📝 *સાહિત્ય પ્રકાશ* 💥
*ટાસ્ક - ૨૨
આજે જેલ માં આ સાતમો દિવસ હતો. જગ્ગો
આમ તો બહુ સીધો અને ભલો માણસ. સંસાર માં એક દીકરો શિવ એકલો જ હતો. ઘરવાળી તો મહામારી ના સમય માં જતી રહી.હવે ઘરવાળી નો એક અભરખો હતો શિવ ભણી ગણી ને સારો આબરૂદાર માણસ બને.માછીમારી ના ધંધો બહુ વટ થી કરતો જગ્ગો, જગ્ગા નીતિ થી જીવનારો પણ તે ખોટું સહન ક્યારેય ના કરતો.ગુસ્સે જલ્દી થઈ જાય અને કયારેક મદિરાપાન કરી લે.
માછીમારો ની ટીમ નો સરદાર એટલે જગ્ગો,સમય આવે સરકાર સામે પણ લડી લે. લોકો એને દાદા કહે..શિવ પણ પપ્પા ની બદલે "દાદા" કહે.એની ઘરવાળી જ્યારે બીમારી માં સપડાઈ ત્યારે એને પૈસા પાણી ની જેમ વહાવ્યા.પણ બધું વ્યર્થ, ઘરવાળી એક અભરખો સાથે લઈ ને ગઈ..તે આ શિવલા ને ભણાવી ને સારો માણસ બનાવાનો.
એક દિવસ એ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ માં શિવ ને લઈ ને ગયો.
"સાહેબ, આ મારા શિવલા ને તમારે ત્યાં ભણવા મૂકવો છે. તો કાલ થી આવશે સાહેબ."
"ઓ ભાઈ, આ તારું મચ્છી માર્કેટ નથી,અહીં 50,000 રૂપિયા ફી ભરવી પડે તે પણ એક સાથે,
તું તારા છોકરા ને બીજી સ્કૂલ માં મૂકી દે ..જા..
ઘેર જા."
જગ્ગો અંદર સુધી સળગી ઉઠ્યો પણ. ચૂપચાપ ઊભો રહ્યો.
"સાહેબ હાથ જોડું ,કંઈક કરો ને મારી ઘરવાળી ની ઈચ્છા હતી..એક અભરખો હતો..."
"ભાઈ, તું મગજ ન બગાડ, જા અહીં થી..અને આ શાળા તમારા જેવા લોકો માટે નથી...અહીં હાઈ સોસાયટી ના લોકો આવે ..તું નહીં સમજે...તારો છોકરો અહીં ભણે એટલે અમારું નામ બગડે.."
"શિવ ..ચાલો દાદા, અહીં થી ચાલો...આપણે બીજી સ્કૂલ માં જઈશું.."
શિવ હાથ પકડી ને જગ્ગુ ને લઈ ગયો.
જગ્ગુ ત્યાંથી પાછો નીકળતો હતો..ત્યાંજ પ્રિન્સિપાલ કોઈ ની સાથે વાત કરતો હતો ફોન પર
"યાર,શું કહું,આજે સવાર સવાર માં એક દારૂડિયો એના સાપોલિયા ને લઈ ને એડમિશન લેવા આવ્યો હતો..ભિખારી જેવો વેશ અને પાછો મચ્છી વેચતો હોય એવું લાગતું હતો...કાઢ્યો એને અહીં થી"...કહી ને હસતો હસતો..બહાર નીકળ્યો.
જગ્ગા એ આવ જોયો ના તાવ,બાજુ માં પડેલ ટેબલ ઉચકી ને એના માથા માં મારી દીધું.
પછીતો પોલીસ ફરિયાદ અને અંતે મૂડીદાર અને લાગવગ વાળા એ ન્યાય ને ખરીદી ને જગ્ગા ને એક મહિના ની જેલ અને 5000 રૂપિયા નો દંડ કરાવ્યો.
આજે સાત દિવસ થી જગ્ગો તડપે છે..બહાર આવી ને શિવ ને સ્કુલ માં દાખલો કરાવવા માટે.
જેલ માં સારા વર્તન થી એને ૫ દિવસ પહેલા છોડી દીધો.
આ બાજુ શિવ પૂરેપૂરી દાદા ની પરછાઇ બની ગયો હતો..એજ તેવર,એજ ગુસ્સો, અને એજ દાદાગીરી.
એક મહિના માં તો જાણે શિવ જવાન બની ગયો અને જગ્ગુ ઘરડો થઈ ગયો.
જગ્ગુ ને લાગ્યું શિવ હવે સમજાવી પટાવી ને સ્કુલ માં મૂકવો પડશે.
એને બોલાવ્યો.
"શિવ, તું તો જાણે છે,આપણા ધંધા માં જોખમ વધારે અને કમાણી ઓછી છે,અને તારી માં પણ એમ ઇચ્છતી કે તું ભણી ગણી અને મોટો સાહેબ બને. લોકો તને સલામ મારે,અને સમાજ માં તારી સારી ઈજ્જત થાય. તારી માં નો એક અભરખો અધૂરો છે. તું પૂરો કર બેટા."
"દાદા, જેમ મારી માં ને અભરખો હતો એમ મને પણ છે. તમારી જગ્યા લેવાનો અભરખો.મારે તમારી જેમ માથું ઊંચું રાખી ને જીવવું છે..હું ભણી ને પણ લોકો ની સલામ લઇશ કે નહી તે ખબર નથી.પણ જો તમારે પગલે જઈશ તો લોકો અવશ્ય સલામ મારશે..રહી વાત કમાણી ની તો હું તમારા કરતા દસ ગણું કમાઈ શકીશ મારી પાસે બીજા બહુ રસ્તા છે.
જે દાણચોરી દરિયા માં થાય એની માહિતી સરકાર ને આપીએ તો પણ ઘણાબધા રૂપિયા મળશે..અને માછલી પકડી ને વેચવી એ ધંધો પણ હું કદાચ નહીં કરું.."
"તો પછી તારી માં ના અભરખા ઇચ્છા નું શું?
"હું થોડો મોટો થઈશ પછી આપણા વિસ્તાર નો જવાબદાર નેતા બનીશ. અને મારા જેવા જેટલા બાળકો ભણતર વિનાના છે તે સૌને માટે એક શાળા બનાવીશ અને બધાને મફત ભણતર પૂરું પાડીશ.. તમે વિચારો માં નો આત્મા કેટલો સંતોષ પામશે.
એનો અભરખો એક મને ભણાવાનો હતો હું કેટલા બધા ને ભણતર પૂરું પાડીશ.
અને મને સૌ સલામ પણ મારશે,મને પૈસા પણ મળશે.અને હું તમારી જેમ વટ મારી ને જીવી પણ શકીશ.."
"આ મારો અભરખો છે.."
જગ્ગુ ને લાગ્યું કે મારું જેલ માં જવું સાર્થક થયું એક સાથે ત્રણ જણ અભરખા પૂરા થશે..ઘરવાળી નો, શિવલા નો,અને એનો પોતાનો, એની ખુદ ની ઈચ્છા હતી કે એના પછી સરદાર ની જગ્યા શિવલો જ લે..
આજે પહેલી વાર એને મદિરાપાન છોડવા ની ઈચ્છા થઈ.. આંસુ પીધા તે પણ હરખના ..