Loneliness in Gujarati Short Stories by kapila padhiyar books and stories PDF | એકલતા

Featured Books
Categories
Share

એકલતા

          સુરજ પહાડની પાછળ જવાની તૈયારીમાં જ હતો, ગજબની ભીડ છવાયેલી હતી ભીડમાં પણ ક્યાંક માણસના અત્તરમા એકલતા અનુભવાઇ રહી હોય એવું લાગી રહ્યું હતું. ઘોંઘાટની દુનિયામાં પણ ક્યાંક મધુર સુરની કમી વર્તાઇ રહી હતી , હસતાં ચહેરાની પાછળ દુઃખના વાદળો ઘેરાયેલાં હતાં. ખુશીઓના બદલામાં એકલતા મળી આજે ? ખાલી એકલતા આર્યન ખાલી એકલતા જ ? મારી માંહી ને એકલતા.. મારું હૃદય વારંવાર એકનો એક પશ્ર પુછી રહ્યું હતું. મારા હૃદયમાં માત્ર ને માત્ર નફરત અને ગુસ્સો હતો. 

           "ભાઈ સાહબ મહેસાણાની બસ અહીં જ આવશે ને?"

             કોઈક અજાણ્યા અવાજે મને વિચારો માંથી બહાર કાઢ્યો,

            "હા..' મે ટુંકમાં જ જવાબ આપ્યો , તમારે પણ મહેસાણા જ ..... ?"

            ત્રીસેક વર્ષની મહિલા મારી પાસે આવીને પુછ્યુ "  મે ફરીથી ટુંકમાં જ જવાબ આપ્યો '

  "હા ..' તે મહિલા મારો જવાબ સાંભળી સામેના બાંકડે બેસી ગઇ,"

          હું વિચારોના વમળમાં એટલો બધો ખોવાયેલો હતો કે તે અજાણી મહિલાને હું જાણતો હોવા છતાં  અજાણ્યાની જેમ જવાબ આપ્યો . જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે એકાએક તેમના સામે જોયું ને સ્મિત કર્યું, તેમને મારા સ્મિતનો કોઈ ઉત્તર આપ્યા વિના જ મોઢું ફેરવી લીધું . હું આશ્ચર્યથી તેમની સામે થોડીક ક્ષણ જોઈ રહ્યો! હું કંઇ પણ વિચાર્યા વિના જ તેમની પાસે જઈને ઉભો રહ્યો.

"માંન્સીદીદી ! હાય, કેમ છો?" 

            અને મોં માંથી અનાયાસે નીકળી ગયું.

"કેમ ભાઈ સાહબ આજે દીદી ને પણ ભુલી ગયા, દિલમાંથી નિકળી ગયા કે પછી નાની બહેનની જેમ દીદી પણ.....?"

      માન્સી દી ને વચ્ચે જ અટકાવી દઇ જાણે મને તેમના કટાક્ષ ભરેલા વચનો મીઠી હૂંફ આપી રહ્યા હોય તેમ સ્માઇલ સાથે બોલાઈ ગયું , 

' તમારી ફેન્ડ ... પેલી...પાગલ મળે છે તમને તે .. તે મને યાદ કરે છે ? હા કરતી જ હશે ને....!"

              માન્સી દીદીથી હવે રેવાયુ નહીં એટલે હું આગળ કઈ બોલું તે પહેલા જ મને અટકાવી ને બોલ્યા.

"બસ આર્યન ભાઇ બસ તમે પણ માંહીની જેમ પાગલ થઇ ગયા લાગે ? તમે સાચું જ કહ્યું માંહી પાગલ હતી પણ હવે નથી મારી માંહી પાગલ , હવે તો બહુ સમજદાર થઈ ગઈ છે માંહી , હવે તમારી ...."

