" કેમ છો ભાઈ ?, મુંબઈ થી આવી ગયા ? " "હા રમેશ બ્રો તારી તબિયત કેમ છે ?"
" મારી તબિયત તો ગુડ છે ભાઈ , કેમ તમે મારી તબિયત વિષે પૂછ્યું ?"
"લાસ્ટ શનિવારે જયારે હું મુંબઈ થી આવ્યો ત્યારે તું દેખાયો નહોતો , મેં મમ્મી ને પૂછ્યું , તો ખબર પડી તારી તબિયત ખરાબ છે ."
"વિહાન ભાઈ એતો બસ ઋતુ ચેન્જ એટલે.... " "
ઓકે બ્રોં હવે ધ્યાન રાખજે ."
ઓકે ભાઈ રાખીશ "
"શેરી સાફ થઇ જાય પછી બપોરે મારા ઘરે આવજે."
"સારું ભાઈ , એક મિનિટ ભાઈ હું તમે ગયા સોરી ... સોરી ... લાસ્ટ વીક તમે મને જે ઇંગલિશ શીખવ્યું હતું , તેની ફુલ પ્રેકટીશ કરી લીધી છે. એટલે હવે નવું કંઈક ...."
"થેટર્સ ગુડ , વી લર્ન સમથિંગ ન્યૂ ટુડે ,બાય સી યુ ! સી યુ બ્રો."
"વિહાન બ્રો આઈ એમ કમિન" ...
"યા બ્રૉ આવ્યો, શું ભાઈ આજે શું લાવ્યા મારા માટે વળી ?"
"તું મારો ભાઈ છે તારા માટે હું જેટલું લાવું એટલું ઓછું છે ઓકે કઈ બોલ્યા વગર આ લઇ લે એન્ડ ઇંગલિશ સ્પીકિંગ સ્ટાર્ટ કરીએ?"
"ઓકે લેટ્સ સ્ટાર્ટ બ્રો , સો હોઉં ઇસ ગોઈંગ યોર કોલેજ સ્ટડી?"
"ગુડ ".
રમેશ ... ઓ.. રમેશ ક્યાં ખોવાઈ ગયા ?" ક્યારની બૂમ પાડું છુ સાંભળતા જ નથી"
"ક્યાં જ નહિ ભૂમિ , શું થયું કેમ બૂમ પાડતી હતી"
"કઈ નહિ બસ એમ જ બટ તમે ક્યાં ખોવાઈ ગયા ?"
"એક એવી વ્યક્તિ ની યાદ માં જેને કચરો સાફ કરવા વાળા ન ભણાવીને સારી જોબ અપાવી જેને મારી લાઈફ માં પાનખર ઋતુ ને વસંત ઋતુ માં ફેરવી એવા ભાઈ ની યાદમાં."
"દસ વર્ષ પહેલા મારા પપ્પા આ દુનિયા છોડી ને ચાલ્યા ગયા , ત્યારે હું કોલેજના પહેલા વર્ષમાં હતો , મારા પપ્પા સોસાયટીઓમાં કચરો વાળતા અને ઘરનું ગુજરાન ચલાવતા, મમ્મીને તો ક્યારેય મેં જોઈ જ નથી.કારણ કે તે હું નાનો હતો ત્યારે ગુજરી ગયા હતા . અને મોટી બહેન અને હું બંને ને પપ્પા એ જ મોટા કર્યા. ઘણા દિવસ અને રાતે ભૂખ્યા સુતા છીએ , છતાં પપ્પા એ મને સરકારી શાળા માં બાર ધોરણ સુધી ભણાવ્યો , પછી કોલેજમાં આવવાની સાથે જ પપ્પા ગુજરી ગયા . પપ્પા નું કામ મેં હાથ માં લઇ લીધુ તેના સિવાય મને કોઈ જ રસ્તો ના દેખાયો".