ચીન દેશ ની આ વાત છે. આ દેશ માં દુર દૂરના એક પ્રાન્તમાં શત્રુઓએ બળવો કર્યો. આ સમાચાર બાદ્શાને મળ્યા. પ્રાંત માં વિદ્રોહ થાય તો દેશ ની સત્તા ને નબળી પડે છે. અર્થ તંત્ર ખોરવાય છે. આવા બળવા ખોર ને તુરંત ડામવા જોઈએ.
જે સમાજના સામાન્ય લોકોને કનડગત કરે જન જીવનને અસ્ત વ્યસ્ત કરે તે તુરંત કાબુમાં લેવું જોઈએ.
ચીનના એ દિલેર બાદ્શાએ કહ્યું: “ચાલો વિદ્રોહ નો નાશ કરીએ.”
તે પ્રાંત માં રાજા મોટું લશ્કર લઈને ગયા. પ્રાંત વાશીઓએ જોયું કે હવે આપણું આવી બન્યું. મૃત્યુ નજર સામે દેખાવા લાગ્યું.
પ્રાંતના લોકોએ હથિયાર હેઠા રાજા સમક્ષ રાખી દીધા. રાજાએ બળવાખોર મુખ્ય અધિપતિઓને બોલાવ્યા. તેનામાં રહેલો અસંતોષ જાણ્યો. દરબારીઓ દ્વારા થતો પક્ષપાત દુર કર્યો અને પ્રાંત ના લોકોને મિત્ર બનાવી દ્રોહ દુર કર્યો.
दयाहीनं निष्फलं स्यान्नास्ति धर्मस्तु तत्र हि ।
एते वेदा अवेदाः स्यु र्दया यत्र न विद्यते ॥
દયાહીન કામ નિષ્ફળ છે, તેમાં ધર્મ નથી. જ્યાં દયા ન હોય, ત્યાં વેદ પણ અવેદ બને છે.
હવે સૈના મનમાં એમ હતું કે રાજા પૂરેપૂરું વેર વાળશે. પણ તેને બદલે એણે તે બંધવાઓ પ્રત્યે દયા ને નરમાશ બતાવી.
પ્રધાન કહે “ રાજાજી તમે તો નાશ કરવાની મનોકામના સાથે નીકળ્યા હતા. અને તમે તો ક્ષમા આપી દીધી?”
રાજાએ કહ્યું: “ મેં મારી પ્રતિજ્ઞા પાળી છે. હવે એ શત્રુ નથી રહ્યા. એમના અંદરના શત્રુભાવ ને મારી મિત્ર બનાવી દીધા છે.”
सर्वस्यैव जनस्यास्य विष्णुरम्यन्तरे स्थितः ।
तं परित्यज्य ये यान्ति बहिर्विष्णुं नराधमाः ॥
સર્વ માણસના અંતરમાં વિષ્ણુ(ભગવાન) વસ્યા છે.
તેને તજીને જે બહાર ગોતવા નિકળે તે અધમ છે.
રાજા ની કીર્તિ ચારો તરફ ફેલાઈ ગઈ.
બાજુ ના દક્ષીણ દેશ ના આતતાઈ રાજાને આ વાત ખબર પડી ગઈ. એને એ વાત ની ખબર પડી ગઈ કે રાજા ક્ષમા વીર અને દયાળુ છે. બસ આ વાતનો તેણે ફાયદો લીધો. તેના રાજ્ય પર ૧૬ વખત આક્રમણ કર્યું. દયાળુ રાજા નું સૈન્ય વીર અને દેશ પ્રેમી હતું. તેના કારણે આતતાઈ રાજાને સોળ સોળ વખત હાર ખાધી. પણ તેની માનસીકતા બદલી નહિ.
સત્તરમી વખત આક્રમણ માં હાર ખાધા બાદ સંધી ના બહાને રાજાને કપટ થી મારી નાખ્યો.
તે દેશ ની પ્રજા ને લુટી લીધી, સ્ત્રીઓનું અપહરણ કર્યું. એક ખોટી દયા ને કારણે લાખો લોકોના પરિવાર ઉર્ધ્વસ્ત થઇ ગયા.
મથુરા પર પણ આમ જ સોળ વખત આક્રમણ થયું પણ કૃષ્ણ એ ખુબ ચતુરાઈ થી આતતાઈ જરાશંગ અને કાલયવન ને યમલોક પહોચાડી દીધા.
દુષ્ટ લોકો પ્રેમ ની ભાષા સમજતાં નથી, તેને બદલાવી સકાતા નથી આ સિદ્ધાંત કૃષ્ણ એ સ્તાપિત કર્યો.
"द्वाविमौ पुरुषौ लोके सूर्यमण्डलभेदिनौ | परिव्राड्योगयुक्तश्च रणे चाभिमुखो हतः" श्रीमद भगवद गीता
અર્થ: "લોકમાં બે પ્રકારના પુરુષો હોય છે: એક તો તેઓ, જે સૂર્યમંડળને ભેદી શકે છે, અને બીજાં, જે યોગ સાથે સંન્યાસી હોય છે, તેમજ रणમાં શત્રુનો સામનો કરતા હોય છે."
વ્યાખ્યા: આ શ્લોકમાં આતતાયીઓ અંગે કહેવામાં આવ્યું છે કે આતતાયીને મરાવું પાપ નથી, પણ તે એક કર્તવ્ય છે, ખાસ કરીને ક્ષત્રિય માટે.
आततायिनमायान्तं हन्यादेवाविचारयन!
नाततायिवधे दोषो हन्तुर्भवति कश्चन।
(मनु0 8 । 350-51)
"આપણા અનિષ્ટ માટે આવતા આતતાયીને કોઇપણ પ્રકારનો વિચાર કર્યા વિના તરત મરી નાખવો જોઈએ. આતતાયીને મારવાથી મારનારને કોઇપણ પ્રકારનો દોષ લાગતો નથી."
अग्निदो गदरवैश्व शस्त्रपाणिर्धनापहः।
क्षेत्रदारापहर्ता च षडेते ह्याततायिन।।
(વશિષ્ઠ સ્મૃતિ 3.19)
"આગ લગાવનાર, વિષ આપનાર, હથિયાર લઈને મારવા માટે તત્પર, ધન હરણ કરનાર, જમીન હરણ કરનાર અને પરસ્ત્રીનું અપહરણ કરનાર – આ છ લોકોને આતતાયી માનવામાં આવે છે."
શાસ્ત્રોક્ત સિદ્ધાંતો વગર કરેલી દયા ઘાતક છે.
દયા કોની ઉપર કરવાની ગીતાજી માં સ્પર્ષ્ઠ કહ્યું છે.
अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम्।
दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम्।।16.2।।
અહિંસા, સત્ય, ક્રોધનો અભાવ, ત્યાગ, શાંતિ, અપૈશુન્ય (કોઈની નિંદા ન કરવી), ભૂતમાત્ર પ્રત્યે દયા, અલોલુપતા, માર્દવ (કોમળતા), લાજ, અચંચળતા।
દયા અહી પશુ પક્ષી અને વૃક્ષો પર કહી છે. માણસ માણસ પર દયા નહિ પણ ફક્ત પરમ જ કરે.