TU ANE TAARI VAATO - 25 in Gujarati Love Stories by Hemali Gohil Rashu books and stories PDF | તું અને તારી વાતો..!! - 25

Featured Books
Categories
Share

તું અને તારી વાતો..!! - 25

પ્રકરણ 25 પ્રેમની મૂંઝવણ..!!

 

એ લોન વાળા વિસ્તારમાંથી ગબડીને બંને તાપીતટ સુધી આવી જાય છે... ત્યાં જ સૂતાં સૂતાં બંને એકબીજાની સામે જુએ છે...ને ખડખડાટ હસી પડે છે...

"વાંદરી...તું તો પડી પણ મને પણ ખેંચી ગઈ...!!!"

"એકલાં એકલાં મજા ન આવે ને...!!"

"હશે.. વાંદરી... પણ વાગ્યું તો નથી ને...??"

"ના...રે..તમને..??"

"નહીં... ચાલ જઈએ હવે..."

બંને ધીમે ધીમે બેલેન્સ રાખીને ઉપર તરફ જાય છે...બંનેના ચહેરા પર અઢળક ખુશી દેખાય છે.... પોતાની પાર્ક દોરેલી બાઈક સુધી જાય છે.. વિજય બાઇક સ્ટાર્ટ કરે છે...

"રશું ...જઈએ...??"

"hmm"

રશ્મિકા બાઈક પર વિજયની પાછળ બેસી જાય છે... બંને એકબીજા સાથે વાતો કરતાં કરતાં  ઓફિસ તરફ નીકળી પડે છે.... એટલામાં જ રશ્મિકાની ફોનમાં કોલ આવે છે. ફોનની સ્ક્રીન પર પ્રેમ નામ વાંચી રશ્મિકા ફોન કટ કરી નાખે છે....પ્રેમ ફરીથી ડાયલ કરે છે. પણ રશ્મિકા દર વખતે કટ કરી નાખે છે.

"રશું..કોનો કોલ આવે છે..??"

"કંઈ નહીં.."

"બોલને... કેમ વાત નથી કરતી..? "

"બસ એમ જ"

"વાત કરી લે ને... કંઈક કામ હોય તો જ ફોન આવે ને...??"

"નહીં કરવી વાત..."

"કેમ...?? પણ કોનો કોલ છે એ તો કહે...!!"

"પ્રેમનો.."

"ઓહ..તો વાત કરને..."

"નહીં.. પ્લીઝ "

"અરે રશું ....એકવાર વાત તો કર શું કહે છે એ ...!!"

"hmm...પછી કરું.."

"ઓકે"

રશ્મિકાના ફોનમાં આવતા એ કોલ ની રીંગટોન સાંભળી વિજયનો ચહેરો સહેજ ઉતરી જાય છે.. તેના મનમાં ક્ષણીક  ઈર્ષાનો ભાવ પણ જન્મે છે, છતાં વિજય પોતાની આ લાગણી ચહેરા પર આવવા દેતો નથી... તેમ છતાં એ શાયરી અદ્રશ્ય લાગણીઓને ઓળખી જાય છે...

છતાં પણ તે કરે શું..?? કંઈ જ નહીં... આ રશ્મિકાની  મજબૂરી હતી કે પ્રેમ..?? બસ આવી મૂંઝવણમાં અટવાયેલી શાયરી અને તેના શબ્દો એ અજાણી પણ મનગમતી સફર પર ચાલી રહ્યા હતા...

"ભૂત.. ઓફિસે નહીં જવું... ઘરે મૂકી જા ને ..."

"કેમ... રશું શું થયું..??"

"બસ.. મને રેસ્ટની જરૂર હોય તેવું લાગે છે.."

"ઓહ ...બટ તું કંઈ પણ માઈન્ડમાં ન રાખ ને એકવાર શાંતિથી પ્રેમ જોડે વાત કરી લે..."

"નહીં કરવી વાત મારે એની જોડે.. કેટલીક વાર કહું હવે..."

"ઓકે મેડમ...અબ ગુસ્સા થુંક દો ...મેં આપકો આપકે ઘર છોડ દેતા હું ..."

"hmm"

"અરે ...અબ તો થોડા હસ લીયા કરે.."

રશ્મિકાના ચહેરા પર કોઈ જ પ્રકારના હવભાવ દેખાતા નથી પણ તે પોતાની અંદર ઉછળતી એ ચિંતા ને સંતાડી પણ નથી શકતી...

થોડી ક્ષણમાં બંને રશ્મિકાના ઘરે પહોંચે છે..

"લે... વાંદરી આવી ગયું તારું ઘર..."

