Kavyansh - Dil thi Dil ni Door - 1 in Gujarati Love Stories by Kru books and stories PDF | કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1

The Author
Featured Books
  • సింగిల్ పేరెంట్

    సింగిల్ పేరెంట్." లేదమ్మా సుధని నువ్వు తప్పుగా అర్థం చేసుకున...

  • ఆఖరి ఉత్తరం

    ఆఖరి ఉత్తరంఇల్లంతా నిశ్శబ్దం అయిపోయింది. పది రోజుల నుండి బంధ...

  • అమ్మమ్మ గారి ఇల్లు

    అమ్మమ్మ గారి ఇల్లు" రేపటి నుంచి నా నా కాలేజీకి సెలవులు అoటు...

  • ఇంటి దొంగ

    ఇంటి దొంగతెల్లారేసరకల్లా ఊరంతా గుప్పు మంది ఆ ఊరి ప్రెసిడెంట్...

  • వీలునామా

    వీలునామా " నాన్న ఇంకా నాలుగు ముద్దలే ఉన్నాయి ఇది మీ తాత ముద్...

Categories
Share

કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1

અરે અરે અરે એ ગઈ 

પાછળ થી ખડખડાટ હસવાનો અવાજ આવ્યો 

કાવ્યા આજે ૧૭ વર્ષ ની થઈ ગઈ હતી, તે પોતાની કોલેજ લાઇફ એન્જોય કરવા માટે ખૂબ જ ઉત્સુક હતી.

12th બોર્ડ ની પરીક્ષા પૂર્ણ થવાની ખુશી માં તથા જીવનનું એક અમૂલ્યવાન ચેપ્ટર એટલે કે કોલેજ લાઇફ શરૂ થવાની ખુશી માં આર્યા સ્કૂલ ના 12th ગ્રેડ ના સ્ટુડન્ટસ માટે ફેરવેલ પાર્ટી રાખવામાં આવી હતી 

આ પાર્ટી ધ રિયોન રિસોર્ટ ના પૂલ સાઇડ પર રાખવામાં આવી હતી 

કાવ્યા પોતાના માં જ મશગુલ હતી , પોતાની કોલેજ લાઇફ ના સપનાઓ જોતા જોતા તે ક્યારે પૂલ માં પડી , તેનો તેને ખ્યાલ જ ના રહ્યો.

કાવ્યા જેવી પૂલ માં પડી , બધા જ તેણે જોઈને જોર જોર થી હસવા લાગ્યા 

વિધિ પણ પોતાનું પેટ પકડીને થોડી વાર હસી પછી તેણે કાવ્યા તરફ હાથ લંબાવ્યો.

એટલા માં પાછળ થી મંથન પણ ઝડપથી દોડી આવી, કાવ્યા ની હેલ્પ કરવા લાગ્યો.

કાવ્યા, મંથન અને વિધિ ત્રણેય બાળપણથી જ મિત્રો હતા.

કાવ્યા પૂલ માથી બહાર આવી , બ્લેક શોર્ટ ડ્રેસ , કમર થી નીચે ઢળતાં લાંબા કાળા વાળ , ચાંદ ની રોશની તેના પર પડતી હતી , પૂલ માં પડતાં ની સાથે જ જે છોકરાંઓ તેના પર હસતાં હતા એ જાણે કાવ્યા ને થોડી વાર માટે જોતા જ રહ્યા.

કાવુ , તુ ઠીક તો છે ને ? મંથન એ પૂછ્યું.

ના ના તમે બધા પેલા આરામ થી હસી લો , મારી કોલેજ લાઇફ ના સપનાં જોતા જોતા મારા પર જ પાણી ફરી ગ્યું , એમ કહી માથા પર હાથ રાખીને ત્યાં બાજુમાં પડેલી ખુરશી પર તે બેસી ગઈ .

વિધિ : બસ બસ જોયા છે અમે તારા બધા નાટક , આ અમારા માટે નવું નથી , હવે ચાલ ઝડપથી ચેન્ઝ કરી લે , નહીં તો તારી તબીયત ખરાબ થઈ જસે.

હા તમે બન્ને ચેન્ઝ કરી આવો , હું તમારા બન્ને નો અહીં જ વેઇટ કરું છું , મંથન એ કહયું.

વિધિ અને કાવ્યા રિસેપ્શન તરફ જવા લાગ્યા 

હેય ! અમને થોડી વાર માટે કોઇ પણ રૂમ મળી જશે ? વિધિ એ પૂછ્યું .

સોરી મેમ , હાલ માં કોઇ જ રૂમ અવેલેબલ નથી.

