શ્રીમંત અને ગરીબ
એક સમયેની વાત છે, એક મોટા શહેરમાં એક બહુ જ અમીર અને ધનવાન માણસ રહેતો હતો. તેની પાસે તમામ પ્રકારની સંપત્તિ અને સુખ સુવિધાઓ હતી. તે ખુબ આરામદાયક જીવન જીવી રહ્યો હતો. તે આખા શહેરના લોકોને ખવડાવવા માટે સક્ષમ હતો. તે હંમેશાં પોતાના શાનદાર જીવનનો તેના મિત્રો અને સગાસંબંધીઓ સામે ગર્વ કરતો. તેને લાગતું પોતે ગણું કમાવ્યું છે જેના લીધે તે બીજાથી ખુબ અલગ છે.
તેનો પુત્ર કોઈ દૂર સ્થળે અભ્યાસ કરી રહ્યો હતો અને રજાઓમાં ઘરે પરત ફર્યો. અમીર માણસ તેના પુત્રને બતાવવા માંગતો હતો કે તેનો પિતા કેટલો અમીર છે અને તે તેના પર કેટલો ગર્વ કરી શકે. બીજાઓ જે અભાવ અને ગરીબીમાં સબડે છે તેના કરતાં તે કેટલો આગળ છે.
પરંતુ તેનો પુત્ર ક્યારેય બીજા કરતાં પોતાને અલગ માનતો ન હતો. તે માનતો હતો દરેક મનુષ્ય પોતાના કર્મ પ્રમાણે જીવે છે. અને તેને પોતાના કર્મ પ્રમાણે અને ભગવાનના આશીર્વાદ પ્રમાણે મળે છે. પોતાની પાસે બે કાર વધુ હોવાથી તે બીજાથી અલગ નથી થઇ જતો.
છતાં, અમીર માણસ તેના પુત્રને એ અનુભૂતિ કરાવવા માંગતો હતો કે તેની જીવનશૈલી કેટલી સમૃદ્ધ છે અને ગરીબ લોકો કેટલી મુશ્કેલીઓનો સામનો કરે છે. બીજાથી પોતે અલગ છે મહાન છે. તેણે તેના પુત્રને આખા શહેરમાં ફરાવવાની યોજના બનાવી જેથી તે ગરીબોની જીવનશૈલી જોઈ શકે. પોતાના પર ગૌરવ મહાનતાનું કરી શકે.
પિતા અને પુત્ર એક ગાડીમાં બેસી આખા શહેરમાં ફર્યા. બે દિવસ પછી તેઓ ઘરે પરત ફર્યા. અમીર માણસ ખુશ હતો કે તેનો પુત્ર ઘણો શાંત હતો, કારણ કે તેણે જોયું કે ગરીબ લોકો તેના પિતાનો સન્માન કરી રહ્યા હતા અને તેના પિતા પોતાને મહાન ગણી રહ્યા હતા.
અમીર માણસે તેના પુત્રને પૂછ્યું, ‘પ્રિય પુત્ર, સફર કેવી રહી? શું તને આનંદ આવ્યો?’
પુત્રે ઉત્તર આપ્યો, ‘હા પિતાજી, તમારા સાથે આ એક શાનદાર સફર હતી.’
‘તો, તું આ સફરમાંથી શું શીખ્યો?’ – પિતાએ પૂછ્યું.
પુત્ર ચૂપ રહ્યો.
પિતાએ કહ્યું, ‘અંતે, તું જોઈ જ લ્યું કે ગરીબ કેટલાં કષ્ટમાં છે અને તેઓ ખરેખર કેવી રીતે જીવતા છે. તેના કરતાં આપણે કેટલા સર્વ શ્રેષ્ટ છીએ.”
‘ના પિતાજી,’ પુત્રે ઉત્તર આપ્યો.
તેને આગળ કહ્યું, ‘અમારી પાસે માત્ર બે ગાય છે, પણ તેમની પાસે દસ ગાય છે. આપણી પાસે એન મજાનું નાવાણીયું છે, પણ તેમની પાસે વિશાળ તળાવ છે. આપણી પાસે જાત જાતના દીવડાઓ છે, પણ તેમની પાસે અનગિંત તારા છે અને ચાંદો જે તેમની રાતોને પ્રકાશિત કરે છે. અમારું ઘર એક નાનકડા ટુકડામાં બનાવેલું છે, પણ તેમની પાસે દૂરસુધી ફેલાયેલાં અનગિંત ખેતરો છે. અમે અમારા ઘરની સુરક્ષાની માટે ઊંચી અને મજબૂત દીવાલો બનાવીએ છીએ, પણ તેઓ એકબીજા સાથે ગાઢ સંબંધ રાખે છે અને એકબીજાને ઘેરી સુરક્ષિત કરે છે. અમે તેમની પાસેથી ખોરાક ખરીદીએ છીએ, પણ તેઓ એટલા સમૃદ્ધ છે કે પોતાનો ખોરાક પોતે ઉગાડે છે. દરેકને એના કર્મ અનુસાર મળ્યું છે. વસ્તુ થી માણસ નાનો કે મોટો નથી થઇ જતો.”
અમીર પિતા પુત્રની વાતો સાંભળીને આશ્ચર્યચકિત રહી ગયો અને સંપૂર્ણપણે મૌન થઈ ગયો.
અંતે પુત્રે કહ્યું, ‘પિતાજી, તમારું ઘણું-ઘણું આભાર કે તમે મને આ બતાવ્યું કે ખરેખર અમીર કોણ છે અને ગરીબ કોણ, અને મને આ સમજવા દીધું કે વાસ્તવમાં અમે કેટલાં ગરીબ છીએ!’
આપણી પાસે આટલું હોવા છતા વધુ ને વધુ માંગણી કરતા રહ્યા છીએ.”
હકીકતમાં આપણે પૈસા થી મોટા કે નાના નથી બની જતા. કાગડો પર્વતની ટોચ પર બેસી ગરુડ નથી બની જતો કે સિંહ જમીન પર બેસી જંગલનો રાજા નથી થઇ જતો.
નાનો માણસ એમ સમજે છે કે મારી પાસે કઈ નથી એટલે હું નાનો છુ ને મોટો એમ સમજે છે કે મારી પાસે બધું છે જે બીજા પાસે નથી એટલે હું મોટો છુ. આમ બંને લોકો આ મનોદશા થી પીડાય છે.
ममैवांशो जीवलोके जीवभूतः सनातनः।
मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति।।15.7।।
આ સંસારમાં જીવ બનેલો આત્મા મારો જ શાશ્વત અંશ છે; પરંતુ તે પ્રકૃતિમાં સ્થિત મન અને પાંચેય ઈન્દ્રિયોને આકર્ષિત કરે છે (પોતાનું માનીને).
ભગવાને ગીતામાં કહ્યું છે તું મારો પુત્ર છે. જો હું ભગવાનનો પુત્ર હોઉં તો બીજા બધા એક ભગવાનના દીકરા જ છીએ કોઈ નાનો નહિ કોઈ મોટો નહિ. કોઈ છુત નહિ કોઈ અછુત નહિ. કોઈ અસ્પૃશ્ય નહિ. બધા ભગવાનના એક દીકરા.