ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
શેરીના ઝપી ગયેલા કુતરાઓ સુમોના ઘરઘરાટી ભર્યા અવાજથી ચોંકીને ભસવા લાગ્યા હતા. ધર્મશાળાના ઝાંપે માંડ ઝોલે ચડેલા વોચમેન ખુરશી પર બેસીને વાંસો ટેકવ્યો હતો. આખા શ્રી નાથદ્વારાની ગલીઓ સુનસાન હતી. નગરવાસીઓ રાબેતા મુજબ પોતપોતાના ઘરમાં આરામ ફરમાવતા હતા. આમેય સાંજે આઠ વાગ્યા પછી શ્રી નાથદ્વારામાં કોઈ યાત્રાળુઓના આગમન સિવાય કઈ હલચલ ભાગ્યે જ થતી હોય છે. હા ધર્મશાળામાં પોતાના રૂમમાં કે બહુ બહુ તો આંગણા માં યાત્રાળુઓ પોતાના ફેમિલી મિત્રો સાથે ગરમીમાં ઠંડા પવનની લહેરખીનો આનંદ માણવા બેઠક જમાવી હોય એ સિવાય ખાસ હલચલ હોતી નથી. સુમો ધર્મશાળાના આંગણામાં રહેલા વિશાળ જગ્યામાં પાર્ક કરીને ગિરધારી રિસેપ્શન પર ગયો અને કહ્યું "મારે એક રૂમ જોઈએ છે."
"કેટલા લોકો માટે? કેટલા દિવસ?" આધેડ કારકુને રૂટિન પ્રશ્ન પૂછતાં કહ્યું.
"જી દિવસનું તો કઈ નક્કી નથી પણ 2 દિવસ તો પાક્કા કદાચ વધુ પણ રોકાઈ જાઉ. અને અત્યારે તો એકલો છું. કાલે કદાચ એકાદ મિત્ર આવે."
"તો તો ભાઈ તમારે રૂમ નું શું કામ છે? આપણી ધર્મશાળામાં કોમન રૂમ પણ છે. 6 કે 8 બેડ વાળા, તમે એકલા છો દિવસના 100 લેખે પતિ જશે. અને ત્યાં એસી પણ છે. સાદા બેડ મળે 70માં પણ એ કોમન રૂમ ફૂલ થઇ ગયો છે."
"મને નીચેના જે રૂમ છે એમાંથી ખૂણાનો રૂમ જોઈએ છે."
"એ તો મોંઘો પડશે ભાઈ, સ્પેશિયલ ડિલક્સ રૂમ છે. 600 રૂપિયા ભાડું છે રોજનું. ચાર જણા નું ફેમિલી ઉતરી શકે એવો મોટો." જવાબમાં ગિરધારીએ ખિસ્સામાંથી 100ની નોટ ની થોકડી કાઢી. (જીતુભાએ એને 10000 રૂપિયા અપાવ્યા હતા.)
"રૂમ ની ચાવી આપો, અને રૂમ નંબર કહો અને આ 1000 એડવાન્સ"
"રૂમ નંબર પાંચ, અને આ ચાવી પણ સાહેબ બે દિવસનું એડવાન્સ ભાડું 1200 હમણાં જ જમા કરાવવું પડશે. શું છે કે 2 દિવસમાં પૂનમ છે, અને તમે કાલે ખાલી કરી નાખો તો મને નુકશાન થાય."
"તો આ બીજા 1000 રાખો, હું ખાલી કરું ત્યારે હિસાબ સમજી લઈશું." રૂમ ક્લીન તો છે ને બાથરૂમ ગીઝર એસી બરાબર છે ને?"
