" હા અભી વર્ક ફ્રોમ હોમમાં ચાલ રહા હૈ ઇસીલિયે બહાર બહોત કમ નીકળતા હું " અતુલ કુલકર્ણી એ કહ્યું અનિકેતે પણ વાળા પાસેથી ૨૦૦ ની નોટ લીધી અને બાઈક તરફ આવ્યો અનિકેતે ચાવી જેવી બાઈક ના કી હોલ માં નાખી એવોજ એ ચોંક્યો ..કારણ કે પણ વાળો એક વિસ્ફોટક વાક્ય બોલ્યો " ક્યાં કુલકર્ણી સબ આપકે વો ભાડુઆત કે મર્ડર હો ગયા થા ઉસકા કુછ હુવા કી નહિ " પાનવાળો બોલ્યો અને અનિકેત ના કાન સજાગ થયા ..બંને માંથી કોઈ આગળ સુ બોલે છે એ સાંભળવા ત્યાં ઉભા રહેવું જરૂરી હતું એટલે અનિકેતે બીજી સિગારેટ સળગાવી ...આગળ ની વાત જાણવા માટે તેનું હૃદય જોરથી ધડકતું હતું. આમ તો એ ફેશન ફોટોગ્રાફર હતો પરંતુ વિશાખા ના પ્રેમ મારે તેને આજે જાસૂસ નો રોલ ભજવવો પડતો હતો .. ' નહીં ભાઈ અભી પુલીસ કી તપાસ અભી ચાલુ હૈ .. માઇ અભી પુલીસ સ્ટેશન સે ચાવી લે કે હી આયા હું ". અતુલ આટલું બોલ્યો ત્યાં જ ગલ્લા વાળા એ પાન અતુલ ને આપ્યું અતુલે પાન મોમાં મૂક્યું ..અનિકેત નું ધ્યાન એ બંને ની વાત માં જ હતું .. " વેસે ગુડ્ડુ બહોત અચ્છા આદમી થા સાબ ..હરરોજ યહ સિગારેટ પીને આતા થા .." ગલ્લા વાળા એ દુઃખ વ્યક્ત કર્યું " હા અબ ગુડ્ડુ જૈસા કિરાયેદાર મિલન મુશ્કિલ હૈ ... પર ઘર જલ્દીસે ઘર ભાડે પે ચડાના હૈ ..તું ભી દેખના કોઈ કિરાયેદાર હો તો .. હા અકેલા આદમી કી અકેલી ઔરત નહિ હોની ચાહિયે ..કપલ હોના ચાહિયે ઔર ફેમિલી છોટા હો તો અચ્છા ' Atul કુલકર્ણી એ ગલ્લા વાળા ને કહ્યુ. " અચ્છા કોઈ કપલ હો તો બોલૂંગા " ગલ્લા વાળા એ કહ્યું . ને Atul કુલકર્ણી પૈસા આપીને સ્કૂટર લઇ ને જતો રહ્યો અતુલ કુલકર્ણી તો ગયો પણ એ અનિકેત ને એક ગજબ નો આઈડ્યા આપતો ગયો અનિકેતે સિગારેટ ફેંકી અને બાઈક ચાલુ કર્યું ..એને જુહુ વિશાખા ના બંગલે જવાનું હતું એ બહુ ખુશ હતો રત્ન લગભગ ૧૧ વાગી ગયા હતા ..એને વિશાખા ને ફોન કરી દીધો હતો ..અને ગુડ્ડુ ના. ઘર માં જવાનો એક અજબ પ્લાન મળી ગયો હતો અનિકેત ખુશી માં બાઈક ચલાવતો હતો ..એની છઠ્ઠી ઇન્દ્રિય એવું કહેતી હતી કે ગુડ્ડુ ના ઘર માંથી એવું કૈક મળશે જ કે જેનાથી આ બધી જાળ ઉકેલાઈ જશે અનિકેત આ બધો વિચાર કરતા બાઈક ચલાવતો હતો ..