પેહલા પ્રશ્ન મેં પૂછ્યો છે ?
આ મારો રૂમ છે , તમે આ રૂમ માં શું કરી રહ્યા છો ? સામે ઊભેલા વ્યક્તિ એ પૂછ્યું .
કાવ્યા : તમારો રૂમ !
(કાવ્યા મનોમન વિચારે છે , અહીંયા ના સ્ટાફ એ આ રૂમ જેટલું બને એટલું વ્હેલું ખાલી કરવા માટે કહ્યું હતું , સાચે આ આમનો જ રૂમ હસે ! હવે કાવુ શું કરીશ તુ , જલ્દી કઈક વિચાર.
કાવ્યા: હેય પ્લીઝ મારી વાત સાંભળો , અમારી ફેરવેલ પાર્ટી નીચે પૂલ સાઇડ પર ચાલી રહી છે , ત્યાં મારો પગ લસરતાં હું પૂલ મા પડી એન્ડ મારા બધા કપડા પણ ભીના થઈ ગ્યા છે , અહીંયા ના સ્ટાફ ને રિક્વેસ્ટ કરી જેથી એમણે થોડા સમય માટે આ રૂમ પ્રોવાઈડ કર્યો.
એમણે પણ જાણ હશે નહીં કે આ રૂમ ના ગેસ્ટ સમય કરતા વેહલા પહોચી જશે (કાવ્યા એ થોડું અકડાઈ ને કહ્યું ).
એટલે તમે અત્યારે આ રૂમ પર વેહેલા પહોચી જતા બધો દોષ મારા પર ઢોળી રહ્યા છો , (સામે ઊભેલા વ્યક્તિ એ કહયુ.)
બને ની રૂમ માં વાતો ચાલતી હતી , એટલી વાર માં નિખિલ ત્યાં આવી પહોંચ્યો.
નિખિલ : ( તે વ્યક્તિ સામે જોઈને ) તો મિસ્ટર યાંશ પટેલ , તમે તમારા બીઝી શિડ્યુલ માથી ફાઇનલી ફ્રી થઈને પહોચી ગયાં.
યાંશ પટેલ નિખિલ નો પિતરાઇ ભાઈ અને ગોવર્ધન પટેલ ના નાના ભાઈ કેતન પટેલ નો એક માત્ર દીકરો.
યાંશ ની ઉંમર ૨૧ વર્ષ હતી , ૩ વર્ષ પહેલા પિતા ના અકાળ મૃત્યુ થતાં , સ્ટડી ની સાથે બિઝનસ પણ ખુબ સારી રીતે સંભાળી રહ્યો હતો , તેને આટલી નાની ઉંમર માં બિઝનસ વર્લ્ડ માં પોતાનું નામ અને વર્ચસ્વ સ્થાપ્યું હતું.
નિખિલ : વો વો
(તેનું ધ્યાન ત્યાં ઉભેલી કાવ્યા પર ગયું).
તો યાંશ મને ન્હોતી જાણ કે મારા ગેસ્ટ બીજા કોઇ ગેસ્ટ ને પણ સાથે લઈને આવી રહ્યા છે .
યાંશ : શટ અપ નિખિલ .
એન્ડ યુ વોટ્સ યોર નેમ ?
ઈન્ફેક્ટ , જે કઈ પણ હોઈ , ચેન્જ કરો અને ઝડપથી નીકળો અહીંયા થી .
કાવ્યા : છોકરીઓ સાથે કઈ રીતે વાત કરવી જોઈએ , એટલી સમજ તો તમારા માં હોવી જોઇએ, મને નથી લાગતું કે તમને કોઈએ સિખડાવ્યું હશે !
યાંશ : ( ગુસ્સામા ) આઈ સેઈડ ડુ ચેન્જ એન્ડ ગેટ આઉટ.
હું તમને અહીં રિસ્પેક્ટ આપવા માટે નથી આવ્યો , આ મારો રૂમ છે એન્ડ અત્યારે તમે મારા રૂમ પર છો .
કાવ્યા : આટલો ઘમંડ શાનો ? ઓકે ધેન , તમારો રૂમ તમને મુબારખ , મારે ચેન્જ પણ નહીં કરવું, હું બાથરોબ પેહરીને જ અહીંયા થી જતી રહીશ , ગુડ બાય , ભગવાન કરે હવે પછી આવા ઘમંડી માણસ સાથે મુલાકાત ના થાય.
યાંશ ને આટલું સાંભળતા જ ખૂબ ગુસ્સો આવ્યો , એ કહી આગળ બોલે એ પેહલા જ નિખિલ એ કહ્યું .
નિખિલ : વેઇટ વેઇટ , સોરી , અમે તમને નથી જાણતા , પણ હા છોકરીઓ ની રિસ્પેક્ટ કરતા અમને સારી આવડે છે તો પ્લીઝ દિલ પર ના લેતા તમને હું બાજુ ના રૂમ ની ચાવી આપું છું એ મારો જ રૂમ છે ત્યાં જઈને તમેં ચેન્જ કરી લેજો.
