જીવનની દોડ
એક ફકીર એક વૃક્ષની નીચે ધ્યાન કરતાં હતાં. તેઓ રોજ એક કઠિયારા ને લાકડીઓ કાપીને લઇ જતા જોયા કરતા. એક દિવસ તેમણે કઠિયારાને કહ્યું, "સાંભળ ભાઈ, તું આખો દિવસ લાકડીઓ કાપે છે, છતાં બે ટાઈમની રોટી પણ નથી મળે. તું થોડું આગળ કેમ નથી જતો? ત્યાં આગળ ચંદનનું જંગલ છે. એક દિવસ કાપી લઈશ, તો સાત દિવસ ચાલે એટલું તારું રોજનું ભાથું થઇ જશે.”
उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत ।
क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति ।।
(कठोपनिषद्, अध्याय १, वल्ली ३, मंत्र १४)
(उत्तिष्ठत, जाग्रत, वरान् प्राप्य निबोधत । क्षुरस्य निशिता धारा (यथा) दुरत्यया (तथा एव आत्मज्ञानस्य) तत् पथः दुर्गं (इति) कवयः वदन्ति ।)
નો અર્થ કંઇક આ પ્રમાણે છેઃ ઉઠો, જાગો, અને જાણકાર શ્રેષ્ઠ પુરુષોના સંગમાં જ્ઞાન મેળવો. વિદ્વાન મનીષીઓ કહે છે કે જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ તેટલી જ મુશ્કેલ છે જેટલી તીક્ષ્ણ ધારવાળા છરીના ધાર પર ચાલવી.
ગરીબ કઠિયારાને આ વાત પર વિશ્વાસ ન થયો, કારણ કે તે તો વિચારતો હતો કે જંગલ વિશે મને જેટલું ખબર છે, એટલું બીજાને શું ખબર હશે?
માણસ ૯૯ સુધી પહોચે છે અને પ્રયત્ન વગર જ પાછો ફરે છે. ફક્ત એક અંક માટે તેના ૧૦૦ નો ફેરો પૂરો થતો નથી.
જંગલમાં લાકડીઓ કાપતા કાપતા જ તો આખી જિંદગી વીતી ગઈ! માનવા મન તો ન હતું, પણ પછી વિચાર્યું કે, હાનિ શું છે? આટલું ચાલ્યો છુ તો થોડુક હજુ ચાલી લાવ. કોણ જાણે સાચું જ કહેતો હોય! એકવાર પ્રયાસ કરીને જોઈ લેવા જેવું.
ફકીરનાં શબ્દો પર વિશ્વાસ કરી તે થોડું આગળ ગયો. પાછો ફર્યો ત્યારે ફકીરના ચરણોમાં માથું મુકીને કહ્યુ, "મને માફ કરજો, મારાં મનમાં મોટું સંશય હતું, કારણ કે હું તો માનતો હતો કે મને જેટલું જંગલ વિશે ખબર છે, એટલું બીજાને ન હોય. પણ મને ચંદનની ઓળખ જ નહોતી. હું જલાવા લાયક લાકડીઓ કાપતો રહ્યો, ચંદન વિશે ના જાણ્યું! હું કેટલો અભાગી! કાશ, પહેલાં જાણ્યું હોત!"
अति परिचयात अवज्ञा सन्तत गमनात अनादरः भवति !
मलये भिल्ली पुरन्ध्री चन्दन तरुकाष्ठ इन्धनम् कुरुते !
અતિ પરિચયથી ઉપેક્ષા થાય છે, અને વારંવાર જવાથી અનાદર થાય છે. મલય પર્વત પર પણ ભીલ સ્ત્રી ચંદનના લાકડાને ઈંધણ તરીકે વાપરે છે!
ફકીરે કહ્યું, "કોઈ ચિંતા કરશો નહીં, જ્યારે ખબર પડી, ત્યારે જ જલદી છે. ‘જ્યારે જાગો, ત્યારે સવાર! "
કઠિયારાના દિવસ હવે આરામથી જવા લાગ્યા. એક દિવસ લાકડીઓ કાપી લેતો, પછી સાત-આઠ દિવસ સુધી જંગલ જવાની જરૂર ન રહેતી.
એક દિવસ ફકીરે કહ્યું, "ભાઈ, હું તો વિચારતો હતો કે તને સમજ આવશે! આખી જિંદગી લાકડીઓ કાપતા રહી ગયો, કદી આગળ જવાની ઈચ્છા નહોતી થઈ?"
કઠિયારાએ કહ્યું, "મને એ વિચાર જ ન આવ્યો! શું ચંદનથી આગળ પણ કંઈ હોઈ શકે?"
ફકીરે કહ્યું, "થોડીક આગળ જા, ત્યાં ચાંદીની ખાણ છે! લાકડીઓ કાપવાનું છોડ. એક દિવસ ચાંદી લાવીશ, તો ચાર-છ મહિના માટે પૂરતું થઈ જશે!"
