A step towards recognition. in Gujarati Short Stories by Jivantika Pathak Jensi books and stories PDF | એક કદમ ઓળખાણ તરફ.

Featured Books
Categories
Share

એક કદમ ઓળખાણ તરફ.

એક કદમ.....



"એક કદમ ઓળખાણ તરફ."

મારુ કાઠિયાવાડ,,, લાગણીશીલ લોકો થી વસેલું કાઠિયાવાડ કાઠિયાવાડ ની ઘણી બધી વસ્તુઓ વખણાય છે, પરંતુ ગાંઠિયા અને જલેબી, ફાફડા અને ઊંધિયુંની વાત જ અલગ હોય છે,
રાજકોટ કાઠીયાવાડનું એક મોટું શહેર કાઠીયાવાડી માટે એનું રંગીલું રાજકોટ વાત કરીએ બે મિત્રોની જે દૂર હોવા છતાં એકબીજાની નજીક હતી, સામાન્ય પરિવારમાંથી આવતી બે મિત્રો કુમુદ અને નેહા
ધોરણ 8 થી ધોરણ 12 સુધી બંન્ને સાથે અભ્યાસ કરતી હતી, બંન્ને એકબીજાની ખૂબ જ પરવાહ અને ગાઢ મિત્રતા હતી, કુમુદ ના પિતા નીખીલભાઈ ગવર્મેન્ટ હાઈસ્કુલ માં ક્લાર્ક તરીકે જોબ કરતા હતા અને કુમુદ ની માતા મીનાબેન શાળામાં શિક્ષિકા હતા... કુમુદ ને નાનપણ થી જ ઈતર પ્રવૃત્તિ માં ખૂબજ રસ હતો,  જ્યારે નેહા એના કાકા કાકી સાથે અતિ સાધારણ પરિવાર ની દીકરી હતી... 
નેહા અને કુમુદ ની ઓળખાણ એક સ્પર્ધા માં થઈ હતી... મહેંદી સ્પર્ધામાં નેહા 1 નંબર  અને કુમુદ 2 નંબર પર આવેલી હતી... ત્યારે થોડીક મિનિટો ની ઓળખાણ નેહા અને કુમુદ માટે દોસ્તીની પહેલું કદમ હતું... 
જ્યારે  કુમુદ ને નેહાના જીવન વિશે જાણવા મળ્યું ત્યારે નેહા એ એના મમ્મી મીનાબેન ને પૂરી વાત કરી, મીનાબેન ને નેહા વિશે ખબર પડતાં મીનાબેને નેહા ને ઘરે લાવવા કુમુદ ને કહ્યું..... રવિવાર ની રજા માં મીનાબેન અને નિખિલભાઈ ઘરે હતા, કુમુદ નેહા ને લઈને ઘરે આવે છે...

મીનાબેન અને નિખિલભાઈ  ઘરના દરવાજા સામે નજર કરે છે, જૂના કપડાં, ઘઉં વર્ણી નમણી નેહા ને જુએ છે મીનાબેન  કહે છે આવ બેટા! 

નેહા ધીમે ધીમે અંદર આવે છે, 
કુમુદ મોટે થી બોલે છે ; પપ્પા મમ્મી જુઓ આ નેહા 
હુ કહેતી હતી ને આ મારી બેનપણી છે...
નિખિલભાઈ : હા મારી કોયલ.
કુમુદ : પપ્પા નેહા ને પણ મહેંદી દોરતા મસ્ત આવડે છે ..
નિખિલ ભાઈ : હમમ અચ્છા.. સરસ
કુમુદ : પપ્પા આ મારા ક્લાસ માં અભ્યાસ કરે છે.... મને તમે જે સ્કૂલ માં ગયા મહિને એડમિશન કરાવ્યું ત્યાં
નિખિલ ભાઈ : હં
મીનાબેન : કુમુદ હવે તું એકલી જ બોલીશ કે અમને 3 ને બોલવા દઈશ.
કુમુદ : ચૂપ થઈને ધીમે ધીમે હસે છે, 
નિખિલભાઈ :  જમવાનું કાઢો આજે સાંજે સાથે જમવા બેસીએ.... 
કુમુદ નેહા નીખીલભાઈ અને મીનાબેન 4 જમવા બેસે છે. 
વાતો ઉપર થી ખબર પડે છે કે નેહા ના માતા પિતા નાનપણ માં જ ગુજરી ગયા છે, ત્યારથી તે તેના કાકા કાકી ભેગી રહી ને ભણે છે, નેહા મહેંદી દોરતા આજુ બાજુ ના બહેનો પાસે થી શીખી હતી... મહેંદી દોરવા જાય એમાંથી જે પૈસા આવે એ પૈસા માંથી પોતાની માટે ભણવાના ચોપડા અને યુનિફોર્મ લે છે, જ્યારે  કોઈ સ્પર્ધા કે કોઈને મહેંદી શિખવાડે ત્યારે એ પૈસામાંથી પોતાની માટે કપડાં અને જરૂરી વસ્તુઓ લે છે જેથી કાકા ને એટલી મદદ મળી રહે... 

નિખિલ ભાઈ :  જમતા જમતા નેહા ને પૂછે છે 

મીનાબેન ની આંખ માં આંસુ આવી જાય છે, 

કુમુદ પણ નેહા ની વાત સાંભળી ને અવાક્ બની જાય છે.... 

નિખિલ ભાઈ  નેહા ને કહે છે .. બેટા તને કઈ વાંધો નાં હોય તો હું તારા કાકા ને મળવા માગું છું.... 

નેહા : પેહલા થોડીક શાંત રહે છે, પછી તે માથું હલાવી ને હા કહે છે... 