"અરે એકદમ ટકાટક. જુઓ તમારી બાજુની 4 નંબરના રૂમમાં એક કાકા અને એમના મહેમાનો છે. એમણે સવારે જ સામેની ધર્મશાળા માંથી અહીં શિફ્ટ કર્યું. હમણાં 10 મિનિટ પહેલા જ એમના મહેમાન છેક મુંબઈથી આવ્યા છે. કોક ઓફિસર ના ઘરના લોકો છે, કંપનીની ગાડી મુકવા આવી હતી બોલો." આધેડ ક્લાર્કે સોનલ મોહિની જ્યાબા અને સુરેન્દ્ર સિંહ વિશે માહિતી આપી જે ગિરધારી જાણતો જ હતો. પણ એને નાઝ વિશે વધુ જાણવું હતું. એણે ખીસ્સામાંથી સિગરેટનું પેકેટ કાઢ્યું અને ક્લાર્ક તરફ લંબાવ્યું. ક્લાર્કે અચકાતા એક સિગારેટ ઉપાડી. ગિરધારી એ એક સિગારેટ પોતાના મોમાં મૂકી અને પછી પેકેટ રિસેપશન કાઉન્ટર પર જ રહેવા દીધું અને પેન્ટના ખિસ્સામાંથી લાઇટર કાઢતો હતો ત્યાં ક્લાર્કે પોતાના ટેબલના ખાનામાંથી માચીસ કાઢી ને સિગરેટ સળગાવી અને પછી ગિરધારીને માચીસ આપી.
"તો કાકા અહીં નીચે કેટલા કમરા છે પાંચ?" પોતાની સિગારેટ સળગાવતા ગિરધારી એ પૂછ્યું.
"ના સાહેબ 6 કમરા છે. અને એક મોટી બેડીગ કોરિડોર. એમાંથી એક કમરા નો અમે સ્ટોર રૂમ તરીકે ઉપયોગ કરીએ છીએ. જયારે 5 કમરા ભાડે આપીએ છીએ."
"ઓકે. તો મારા પડોસમાં કોણ કોણ છે. એ જરા કહોને, કેમ કે મને અનિંદ્રાની બીમારી છે અને આ પણ સિગારેટનું બંધન."
"જુઓ એક અને બે નંબરના રૂમમાં અત્યારે ટ્રસ્ટીના દીકરી અને એના સાસરીવાળા ચારેક દિવસથી છે. એ લોકો સવારે પોતાને ગામ મદ્રાસ પાછા જવાના છે. ત્રણ નંબરમાં એક કપલ અને એમનો ભાઈ એટલે કે દિયર છે. બિકાનેરના કોઈ વેપારી છે ને એ કપલમાં જે છોકરી છે એના પિયરિયાં જેસલમેરના મોટા વેપારી છે. પણ તમારે એ બધાનું શું કામ છે?' સહેજ આંખ ઝીણી કરતા એણે પૂછ્યું.
"મારે કંઈ કામ નથી. આતો હું સિગારેટ પીવા કે પણ થુંકવા બહાર આવું તો કોઈને ડિસ્ટબન્સ થશે કે નહિ એમ વિચારીને પૂછ્યું. ખેર અત્યારે કઈ જમવાનું મળે?"
"ના સાહેબ અહીંનું કિચન બંધ થઈ ગયું. હા કોઈને ચોકમાં મોકલું તો કંઈક નાસ્તા જેવું મળી જશે."
"તો પ્લીઝ કૈક મગાવી આપોને અને હા મારા માટે એક સિગારેટનું પેકેટ પણ મંગાવી લો અને ભોલા કચ્ચાના 5 પાન. આ પેકેટ" કહીને કાઉન્ટર પર પડેલું પેકેટ બતાવ્યું. "આ તમે જ પૂરું કરજો અને આ ત્રણસો રૂપિયા રાખો વધે એ તમે જેને લેવા મોકલો એની અને તમારી બક્ષિસ."
"થેંક્યુ સાહેબ, હું હમણાં જ કોઈ ને મોકલું છું. તમારો સામાન?"