               

                પ્લેટફોર્મ નંબર બે પર અમદાવાદ થી મહેસાણા જવા માટેની બસ નંબર... ઉપડવાની તૈયારીમાં છે ! ઘેરા ભારે અવાજ અમારા કાને પડ્યો અને અમારી વાત અધૂરી મુકી બસમાં ચડ્યા , આગળની કોનર વાળી બે ની‌ સીટમાં ગોઠવાયા , બસ ઉપડી અને જોત જોતામાં બસ સ્ટેશનની બહાર નીકળી અને અમદાવાદના ટ્રાફિક વાળા હાઈવે ઉપરથી પસાર થવા લાગી.

"બોલો ક્યાંની આપું "

     એક આધેડ વયના કાકા સીટ પાસે આવીને પુછ્યુ,‌ તે કન્ડક્ટર હતો, મે બે ટીકીટ મહેસાણાની લીધી. હું ટીકીટ લઇ વિન્ડોઝની બહાર જોઈ રહ્યો અને માહીના સાથે જે મેં કર્યું હતું તે વિશે વિચારી રહ્યો હતો કે જે મેં માહીની સાથે કર્યું હતું  તેના ભલા માટે જ કર્યું હતું કે પછી મારે તેને ....... આજે જે મારી સાથે થયું  તે મેં પણ પહેલા આવું જ કોઈક સાથે કર્યું હતું આજે હૂં હર્ટ થયો એવી જ રીતે માંહી મારી પણ .....નહી મારી માંહી બહુ જ સમજદાર છે તે સાયદ મારી સિચવેશન સમજી ગઈ હશે કે પછી મને.....મને ચીટર માની લીધો હશે, માંહી ક્યાં હશે ?  માંહી.!'

"આર્યન ભાઈ ક્યાં ખોવાઈ ગયા?"

માન્સી દીદી મારા ખભે હાથ મૂકીને પુછ્યુ, હૂ વિચારોમાં એટલો મસગુલ થઈ ગયો  કે મારી પાસે માન્સી દીદી પણ બેઠા છે, હૂં સ્વચ્છ થતાં બોલ્યો.

"ક્યાય નહીં પણ દીદી ...મ... માંહી...? ક્યાં છે?..."            માંહી વિશેની ચિંતા મને ડરાવી રહી હતી, હું ખચકાતાં માંડ થોડુ બોલી શક્યો મારા દિલમાં એક અલગ જ બેચેની છવાઈ રહી હતી ,

                          "આર્યનભાઈ માંહીનું ટેન્શન થાય છે? તે બહુ જ સમજદાર ગર્લ છે" માન્સી મને ટેન્શન માં જોઈ ને બોલ્યા.

"માન્સી દીદી માંહી ક્યાં છે?"

"તે હાલ મહેસાણા જ છે કે પછી ફોરન ?"

માન્સી દીદી સ્માઇલ કરી-- "અરે આર્યન ભાઈ તમે માંહી ને ઓળખતા નથી કે શું ? તે તમારી બેસ્ટ ફ્રેન્ડ હતી સોરી છે, હવે વિચારો તે ક્યાં હસે? એન્ડ શું કરતી હસે?

        મને માન્સી દીદીના  ક્વેસન સાભંળીને આન્સર મળી ગયા હોય જાણે માંહી ક્યાં છે ?તે ખબર મળી ગઈ હોય તેમ ફેસ પર એક સ્માઇલ આવી ગયી . હું એકાએક બોલી ઉઠ્યો -

"માંહી મુંબઈ મા હસે ને ?. તે અનાથ આશ્રમ માં પોતાના જેવા જ અનાથ ને પોતાના બનાવી દીધા . રાઈટ ને માન્સી દીદી"