અત્યારે કેવો સમય ચાલતો હતો એ ખબર નથી પણ અનિકેત સાચું જ વિચારતો હતો ....પોલીસ ની નજરે ભલે ગુડ્ડુ નું ઘર ખાલી થઇ ગયું હોય પણ એમાં એવી એક વસ્તુ પડી હતી જેનાથી બહુ મોટો બૉમ્બ વિસ્ફોટ થવાનો હતો .. !!!******* અનિકેત ને મલાડ થી જુહુ નું ૧૭ કિલોમીટર નું અંતર કાપતા લગભગ પોણો કલાક થયો હતો .રત્ન ૧૧ વાગવા આવ્યા હતા પણ મુંબઈ માં જાણે સવાર પડી હતી ..એ વિશાખા ના જુહુ ચોપાટી નજીક ના બંગલાથી લગભગ ૧૦૦ મીટર દૂર હતો ત્યાં જ જોયું કે ૩ મોટી ફોર્ચ્યુનર કાર એના બાંગ્લા માં પ્રવેશી ..ત્રણેવ કાર ના કલર સફેદ હતા .. અંશુમાન ને થયું કે અત્યારે નક્કી વિશાખા ના બાંગ્લા માં કોઈ હલન ચલન થવાની છે એટલે જ આટલી બધી કાર નો કાફલો એક સાથે બાંગ્લા માં ગયો છે . તેને પોતાના બાઈક ની બ્રેક મારી અને સાઈડ પર ઉભો રહી ગયો અને વીચેવ લાગ્યો કે અત્યારે બાંગ્લા માં જવું કે નહિ .. એને વિચાર્યું કે એ પાછળ થી ચુપકે થી બાંગ્લા માં દાખલ થાય ..અને જોવે કે શું બની રહ્યું છે એ જ્યાં ઉભો હતો થાય થી રસ્તા ની ડાબી બાજુ થોડો માટી નો ભાગ હતો ..પછી રેતાળ ભાગ હતો અને ત્યાંથી નારિયેળી ચાલુ થતી હતી અનિકેતે વિચાર્યું કે બાઈક એ નારિયેળીઓ ની વચ્ચે પાર્ક કરી ને ચાલતો વિશાખાના બાંગ્લા ની દરિયા તરફની દીવાલ સુધી જતો રહેશે અને પછી દીવાલ કૂદીને બાંગ્લા માં પ્રવેશ કરશે . અનિકેતે બાઈક નારિયેળીઓ ના ઝુંડ વચ્ચે લીધું અને ક્યાંથી રેતી વાળો ભાગ શરુ થતો હતો ત્યાં નારિયેળીઓ ની વચ્ચે કોઈ ને દેખાય નહિ એ રીતે બાઈક પાર્ક કરી દીધું અને વિશાખા ના બાંગ્લા ની દરિયા બાજુની દીવાલ તરફ ચાલવા લાગ્યો .. વિશાખાના બાંગ્લા ના પાર્કિંગ માં ૩ ફોર્ચ્યુનર કાર ઉભી હતી દરેક કર માં એક એક જણ જ આવ્યા હતા અને પહેલી કાર અંશુમાન પોતે ચલાવી ને આવ્યો હતો ..અને બીજી બે ફોર્ચ્યુનર તેના અને હરિવંશ બજાજ ના સૌથી વિશ્વાશ બે ડ્રાઈવર રામલાલ અને બજરંગી લઈને આવ્યા હતા આ બંને બજાજ ખાનદાન ને એટલા જ વફાદાર હતા કે જેટલા અંશુમાન વફાદાર હતો ..ત્રણેવ ફોર્ચ્યુનર પાર્ક કરીને એક સાથે નીચે ઉતર્યા હતા ત્રણેવ ને ખબર હતી કે તેઓ અહીં શા માટે આવ્યા છે ..