સંગ્રહ
देयं भो ह्यधने धनं सुकृतिभिः नो सञ्चितं सर्वदा
श्रीकर्णस्य बलेश्च विक्रमपते रद्यापि कीर्तिः स्थिता ।
आश्चर्यं मधु दानभोगरहितं नष्टं चिरात् सञ्चितम्
निर्वेदादिति पाणिपादयुगलं घर्षन्त्यहो मक्षिकाः ॥
નિર્ધનને ધન આપવું જોઈએ કેમ કે સત્પુરુષોએ ક્યારેય તેનો સંચય નથી કર્યો, (જુઓ) શ્રી કર્ણ, બલિ અને વિક્રમની કીર્તિ આજ સુધી સ્થિર રહી છે. (બીજી બાજુ) આશ્ચર્ય છે કે મધમાખીઓએ મધનો લાંબા સમય સુધી ફક્ત સંચય જ કર્યો, ન તો તેનું દાન કર્યું અને ન તો ઉપભોગ!
એક ગામ ની આ વાત છે.
એ ગામમાં એક કરિયાણાની દુકાનમાં એક સામાન્ય દેખાવનો ગ્રાહક આવ્યો અને દુકાનદારને કહ્યું - "ભાઈ, મને 10 કિલો કાજુ આપો."
દુકાનદાર 10 કિલો તોલવા લાગ્યો. ત્યારે જ એક કિંમતી ગાડી તેની દુકાનની સામે ઊભી રહી અને તેમાંથી એક સૂટ-બૂટ પહેરેલો માણસ દુકાન પર આવ્યો, અને બોલ્યો - "ભાઈ, 1 કિલો કાજુ જોખી આપો."
દુકાનદારે પહેલા સામાન્ય દેખાતા ગ્રાહકને 10 કિલો કાજુ જોખી આપ્યા. કોઈ ઉત્સવ કે પ્રસંગ નહિ ને આટલા કાજુ? આ શ્રીમંત માણસે જોયું. ત્યાર બાદ દુકાનદાર પેલા શ્રીમંત ગ્રાહકને 1 કિલો કાજુ જોખવા લાગ્યા.
જ્યારે 10 કિલોવાળો ગ્રાહક ગયો, ત્યારે ગાડીવાળા ગ્રાહકે કુતૂહલથી દુકાનદારને પૂછ્યું - "આ જે ગ્રાહક હમણાં ગયા છે, એ કોઈ મોટા માણસ છે કે એમના ઘરમાં કોઈ કાર્યક્રમ છે? કેમ કે એ 10 કિલો લઈ ગયા છે."
દુકાનદારે હસતાં હસતાં કહ્યું - "અરે ના ભાઈ, આ એક સરકારી ખાતામાં ચપરાસી છે, પણ ગયા વર્ષથી જ્યારથી એમણે એક વિધવા સાથે લગ્ન કર્યા છે. જેનો પતિ લાખો રૂપિયા તેના માટે છોડી ગયો હતો. તેના પતિએ ન તો જીવન મોજ થી જીવી પણ પૈસા કમાવા પાછળ જીવન ખર્ચી નાખ્યું. ત્યારથી આ સામાન્ય દેખાતો માણસ તેના પૈસે મોજ કરી રહ્યો છે. આ મહાશય દર મહિને 10 કિલો કાજુ લઈ જાય છે."
આટલું સાંભળીને બીજા ગ્રાહકે પણ 1 કિલોની જગ્યાએ 10 કિલો કાજુ લઈ લીધા. 10 કિલો કાજુ લઈને જ્યારે ઘરે પહોંચ્યો તો તેની પત્ની ચોંકીને બોલી - "આ કોઈનો બીજાનો સામાન ઉપાડી લાવ્યા શું? 10 કિલોની શું જરૂર છે આપણા ઘરમાં?"
ભાઈજીએ જવાબ આપ્યો - "પાગલ, મારા મર્યા પછી કોઈ ચપરાસી મારા જ પૈસે 10 કિલો કાજુ ખાય, તો જીવતો હોઉં ત્યારે હું કેમ 1 કિલો ખાઉં?"