માન્સી દીદી  મુસ્કાન સાથે માથું હલાવી ને બોલ્યા હા "માંહી મુબઈ જ છે , તે જે અનાથ આશ્રમ માં મોટી થઈ ત્યાં જ પોતે સેવા કરે છે પણ તે મુંબઈ મા ગોરેગાંવ નજીક પોતાનું ઘર રાખી એકલી જ રહે છે , તમે જાણો જ છો આર્યન ભાઈ તેને ત્રણ વર્ષ ની છોડીને તેના મમ્મી દુનિયા છોડીને જતી રહી હતી , તેના પિતા બીજા દારૂની લતે લાગી ગયા ને એ પણ પાચ વર્ષની મૂકીને જ ભગવાનને પ્યારા થઈ ગયા . માંહી ને તેનાં અંકલ અનાથ આશ્રમમાં મૂકી દીધી . તે ત્યારે બહુ એકલતા અનુભવતી તે અનાથ આશ્રમમાં કોઇથી વાત પણ ના કરતી એતો તમને ખ્યાલ જ છે ને ?"

"હા દીદી, હું  ત્યારે આઠ વર્ષનો હતો , હું બહુ જ મસ્તી કરતો માંહી આવી ત્યારે તેને બહુ જ હેરાન કરતો, અને એનેં રોતડી કહેતો , ચિડવતો એટલે તે રોવાનું બંધ કરી મને મારવા મારી પાછળ દોડતી અને મસ્તીમાં તે બધું ભૂલી જતી નેં મારી સાથે રમવા લાગતી . અમે બંને ભાઈ બહેનની જેમ લડતા ને રહેતા માંહી મને રક્ષાબંધના દિવસે રાખડી બાંધતી અને હું તેને ચોકલેટ આપતો અને તે ખુશીથી નાચતી . અને હા તમને તો એ બેસ્ટ ફ્રેન્ડ માનતી , હા મે માંહી સાથે ખોટું જ કર્યું છે માંહી મારી બહેન હતી તે મારાથી એક મિનિટ દૂર ના રહેતી અને મે એને અચાનક છોડી ને જતો રહો જ્યારે તેને મારી જરૂરત હતી . પણ તે સમયે મારી જોડે બીજો કોઈ રસ્તો ન હતો જો હું માંહી નેં છોડી ને ના જવું તો માંહી સાયદ આજે જીવિત ના હોત હું  માંહિનો ગુનેગાર હોત , માંહીથી મે પહેલી વાર ત્યારે રૂડલી બિહેવિયર કર્યું હતું આજથી દસ વર્ષ પહેલાં મારી જોડે દુનિયામાં કોઈ પોતાનું માનતો હોવું આવા બેજ રિસ્તા હતા એક તમે મારા મોટી બહેન અને માં સમાન જે કહું તે ને બીજી માંહી જે મારી જિંદગી કહું કે બહેન માનું . પણ માંહી સાચી હકીકત જાણતી જ નથી તેને સચિન નો વિશ્વાસ કરી લીધો હસે?"

"નહિ આર્યન ભાઈ વચમાં જ અટકાવી  માન્સી દીદી બોલ્યા, માંહી બધુંજ જાણતી હતી તે પણ તમારી જેમ જ મજબૂર હતી તેને પણ તે બે રાક્ષશ સચિન અને તેના પિતા માથુરે ધમકી આપી હતી . તમે આશ્રમમાં થતાં ગોટાળા વિશે જાણતા હતા માંહી પણ આ બધું જાણતી હતી , તમને માંહી ને મારવાં ની ધમકી મળી હતી આવી જ રીતે માંહી ને પણ તમને મારી નાખશે . એટલે માંહી ચૂપ રહી."

  "આજે પણ આશ્રમમાં છોકરીઓને  વેચી નાખવાનું અને બીજા આવાં અનેક ગોટાળા થાય છે?"

