર્ષદભાઈ ને આટલાં ચિંતાતુર અને ઉતાવળા ઘરે જતાં પહેલી વાર જોયાં છે...
************
રશ્મિકા થોડા સમય પછી પોતાની જાત ને થોડી સ્વસ્થ કરી પોતાનાં વિખરાયેલા વાળ સરખાં કરે છે અને ઠંડા પાણીથી મોં સાફ કરી એ શાયરી અરીસા ની સામે ઉભી રહી જય છે કે ક્યાંક કોઈ એની આંખો ને ઓળખી તો નહિ જાય ને ...??? થોડી ક્ષણ પછી પોતાની જાત ને આશ્વાસન આપી રશ્મિકા નીચે આવે છે અને પોતાનાં તણાવ ને કોઈ ઓળખી ન જાય એ અસ્વસ્થ લાગણી સાથે એ શાયરી રસોડામાં સરકી જાય છે.. સવિતાબેન પણ આ વાત થી સાવ અજાણ તો નથી જ ....
“ રશું... રશું... બેટા...શું જોઈએ છે ..?”
“ કાંઈ નહિ મમ્મી ... કૉફી બનાવું છું સહેજ માથું ભારે લાગે છે એટલે...”
“ સારું...બેટા પણ સંધ્યા સમય તો થઈ ગયો છે હમણાં જમવાનો સમય થઈ જશે..”
“હા ...મમ્મી ..પણ મને નહિ ચાલે કૉફી વગર..”
“ સારું બેટા”
થોડા સમય પછી કૉફી ભરેલાં મગ સાથે રશ્મિકા ઉપર જવા માટે જાય છે....
“ અરે ...રશું.. ઉપર કેમ જાય છે ???? અહિયાં અમારા સાથે જ બેસી ને પી લે “
“ ના મમ્મી પ્લીઝ ..”
રશ્મિકા અવળું ફરી ને જવાબ આપે છે એટલાં માં હર્ષદભાઈ પોતાનાં રૂમમાંથી બહાર આવે છે ...
“ રશું... ??? શું થયું...કેમ આજે મારી મસ્તીખોર દીકરી શાંત થઈ ગઈ છે ???ઓફીસ થી પણ જલ્દી આવી ગઈ અને અત્યારે પણ દુર દુર ભાગે છે...???”
હવે ના છૂટકે રશ્મિકા ને સામે ફરવું જ પડ્યું અને વાત બદલવાની કોશીક કરતાં બોલી ઉઠે છે ....
“ પણ પપ્પા તમે રૂમમાંથી કેમ આવ્યા તમે તો ઓફીસ હતાં ને..??”
“ મારા આવ્યે તો ખાસ્સો સમય થયો પણ... તું ક્યાં જાય છે આ કૉફી લઇ ને ...?”
“ ટેરેસ પર ....પપ્પા જવા દો ને પ્લીઝ..”
“ પણ બેટા...”
“ પ્લીઇઇઇઇઝ”
“ સારું પણ સાત વાગે રેડી રહેજે ... આપણે બહાર જમવા જઈશું...”
“હા પપ્પા...”
ઉપર જતાં જતાં રશ્મિકા જવાબ આપે છે .....અને સવિતાબેન આ બધું વિચિત્ર રીતે જોઈ રહે છે...જાણે એ રશ્મિકા નાં ચહેરા ની વાંચી રહ્યા હોઈ.....
“ચાપલી ...જલ્દી તૈયાર થજે....”
“હા ... રોહનીયા ...તારી ગેમ માં ધ્યાન આપ..પંચાતીયા..”
“ચાપલી” રોહન ધીમે થી બબડે છે...
“એય્ય્ય”
“મમ્મી..રે ને મસ્તી..!!”
“ આવી મસ્તી ના હોય રોહન...”
“હા હશે.... એને કઈ નહી કેવા નું ..??? “
************
એ શાયરીના વણ કહેવાયેલા શબ્દોને ઓળખી લીધા પછી જાણે એ ઢળતી સાંજ, સૂરજનો આછો ઉજાસ, ક્યારેક અને ધીમો આવતો એ પવન એ શબ્દો કહેવાની કોશિશ કરી રહયાં હોય એવી આ ખુશનુમા પણ શાંત સાંજમાં એ શાયરી હંમેશની જેમ કૉફી સાથે એ ટેરેસ પર આવી ને ઉભી રહી ગઈ છે ....
“આ ઢળતી સંધ્યા જેવું મૌન એકાંત છે મારું,
સાંજનાં દરેક રંગોમાં દફ્નાવેલું દર્દ છે મારું,
હ્રદયમાં ગૂંથાવી ગુંથી ઈચ્છાઓને મારુ,
ખુદથી ખુદ ને મળવાનું ટાણું છે મારું...
બસ આ ઢળતી સંધ્યાનું ટાણું જ
ખાસ છે મારું....”
**************
“ રશું ....રશું બેટા...સાંભળે છે કે ??” નીચેથી સવિતાબેન ની બૂમ સંભળાય છે ...
“ હા..મમ્મી...??”
“બેટા.. તૈયાર થઈ જજે ...આપણે દસેક મિનિટમાં નીકળીશું...”
“ હા..ભલે મમ્મી...”
રશ્મિકા પોતાનાં રૂમમાં જાય છે અને થોડી ક્ષણ પછી રશ્મિકા તૈયાર થઈ ને નીચે ઉતરે છે..અને હર્ષદભાઈ પોતાનાં પરિવાર સાથે “ધ રોયલ” નામનાં નામાંકિત રેસ્ટોરન્ટ માં આવી પહોચે છે...હર્ષદભાઈ એ પોતાનું ટેબલ પહેલેથી જ બુક કરાવેલું ...પણ ત્યાં ટેબલ સુધી પહોંચતા જ હર્ષદભાઈ , સવિતાબેન અને રોહન સાથે એક વ્યક્તિ કે જેનો ચહેરો રશ્મિકા જોઈ શકતી નથી એ બધાં બોલી ઉઠે છે
“surprise"
બધાં ને આ રીતે જોઈ ને રશ્મિકા એ વ્યક્તિનો ચહેરો જોવા આગળની તરફ આવે છે અને એ જ સમયે રશ્મિકાની આંખોમાં તરતાં આંસુઓ સ્પષ્ટ જોઈ શકાય છે ...
**********
To be continue….
Hemali Gohil “Rashu”
કોણ હશે એ વ્યક્તિ ...? એને જોઇને રશ્મિકાની આંખો કેમ ભીની થઈ ગઈ ...? આ આંખો ભીની થવાનું કારણ ખુશી છે કે પછી દુ:ખ..?? હર્ષદભાઈ , સવિતાબેન અને રોહને શું surprise આપી હશે..?? શું આ surprise રશ્મિકા ને પસંદ આવશે કે કેમ ...? જુઓ આવતાં અંકે ....