નિખીલભાઈ, મીનાબેન અને નેહા 3 નેહા ની ઘરે જાય છે... કુમુદ ને ઘર નું ધ્યાન રાખવાનું કહી 3 નેહા ની ઘરે પહોંચે છે.... 

નેહા સાથે જતા જતા નિખિલભાઈ અને મીનાબેન  એક બીજા ની સામે ઈશારા થી વાત કરે છે... 

નેહા : અંકલ આ અમારું ઘર...
નિખિલ ભાઈ : અંદર જાય છે તો એક ફોટા સામે જુએ છે, અને એક પગલું પાછળ ભરી દે છે મીનાબેન નિખિલ ભાઈ ને પકડી લે છે..

મીનાબેન : નિખીલ શું થયું તમને??? નિખીલ....

નિખિલભાઈ : દીવાલ ઉપર પોતાની આંગળી ચીંધે છે,  મીનાબેન જોર થી બુમ પાડીને રડવા લાગે છે,

અચાનક અવાજ સાંભળતા જ નેહા ના કાકા કાકી એની સામે આવી ને ઉભા રહે છે.... જુએ છે તો નિખિલ ભાઈ અને મીના બેન... 

યશવંતભાઈ (નેહા ના કાકા) નિખિલ ભાઈ તમે? અહી?

યશવંત આ કોણ છે?? કિરણબેન પૂછે છે....

યશવંતભાઈ કિરણબેન ને કહે છે, નિખિલભાઈ મોટા ભાઈ ના સાળા છે, વર્ષો પેહલા ભાઈ ભાભી લવ મેરેજ કરતાં જ ભાભી ને એમના પરિવારે સંબંધ કાપી નાખેલ ત્યારે નિખિલ ભાઈ એ મને મોટા ભાભી ના ભાઈ બની ને હંમેશા ભાભી નું ધ્યાન રાખવા કહેલું....

નિખિલ ભાઈ અને મોટા ભાભી બન્ને સગા ભાઈ બેન છે... 

નિખિલભાઈ અને મીનાબેન ખુબજ રડે છે અને કહે છે મારા બેન બનેવી કેમ કરતા ગુજરી ગયા... અને ને....હા... ???

યશવંત ભાઈ : હા નિખિલ ભાઈ આ તમારી ભાણેજ છે, એક અકસ્માત માં ભાઈ ભાભી ગુજરી ગયા હતા .. ત્યારે નેહા માત્ર  2 વર્ષ ની હતી,  નિખિલ ભાઈ અને મીનાબેન હૈયાફાટ રુદન કરે છે, ને નેહા ને ગળે લગાવે છે,....  
નિખીલભાઈ,  મીનાબેન, યશવંતભાઈ અને કિરણબેન વાતો કરે છે,  
નેહા ઉભી ઉભી બધું સાંભળે છે .

નિખિલભાઈ યશવંતભાઈ પાસે એક વિનંતી કરે છે,
યશવંતભાઈ હું અને મીના  નેહા અને તમારા બન્ને સંતાનો ને એ સારામાં સારું education અપાવવા માગીએ છીએ ... 

યશવંતભાઈ :  નિખિલ ભાઈ નેહા નું કહો તે બરાબર છે... પણ મારા બાળકો....

નિખિલભાઈ : તમે જ્યારે મારા એક વખત કેહવાથી મારી બેન ને તમે ભાઈ બનીને ઊભા રહ્યા હતા તો હું તમારો ભાઈ નહિ???
યશવંતભાઈ : નિખિલ ભાઈ તમારી અને મારી તો ફક્ત આખો ની ઓળખાણ છે ....
નિખિલ ભાઈ : હા પણ હું કુમુદ ની સાથે આ બાળકો નું ભવિષ્ય પણ ઉજ્જવળ કરવા માગું છું.... 
કિરણબેન : મીના બેન તમે જ સમજાવો નિખિલ ભાઈ ને, અમે આ રીતે તમારી ઉપર બોજ નાં બની શકીએ.... 
નિખિલ ભાઈ : બેન તમે પણ મારી બેન સમાન જ છો, આ ભાઈ ની વાત માની જાવ.. હું આજ થી મારે 3 ભાણેજ છે એમ સમજીશ... 
"યશવંત ભાઈ જરૂર પડ્યે હું  ખુદ બાળકો માટે લોન કરી લઈશ તમે ચિંતા ના કરો...."

નિખિલભાઈ યશવંતભાઈ દર મહિને  એકબીજાને ત્યાં જતાં હોય છે...  4 વર્ષ પછી  કુમુદ અને નેહા આગળ ભણવા ફોરેન જાય છે... યશવંતભાઈ ના દીકરા ને એન્જિનિરિંગ માં દાખલ કરે છે અને દીકરી ને ઈચ્છા મુજબ ડોક્ટર બનવું હોવાથી મીનાબેન તેને  અમદાવાદ ભણાવે છે.... 
નિખિલ ભાઈ 4 બાળકો નાં ભવિષ્ય માટે પોતાની જમીન વેચી નાખે છે, અને 4 બાળકોને ઉડવા મટે ખુલ્લું આકાશ આપે છે.... 

4 બાળકો એક સાથે પોત પોતાના ક્ષેત્રો માં સફળ થઈને બીજા બાળકો નો સહારો બને છે... 

નિખિલભાઈ, મીનાબેન, કિરણબેન અને યશવંતભાઈ 4 બાળકો ને ધૂમધામથી પરણાવી ને તીર્થયાત્રા પર નીકળે છે....

"અસ્તુ..."
©JENSI.
(11/05/2023.)