હવે તો કઠિયારો ફકીર પર સંપૂર્ણ વિશ્વાસ રાખતો હતો. સંશય કર્યા વગર દોડ્યો. ચાંદી મળી, તો શો પ્રશ્ન? ચાંદી જ ચાંદી! હવે તે ચાર-છ મહિના સુધી ગાયબ રહેતો.
उपद्रष्टाऽनुमन्ता च भर्ता भोक्ता महेश्वरः।
परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन्पुरुषः परः।।13.23।। श्रीमद भगवद गीता
માણસ જેમ જેમ ભગવાનની નજીક જાય છે તેમ તેમ ભગવાન તેની નજદીક જાત જાય છે. માણસ ભગવાન પાસે એક પગલું જાય ને ભગવાન તેની પાસે બે પગલા આગળ આવે.
એક દિવસ ફરી ફકીરે કહ્યું, "તુ કદી જાગીશ કે નહીં? કે હું જ તને જગાવું?"
"આગળ જા, ત્યાં સોનાની ખાણ છે!"
કઠિયારો આશ્ચર્યચકિત થયો. "સાચે જ?"
સોનું પ્રાપ્ત થયું.
"થોડું વધુ આગળ જા, ત્યાં હીરાની ખાણ છે!"
હીરા પ્રાપ્ત થયા.
હવે કઠિયારો અતિશય ધનવાન થઈ ગયો હતો. મહેલો બાંધી દીધા હતા. એક દિવસ ફકીરે પૂછ્યું, "શું તું ખરેખર ખુશ છે?"
ભગવાનના પ્રેમ ની પ્રસાદી મળે કે માનવી તેને ભૂલતો જાય. જેની શોધ કરવાની છે, તે પ્રાપ્ત કરવાનું છે. જીવનની દોડ માં તે છુટતું જાય છે.
કઠિયારાએ ચુપચાપ ઊભા રહી, પછી રડવા લાગ્યો. તે પોતાના દિલની વાત કહેવા માંગતો હતો. ખુબ પ્રાપ્ત કરવા જતાં જાણે જુવનમાં ગણું બધું છુટી ગયું હતું.
નાનપણ માં ભણવા પાછડ દોડ....મોટી મોટી ડીગ્રી.
જવાની માં પૈસા પાચળ દોડ. એક કરોડ ...બે કરોડ...
પૈસા મળ્યા પછી કીર્તિ માટે દોડ....
જીવન ઝગમગાવામાં ગયા ત્યાં તો દીવડામાં તેલ જ ખૂટી ગયું.
જે શક્તિ થી દોડતો રહ્યો તે તો મારી અંદર જ છે. આનંદ સ્વરૂપ છે. તેને ભૂલ્યો એટલે વિષાદ સરું થયો.
ફકીરે કહ્યું, "તને ખબર છે, હું શાંતિથી અહીં કેમ બેસેલો છું? મને હીરાની ખાણ વિશે ખબર છે, પણ મારે વધુ કશું જ નથી જોઈતું. કેમ કે હીરા, સોના, ચાંદીથી આગળ પણ કંઈક છે. જે આપણી પાસે જ છે."
કઠિયારાએ ફકીરના ચરણોમાં માથું મુક્યું અને કહ્યું, "મારા પાસે બધું છે, પણ મનની શાંતિ, પરિવારનો આનંદ, સુખ હજી દૂર છે."
अहमात्मा गुडाकेश सर्वभूतशयस्थित: |
अहमादिश्च मध्यं च भूतानामन्त एव च || 20|| श्रीमद भगवद गीता
હે અર્જુન! હું તમામ જીવોના હૃદયમાં વિરાજમાન છું. હું તમામ પ્રાણીઓનો આદી, મધ્ય અને અંત છું.
ફકીરે કહ્યું, "હવે તારા પાસે ધન છે, પણ હવે તારા આંતરિક ખજાનાંની શોધ કર. તે સૌથી અગત્યની છે. અંદરના શોરગુલ શાંત થાય ત્યાં સુધી આરામ ન કર."
"ત્યારે જ પરમાત્માનો સત્ય અનુભવ થશે. એજ સચ્ચું સુખ છે."
વેદો માં કહ્યું છે या आत्मानि तिष्ठति [श्लोक २१] "
ઈશ્વર અમારી આત્માની અંદર વિરાજમાન છે." અંદર બેઠાં તેઓ આત્માને ચેતના અને શાશ્વતતાની શક્તિ પ્રદાન કરે છે. જો તેઓ પોતાની શક્તિ ઘટાડી દે, તો અમારી આત્મા સ્વયં જ જડ બની જશે અને નષ્ટ થઈ જશે.
ભગવાન ક્યારે મળશે ?
જયારે માણસ ભગવાનનું કામ કરશે ત્યારે તેનો સ્પર્શ થશે અને મળશે પણ ખરા.