ત્રણેવ જણ ગાડીઓ માંથી ઉતર્યા અને અંશુમાન રામલાલ અને બજરંગી સાથે કંઈક વાતચીત કરી રહ્યો હતો બરાબર એક ટાઈમે અનિકેત ચાલતો ચાલતો પાર્કિંગ તરફ ની ડેવલે પહોંચ્યો હતો દીવાલ ૬ ફૂટ જેટલી ઉંચી હતી ..એટલે અનિકેતે ત્યાં બાજુમાં પડેલો એક પથ્થર દીવાલ આગળ મુક્યો અને તેના પર ચડ્યો હવે દીવાલ એના નાક સુધી આવતી હતી એટલે એ અંદર ચાલતી હિલ ચાલ આસાની થી જોઈ શકતો હતો અને જોયું તો ત્રણ ફોર્ચ્યુનર કાર લઈને માં પાર્ક થઇ હતી એમાંથી પહેલી કાર તો એનાથી એટલી નજીક પડી હતી કે જો એ દીવાલ ઉપર થી કુદે તો સીધો જ ફોર્ચ્યુનર ના બોનેટ પર ઉતરે .. અનિકેતે જોયું તો ત્રણ જણા કંઈક વાત ચિત કરતા હતા એમાંથી એક અંશુમાન હતો અનિકેતે એને ઓળખ્યો .. અંશુમાન સાથે વાત કરીને બજરંગી અને રામલાલ એ દીવાલ આગળ આવ્યા કે જ્યાં થી અનિકેત આ બધા ને જોઈ રહ્યો હતો ...જો અંધારું ના હોટ તો ચોક્કસ રામલાલ કે બજરંગી બંને માંથી કોઈ એક ની નજર અનિકેત પર પડી જ હોત .. બાંગ્લા અને પાછળ ની. દીવાલ વચ્ચે દસ ફૂટ નું અંતર હતું . અનિકેત ની ડાબી બાજુ થી નારિયેળી ના ઝાડ ચાલુ થતા હતા .. જે દીવાલ પુરી થાય ત્યાં સુધી હતા અનિકેતે જોયું તો અનિકેત અને રામલાલ પાછળ એક નેનો ફાઉન્ટેન જેવું બનાવ્યું હતું ત્યાં જય ને ઉભા રહ્યા .. એ ફાઉન્ટેન ની બરાબર ઉપર વિશાખા ના રૂમ ની બાલ્કની હતી . અંધારું હતું પણ અનિકેત આ બધી હલચલ બહુ સ્પષ્ટ રીતે જોઈ શકતો હતો . અનિકેતે જોયું કે રામલાલ અને બજરંગી પેલા નાના ફાઉંટેઈન આગળ જય ને ઉભા રહ્યા અને આ બાજુ અંશુમાન બંગલામાં પ્રવેશ્યો .. અંશુમાન પગથિયાં ચડીને બાંગ્લા ના પોર્ચ માં આવ્યો .આ ભાગ અનિકેત ને દેખાતો ન હતો .. અંશુમાને પોતાનો મોબાઈલ કાઢી ને વિશાખા ને ફોન લગાવ્યો . અંશુમાન જાણતો હતો કે અત્યારે વિશાખા બાંગ્લા માં એકલી જ હશે .કારણ કે વિશાખા હંમેશા એકલી રહેવા માટે જ ટેવાયેલી હતી એટલે તે ૨૪ કલાક માટે બાંગ્લા માં કોઈ નોકર રાખવા માં આવ્યો ન હતો ..રાત્રે ફક્ત એક ચોકીદાર જ રહેતો .. અંશુમાને વિશાખા ને ફોન કર્યો . વિશાખા પોતાના બેડરૂમ માં આંટા મારતી હતી તેને ચેન પડતી ન હતું એ અનિકેત ની રાહ જોતી હતી એ વારંવાર અનિકેત ને ફોન કરતી હતી ..