3D Printing in Gujarati Science by Siddharth Maniyar books and stories PDF | ૩ડી પ્રિન્ટિંગ

Featured Books
Categories
Share

૩ડી પ્રિન્ટિંગ

૩ડી પ્રિન્ટિંગ : પ્રિન્ટરમાંથી કાગળના બદલે બહાર આવે છે અવનવી વસ્તુઓ
પ્રિન્ટનો કમાન્ડ મળતા હાઈ વૉલ્ટેજ અને ઉષ્ણતામાન વચ્ચે આકાર પામતી વસ્તુ
પ્રૉડક્શનથી લઈને પ્લે સ્ટોર ખોલવા મદદરૂપ સૌથી ઉપયોગી માધ્યમ

કોમ્પ્યૂટરની દુનિયામાં જ્યારે પ્રિન્ટ ટેક્નોલોજી નવી નવી હતી, ત્યારે બ્લેક એન્ડ વ્હાઈટ કરતા કલર પ્રિન્ટની કિંમત સૌથી વધારે હતી. દરેકને ખિસ્સાને પોસાય એમ ન હતું. પણ અખબારી જગતમાં દાયકાઓથી કલર પ્રિન્ટિગ થાય છે. એ સમય બીબા અને કલર મશિન ટેક્નોલોજીનો હતો. જેમાં ખાસ જર્મનીના મશીન ચોક્કસ રીતે ગોઠવેલા બ્લૉક કૉડ પર રંગ સ્પ્રેડ કરી પ્રિન્ટ કરતા હતા. પરંતુ સમય સાથે બદલાતી ટેક્નોલોજીએ એક નવા યુગની શરૂઆત કરી. પ્રિન્ટિંગ ટૅક્નોલોજીમાં પોર્ટેબિલિટી આવી. કલર્સ હોય કે બ્લેક એન્ડ વ્હાઈટ બધું કામ એક જ મશીન કરી શકે. હવે તો ડૉટ મેટ્રિક પ્રિન્ટ જાેવા પણ નથી મળતી. કાગળ પર આવતી પ્રિન્ટની મર્યાદાએ હતી કે, લાંબા સમય બાદ એની ઈન્ક ઊડી જતી કે પ્રિન્ટ ઝાંખી થઈ જતી. એટેલે ડૉક્યૂમેન્ટની ઓરિજિનાલિટી સામે સવાલ ઊભા થતાં હતાં. પછી કલર પ્રિન્ટમાં આખું ડૉક્યૂમેન્ટેશન સ્વિચ થયું. જેથી ડેટાની ચોક્કસાઈ જળવાઈ રહે. પણ હવે, એથી પણ એક ડગલું આગળ વધીને આવી છે ૩ડી પ્રિન્ટ ટેક્નોલોજી. સ્ક્રિન ઉપર તો અનેક એવા મોડ્યૂલ અને પાત્રોને જાેયા હશે પણ હાથમાં લઈને સ્પર્શનો અનુભવ કરવા મળે તો રસ અને રોમાંચ બંને બદલાઇ જાય. તો ચલો આજે ટૅક્નોલોજીની ટ્રાંમમાં બેસીને પ્રિન્ટિંગની દુનિયાની વાત કરીએ.

