શા માટે??? શા માટે તે મારી રાહ જોઈ? મે તને કહ્યું હતું મારી રાહ જોવાનું? તું છો કોણ? તને મે કેટલી વખત કહ્યું છે હું ક્યારેય તને નહિ સ્વીકારું... મારી પાસે મારી જલ્પા છે... તારી કરતાં ક્યાંય સારી તું મને ક્યારેય નહી સમજી શકે..સમજી લે જે...
આટલું બોલીને અનુરાગ ફોન કટ કરે છે.. સામે પક્ષે બેઠેલી નિખાલસ ભાવે હસતી નીતિ ફોન સામે જોઈને રડતી રડતી સુઈ જાય છે...
થોડા વર્ષો પછી ફોન કરનાર નીતિ પથારીમાં સૂતી સૂતી વિચારે છે... અનુરાગ અને એની યાદોને હંમેશા સાથે રાખનારી નીતિ ને આજે અનુરાગ ઉપર એટલી બોજ બની ગઈ હશે કે આટલા આટલા કડવા વહેણ સાંભળવા પડ્યા... આખી રાત અનુરાગના બોલાયેલા તમામ શબ્દો નીતિ ના કાનમાં સંભળાય છે, શા માટે??? શા માટે તે મારી રાહ જોઈ? મે તને કહ્યું હતું મારી રાહ જોવાનું? તું છો કોણ? તને મે કેટલી વખત કહ્યું છે હું ક્યારેય તને નહિ સ્વીકારું... મારી પાસે મારી જલ્પા છે... તારી કરતાં ક્યાંય સારી તું મને ક્યારેય નહી સમજી શકે..સમજી લે જે...
હે ભગવાન આ મારાથી શું થઈ ગયું મારી કારણે અનુરાગ દુઃખી થઈ ગયો...હે ભગવાન મને માફ કરજે... આટલું બોલીને નીતિ પોતાનો સામાન પેક કરે છે. સવાર પડતાં જ ભાડાનાં મકાનમાં રહેનારી નીતિ ટ્રેન ની ટીકીટ કરાવી ને ઘણી દૂર ચાલી જાય છે... મોટા શહેરમાં પગ પર ઉભી રહેવા માટે નોકરી કરે છે, પગારમાંથી ફોન ખરીદે છે અને નવા ફોનમાં એન્જલ નામની ફેંક આઇડી ખોલીને અનુરાગ ના સોશિયલ મીડિયામાં એન્ટર થાય છે....
સમય જતાં અનુરાગ ને નીતિ સાથે કરેલું વર્તન કોરી ખાય છે... નીતિ નોકરીમાં પ્રમોશન લેતી લેતી વિદેશ ચાલી જાય છે અને એક કોરો ચેક અને કાગળ મોકલે છે.
અનુરાગ,
તારી પાસે આવવું કે તારી રાહ જોવી એ ફક્ત મારો પ્રેમ હતો... પણ તને હંમેશા મારાથી બીજા વધુ લોકો ગમ્યાં છે અને પસંદ આવ્યાં છે માટે હું હવે તને ક્યારેય ગળે નહિ પડું. મને કેન્સર લાસ્ટ સ્ટેજ નું છે. મે તને એક કોરો ચેક મોકલું છું એ તારા લગ્નમાં ખર્ચ તરીકે મારા તરફથી ગિફ્ટ ગણી લેજે.... તે એક વખત મારી પાસે વચન લીધેલું કે હું તારા થી કઈ છુપાવું નહિ, મને જ્યારે ખબર પડી ત્યારે મે તને આ કહેવા કૉલ કરેલો પણ તારા શબ્દો એ તે દિવસે જ મને સમજાવી દીધું કે હવે તારા પોતીકા માં હું સામેલ નથી. કઈ ભૂલ થઈ હોય તો માફ કરી દેજે.. તને આ કાગળ મળશે ત્યારે હું કદાચ હયાત નહિ હોવ...
અનુરાગ આ કાગળ વાંચીને સ્તબ્ધ થઈ ગયો... નીતિ ને ફોન કરતાં ખબર પડી કે નીતિ અમેરિકા ની એક હોસ્પિટલમાં આજે સવારે જ સારવાર દરમિયાન મૃત્યુ પામી છે.... અને મરતા પહેલા ત્યાંના ડોકટર ને ભાઈ માનતી એમને પોતાનાં અંતિમ સંસ્કાર માટે એક કાગળમાં લખતી ગઈ હતી... અમેરિકા થી આવેલા નીતિ ના ડોકટર ભાઈ એ પોતાનાં પ્રાઇવેટ જેટમાં આવીને અનુરાગ ને કરોડો ની મિલકત અને નીતિ નો સામાન આપતો જાય છે... અને થોડીક ફાઈલો આપે છે.. જેમાં સોશિયલ મીડિયામાં બનેલી એન્જલ ની માહિતી થી લઈને જલ્પા એ રમત રમી એ તમામ માહિતી ના પુરાવા હતાં.. સાથે સાથે અનુરાગ ની વિરૂદ્ધ કરેલા ખોટા ષડયંત્રો માં નીતિ એ અનુરાગ ને બચાવ્યો એની બધી જ વિગતો એમાં હતી... અંતે અનુરાગ એ પોલીસ ને તમામ સાબિતી આપીને જલ્પા ને પોલીસ હવાલે કરી... ઘરે આવ્યા બાદ ચા ડાયરી પેન અને નીતિ ના ફોટા આલ્બમ સામે જોતા જોતા અનુરાગ બોલ્યો...
"નીતિ તારી પાસે આવવાની રાહ જોવ છું...." sorry નીતિ. કાશ તને ઓળખવાની સાથે સમજી પણ શક્યો હોત... કાશ....
© જેનસી.
(11/10/2023.)
(બુધવાર.)