આમ તેણે આખી વાત પત્ની ને કરી. પૈસો બચાવવો જરૂરી છે. ભવિષ્ય માટે રાખવો પણ જરૂરી છે. એટલો પણ નહિ કે આપણે ભોગવ્યે નહિ ને છોડી ને જવું પડે.
પૈસા ની ગતિ ત્રણ
ભોગવો – આપો – કા તો છોડીને જાઓ.
નિર્ણય તમારો.
लोभात्क्रोधः प्रभवति लोभात्कामः प्रजायते ।
लोभान्मोहश्च नाशश्च लोभः पापस्य कारणम् ।।
(हितोपदेश, मित्रलाभ, २७)
વાસ્તવમાં, લોભથી ક્રોધની ભાવના જન્મે છે, લોભથી ઇચ્છા અથવા કામના ઊભી થાય છે, લોભથી વ્યક્તિ મોહિત થઈ જાય છે, એટલે કે તે પોતાનો વિવેક ગુમાવી બેસે છે, અને એજ વ્યક્તિના નાશનું કારણ બને છે. હકીકતમાં, લોભ સર્વ પાપનું કારણ છે.
આ ઉપરાંત, આ પણ કહેવામાં આવ્યું છેઃ
लोभेन बुद्धिश्चलति लोभो जनयते तृषाम् ।
तृषार्तो दुःखमाप्नोति परत्रेह च मानवः ।।
(हितोपदेश, मित्रलाभ, १४२)
અર્થાત્ લોભથી બુદ્ધિ વિક્ષિપ્ત થઈ જાય છે, લોભ સરળતાથી ન બુઝાનારી તૃષ્ણાને જન્મ આપે છે. જે તૃષ્ણાથી પીડિત હોય છે તે દુઃખનો ભાગીદાર બને છે, આ લોકમાં અને પરલોકમાં પણ.
ગ્રંથમાં અન્યત્ર આ વચન પણ વાંચવા મળે છેઃ
यो ध्रुवाणि परित्यज्य अध्रुवाणि निषेवते ।
ध्रुवाणि तस्य नश्यन्ते अध्रुवं नष्टमेव हि ।।
(हितोपदेश, मित्रलाभ, २१५)
અર્થાત્ જે વ્યક્તિ ધ્રુવ, એટલે કે જે નિશ્ચિત છે, તેને અવગણીને તે વસ્તુના પાછળ દોડે છે જે અનિશ્ચિત છે, તો અનિષ્ટ થવું નક્કી છે. તે નિશ્ચિત વસ્તુ પણ ગુમાવી બેસે છે અને અનિશ્ચિતનો તો પહેલાથી જ કોઈ ભરોસો હોતો નથી. ઠગીના કેસોમાં ફસાયેલા લોકો માટે આ સંપૂર્ણ રીતે લાગુ પડે છે. જે જમા-પુંજીને તેઓ નિશ્ચિતપણે પોતાનું કહી શકે, તેને જ્યારે વિચારી વિના દાવ પર લગાવી દે, તો તે ગુમાવી બેસે છે અને બદલામાં ઇચ્છિત ફળ પણ મળતું નથી.
अतिलोभो न कर्तव्यो लोभं नैव परित्यजेत्।
अतिलोभाभिभूतस्य चक्रं भ्रमति मस्तके॥
માણસે અતિશય લોભી નહીં હોવું જોઈએ; અને ન તો બધી ઇચ્છાઓ છોડી દેવી જોઈએ. અતિશય લોભી વ્યક્તિના માથા પર ચક્ર ફરતો રહે છે. આ પંક્તિઓ પંચતંત્રની એક વાર્તામાં છે અને "ચક્ર" (પહિયું) શબ્દનો વાર્તામાં પોતાનો સંદર્ભ છે. જોકે, આપણે તેને જીવન અને મૃત્યુના ચક્ર તરીકે પણ અર્થ આપી શકીએ.