My love story in Gujarati Love Stories by Writer Digvijay Thakor books and stories PDF | મારા પ્રેમની કહાની

Featured Books
Categories
Share

મારા પ્રેમની કહાની

Title : - મારા પ્રેમની કહાની


જાનવીના અવસાન પસી હું મારી જિંદગીમાં એકલો પડી ગયો હતો પસી પાંચ વર્ષ કેવી રીતે ગયા એ ખબર જ ના પડી.


પસી મારી સગાઈ રોશની નામની છોકરી સાથે થઈ શરૂઆતમાં એ પણ મારી સાથે બઉ વાત કરતા હતા પસી ધીરે ધીરે વાતો ઓસી થઈ ગઈ પસી મેં યુરોપમાં કરવા માટે ફાઈલ મૂકી ફાઈલ મુક્યા પસી ઘરના લોકોએ મારા લગ્ન જલ્દીથી રોશની કરાવવાના નક્કી કર્યા


17/11/2024 એ મારા લગ્ન રોશની સાથે થયા પણ રોશની જાનવી જગ્યા ના લઈ શક્યા મને રોશનીની એક આદત નોતી ગમતી કે તે મોબાઈલ બઉ જોતા હતા.


થોડા ટાઈમ પસી મારે યુરોપમાંથી જોબ ઓફર આવી પણ મને ઇંગલિશ નથી આવડતું એટલે મેં ઇંગલિશ સ્પોકનના ક્લાસ શરૂ કર્યા.


29/08/2024


પાંચ વર્ષ પસી મેં ઇંગલિશ સ્પોકનના ક્લાસ ચાલુ કર્યા


ક્લાસમાં મારી મુલાકાત અંજલી સાથે થઈ પહેલી વખત હું અંજલી મળ્યો ત્યારે હું તેના પર ફિદા થઈ ગયો હું પસી ક્લાસમાંથી ઘરે જાઉં તો પણ મારા મગજમાં અંજલીના વિચાર આવતા હતા મારી પત્ની પણ મને પૂછતી કે ક્યાં ખોવાઈ ગયા છો... પણ હું કેતો કે બસ એમજ સાચું કૌ તો મારી પત્નીથી પણ સારા એ અંજલી હતા. પણ અંજલીના દિલમાં મારા માટે શું છે એ પણ મારે જાણવું હતું. પસી રોજ જાનવીને જોવા માટે હું ક્લાસમાં જતો હતો ક્લાસના મેડમ અને સર એમને પણ મારા ઉપર સક થઈ ગયો પસી એ પણ સમજી ગયા કે છોકરો હવે મોટો થઈ ગયો છે.


અંજલી સામે કોઈ નજર પણ નાંખે તો મને નોતું ગમતું કારણ કે અંજલી મારો જીવ બની ગયો હતો... કોઈ ખાલી અંજલી ઉપર નજર પણ નાંખે તો હું કઈ દેતો કે “ ઓહ ભાઈ, આ મારી પ્રોપર્ટી છે દૂર રે એનાથી ”.


પસી અંજલીના દિલમાં શું હતું એ હું કેવી રીતે જાનુ એ હું વિચાર તો હતો.


ક્લાસમાં સ્પીકિંગ ઇંગલિશ


03/02/2025 આજે મારો જન્મદિવસ છે અને આજે હું ક્લાસમાં ગયો ત્યાં અંજલી પણ આવ્યા હતા મેં બધાને 5 રૂપિયા વાળી ચોકલેટ આપી પણ ખાલી અંજલીને મેં 700 રૂપિયા વાળી ચોકલેટ આપી અંજલી ખુશ થઈ ગઈ અને સ્માઈલ આપીને મને Happy Birthday કહ્યું. સાચું કૌ તોહ મારી પત્નીએ Happy Birthday ના કહ્યું પણ અંજલીએ કહ્યું એ મને ગમ્યું અને મેં જયારે અંજલીને મોટી ચોકલેટ આપતો હતો ત્યારે સર જોઈ ગયા અને હસીને કહ્યું “ છોકરો હવે મોટો થઈ ગયો ” આ વાત પર મેડમ પણ હસી પડ્યા.


પસી અમે સ્પીકિંગમાં ગયા સ્પીકિંગમાં ગયા પસી મને એક ટોપિક નતો આવડતો એટલે સરએ સમજીને જ કહ્યું કે “ અંજલી , બેટા આને શીખવાડો ” અંજલીએ કહ્યું “ આપો હું શીખવાડું ” પસી મેં કહ્યું “ ચાલશે પણ ” અંજલીએ કહ્યું “ ના પણ હું કૌ એ બોલી જાઓ ” પસી અંજલીએ કહેલું હું બોલી ગયો પણ સાચું કૌ તોહ હું ત્યારે ફિદા ફિદા થઈ ગયો હતો. સ્પીકિંગ પત્યા પસી મેં સરને “ thank you ”કહ્યું પણ સરએ હસીને કહ્યું કે “ ચાલ જા હવે.”


પસી હું ઘરે જતો રહ્યો, પણ એના દિલમાં શું હતું એ હું ના જાણી શક્યો. પણ આજનો દિવસ બઉ જ સારો ગયો.