"કઈ નથી. આ એક થેલા શિવાય. લાવો ચાવી હું નહાઈ લાઉ ત્યાં નાસ્તો આવી જશે."
xxx
શંકર રાવ વ્યગ્ર ચહેરે પોતાના ઘરમાં પોતાના બેડરૂમમાં આંટા મારી રહ્યો હતો. લખન સિંહે એનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. 'એ સા .., માદ... ને તો કાલે સવારે ગોતીશ, ઓલ સાઉથ આફ્રિકા વાળા કોઈ ફોન ઉંચકતા નથી. ક્યાં મરી ગયા સા .. અને આ ધીરિયો, ને હિંમત સિંહ કેમ ફોન નથી ઉંચકતા. સા... ક્યાંક કોક ખોપચામા કે હાઇવે પર જ જવાનીની મોજ માણવા ઉભા ન રહ્યા હોય તો સારું. જીતુભાની બહેન અને એની પ્રેમિકા ફોટામાં તો મસ્ત દેખાય છે. એ હરામખોરોને કહ્યું હતું કે. જીતુભાનું કામ પતે પછી મોજ કરજો. અને આમ બે બે યુવાન છોકરીયું અને મને મૂકીને સા.. મારા રૂપિયે મોજ માણવા મંડ્યા? કઈ વિવેક જેવું છે જ નહીં. આવવા દો હરામખોરોને ચામડા ઉતરાવી લઈશ એ લોકોના. એટલી સમજણ નથી કે જવાનીના ખજાનાનો પહેલો ભોગ તો આ રાજા શંકર રાવને મળવો જોઈએ?'
xxx
"મિસ્ટર પૃથ્વી" એક માદક અવાજ ફોન માંથી આવી રહ્યો હતો. પૃથ્વી હમણાં 10 મિનિટ પહેલા જ દિલ્હી એરપોર્ટ પર ઉતર્યો હતો હજી એના લગેજનું ક્લિયરન્સ થયું ન હતું.
"યસ, સ્પીકિંગ"
"મને લાગે છે કે તને એ જાણવામાં વધારે રસ હશે કે, તારા પર હુમલો કોણે કરાવ્યો. ખરુંને?" સાંભળીને પૃથ્વી ચોંક્યો. આમ તો એને ખબર પડી ગઈ હતી કે વિક્રમના કહેવાથી આ બધું થયું છે. છતાં માહિતી મેળવવા એણે પૂછ્યું. “હુમલો? કેવો હુમલો?"
"મને લાગે છે કે તને એ જાણવામાં રસ નથી ખેર, ઓલો તારા બદલે કોઈ તારો આસિસ્ટન્ટ જીવન મરણના ઝોલા ખાઈ રહ્યો છે. મારુ તો કામ સમાજસેવાનું છે. એટલે મેં પૂછ્યું હતું. હું તને સબૂત આપી શકીશ કે એ કોણ હતું.
"કોણ બોલો છો?"
"ફોન પર બધી વાત ન થાય, આવી જ મુંબઈ, તને બધું સમજાવીશ પણ મફત નહિ દરેક વસ્તુની એક કિંમત હોય છે. "
"હું હમણાં તો મુંબઈ નહિ આવી શકું કેમ કે મારે શ્રી નાથદ્વારા જવું છે. મેં માનતા માની હતી." પૃથ્વીએ ખોટું કહ્યું.
"તો તો એથી વધુ ઉત્તમ શું હોય, તું એક કામ કર, કાલે સાંજે શયનના દર્શન પછી કોઈ તારો સંપર્ક કરશે અને કહેશે કે 'માલ તૈયાર છે. અને તમારે ડિલિવરી જલ્દી પહોંચાડવાની છે.'
"પણ શેનો માલ અને શેની ડિલિવરી?"
"એમાં એવું છે કે મારા કેટલાક માણસો અને 10-12 કોથળા માલ મારે જેમ બને એમ જલ્દી ટ્રાન્સફર કરવા છે. અને તું મિલિટરીમાં હતો. રાજસ્થાનના એક શહેરનો રાજા છે. એટલે એ કામ તું કરી શકીશ. તું ખુશ નસીબ છોકે તને એટલું મહત્વનું કામ મળ્યું છે. "
"પણ હું શું કામ તમારું કામ કરું?"
