આંધળો સસરો અને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહું.
કહ્યું કાંઇને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું,
ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.
(સરંગટ - ઘૂંઘટ કાઢેલી, બોક - પાણી ભરવાનું ચામડાનું સાધન)
તિલક કરતાં ત્રેપન થયાં, જપનાળાનાં નાકાં ગયાં.
તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પોહતો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય અ આવ્યું બ્રહ્મજ્ઞાન.
દેહાભિમાન હૂતો પાશેર, તે વિદ્યા ભણતાં વદ્યો શેર,
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો.
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય.
એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
એ અખા વડું ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?
વૃદ્ધ થયો વંઠ્યું મનતંન, ઉપાય ટળ્યો ને ખૂંટ્યું ધંન,
ત્યારે ધર્મ સાધવા જાય, જ્યારે કોહ્યા કાપડશો દેહ થાય.
અખા ભજી ન જાણ્યો નાથ, ચારે પડિયા ભોંયે હાથ.
- અખો
ભગો ડાયો બહુ. મંદિર જાય. તિલક કરે ...કથા સંભાળે. ભક્તિ ખરી પણ ગ્લાની થી ભરેલી. આપણે ભગવાનને માનીએ પણ ભગવાનનું ન માનીએ એ ભક્તિ ગ્લાની ભરેલી કહેવાય.
દુર્યોધન, જરાશંગ, રાવણ આ બધા ભગવાનને માને પણ ભગવાનનું ન માને. ક્રષ્ણ ભગવાને પાંચ ગામ દૈવી સંસ્કૃતિ નો વિસ્તાર કરવા માંગ્યા પણ રાવણીયા વૃત્તિ ના લોકો ન માન્યા.
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ ४-७ श्रीमद भगवद गीता
આ ભગો કથા સાંભળવા ગયો. કથા માં સારી સારી વાતો આવે. કર્ણપ્રિય લાગે એવી રસિકતા ભરી. સંભાળનારા એવા કે જેની rac માંથી conform ટીકીટ થઇ ગઈ છે.
કથાકારે વાત માંડી. જુના કાલ માં ગામ ના રસ્તા બધા ધૂળિયા હોય. આવા એક રસ્તામાં બરોબર વચ્ચે એક મોટો પત્થર ખોડાઈ ગયો. આવતા જતા બધે વટેમાર્ગુઓને નડતો. બળદ ગાડા તેમાં ઠેબા ખાતા તે કોઈ વળી તેને ધ્યાન જતા બાજુમાંથી વહી જતાં.
દરેક ઋતુઓ આવીને જતી. પણ સજ્જનતા ની ઋતુ કેમ નથી આવતી?
જે ગામમાં નિત્ય વેદમંત્રો ગુંજતા. છોકરાઓ ગુરુકુળ માં અભ્યાસ કરતાં ગામમાં ભગવાનનું ઘર. આવા એક ગામથી એક સાધુ હૃદય નો માણસ ત્યાંથી પસાર થતો હતો. તેણે આ પત્થર જોયો. તેનાથી લોકોને થતી તકલીફો જોઈ. અને મનમાં થયું આ પત્થર ને કાઢાવોજ છે. ગામ માંથી કડિયા ને ઘેર થી પાવડો ત્રિકમ માંગીને ભાઈ તો સારું થઇ ગયા. બપોર સુધી મંડી પડ્યા. ત્યાંથી પસાર થતાં લોકો ઉલટું તેના ઉપર હસવા લાગ્યા.
લોકો જયારે સત્યવર્તી કામ કરે છે ત્યારે અસુરો આમ જ હશે છે.
પપોર ના ધોમ તડકા વચ્ચે બધી અવાર જવર બંધ થઇ ગઈ. પત્થર ને બીજા નાના પાણા નો ટેકો દઈ તેને ઉપાડ્યો. ઓહો....કોઈકે તેના નીચે ધન છુપાડ્યુ હતું. અરે આ શું? એક ચિટ્ઠી પણ લખેલી હતી. અત્યંત જૂની થયેલી લાકડાની ચલ પર લખેલી. તેના પર લખ્યું હતું. “ આ પત્થર હટાવનાર સજ્જનને અર્પણ”
જે માણસ કોઈ પણ સ્વાર્થ વગર પત્થર હટાવ્યો હોય તે આ મફતનું ધન સ્વીકારે?
પેલા સજ્જને બધું ધન ભગવાનના વિચારો નો વિસ્તાર કરવા ગામ ના મહંત ને આપી દીધા.
આખા સમુદ્રને મીઠો બનાવી સકતા નથી પણ પાણી ના એક ટીપાને સ્વચ્છ બનાવી સકાય. જેમ ગંગા જળ નું એક ટીપું આખા કળસ ને અમૃત કુંભ બનાવી દે છે. ભગવાનનો એક વિચાર માણસ ના જીવનમાં આવે તો તે અમૃત પુત્ર બની જશે.