પણ અનિકેત એવી સિચ્યુએશન માં હતો એટલે એને પોતાનો મોબાઈલ સાઇલેન્ટ કરી દીધો હતો .. વિશાખા ના મોબાઈલ માં અંશુ મન ની રિંગ આવી વિશાખા એ ફોન રિસીવ કર્યો " હાય હની ..ક્યાં છું ..? " અંશુમાને ધીમા આવજે પૂછ્યું. " ક્યાં હોવ અંશુ ..? મારા બેડરૂમ માં .." વિશાખા થોડા ગુસ્સા જેવા અવાજ માં બોલી " હું તારા ઘેર આવ્યો છું નીચે પોર્ચ માં જ છું ". વિશાખા એક બાજુ અનિકેત ની રાહ જોતી હતી .અને અત્યારે અંશુમાન આવ્યો એની હાજરી વિશાખા ને ખટકી હતી ... આપણ ને પણ ઘણી વખત એવું થાય કે આપડે કોઈ ઈમ્પોર્ટન્ટ કામ કરવા ના હોઈએ ત્યારે જો કોઈ બીજું આવી જાય અને આપણને જેવો અણગમો થાય એવોજ અણગમો અત્યારે વિશાખા ને થતો હતો. " કેમ? અત્યારે ? " એ થોડા ગુસ્સા જેવા અવાજ માં બોલી .. ' વધારે પેનિક ના લાઇટ્સ હૂતો ખાલી લાઈબ્રેરી માંથી ઈમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ લેવા આયો છું " અંશુ મને સાચું ના કહ્યું " હું એ લઈને જતો રહીશ ". " ઓકે બાકી અત્યારે મને કોઈ ને મળવાનો મૂડ નથી .." વિશાખા એ વિચાર્યું કે ક્યાંક અંશુમાન ઉપર આવશે તો વાતો કરવા માં બહુ ટાઈમ જશે અને જો અનિકેત આવી જશે તો લોચા વાગશે ... અંશુમાન પોતાની ચાવી થી દરવાજો ખોલી ને બાંગ્લા માં પ્રવેશ્યો .. એની સીધો લાઇબ્રરી માં ગયો લાઇબ્રરી રૂમ માં ઉપરની બાજુ ચાર સરખા કબાટ બનાવ માં આવ્યા હતા .. એ કબાટ .માં ચોથા નંબર નું કબાટ અંશુમાને ખોલ્યું ..એમાં સહુથી જાડી ચોપડી ખોલી અને બંધ કરી . એટલે એ બુક માં એક પીળી લાઈટ થઇ ..હવે અંશુમાને એ લાઈટ બંધ થાય એની રાહ જોવાનું હતું. અંશુમાને જેવી સહુથી જાડી ચોપડી ખોલી એવું જ ચોપડી માં પીળી લાઈટ થઇ અને સાથે જ રામલાલ અને બજરંગી જ્યાં ઉભા હતા એ કુવાવાળી જગ્યા ના ગ્રીન લઈટ થઇ એ ગ્રીન લઈટ પર રામલાલે પોતાનો અંગુઠો મુક્યો અને સામેની દીવાલ નથી દીવાલ બે ફૂટ હતી ગઈ જેવી દીવાલ હતી એવી જ અંશુમાન બા હાથ માં રહેલી બુક માં પીળી લાઈટ બંધ થઇ ગઈ એટલે અંશુમાન ઝડપથી બુક મૂકીને લગભગ દોડતો એ જગ્યા એ આવી ગયો કે જે જગ્યા એ રામલાલ અને બજરંગી ઉભા હતા લીલું લઈટ હજુ ચાલુ હતી અને પેલી દીવાલ પણ ખસેલી હતી .. વિશાખા આ બધી બાબત થી અજાણ હતી .. પણ અનિકેત આ બધું ચોખ્ખું જોઈ શકતો હતો ...!!