કાવ્યા : ઓકે , થેન્ક યૂ , થોડું તમારા આ ખડૂસ મિત્ર ને પણ પણ સમજાવો કે છોકરીઓ સાથે કઈ રીતે વર્તવું જોઈએ, મને લાગે છે એમનું ખાલી કદ જ વધ્યું છે , બુદ્ધિ નો વિકાસ નથી થયો .
નિખિલ કાવ્યા ના આ શબ્દો સાંભળતા ની સાથે જ યાંશ તરફ ફરી ને જોર જોર થી હસવા લાગ્યો .
યાંશ નિખિલ ને હસતા જોઇને કાવ્યા ની નજીક જાય છે તે તેની બાજું (હાથ )જોર થી પકકડીને બોલે છે .
યાંશ : તમને ખબર છે તમે શું અને કોની સામે બોલી રહ્યા છો ? બીજા પર ટિપ્પણીઓ કરતા પેહલા પોતાની જાત ને પારખી ને જોઈ લેવી જોઇએ.
યાંશ કાવ્યા ની ખુબ જ નજીક હોવાથી , કાવ્યા કંઈ પણ ના બોલી શકી.
ઝડપથી પોતાનો હાથ છોડાવી નિખિલ ના હાથ માથી બાજુના રૂમ ની ચાવી લઈને ત્યાં થી જતી રહી.
કાવ્યા ના જતા ની સાથે જ નિખિલ યાંશ સામે પોતાના બને નેણ ઉચ્ચા કરીને તેને ચીડવવા લાગ્યો .
યાંશ : તારે પણ કશું કેહવાનું બાકી રહી ગ્યું હોઈ તો તું પણ કહી દે.
નિખિલ : તારે આ રીતે એની સાથે ના વર્તવું જોઈએ, તે એની સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે , યાંશ બધી છોકરીઓ સરખી નથી હોતી , તુ બધાને શ્રુતિ સાથે સરખામણી કરવાનું બંધ કર .
યાંશ : તારે એનું નામ લેવું જરૂરી હતું ! તુ માને કે ના માને બધી જ છોકરીઓ સરખી હોઈ છે, પૈસા હોઈ તો કોઈપણ ને દિલ આપી બેસે .એવી છોકરીઓ માટે વ્યક્તિ ના વિચાર કે એમના ઈમોશન્સ ની કઈ કિંમત નથી .
ચાલ મને એક પ્રશ્ન નો ઉત્તર આપ વિશાખા તારી સાથે સગાઈ શાં માટે કરી રહી છે ?
મને ખબર છે કે તું આ નો જવાબ નહીં આપે , તુ અને હું બને બહું સારી રીતે આનો જવાબ જાણીએ છે .
બીજી તરફ વિધિ તેના મમ્મી સાથે ફોન પર વાત કરી રહી હતી .
લતાબેન શાહ : વિધિ મારી સાથે સ્માર્ટ થવાની કોશિશ ના કર , તમે બને અત્યારે જ ઘરે આવો .
તમે બન્ને ૧ કલાક માં ઘરે ના પહોચ્યા તો મને નિરંજન મામા ને કોલ કરીને જણાવતાં વાર નહીં લાગે .
સામે થી આટલું કહીને લતાબેન શાહ એ કોલ કટ કર્યો , તેને વિધિ ને કઈ પણ બોલવાનો મોકો ના આપ્યો.
તે ઝડપથી કાવ્યા જે રૂમ માં ચેન્જ કરવા માટે ગઈ હતી એ રૂમ તરફ આગળ વધી .
નિખિલ : યાંશ તે મારું પણ મૂડ ખરાબ કર્યું , મારે અહીંયા આવું જ ન્હોતું જોઈએ , તુ ફ્રેશ થઈને નીચે ડિનર માટે આવી જા , હું જઉં છું .
એમ કહી નિખિલ એ રૂમ માથી જતો રહ્યો .
તે બહાર નિકળતા ની સાથે જ સામે થી આવી રહેલી વિધિ સાથે અથડાતાં બન્ને જમીન પર પડ્યાં .
નિખિલ વિધિ ની ઉપર ની તરફ હતો , તે જાણે વિધિ ની આંખો માં ખોવાઈ ગયો હોઈ તેમ તેને કઈ જ ભાન ના રહ્યું .
વિધિ : ઓ મિસ્ટર ઓ મિસ્ટર તમને જ કહી રહી છું , કંઈ દુનિયામાં ફરો છો .
વિધિ નો અવાજ સાંભળતા નિખિલ ને ભાન થયું , તે ઝડપથી ઊભો થયો અને વિધી ને પણ સહારો આપી ઊભી કરી .
નિખિલ અને યાંશ કોની વાત કરી રહ્યા હતા ? કોણ છે આ શ્રુતિ ?
વિશાખા અને નિખિલ ની સગાઈ પાછળ નું કારણ શું છે ?
લતાબેન શાહ વિધી અને કાવ્યા ને શા કારણે નિરંજન શાહ ના નામ ની ધમકી આપે છે ?