શું છે ૩ડી પ્રિન્ટિંગ ?
એક સામાન્ય પ્રિન્ટર માત્ર ૨ડીમાં જ પ્રિન્ટ આપી શકે છે. એમાં પણ ડિફોલ્ટ આઉટપુટ બ્લેક એન્ડ વ્હાઈટ જ હોય છે. જાે ટૉનર કલર્સને સપોર્ટ કરતું હશે તો કલર પ્રિન્ટ આવે. પણ ૩ડી પ્રિન્ટિંગ એક ખુબ જ ઍડવાન્સ ટૅક્નોલોજી છે. જેમાં કોમ્પ્યૂટરમાં તૈયાર કરેલું ઑબજેક્ટ, આકાર, ડૉક્યૂમેન્ટ, ડિઝાઈન, વસ્તુ કે લેઆઉટનું ત્રિપરિમાણ્ય પિક્ચર બહાર આવે છે. એટલે જે વસ્તુ કે રમકડાં તમે કોમ્પ્યૂટર સ્ક્રિન પર તૈયાર કરો એની પ્રિન્ટ નીકળે અને શૉ પીસમાં મૂકવા લાયક બની રહે. ૨ડીમાં તમે એને એક જ એન્ગલથી જાેઈ શકો. પણ ૩ડીમાં એને ૩૬૦ ડિગ્રી એન્ગલથી જાેઈ શકાય છે. તેટલું જ નહીં ૩ડી પ્રિન્ટિંગ ટૅક્નોલોજીમાં પ્રિન્ટર વસ્તુને વાસ્તવિક આકાર આપે છે. આ એક એવી ટૅક્નોલોજી છે. જે કોઈ પણ ડિજિટલ ફાઈલ કે પ્રોસેસને ચોક્કસ ફોર્મેટમાં સેવ કરી પ્લેન સરફૅર પર ૩ડી પ્રિન્ટ તૈયાર કરે છે. પહેલાં આ તમામ વસ્તુઓ કોમ્પ્યૂટરમાં વચ્ર્યુઅલી દેખાય છે. પછી એનું પ્રિન્ટિંગ શરૂ થાય છે. જે રીતે પ્રિન્ટ પ્રિવ્યૂ જાેઈ શકાય છે એ રીતે વસ્તુ કેવી દેખાશે અને કેવડી પ્રિન્ટ થશે એનો આખો રિપોર્ટ સ્ક્રિન પર જાેઈ શકાય છે. આ માટે ચોક્કસ પ્રકારના સૉફટવેર અને પ્લગ ઈન્સ અનિવાર્ય છે. કારણ કે, આ કોઈ સામાન્ય ડૉક્યૂમેન્ટનું પ્રિંન્ટિગ નથી. કોમ્પ્યૂટરમાં તૈયાર કરેલા ગ્રાફિક્સને વાસ્તવિક રૂપ આપવામાં આવે છે. એટલે કે, પેઈન્ટમાં તૈયાર કરેલું ટૂલ્સ આમાંથી બહાર ન પણ આવે એવું શક્ય છે. કારણ કે, આ એક ઑબ્જેક્ટ ડિઝાઈન ટૅક્નોલોજી સાથે જાેેડાયેલું છે. ૩ડી ઑબ્જેક્ટ તૈયાર કરવા માટે એડેટિવ પ્રોસેસનો ઉપયોગ થાય છે. જેમાં એક ઑબ્જેક્ટને તૈયાર કરીને એને મટિરિયલાઈઝ્‌ડ કરવામાં આવે છે. જેમાં તમામ ગેમ લૅયર પર આધારિત હોય છે. જે રીતે ફૉટોશૉપમાં લૅયર્સ હોય છે એમ. ખાસ તો કલર્સ આપવાના હોય ત્યારે ઘણું ધ્યાન રાખવું પડે છે. મલ્ટિ કલર્સ ઑબ્જેક્ટમાં કલર્સ મેચિંગ હોય અને શૅડિંગ આવે તો પિક્ચર્સ બગડે પણ છે.

સ્ક્રિન પરની વસ્તુ પ્રિન્ટ કેવી રીતે થાય છે?
ડૉક્યૂમેન્ટ કે પિક્ચરના ૨ડી પ્રિન્ટમાં ઈન્કનો ઉપયોગ થાય છે. જ્યારે અહીં ખાસ પ્રકારના મીણ અને પ્લાસ્ટિકનું કૉમ્બિનેશન હોય છે. ૩ડી પ્રિન્ટિગ સામાન્ય પ્રિન્ટ કરતા તદ્દન અલગ છે. જેમાં એક ઑબ્જેક્ટને સૌ પ્રથમ નાના નાના પાર્ટમાં કટ કરવામાં આવે છે. એક્સ, વાય અને ઝેડ ઍન્ગલનો ફોમ્ર્યુલા અહીં પણ લાગું પડે છે. આ માટે એક મિલિંગ મશીનનો ઉપયોગ થાય છે. પછી આકાર, ઊંચાઈ, લંબાઈ, ડૅપ્થ અને છેલ્લે કલર્સ નક્કી થાય છે. પછી ફીલિંગ, ટર્નિગ, કટિંગ અને ગ્રાઈન્ડ મેથડનો ઉપયોગ થાય છે. ઑબ્જેક્ટ જેટલા શૅઈપ અને શાર્પ એટલું પ્રિન્ટિગ બેસ્ટ. એડેટિવ મેથડમાં અપગ્રેડેશન થતું ગયું એમ તેનો સીધો ફાયદો આ ટૅક્નોલોજીને થયો. ભવિષ્યમાં કોઈ પણ પ્રૉડક્ટ કે પિક્ચરના પ્રેઝન્ટેશન માટે જાે પાયાની વસ્તુ સસ્તી થઈ તો સર્વત્ર ૩ડી પ્રિન્ટ આકાર લેશે. ખાસ કરીને જુદા જુદા નક્શાઓ બનાવવામાં. કોમ્પ્યૂટર એડેડ ડિઝાઈન ફાઇલ્સનો અહીં સીધો ઉપયોગ થયા છે. આ માટે ખાસ કોર્ષ અનિવાર્ય છે. જે રીતે કોમ્પ્યૂટરમાં બેઝ નક્કી થાય છે. એમ પ્રિન્ટિગ મશીનમાં પણ સરફૅસ ફિક્સ થાય છે. જાે ૩ડી મૉડેલિંગ સૉફટવેર પર સારી એવી ગ્રીપ હોય તો પ્રિન્ટ કરવાનું કામ આસાન બને. જ્યારે પણ પ્રિન્ટિગ મશીનને પ્રિન્ટ માટેના કમાન્ડ મળે છે ત્યારે તે સૌ પ્રથમ ડેટા શું છે એનું વિશ્લેષણ કરે છે. ત્યારબાદ એના કો ઓર્ડિનેટ નક્કી થાય છે. ચારેય બાજુથી એનું એક ચોક્કસ મૅઝરમેન્ટ ફિક્સ થયા બાદ વસ્તુ આખી સ્કેન માટે જાય છે. સામાન્ય ડૉક્યૂમેન્ટ જેવું એનું સ્કેનિંગ નથી હોતું. ત્યાર બાદ ચોક્કસ મટિરિયલના સરફેસ પર નક્કી કરેલા માપ અને સાઈઝથી વસ્તુ તૈયાર થઈ જાય છે.

