ખુબ જુના કાળ ની આ વાત છે. વાતો હવે ફક્ત જુના કાળ ની જ છે. આ નવા કાળ માં તો ફક્ત ગપાટા અને સેલ સપાટા છે.
ખેર, વાત હવે સંભાળજો.
એક ધર્મરાજ નગર હતું. આ નગરના પ્રધાન ની વાત છે. રાત નો સમય હતો. નોકર પ્રધાનના પગ દબાવતો હતો. થોડી વાર માં પ્રધાનને ઘોર ઊંઘ આવી ગઈ. આ બાજુ નોકરને પગ દબાવતા પ્રધાનના પગમાં ચાંદીનાં કડા જોયા મન બગડ્યું. નાની એવી માસિક આવક કેમ ગુજારો ચાલે? મહિનાના બે છેડા ભેગા કરવામાં જ કમર તૂટી જાય. તેને થયું લાવ ધીરેથી કાઢી લવ ખબર ન પડે તેવી રીતે. જીવન થોડું આસાન થઇ જાય. અને નોકર કડું ધીરેથી કાઢવા ગયો ને થોડું બળ વાપર્યું તો પ્રધાનને જાણ થઇ ગઈ.
પ્રધાન જાગ્યો ને હકીકત ખબર પડી ગઈ. પરિસ્થિતિ ખબર પડી ગઈ. તેણે નોકરને કહ્યું, “ દાસ તું ડરીશ નહિ. આમાં અમારો જ દોષ છે. લોભ કરીને તારા માસિક ભથ્થા માં પરું ન પડે એટલું આપીએ એટલે તને આ મતિ ઉપજે.”
નોકર તો ડરી ગયો હતો. કે માંડ માંડ ચાકરી હાલતી હતી ને આ ક્યાં ઉપાધી આવી ?
પ્રધાને થોડું વિચારી કહ્યું,” આમાં અમારોજ વાંક છે, લોભ કરીને તને તમારા શ્રમ નું યોગ્ય વળતર આપતા નથી. આમ ઘર નો આર્થીક વ્યવહાર ચાલતો નથી ને ચોરી કરવાની મતિ ઉપજે છે. જા આજથી તારુ પગાર ધોરણ વ્યવસ્થિત કરી આપીશ.’
માણસ ચોરી ત્યારે કરે જયારે તે આદત હોય અથવા તેને તેના જીવનની મજબૂરી આ કામ કરાવે.
वत्स, मा भैषीः । अस्माकमेवायं कार्पण्यजो दोषो येन ते अल्पा वृत्तिः । इच्छा न पूर्यते ततो बह्वपाये चौर्ये बुद्धिः । अतः परं हय आरोहाय दीपमानोऽस्ति लक्षार्धे वृत्तौ ).
ધન ઐસા સાંચિયે, જો ધન આગે હેાય;
મૂઢ માથે ગાંઠડી, જાત ન દેખા કાય.
સમાજ ની અંદર દરેકને રોજગાર મળવો જોઈએ. અને તે પણ તેના યોગ્ય વળતરમાં.
· રોજગાર નહી હશે તો માણસ ઉંધા માર્ગે જશે.
· ઓછો હશે તો બીજા ધંધા કરશે, કુટુંબને સમય નહિ આપે. કુટુંબ અને સમાજ ઉર્ધ્વસ્ત થશે.
· સમાજના શાહુકાર જો વ્યાજ માં પૈસા ફેરવવા ની અને જુગાર વૃત્તિ રાખશે તો નોકરી અને રોજગારી ઓછી થશે.
जीवो जीवस्य जीवनम् ।
भागवत 1/13/46
"જીવો જીવસ્ય જીવનમ્। પ્રકૃતિના નિયમ અનુસાર એક જીવ બીજા જીવ માટે આહાર અથવા જીવનયાપનનું સાધન છે।" આવો સામાન્ય લોકો અર્થ કરે છે.
भागवतના 1/13/46 શ્લોકના અર્થને જોવામાં આવે તો એક જ નિષ્કર્ષ સામે આવે છે - "જીવો જીવસ્ય ભોજનમ્" | સામાન્ય રીતે અમે સૌ જાણીએ છીએ કે જીવ જ જીવનું ભોજન છે | જો વેદવ્યાસજી મહારાજનો માત્ર જીવને જીવનું ભોજન કહેવાનો જ આશય હોત, તો તેઓ શ્લોકના અંતિમ ભાગમાં "જીવો જીવસ્ય ભોજનમ્" જ લખી શકે હતા, પરંતુ નહીં, તેમણે લખ્યું છે, "જીવો જીવસ્ય જીવનમ્" | હા, આ સત્ય છે કે મુખ્યત્વે આહાર પર જ જીવનું જીવન નિર્ભર કરે છે, પરંતુ સાથે જ આ પણ સત્ય છે કે જીવનું જીવન માત્ર આહાર પર જ નિર્ભર નથી | આહાર સિવાય અન્ય અનેક કારણો પર પણ જીવન નિર્ભર કરે છે.
હકીકત માં એક જીવ બીજા જીવ ના પ્રેમ અને હૂફ થી જીવે છે.
સમાજ માં સબળ અને નિર્બળ રહેવાના જ છે. જેની પાસે શક્તિ છે, વિત્ત છે તે લોકો જરૂરતમંદ ને પ્રેમ થી સંભાળવા જોઈએ.
રાજા દ્રુપદે જો દ્રોણ ને મદદ કરી હોત તો ઈતિહાસ કઈ જુદો જ લખાત. આ વાત ફરી કોઈ વખત કહીશ.