સાચું કૌ તો આજે જાનવીની જગ્યા અંજલીએ લઈ લીધી હોય એવું લાગે છે


10 /02/2025


આજે હું ક્લાસમાં આવ્યો પસી અંજલી ના આવ્યા મેં સરને પૂછ્યું તે સરએ કહ્યું કે “ દિગ્વિજય, અંજલીના સિસ્ટર બીમાર છે એટલે એ નહિ આવે પસી હું પણ ઉદાસ થઈ ગયો પસી અંજલી ક્લાસમાં નોતા આવતા તે મને ક્લાસમાં જરાકે મન નોતું લાગતું પસી અંજલી થોડા દિવસ પસી ક્લાસમાં આવી હું અંજલીને જોઈને ખુશ ખુશ થઈ ગયો અને સર / મેડમ મને ખુશ જોઈને ખુશ થઈ ગયા હું મારા મનમાં કેતો હતો કે અરે યાર શું જિંદગી મળીશે “ કુદરત મેરે પે મહેરબાન હૈ ” .


27/02/2025

ઇંગલિશ સ્પીકિંગ ક્લાસીસ


આજે હું વહેલા સવારે 6 વાગ્યે ઉઠી ગયો અને તૈયાર થઈને 7 વાગ્યે તો English Classes માં પહુંચી ગયો પણ અંજલી જલ્દી નહોતા આવ્યા પસી મેં સરને પૂછ્યું તે પસી સરએ કહ્યું કે દિગ્વિજય , અંજલી અને એની સિસ્ટરને તો બોર્ડની પરીક્ષા ચાલુ છે એટલે એ નથી આવ્યા.


પસી મેં એ વાતને ધ્યાનમાં લઈ જલ્દીથી ક્લાસમાંથી નીકળી ગયો પણ સરને તો ખબર પડી જ ગઈ હતી કે છોકરો ઉદાસ થઈ ગયો છે..


બીજો દિવસ 


અંજલીના શબ્દો મને સતત ગુંજતા રહ્યા— “ફ્રેંડશીપ કરવાની ના નથી, પણ આ એક ફ્રેંડશીપથી મારું કરીઅર બગડ્યું તોહ?”

એનો આ જવાબ સાંભળીને હું થોડો વિચારમાં પડી ગયો, પણ પછી મારે ઠરાવ્યું કે હું એને સમજાવશ કે મારી સાથે ફ્રેંડશીપ એના માટે કોઈ ખરાબ નિર્ણય નહીં સાબિત થાય.


05/03/2025 – English Classes


આજે હું ખાસ તૈયાર થઈને ક્લાસમાં ગયો. મેં નક્કી કર્યું કે અંજલી સાથે આમ આમ વાત કરીને નહી, પણ ધીમે ધીમે એની સાથે મિત્રતા ઘડવી છે.


ક્લાસમાં સરે આજે એક નવો ટોપિક શીખવાડ્યો—"How to Express Yourself in English."


મને તાત્કાલિક એક વિચાર આવ્યો—"આજથી હું મારા લાગણીઓ અંગ્રેજીમાં કહીશ, જેથી એ પણ સમજશે અને હું પણ શીખીશ!"


જ્યારે સ્પીકિંગ સેશન ચાલતું હતું, ત્યારે મેં એક ઉદાહરણ આપ્યું:

“Sometimes, friendship is not a burden, it is a support system. A good friend helps you grow, not destroy your career.”


મારા શબ્દો સાંભળીને અંજલી એક ક્ષણ માટે શાંત થઈ ગઈ, પછી હળવી સ્માઈલ કરી. એ મૌન પણ ઘણું કહી ગયો...



10/03/2025 – Slowly Becoming Friends


આજે, અંજલીએ મને પહેલીવાર "દિગ" કહીને બોલાવ્યું.


“દિગ, આજે તું થોડો અલગ જ લાગી રહ્યો છે...” એ બોલી.


“એટલે કે?”


“મને લાગે છે કે તું મારો સારો મિત્ર બની શકે છે...”


એ શબ્દો સાંભળીને મારી અંદર ખુશીની લહેર ફૂટી. મેં કોઈ ઉતાવળ ન કરી, બસ એના મિત્ર તરીકે બાકીનો દિવસ એના સાથે નોર્મલ રીતે પસાર કર્યો.


15/03/2025 – A Little Closer


એક દિવસ અંજલી લાઈબ્રેરીમાં બેસીને નોટ્સ બનાવી રહી હતી. હું પણ ત્યાં ગયો અને હું પણ વાંચવા લાગ્યો.


એ વખતે, એક છોકરીએ મને પૂછ્યું: “અંજલી, તું દિગ સાથે કેમ બેસી છે?”


અંજલીએ નિર્ભયતાથી જવાબ આપ્યો: "કારણ કે હવે દિગ મને સમજાય છે."


આ સાંભળીને, મારું દિલ ખુશીથી ધબકવા લાગ્યું, પણ હું શાંત રહ્યો.



20/03/2025 – A Turning Point


આજે ક્લાસ પત્યા પછી અંજલીએ મને હળવી વાતમાં પૂછ્યું,

“દિગ, તું ક્યારેય રિયલ લવ કર્યો છે?”

મારું હૃદય ધબકવા લાગ્યું... એ તો જાણતી જ નથી કે મારું દિલ એના માટે જ ધબકતું છે...!



---


હવે શું થશે?

શું અંજલી પણ ધીમે ધીમે મને લાઈક કરવા લાગી છે?

કે એ ફક્ત એક મિત્રતાની હદમાં મને સ્વીકારવા ઈચ્છે છે?

શું હું એને મારી લાગણીઓ કહી દઉં?


> > > આગળ શું થાય એ આગળના અધ્યાયમાં જોવા મળશે < < <


આ હતી “ મારા પ્રેમની કહાની ”

Thank You


Story Writer : - Digvijay Thakor