"કેમ કે, હું તને એ સબૂત આપીશ જેનાથી તું પુરવાર કરી શકીશ કે તારા પરનો હુમલો તારા સસરાનું કિડનેપ કોણે કરાવ્યું અને શું કામ કરાવ્યું. તારો જીવનભરનો છૂટકો થઇ જશે. વિક્રમથી. તારી પહોંચ પણ ઉંચી છે. વિક્રમ એવો ફસાશે કે આખી જિંદગી જેલમાં શડશે."
અને આ મહેરબાની કરવાનું કઈ ખાસ કારણ?"
"તારી જેમ મારી પણ વિક્રમ સાથે દુશ્મનાવટ છે."
xxx
"બોસ મેં ફોન કરી દીધો છે અને વિક્રમના બેડરૂમમાંથી બધા સબૂત પણ મેળવી લીધા છે."
"સાબાશ કામિની, તે વધુ એક મિશન સક્સેસફુલ પસાર કર્યું. આ કામ પતિ જવા દે. હું તને માલામાલ કરી દઈશ.'
"હવે મને રૂપિયાની નથી પડી. મારી આગળ પાછળ કોઈ નથી. અને એકલી હું જેટલા રૂપિયા વાપરી શકું એટલા તો તમારી મહેરબાનીથી હું કમાઈ લઉ છું."
ઓલું વડવાઓ કહી ગયા છે કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ' એ કઈ અમસ્તું નહિ કહ્યું હોય કામિની." ઘુરકાટ ભર્યા અવાજે બોસે કહ્યું. એ સાંભળીને કામિની થથરી ગઈ. વીસ બાવીસ વર્ષ માં જે માણસ સાથે માત્ર વાત કરી હતી એના અવાજમાં રહેલી નારાજગી પારખતા એને વાર ન લાગી.
"સોરી, બોસ, મારા કહેવાનો મતલબ.."
"તારો જે મતલબ હતો એ છોડ, હું કહું એ સાંભળ, " કહેતા બોસે એને કંઈક સમજાવવા માંડ્યું. બોસની વાત પુરી થી ત્યાંરે કામિની પરસેવે રેબઝેબ થઇ ગઈ હતી. એની આંખોમાં અનેરી ચમક હતી. એક દ્રઢ નિશ્ચય એના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. એણે બોસની આજ્ઞા માંગી ફોન કટ કર્યો. વિક્રમના આલીશાન બેડરૂમમાં કૂશાદે બેડ પર એ જુના સાતમા દાયકાના હિન્દી ફિલ્મની નાયિકાની જેમ ઉંધી સૂતી હતી. કૈક મસ્તીથી પોતાના બન્ને પગ ગોઠણથી ઉંચા કરીને એ અદ્દલ હિંદી ફિલ્મની નાયિકાની જેમ હલાવી રહી હતી એણે પીળા કલરનો શોર્ટ શર્ટ અને અત્યંત આધુનિક જીન્સ પહેર્યા હતા. બોસની છેલ્લી વાત સાંભળીને એને પરસેવો ફૂટી નીકળ્યો હતો. ફોન કટ કરીને એ ઉભી થઇ, બેડરૂમની નાઈટ લેમ્પ સિવાયની બધી લાઈટો બંધ હતી. એ આછ પ્રક્ષમાં એ વોર્ડરોબના આયના સામે ઉભી રહી. અને મનમાં બબડી, 'ચૌહાણ કાંડાં ની બરબાદી નિશ્ચિત છે.' પછી એણે પોતાના કપડાં ઉતારવા મંડ્યા. અને વોર્ડરોબના મોટા આદમકદ આયનામાં પોતાની 40+ પણ લચીલી - માદક અનાવૃત કાયા જોઈને એણે મનોમન પોતાને કોમ્પ્લીમેન્ટ આપ્યા. પછી એ વિક્રમના બાથરૂમમાં નહાવા ચાલી ગઈ. એ સવાર સુધી અહીં વિક્રમના બેડરૂમમાં જ રોકવાની હતી.
xxx
"પૂજા બેટી એ લોકો ગયા કે?"