મેં વચ્ચે જ પૂછ્યું , માન્સી દીદી ખુશીથી બોલ્યા -

  "ના તમારા ગયા પછી માંહી આશ્રમના બાળકો સાથે મળી હિંમત કરીને આશ્રમના મેન ટ્રસ્ટી ની સામે બધી હકીકત રજૂ કરી , લાલાભાઈ ,જે મેન ટ્રસ્ટી હતા તેમને સચિન અને તેના પિતાની સામે ફરિયાદ કરી જેલ ભેગા કરી દીધા.લાલભાઈએ તમારી બહુ જ તપાસ કરી પણ તમે ક્યાં જ નહિ મળ્યા , આજે પણ માંહી તમને યાદ કરીને રડી પડે છે . હવે તે આશ્રમ લાલાભાઈ અને માંહી ચલાવે છે ,  હું એક ગુજરતી ફેમિલી ના છોકરા સાથે મેરેજ કરી મહેસાણા રહ્યુ છું. હું આશ્રમ સાથે આજે પણ જોડાયેલી છું ,  આજે પણ માંહી પહેલાં ની જેમ જ એકલતા ભરી જિંદગી જીવે છે એની સાથે આશ્રમનાં બાળકો હોવા છતાં તે પોતાની જાતને એકલી મહેસુસ કરે છે."

  હું ભીની આખે બોલ્યો- "માંહી ની જેમ જ હું પણ મારા જીવનમાં એકલતા જ અનુભવી રહ્યો છું આજ સુધી , હું મારી માંહી ને મળવા ઇચ્છુ છું પણ હવે કદાચ નહીં જ મળી શકું."

"કેમ ભાઈ નહીં મળી શકો ?  માંહી આજે પણ તમારી રાહ જોઈ નેં બેઠી છે." માન્સી દીદી મને વચ્ચે જ અટકાવીને પૂછ્યું,

"માન્સી દીદી  પણ મને.. મને...." મને કેન્સલ છે લાસ્ટ સ્ટેજ છે એટલે હું માહીને ફરી દુઃખી કરવા નથી માંગતો, માંહી તેની જાતને આ વખતે નહિ સંભાળી શકે , તેની લાઈફ માં એકલતા જ લખેલી છે , ખાલી એકલતા ! માન્સી દીદીની આંખ માંથી પાણી વહેવા લાગ્યા જેમતેમ કરી મે તેમને સંભાળ્યા અને બસ માંથી ઊતર્યા, મહેસાણા બસ્ટેન્ડ આવી ગયું હતું. માન્સી દીદી મારી સામે જોઈ રહ્યા.. તેમના ફેસ પરથી લાગી રહ્યુ હતું કે તેઓ બહુ જ ઉદાસ હતા. મે તેમને સમજવાની કોશિશ કરી.

"દીદી please તમે આમ ઉદાસ ના થશો , મારા નશીબમાં આટલુ જ જીવવાનું લખેલું હતું એન્ડ એક દિવસ બધા મારવાના તો છે જ ને! દીદી મારી પાસે ઓન્લી એક મંથ છે એટલે જ હું મારી પાસે જે ભી છે તે આશ્રમના સેવા માટે આપવા માંગુ છું , તેજ કામ માટે હું દિલ્હી થી અમદાવાદ આવ્યો હતો , જીજ્ઞેશભાઈ જે આપણા આશ્રમના બધો ખર્ચો ઉઠાવે છે તેમને મારી બધી જ પ્રોપટી એન્ડ પૈસા આપવા આવ્યો છું,  એન્ડ તે હાલ મહેસાણા  આવ્યા એટલે હું તેમને અહી મળવા આવ્યો છું.

               માન્સી દીદી પોતાનું મૌન તોડી બોલ્યા-

"ભાઈ એ બધું તો બરાબર પણ તમે એકવાર માંહી ને તો મળી લો. તે એકલી પડી ગઈ છે, તમને લાસ્ટ વાર તે મળી તો શકશે પ્લીઝ ભાઈ !"

"દીદી હું માંહી નેં મળવા તો માંગુ છું બટ ..."

"ભાઈ! બટ પણ કાઇ નહી માંહી ને કોલ કરું હું તે તમારું નામ સાંભળી કાલે જ આવી જશે, નહિ તો તમે જ આશ્રમ આવી જાઓ માંહી અને બધાથી મળી લેજો એક મન્થ છે તમારી જોડે."