કાવ્યા : શું કહ્યું , આટલા મોટા ફાઇવ સ્ટાર રિસોર્ટ માં એક પણ રૂમ અવેલેબલ નથી!

સોરી મેમ રિસોર્ટ ના બધાં જ રૂમ ગોવર્ધન પટેલ એ બુક કર્યા છે , કાલે તેમના મોટા દીકરા નિખિલ પટેલ ની સગાઈ છે , તેમણે  બે દિવસ માટે બધા જ રૂમ બૂક કર્યા છે , ત્યાનાં સ્ટાફ એ કહ્યું .

વિધિ : પ્લીઝ કંઈ પણ થઈ શકે એમ હોઈ તો , ૨૦ મિનીટ પણ ચાલશે , કાવ્યા નું ચેન્જ કરવું જરૂરી છે , પ્લીઝ પ્લીઝ.

ઓકે મેમ , તમે થોડું વેઇટ કરો , હું બનતી કોશિશ કરું છું. ત્યાંના સ્ટાફ એ આટલું કહી તેના મેનેજર ને કોલ કરી , ત્યાંની સ્થિતી જણાવી. 

બીજી બાજુ થી તેના મેનેજર નો અવાજ આવ્યો , ઓકે એમને થોડી વાર માટે ઉપર નો સ્યુટ રૂમ આપો , એમણે ચેન્ઝ કરીને જેટલું બને એટલું જલદી ખાલી કરવા માટે કહીં દેજો 

એ રૂમ ના ગેસ્ટ હજું પહોચ્યાં નથી, પણ થોડી વાર માં આવી જશે.

ઓકે સર, એમ કહી ત્યાના સ્ટાફ એ કોલ કટ કર્યો 

એમની પાસે જે એકસ્ટ્રા ચાવી હતી તે આપી , બન્ને ને ચેન્ઝ કરી ઝડપથી રૂમ ખાલી કરવા માટે કહ્યું.

બન્ને ઉપર ની તરફ જવા લાગ્યા , એટલામાં જ વિધિ ના ફોન માં મિસીસ શાહ નો કોલ આવ્યો. 

વિધિ : અરે કાવુ , મમ્મી મમ્મી .... 

મિસીસ શાહ આર્ય સ્કૂલ ના પ્રિન્સીપાલ હતા , પાર્ટી માં જે પણ ચાલી રહ્યું હતું એ બધી એમણે જાણ કરવા માં આવી હતી.

કાવ્યા : વિધિ તું ફઈ ને  સંભાળ , કંઈ પણ થઈ વાત મારા ડેડ સુધી ના પહોચવી જોઈએ. પ્લીઝ

વિધિ : ઠીક છી ઠીક છે , તુ ઝડપ થી જઈને ચેન્ઝ કરી આવ , હું મમ્મી ને સંભાળું છું 

વિધિ મિસીસ લતાબેન શાહ અને કાવ્યા તેમના ભાઈ નિરંજન શાહ ની છોકરીઓ છે. નિરંજન શાહ વડોદરા ના ખુબ જ પ્રખ્યાત અને જાણીતા ઉદ્યોગપતિ છે.

કાવ્યા બાળપણ થી જ તેના ફઈ જોડે વિધિ ની સાથે તેના ઘર , અમદાવાદ માં રહે છે 

કાવ્યા સ્યુટ રૂમ નો ડોર ઓપન કરીને , વોશરૂમ માં શાવર લેવાં માટે જતી રહે છે 

કાવ્યા શાવર લઈને બાથરોબ પહેરીને બહાર આવે છે, એટલા માં સામે થી બાલ્કની નો ડોર ખુલે છે , તે કોઇ વ્યક્તિ ને અંદર આવતા જોવે છે.

બ્લેક શર્ટ , બ્લેક પેન્ટ , મસ્ક્યુલર બોડી , જાણે કોઇ મૂવી ના હિરો હોય.

એક હાથ માં ચા નો કપ પકડીને અંદર આવી રહ્યો હતો.

વુ આર યુ ?

સામે થી અવાજ આવ્યો 

કાવ્યા થોડી વાર માટે પલક ઝપકાવવાનું પણ ભૂલી ગઈ.

આઈ સેઈડ વુ આર યુ ? થોડો ગુસ્સામાં ફરી અવાજ આવ્યો.  

કાવ્યા : કા કા કાવ્યા 

સોરી સોરી

એક મિનિટ હું કે સોરી કહુ છું , સોરી તો તમારે મને કેહવું જોઈએ , તમે કોણ છો ? તમે આ રૂમ માં કેમ આવ્યા ?

કોણ છે એ વ્યક્તિ ?

મિસીસ શાહ આજે થયું એ જાણીને આગળ શું કરશે ?