આપણી વાત થતી હતી ભગાની.
હવે આ ભગા એ કથા સાંભળી. સત્કર્મ કરવાને બદલે મફતિયા વૃતિ મનમાં આવી. તેણે વિચાર્યું હવે લાવ રસ્તા પર કોઈ પથરો ગોતું. પથરો હટાવું. ને કીમતી ધન મેળવું.
ગામ ગામ ફરવા લાગ્યો. રસ્તા વચ્ચે પથરો ગોતવા ન જોયો દીવસ ન જોઈ રાત ટાઢ ને તડકામાં થયો હરડ ને હુરે.
એટલી જો પૈસા કમાવવામાં મહેનત કરી હોત તો જાઝું કમાઈ લેત.
ખેર આખર એક પત્થર મળ્યો ખરો નદી ની બાજુમાં એક રસ્તો જાતો હતો ત્યાં. તે પાછો કથા અનુસાર વચ્ચો વચ્ચ ન હતો. ખેર ભગો મનમાં વિચારે ભલે રસ્તાની કોર ઉપર છે. પણ છે તો ખરો.
તેણે આજુ બાજુ નજર કરી કે કોઈ જોતું તો નથી? એમ વિચાર કરી ખાડો ખોદવા લાગ્યો.
માણસ એ ભૂલી જાય છે કે ભલે કોઈ જોતું ન હોય પણ મારી અંદર ભેઠેલો ભગવાન તો જુએ છે ને?
ખાડો ખોદતા ને પત્થર ઉચો કરી કાઢતા નીચે થી એક વિછી નીકળ્યો ને ડંખ માર્યો. “ ઓઈ માં .....મરી ગયો....” બુમો મારતા વાલેપાત કરવા લાગ્યો.
લોભ રાખી કરેલું સત્કર્મ હમેશા ડંખ જ આપે છે.
लोभात्क्रोधः प्रभवति लोभात्कामः प्रजायते ।
लोभान्मोहश्च नाशश्च लोभः पापस्य कारणम् ।।
(हितोपदेश, मित्रलाभ, २७)
અર્થાત્ લોભથી ક્રોધનો ભાવ ઉદ્ભવે છે, લોભથી કામના અથવા ઈચ્છા જગૃત થાય છે, લોભથી જ વ્યકતિ મોહિત થાય છે, એટલે કે વિવેક ગુમાવી બેસે છે, અને તે વ્યકતિના નાશનો કારણ બને છે. વર્તમાનમાં લોભ સર્વ પાપનો કારણ છે.
लोभेन बुद्धिश्चलति लोभो जनयते तृषाम् ।
तृषार्तो दुःखमाप्नोति परत्रेह च मानवः ।।
(हितोपदेश, मित्रलाभ, १४२)
અર્થાત્ લોભથી બુદ્ધિ વિચલિત થઈ જાય છે, લોભ સરળતાથી ન બઝાવાની તૃષ્ણાને જન્મ આપે છે. જે તૃષ્ણાથી ગ્રસ્ત હોય છે તે દુઃખનો ભાગીદાર બની જાય છે, આ લોકમાં અને પરલોકમાં પણ. यो ध्रुवाणि परित्यज्य अध्रुवाणि निषेवते ।
ध्रुवाणि तस्य नश्यन्ते अध्रुवं नष्टमेव हि ।।
(हितोपदेश, मित्रलाभ, २१५)
અર્થાત્ જે વ્યકતિ ધ્રુવ એટલે કે જે નિશ્ચિત છે તેની અવગણના કરીને તે વસ્તુની પાછળ દોડે છે જે અનિશ્ચિત છે, તો તેનું અનિષ્ટ થઈ જવું સ્વાભાવિક છે. નિશ્ચિતને પણ તે ગુમાવી આપે છે અને અનિશ્ચિતનું તો પહેલા થી જ કોઈ ભરોસો નથી રહેતો. ઠગવાની ઘટનાઓમાં ફસાયેલા લોકોને વિશે આ સંપૂર્ણપણે લાગુ પડે છે. જે જમા-પૂજીને તેઓ નિશ્ચિત રીતે પોતાનું કહી શકે છે, તે સમયે જ્યારે તેઓ વિના વિચારી તેને દાવ પર મૂકી દે છે, તો તેઓ તેને ગુમાવી બેસે છે, અને બદલામાં ઇચ્છિત ફળ મેળવે તે નથી.ભાગ ને જીંદગી ભાર આ વાત યાદ રહી.
બસ આપણા જીવન માં આ વાત ઘર કરી જવી જોઈએ.