"હા! દીદી પણ...માંહી પાછી એકલી થઇ જશે હુ એક મન્થ મારી બહેન સાથે રહેવા તો માંગુ છુ મારે મારી બહેન ને બધી જ ખુશી આપવી છે."

"ઓકે !તો ભાઈ ડન, સવારે નીકળીએ મુંબઈ?"

      મે ઊંડો શ્વાસ લીધો - "ઓકે! ડન , દીદી હવે બહુ જ મોડું થયું તમેં ઘરેં જાઓ હું હોટલમાં જીજ્ઞેશભાઈ ને મળવા જાઉ છું. જીજ્ઞેશભાઈ મુંબઈ જવાના છે સો આપણે તેમની સાથે નિકળી જઈશું."

           અમે જુદા પડ્યા, હું હોટલ ગયો જીજ્ઞેશભાઈ મળી મુંબઈ જવાનું નક્કી કરી હું ઊંઘી ગયો , બેડ પર તો સૂતો બટ ઉંઘ આવી નહિ માંહી ને દસ વર્ષ પછી મળવાની ઍક્સાઈમેન્ન્ટ હતી ક્યારે સવાર પડે? ક્યારે મુંબઇ જઉ અને મારી બહેન માંહી ને મળુ ! 

               સવાર પડી અમે મુંબઈ જવા નિકળી ગયા બે વાગ્યા સુધી મુંબઈ પહોંચી, ગયા આશ્રમ આવી ગયું, મારી આંખો માંહી ને ગોતી રહી હતી.એક પાતળી સાવલા ચહેરા વાળી પિંક ડ્રેસ માં સજ છોકરી આવતી દેખાઈ એજ માસૂમ ચહેરો! દસ વર્ષ થઇ ગયા પણ મારી બહેન માંહી હજી એવી જ હતી , તે મને જોઈ દોડીને મને ભેટી પડી તેની આંખોમાં ખુશીના આશું વહી રહ્યાં હતાં, હું પણ રડી પડ્યો. મિલન વિધિ પતાવી માંહી મને તેના ઘરે લઈ ગઈ મે તેને મારી બીમારી વિશે બધી વાત કરી મારી બહેન માંહી રડી પડી. તે મને ખોવાની ડરથી જ દ્રૂજી ઉઠી. તેં બેભાન થઇ ગઇ. હું તેને હોસ્પિટલમાં લઈ ગયો, આશ્રમ માંથી લાલાભાઈ અને માન્સીદીદી પણ હોસ્પીટલમાં આવી ગયા . મને પણ વિકનેસ ફિલ થઈ રહી હતી મને પણ હોસ્પીટલ માં એડમીન કરવામાં આવ્યો.

           માંહી હોસમાં આવી  ને તરત જ  મારી જોડે આવી , ઉદાસ ચહેરા સાથે મારી જોડે બેઠી મારો હાથ પકડ્યો અને બોલી ભાઈ મારી લાઇફમાં એકલતા જ લખેલી છે. તમે મારાથી દસ વર્ષ દૂર હતા પણ એક આશ હતી દિલમાં કે તમે તમારી બહેનને મળવા આવશો . મારું આ દુનિયા માં કોઈ છે એવું મને ફીલ થતું પણ હવે મારા દિલને કેવી રીતે સમજાવીશ? હવે પાછી એકલતા જ મળવાની તે પાછી રડી પડી. મે તેને મુશ્કેલીથી ચૂપ રાખી. અમે બંને એકબજાને ભેટી પડ્યા એક મન્થ એકસાથે રહેવાનું પ્રોમિસ કર્યું. 

આ ઈશ્વરથી મને એક શિકાયત હંમેશા રહેશે તેમને મને અને મારી બહેન માંહી ને એકલતા આપી. મળ્યા તો.. પણ... જુદાઈ માટે હું તો આ દુનિયામાંથી જતો રહીશ, પણ મારી માંહી ને તો એકલતા જ મળવાની, ખાલી એકલતા.

                                    કપિલા પઢીયાર(કલ્પી)