"ઓકે"

"રશું"

"hmm"

"કઈ થયું છે..?"

"hmm"

"શું..??"

"પછી વાત કરું..??"

"ઓકે ...બટ ટેક કેર.."

"hmm ...અંદર નહીં આવવું..??"

"નહીં... ઓફિસે જવું પડશે.. લેટ છું .."


"ઓકે.."

"બાય.. ટેક કેર ... મહાદેવ... જય સાંઈ ગણેશ .."

"મહાદેવ ...જય  સાંઈ ગણેશ ..."

રશ્મિકા ઘરમાં એન્ટર થાય છે, વિજય પાછળથી તેને જોઈ રહે છે.... રશ્મિકાના ગયા પછી વિજય ત્યાંથી નીકળી જાય છે....

"અરે રશું બેટા, તું આવી ગઈ.."

"hmm"

રશ્મિકા સીધી તેના રૂમમાં જતી રહે છે અને હોલમાં બેઠેલા સવિતાબેન અને રોહન તેની સામે જોઈ બંને એકબીજાની સામે જુએ છે...

"રોહન...રશું કેમ આમ જતી રહી...??"

"અરે જવા દે ને ...મમ્મી... કોઈ ટેન્શન હશે ઓફિસનું...'

"હા... પણ...?"

"હવે બહુ વિચારીશ નહિ...એનું રોજનું છે..."

"hmm"

ને સવિતાબેન અને રોહન ફરીથી પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે..આ બાજુ રશ્મિકા બેડ પર પર ઢળી પડે છે અને સુતાં સુતાં જ મૂંઝવણ સાથે આંખમાંથી અશ્રુ ધારા વહી પડે છે...

"હે ઈશ્વર, હે પાલનહાર, હે પરમાત્મા,

કેવી છે આ કસોટી તારી

ત્યાં ત્યાં નથી દેતો જ્યાં છે આત્મા

અને જ્યાં જવું નથી ત્યાં આપે છે મિલન

આપે છે પળભરની ખુશી ને

છીનવી લે છે પલભરમાં

કેવી છે આ કસોટી તારી...!!"

અચાનક ફરીથી રશ્મિકા નો ફોન રણકી ઉઠે છે અને રશ્મિકા અચાનક બેડ પર બેઠી થઈ જાય છે અને બધા જ વિચારો મૂકીને એ ફોન ઉપાડવાનું સાહસ કરે છે... સામે છેડે થી અવાજ આવે છે...

"હલો... હલો... રશ્મિકા... કેમ ફોન નથી ઉપાડતી?"

"(મનમાં) આ માણસના મો માં એકવાર પણ સોરી નથી આવતું...!!"

"હેલો... રશ્મિકા.. રશ્મિકા..(જોરથી)"

"(અચાનક ઝબકી ને ) હા..બોલો..."

"અરે... તે છેલ્લે ફોન કાપી નાખ્યો... પછી ફોન પણ નથી ઉપાડતી... શું થયું છે...?"

"અરે કંઈ નહીં... મને શું થવાનું...??"

"એ છોડ... મેં એટલા માટે ફોન કર્યો હતો કે મારે કદાચ મહિના માટે રોકાવવાનું હતું..."

"હા..તમે કીધું હતું..."

"હા... તો પૂરું સાંભળ... કદાચ એ કેન્સલ થશે ને તો હું ત્યાં પરત આવી જઈશ... પણ એ કાલે ખબર પડશે..."

"હા... તો સરસ કર્યું..."

"પણ.. હું તને લેવા નહીં આવી શકું... થાકી ગયો હોઈશ... એટલે તું આવી જઈશ...??"

"જોઈએ..!!"

"હા.. તો રાખ... આમ પણ મારે ઘણું બધું કામ વાઇન્ડ અપ કરી સબમિટ કરવાનું છે.."

"હા... તો મેં નથી કર્યું ફોન કરવાનું... (જોરથી બૂમ પાડીને...)"

 


*****************

To be continue....

hemali gohil

@RUH

@RASHU

શું રશ્મિકા પ્રેમનો સ્વીકાર કરશે કે કેમ ? કે પછી પોતાનાં મનમાં પાંગરી રહેલાં પોતાનાં ભૂત નાં પ્રેમ નો સ્વીકાર કરશે.. ? શું આ સમાજ અને પરિવાર શાયરી અને એનાં શબ્દો ને સ્વીકારશે કે પછી શાયરી હંમેશ ની જેમ મજબૂરી અને વ્યાકુળતા માં જ પોતાનાં  શબ્દો ને ગૂંથતી રહેશે... જુઓ આવતાં અંકે....