ભગવાનનો ભાગ
इष्टान्भोगान्हि वो देवा दास्यन्ते यज्ञभाविता: |
तैर्दत्तानप्रदायैभ्यो यो भुङ्क्ते स्तेन एव स: || 12||
યજ્ઞથી ઉન્નત થઈ દેવતા તમે લોકોને ઇચ્છિત ભોગ પ્રદાન કરશે, આ રીતે દેવતાઓ પાસેથી પ્રાપ્ત થયેલ સામગ્રીને બીજાની સેવા માટે વાપર્યા વગર જે મનુષ્ય પોતે જ તેનો ઉપભોગ કરે છે, તે ચોર જ છે.
એક બહુ અમીર માણસ રસ્તે ચાલતા ચાલતા જતો હતો. ત્યાં રસ્તાની બાજુમાં બેઠેલા ભિખારીને પૂછ્યું... "તું ભીખ કેમ માંગી રહ્યો છે જ્યારે તું તંદુરસ્ત છે...મહેનત કેમ નથી કરતો ??"
ભીખારીએ જવાબ આપ્યો... "મારા પાસે મહીનાઓથી કોઈ કામ નથી... જો તમે મને કોઈ નોકરી આપો તો હું આજથી ભીખ માંગવાનું બંધ કરી દઉં."
અમીર હસ્યો અને કહ્યું.. "હું તને કોઈ નોકરી તો આપી શકતો નથી... પણ મારા પાસે આથી પણ સારું કંઈક છે. શા માટે તું મારો બિઝનેસ પાર્ટનર ના બની જાય?"
ભીખારીએ તેની વાત પર વિશ્વાસ કર્યો નહીં...અને કહ્યું "આ તમે શું મારી મજાક કહી રહ્યા છો? શું આ શક્ય છે...?"
"હા, મારા પાસે એક ચોખાનો પ્લાન્ટ છે.. તું ચોખા બજારમાં સપ્લાય કર અને જે પણ નફો થશે, તે મહીનાના અંતે આપણે વહેંચી લઈશું.."
ભીખારીના આંખોમાં ખુશીના આંસુ આવી ગયા "તમે મારાં માટે સ્વર્ગના દૂત બનીને આવ્યા છો, હું તમારો આભાર કેવી રીતે માનું?" પછી અચાનક તે ચુપ થઈ ગયો અને કહ્યું.. "અમે નફો કેવી રીતે વહેંચીશું..?
શું હું 20% અને તમે 80% લેશો ..પછી મજાક કરતાં કહ્યું “10% અને તમે 90% લેશો..? જવા દો જે પણ હોય ... હું તૈયાર છું અને બહુ ખુશ છું..."
અમીર માણસે પ્રેમથી તેના માથા પર હાથ રાખ્યો "મને ફક્ત 10% નફો જોઈએ છે, બાકી 90% તારો, જેથી તું પ્રગતિ કરી શકે. જીવન માં આગળ વધી શકે."
ભીખારી ઘૂંટણ પર પડી ગયો.. અને રડી પડ્યો...
"તમે જે કહેશો હું એ જ કરીશ... હું તમારો ખૂબ આભારી છું..."
અને બીજા દિવસે ભીખારીએ કામ શરૂ કરી દીધું.. પેલા શ્રીમંત માણસે આપેલા ઉત્તમ ચોખા અને બજાર કરતાં સસ્તા... અને દિવસ-રાતની મહેનતથી... ખૂબ જલદી તેની વેચાણ ઘણું વધી ગયું... રોજબરોજ પ્રગતિ થવા લાગી....પૈસા નો ઢગલો થવા લાગ્યો. અને પછી તે દિવસ પણ આવ્યો જ્યારે નફો વહેંચવાનો હતો અને તે 10% પણ હવે તેને બહુ વધારે લાગવા લાગ્યું... કારણ ૧૦% ના હિસાબે પણ રકમ ૧૦ લાખ થી વધારે થતી હતી. એટલું તો તે ભીખારીએ ક્યારેય વિચાર્યું પણ નહોતું... અચાનક એક શૈતાની વિચાર તેના દિમાગમાં આવ્યો...
"દિવસ-રાત મહેનત મેં કરી છે... અને તે અમીર માણસે કોઈ કામ કર્યું નથી.. સિવાય મને તક આપવાની.. હું તેને આ 10% કેમ આપું...? તે આનો હકદાર બિલકુલ પણ નથી..આ તો તેની પાસે બે નંબરના વધારાના પૈસા પડ્યા હતા તે આપ્યા."
અને પછી તે અમીર માણસ પોતાના યોગ્ય સમય થતાં નફામાંથી પોતાનો હિસ્સો 10% લેવા આવ્યો. ત્યારે ભીખારીએ જવાબ આપ્યો..."હજુ થોડો હિસાબ બાકી છે, મને અહીં ઘણું બધું નુકસાન થયું છે, લોકો પાસેથી ઉધારની ચૂકવણી બાકી છે," આવી રીંઝાતી વાતો કરીને તે અમીર માણસને હિસ્સો આપવાનો ટાળવા લાગ્યો.
અમીર માણસે કહ્યું કે "મને ખબર છે કે તને કેટલો નફો થયો છે, તો પછી તું મારું હિસ્સો આપવાનો શા માટે ટાળે છે?"
ભીખારીએ તરત જ કડકાઈથી જવાબ આપ્યો "તમે આ નફાના હકદાર નથી.. કારણ કે બધી મહેનત મેં કરી છે..."
હવે વિચારો... જો તે અમીર માણસ ની જગ્યાએ આપણે હોત અને ભીખારી પાસેથી એવું જવાબ સાંભળતા, તો... આપણે શું કરતા ?????
બસ પછી તો જોઈએ શું? અમીર માણસે ચોખાની પુરવઠો પહોચાડવો બંધ કરી દીધો.
ભિખારી જ્યાં હતો ત્યાનો ત્યાં આવી ગયો.
એકદમ એ જ રીતે..... ભગવાને આપણને જીવન આપ્યું.. હાથ-પગ.. આંખ-કાન.. દિમાગ આપ્યું.. સમજણ આપી... બોલવા માટે જીભ આપી... ભાવનાઓ આપી...આપણે યાદ રાખવું જોઈએ કે દિવસના 24 કલાકમાં 10% ભગવાનનો હક છે....આપણે તેને ખુશીથી ભગવાનના વિચારો સમાજમાં જાય એ માટે વાપરવું જોઈએ. આપણી આવકમાંથી 10% નિકાળી ને ભગવાનના કાર્યોમાં વાપરવું જોઈએ.
ભગવાન આપણા જીવનનો ભાગીદાર છે. આપણે તેનો ભાગ નહિ આપીએ ચોર બનસુ. ભગવાનનો ભાગ નહિ કાઢીએ તો પોલીસ આવશે (શનિ મહારાજ).