CHAPTER 2
કેમ સમજવું મારી લાચારી?
રાત્રે હું અને પપ્પા ડાઇનિંગ ટેબલ પર બેસીને વાતો કરતા હતા. ને મેં પપ્પા ને પુછ્યું કે શું એક મુલાકાતમાં હું નક્કી કરી શકું કે મારા જીવનમાં આગળ શું કરવું છે. પપ્પા સમજી ગયા હું કોની વાત કરતી હતી. " બેટા, વાત એક મુલાકાતની નથી. જો કોઈ વ્યક્તિ તમને પસંદ છે તો તે એક નજરે પસંદ આવી જાય, જો એ એક વારમાં પસંદ ના આવ્યું તો પછી સો વાર મળીને પણ પસંદ નઈ આવે. અને આવું અમારા સમયમાં હતું નહીં.
મારા પિતાજી એ મારા લગ્ન તારી મમ્મી સાથે નક્કી કર્યા હતા, અને મેં પુછ્યું પણ નથી કે કોણ છે? કેટલું ભણેલી છે? મને લગ્ન પેલા વિચાર આવતાં, પણ મારી હિંમત ના થઇ કે પિતાજી ને કઈ કહું.
લગની ચોરી માં તારી મમ્મી ને જોઈ ને મને થયું સારું થયું આને મને જોયો નહતો. જો હું લગ્ન પેલા મળ્યો હોત તો મને જોઈને તે ના પાડી દીધી હોત. પછી ખબર પડી કે ખાલી દેખાવમાં નઈ ભણવામાં પણ મારા થી આગળ છે. મેં કોલેજ ના બીજા વર્ષમાં ભણવાનું મૂકી દીધું હતું. તારી મમ્મી ને એ સમયે બીએસસી કરી હતી."
હું સમજી નથી શકતી કે મારા પપ્પા મારી મમ્મી ની તારીફ કરે છે કે મારી ઇનસલ્ટ. કદાચ પપ્પા મને સમજાવવા માગતા હતા કે દિવ્યેશ મારી સરખામણીમાં વધારે હોશિયાર છે. એ લાયક છે. મારી સાથે લગ્ન કરવા અને બિઝનેસ સાંભળવા માટે, પણ આ બધામાં મને નીચું ફિલ થવા લાગ્યું. મને એ દિવાસો યાદ આવ્યા જ્યારે એમને બિઝનેસ ની ડિગ્રી માટે લંડન જવા માટે કીધું હતું, પણ મેં કૂવાનો દેડકો રહેવાનું પસંદ કર્યું. બિઝનેસની જગ્યાએ મેં આર્ટસ લીધું અને જુદી જુદી કલાઓ શીખવા લાગી, મને બધું આવડે છે જે કામનું નથી.
મને વિચારોમાં ખોવાયેલી જોઈ ને પપ્પા ને મારા ખભા પર હાથ મૂકી ને કહ્યું, " બેટા, ટેન્શન લેવાની જરૂર નથી, તારી મરજી થી આગળ વધવાનું છે. જો તને છોકરો નઈ ગમે તો હાલ હું ફોન કરીને ના કહી દઈશ. તો ચિંતા કર્યા વિના તારા રૂમ માં જઈ ને ઊંઘી જા. અને કોઈ ઉતાવળ નથી કે હાલ જવાબ આપવાનો છે, તું શાંતિથી વિચારીને જવાબ આપ." જોકે મારા પર કોઈ દાબવા નથી, પણ લાચારીનો અનુભવ થાય છે.
" હું તમારી ડિશ ધોઈ ને રૃમમાં જાઉં છું, હું તમારૂ જમવાનું પૂરું થાય ત્યાં સુધી તમારા જોડે બેસી છું પછી રૂમ માં જવું છું." પપ્પાને ડિશ બાજુ કરી, ઉભા થયા અને મારા માથા ઉપર હાથ મૂકી ને રૂમ માં ગયા.
શાંતિબેન પટેલ ના સૌથી નાના દીકરા, ભાવેશભાઇ પટેલ ને શાંતિ ફૂડ ઈન્ડસ્ટ્રી ઘરે થી કરી હતી, આશા પટેલ મારા મમ્મી નો આ આઇડિયા હતો કે બા ના નામે નાનો બિઝનેસ ચાલુ કરીએ. પછી સમય સાથે બિઝનેસ ને વધાર્યો, અમદાવાદ થી આખા ગુજરાતમાં માં. મારા જેવા હેલ્થ કોન્શિયસ લોકો માટે ઓર્ગેનિક ફૂડ ઈમ્પોર્ટ કરી અને મોલ માં વેચ્યા, અને હાલ અમદાવાદમાં પાંચ ઓર્ગેનિક ફૂડ મોલ છે. આજુ બાજુ ના ખેડૂતો સાથે કોન્ટ્રેક્ટ કરી લોકલ ઓર્ગેનિક ફૂડ ને સપોર્ટ કર્યો, અને ખેડૂતો ને વધારે પ્રોફિટ કમાતા શીખવ્યું.
એક કોલેજ ફેઇલ વ્યક્તિ જીવન માં વધારે ભણેલા ડોક્ટર ભાઈ અને વકીલ ભાઈ થી આગળ આવી ગયા. મારા જન્મ પેલા એ મોટા ભાઈઓ જોડે પૈસા માગ્યા કરતા.
મને યાદ છે મમ્મી ને મને એક વાર કહ્યું હતું કે મારા જન્મ પછી એક મહીનામાં એ બંને ને ખાલી હાથે ઘરની બહાર કાઢી દેવામાં આવ્યા હતા. ઘણી વાર ભૂખ્યા ઊંઘવું પડતું. એ લાચારીના દિવાસો જોયાં, પૈસા નું મહત્વ સમજાયું.
મેં કામ પૂરું કર્યું અને મારા રૂમ પર જવા લાગી ને પપ્પા ના રૂમ માથી મને અવાજ આવ્યો, " લતા, તું હેલી જોડે વાત કર, જો આજે એની મમ્મી જીવતા હોત તો મારી દીકરીના લગ્ન કયારના થઈ ગયા હોત, મેં 25 છોકરા જોયા. પણ એણે એક પણ ગમ્યો નથી. દિવ્યેશ સારો છે, એ બિઝનેસ પણ સંભાળી લેશે. હેલી ને કોઈ દુઃખ નહીં આવે." હું બોલ્યા વિના ત્યાંથી મારા રૂમ માં ચાલી ગઈ.