"હા આંટી એ લોકો નીકળી ગયા."
"બેટી જરા જોઈ લે આજુ બાજુ કોઈ છે તો નહિ ને?"
"શું આંટી આમ સસ્પેન્સ ફિલ્મ જેવી વાતો કરો છો. અહીં હોસ્પિટલમાં કોણ હોવાનું?" સહેજ હસતા પૂજાએ કહ્યું પછી પલંગ ની બાજુમાં પડેલી ખુરશી ર બેસીને સુમતિ ચૌહાણ નો હાથ પોતાના હાથમાં લીધો.અને એમના કાંડા પર વ્હાલથી હથેળી પ્રસરાવતા પૂછ્યું. "બોલો આંટી શું કહેતા હતા. તમે?"
"મને બહુ ડર લાગે છે."
"શેનો ડર?" આ ગઈ કાલે થયું એ? અરે એ તો તમે અંકલની યાદમાં ઈમોશનલ થઈ ગયા હતા. એટલે."
"પૂજા દીકરી હું ઈમોશનલ થઈ ગઈ હતી એ વાત સાચી છે. પણ માત્ર એ જ કારણ ન હતું. આ તારાથી શું છુપાવવું. કદાચ તારા ધ્યાનમાં જ હશે. ક્યાંક સાંભળ્યું હશે... તારા અંકલ."
"હા આંટી મેં સાંભળ્યું છે. પણ એનાથી શું ફરક પડે છે. જે હતું એ એમનો ભૂતકાળ હતો. અને તમારી સાથે એમણે ક્યારેય તમારું ઈન્સલ્ટ થાય એવો વ્યવહાર નહોતો કર્યો."
"બસ હું તને એ જ સમજાવવા માંગું છું. કે હા એમના અચાનક અવસાનનો મને રંજ છે. પણ હું ઇમોશનલી એમની સાથે એટલી એટેચ્ડ ન હતી કે મને યુરોપમાં 2-3 મહિના વેકેશન કર્યા પછી એમની યાદમાં હાર્ટ એટેક આવી જાય."
"ઓકે તો શું મામલો છે.?" નાની ઉંમરમાં જ સમજદાર થઈ ગયેલ પૂજાએ સહેજ ગંભીર થઈને ઉચ્ચાર્યું. એને સમજાતું હતું કે નવી નવી યુવા છોકરી સાથે રોજે રોજ છિનાળું કરનાર આધેડ પતિની યાદમાં આંટીને હાર્ટએટેક આવી જાય એ શક્યતા બહુ ઓછી હતી. "આંટી, તમારી જે ચિંતા હોય એ તમારી આ દીકરી ને કહો. અને હા, મારા અને વિક્રમ ના લગ્ન વિષે વિચારવાનું છોડી દો. મને નથી લાગતું કે એ શક્ય બને."
"કા તને હું કઈ મૂર્ખ દેખાવ છું કે આવી રાજકુમારી જેવી અને કરોડોની સંપત્તિ ના માલિક એકલી છોકરી ને મારા હાથમાંથી હું છટકવા દઈશ?" સહેજ મજાક કરતા સુમિત ચૌહાણે કહ્યું.
"તો વાત છે, મને સમજાવીને ફોડ પાડો."
"કોઈને કહેતી નહિ, પણ વાત એમ છે કે મને કોઈક બ્લેકમેલ કરવાની કોશિશ કરી રહ્યું છે. એની પાસે મારી પળેપળની માહિતી છે." સુમતિ ચૌહાણની વાત સાંભળીને પૂજા ખુરશી પરથી સરકી પડી, એ ભોંય પર પડતા માંડ બચી હતી. એને ચક્કર આવી ગયા.
ક્રમશ:
આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ - સૂચનો અવશ્ય મોકલજો.