CHAPTER 1
શું કરું કે જેથી મારા નસીબ બદલી જાય?
હું હેલી, આ મારા જીવન અને મૃત્યુ નું રહસ્ય છે. 15 March 2025 એ હું લાલ રંગ નું રેસમ નું પાનેતર પેરી ને મારા રૂમ માં બેસી હતી. પપ્પા ને તૈયાર થવા મારા ને દિવ્યેશ માટે હોટલ રાજમહેલ માં બે રૂમ બૂક કરાવ્યાં હતાં. અમદાવાદ ની સૌથી મોંઘી હોટલ, લગ્ન માટે એ હોટલ ના બે હોલ બુક કર્યા હતા. એકમાં લગ્ન વિધિ અને બીજા માં ભોજન સમારંભ.
દિવ્યેશ નું ફેમિલી મધ્યમ વર્ગના લોકો હતા. મારા પપ્પા પોતાનો બિઝનેસ આગળ વધારવા એક સામાન્ય માણસ સાથે મારા લગ્ન કરાવવા માગતા હતાં. જેમાં દિવ્યેશ ત્રણ ભાઈઓ વચ્ચે સૌથી નાનો હતો. બંને મોટા ભાઈ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર પદવી પર સેવા આપતા હતા અને પિતા રિટાયર ટીચર હતા. એ IIM અમદાવાદ થી ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેંટ કરી એપલ સેલ્ફ ગ્રોથ સોફ્ટવેર કંપની માટે માર્કેટિંગ મેનેજર સાથેસાથે સેલ્સ મેનેજર નું કામ કરતો હતો. માત્ર 24 વર્ષ ની ઉમર માં આટલી સારી પોસ્ટ માટે કામ અને સારો ફેમિલી બેકગ્રાઉન્ડ જોઈ ને પપ્પા ને એની ફેમિલી ને ઘરે મળવા બોલાવ્યા હતા. પપ્પા ને એની સ્કીલ ને એક મુલાકાતમાં પારખી ગયેલા, બંને મળીને બિઝનેસ, સ્ટોક, પ્રોપર્ટી અને ફેમિલી પર વાતો કરી હતી. ઘર માં બધા ને મળ્યાં પછી બીજી વાર મારી મુલાકાત દિવ્યેશ ને કરાવી હતી.
મારી એની મુલાકાત પેલાં પપ્પાને મને કીધું હતું, કે એ કેવા પ્રકારની વ્યક્તિ છે. એમને કરેલી બધી વાતો મને કીધી. એમને સૌથી વધારે દિવ્યેશ ના મમ્મી આશાબેન પટેલ નો સ્વભાવ ગમ્યો હતો. ઘર સાથે કોચિંગ ક્લાસ ચલાવતા હતા, શાંત, સમજુ અને સિમ્પલ હતા. બે કલાક માં અમને ઘણી અગત્યની ની વાતો કરી, જેમાં પપ્પા ને સૌથી વધારે પસંદ આવ્યા એમના વિચારો, જ્યારે એ આવું બોલ્યા. " મારી કોઈ દીકરી નથી. મને જીવનમાં હમેશાં આ ખટક્યા કર્યું છે. પણ જ્યારે મારી સર્વથી મોટી વહુ ઘરે આવી ત્યારે મને થયું કે ભગવાન એ મને જીવનમાં ફરી થી મા બનવાનો મોકો આપે છે અને એ દિવસે સમજાયું કે ફરી મને એ મોકો મળશે." પપ્પા મારા માટે એવું ઘર શોધતા હતા કે જેમાં મને મમ્મી નો પ્રેમ મળી રહે.
અમારી પેલી મુલાકાત આજ હોટલ રાજમહેલ માં કાફે માં થઈ હતી. પપ્પા ને અમારા માટે ટેબલ બૂક કરાવ્યું હતું. હું જલ્દી આવી હતી કે કદાચ દિવ્યેશ આવામાં લેટ હતો. હું લાઇટ પિંકી ડ્રેસ, બ્લેક પર્સ અને બ્લેક બૂટ માં ટેબલ પર ફોન માં સમય જોતી હતી.
જેવી મારી નજર એન્ટ્રન્સ ગેટ પર પડી ત્યાંજ એક છોકરો સફેદ શર્ટ,બ્લેક પેન્ટ, ગોલ્ડન વોચ અને બ્રાઉન બૂટ પહેરી ને હોટલ આવ્યો. તેણે ગેટ પર ઉભેલા વર્કસ ને જોઈ ને નાની સસ્મિત સાથે માથું નીચે થી ઉપર લીધું. સ્ટાઇલ થી બીજા ને જોઈ ફરી નાની સ્મિત આપી. એ સ્મિત જાણે વહેલી સવાર મા ઊગેલા સૂર્ય ના આછા કારણો. એ મારી ટેબલ આગળ આવી ને ઊભો રહ્યો, સામાન્ય ઝૂકી હ્રદય પર હાથ મૂકીને સોરી બોલ્યો, " મારે આવામાં લેટ થયું. હું પપ્પા ને હોસ્પિટલ લઈ ને ગયો હતો. આજે ચેકઅપ હતું."
હોસ્પિટલ અને પપ્પા બંને નું નામ સાંભળીને હું થોડી ગભરાઈ ને બોલી ઊઠી. " પપ્પા ને શું થયું છે." દિવ્યેશ મારી સામે જોયું ને બોલ્યો, " પપ્પા! પપ્પા ને સારું છે, રેગ્યુલર ચેકઅપ હતું. હું અને ભાઈ જોડે હતા પપ્પા ના, હું અમને ઘરે મુકી ને આવ્યો છું. ચિંતા જેવું કઈ નથી. શું ઓર્ડર કરવું છે." મેં કહ્યું મને આઇસ કોફી જોઈએ છે. તરતજ એ બોલ્યો, " મારો દિવસ ચા વિના અધૂરો છે."
વાતો કરતા કરતા ક્યારે બપોરના રાત પડી ગઈ ખબર ના પડી, રાત્રે પપ્પા ગાડી લઈ ને મને લેવા આવ્યા હતા. ત્યારે અમને દિવ્યેશ ને પુછ્યું. "કેવી રહી તમારી મુલાકાત."
દિવ્યેશ ને એક વાર વિચાર્યા વિના સીધું કહી દીધું, "મને હેલી પસંદ છે." પપ્પા આવું સાંભળીને ને ખુશ હતા. એમને દિવ્યેશ ના ખાંભા પર હાથ મૂકી કહ્યું, " હું હેલી ને ઘરે જઈ ને શાંતિથી પૂછી ને તમને જવાબ આપીશ, હાલ હું રજા લાવું હેલી ગાડી માં મારી રાહ જોતી હસે."
પપ્પા ને રિસેપ્શન પર બિલ આપવા ગયા, ત્યારે ખબર પડી કે દિવ્યેશ ને બિલ પે કરી દીધું છે. બિલ કાઉન્ટર થી અમને ટેબલ પર ઊભા રહેલા દિવ્યેશ ને હાથ થી ઈસરો કરી પપ્પા ત્યાંથી નીકળી ને પાર્કિંગ માં આવ્યા, જ્યાં એમને મને રાહ જોવાનું કહ્યું હતું. હું ગાડી ના બહાર એમની રાહ જોતી હતી, " બેટા ગાડી ના બાર કેમ ઉભી છે, ગાડી માં બેસ."