અંને સારનાથ સોસાયટીમાં મારી વિહાન ભાઈથી ઓળખાણ થઇ તેમને મારા વિષે સાંભળ્યું , મારા બારમા આવેલા ૯૦ ટકા જોઈ , મને તેમને કોલેજ માં તેમની ઓળખાણ થી એડમિશન અપાવ્યું અને મારો કોલેજ ખર્ચ પણ તેમને કર્યો ,ત્રણ વર્ષ કોલેજ પુરી થઇ મને ગવર્મેન્ટ જોબ માટે પણ તેમને જ ભણાવ્યો અને જોબ પણ મળી ગઈ . મારી લાઈફમાં વસન્ત ની બહાર બની વિહાન ભાઈ રૂપે કોઈ ફરિસ્તો આવ્યો હતો. જેઓ મારી જોબ મળ્યા પછી , મને મળવા મારા ઘરે આવ્યા , જયારે હું મીઠાઈ લઇ બીજા દિવસે તેમના ઘરે ગયો ત્યારે તેમના ઘરને લોક હતું મેં બાજુ માં પ્રેમિલા માસીને પૂછ્યું તો જાણવા મળ્યું કે તેઓ તેમના મમ્મી-પપ્પા સાથે મુંબઈ શિફ્ટ થઈ ગયા છે, મેં તેમને કોલ લગાવ્યો, તેમને ત્યારે તો રિસીવ ના કર્યો . મને તેમની ચિન્તા થવા લાગી ,જેમને હું કાલે જ મળ્યો હતો તેઓ અચાનક જ કાલે રાત્રે મુંબઈ જતા રહા જો ભાઈ ને જવું જ હતું તો કાલે મને મળ્યા ત્યારે મને તેમને કેમ મુંબઈ જવા ની વાત ના કરી."
સાંજે વિહાન ભાઈનો કોલ સામેથી આવ્યો , "બોલ ભાઈ તારો સવારે કોલ આવ્યો હતો બટ હું કામમાં હતો".
"ભાઈ તમે મુંબઈ સીફ્ટ થઇ ગયા સાચી વાત છે ?"
"હા રમેશ બ્રો એક્ચુલી હું એક મંથ પછી જવાનો હતો બટ મારે કંપની માંથી પ્રમનેટ જોબ મળી ગઈ તો હું મમ્મી પપ્પાને મારી સાથે લઇ ગયો , આ મંથમાં પાંછી રજા મળે ના મળે સો. તને કહેવાનું ભૂલી ગયો કાલે એન્ડ મારે પણ કાલે સાંજે જ ફિક્સ થયું હતું. ઇટ્સ ઓકે ભાઈ નેક્સ ટાઈમ મહેસાણા આવો ત્યારે મને ફોન કરજો."
" ઓકે રમેશ મળીશુ", હું સિક્સ મંથ પછી આવીશ એન્ડ તું મુંબઈ આવજે ફરવા અને મને મળવા ઓકે."
"ઓકે ભાઈ સ્યોર , થેન્ક યુ ભાઈ તમે .... તમને મને વચ્ચે જ રોક્યો ને બોલ્યા".
"પહેલી વાત તું મારો નાનો ભાઈ છે અને હા મેં તારી કઈ હેલ્પ નથી . થેન્ક યુ બોલવું જ હોય તો ગોડ ને બોલજે , તેમને તારું નશીબ સારું લખ્યું છે ઓકે . ચાલ હવે કોલ મુકું , ટેક કેર બ્રો બાય".
"બાય ભાઈ ટેક કેર યોર સેલ્ફ."
" તે દિવસે વિહાન ભાઈ થી વાત કરીને દિલને એક અલગ જ સુકુન મળ્યું એજ દિવસે જ નહિ જયારે હું એમના થી વાત કરું પોતાના મોટા ભાઈ થી વાત કરું એવો અહેશાસ થાય છે."
"રમેશ તમે વિહાનભાઈ ની એટલી વાતો કરો છો તેમને એટલા યાદ કરો છો , તો તમારે તેમને મળવા મુંબઈ જવું જોઈએ એ બહાને હું તે ભગવાન સમાન માણસના દર્શન કરી કરી શકું."
"ગુડ આઈડિયા ભૂમિ હું કાલે જ વિહાનભાઈ ને કોલ કરી લઈશ એન્ડ કાલે સાંજે ની ટ્રેનમાં જઈશું. તું પેકીંગ કરી લે."
"પાનખર ઋતુ ને વસન્ત ઋતુમાં બદલનાર ફરિસ્તાને દસ વર્ષ પછી ફાઈનલી તેમને મળીશ . ફાઈનલી .... આઈ એમ સો હેપી ....