અનિવાર્ય છે સૉફટવેર
પ્રિન્ટ ટૅક્નોલોજી ભલે ગમે તે હોય તે ચોક્કસ ઍપ્લિકેશન પર કામ કરે છે. જેમ કે, અખબારના પ્રિન્ટ માટે બટર ફાઈલ ટૅકનિક, પ્લેટ ટૅકનિક, જેને મશીનમાં નાખ્યા બાદ ડેટા ઍક્સપાન થાય છે અને મોટા કાગળના લૅયર પર એનું પ્રિન્ટિગ થાય છે. પણ જ્યારે જરા પણ પ્લેટ કે બટર પ્રિન્ટિગ વખતે હલી જાય તો પ્રિન્ટમાં અક્ષરો આંખો ખેંચે એવા આવે છે. આવું અનેક વખત અખબારની પ્રિન્ટ સામે આવી હશે ત્યારે દરેકને કયારેક તો થયો જ હશે. આ જ રીતે ૩ડી પ્રિન્ટિગ માટે ચોક્કસ ઍપ્લિકેશન અનિવાર્ય છે જેમ કે, ૩ડી સૉફટ મૅક્સ, ૩ડી મૅક્સ, કેડ, ૩ડી વ્યૂ, બ્લેન્ડર, ઑટોડેસ્ક, ઑટો માયો, એમટી લેસ ૩ડી, કે ૩ડી, આર્ટિ ઈલ્યૂશન, પો-રે, જી કૅટ, મૂડબોક્સ, સિને આર્ટ, મૂડો, ઝી બ્રશ, ડૅઝ સ્ટુડિયો, સ્કેચઅપનો સમાવેશ થાય છે.

સ્કેચ અને ગ્રાફિક્સનું કૉમ્બિનેશન
આટલું વાંચ્યા બાદ એક પ્રશ્ન એ પણ થાય કે, ખરેખર આના ઑબ્જેક્ટમાં હોય છે શું? જેમ ડૉક્યૂમેન્ટમાં ડેટા હોય, પિક્ચરમાં કલર્સ અને ચોક્કસ લાઈન્સ હોય, પોસ્ટરમાં એના મૅઝરમેન્ટ હોય એમ આમા શું? એક જ લાઈનમાં એનો જવાબ છે સ્કેચ અને ગ્રાફિક્સનું કૉમ્બિનેશન. સ્કેચ એટલે એના કોઈ પણ વસ્તુઓનું ઓઠું અને ગ્રાફિક્સ એટલે એની અંદર ભરવામાં આવતો માલ. દરેક સૉફટવેરના અલગ અલગ પ્રૉજેકટ પર એના જુદા જુદા ટૂલ્સ હોય છે જેને ડાયરેક્ટ ઍપ્લાય કરી શકાય છે. પણ જ્યારે એક ફિલ્મના ગ્રાફિક્સ ૩ડીમાં જાેવા હોય તો દરેક પ્રિન્ટને બીજા સાથે કસ્ટમાઈઝ કરવી પડે.

મુખ્ય સાત પગલાં
કોઈ પણ ડિજિટલ પ્રિન્ટ આ સાત પ્રકારની પ્રૉસેસમાંથી પસાર થાય છે. પણ દર વખતે સાતેયમાંથી પસાર થવું જરૂરી નથી. ક્યારે અમુકથી જ કામ ચાલી જાય. જેમાં લાઈટ પ્રૉસેસ, મટિરિયલ જેટ, બિન્ડર જેટ, ફિલામેન્ચ ફેબ્રિકેશન, લૅસર સેટિંગ અને પ્રિન્ટ ડિસ્પોઝનનો સમાવેશ થાય છે.

ટૅક્નોલોજીના ફાયદા અને મર્યાદા
- ૩ડી ટૅક્નોલોજી અગાઉ જાેઈ ગયા એમ આવનારા સમયમાં પરિણામનું આખું સ્વરૂપ બદલી શકે એવી ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત ઘણા મોટા અને અકલ્પનિય ફાયદાઓ છે. જાે આ મૉડ્યૂલને રેવન્યુ માની આગળ વધવામાં આવે તો એક આખો ઉદ્યોગ વિકસી શકે.
- મોટામાં મોટી મર્યાદા એ છેકે, એના મશીન ખૂબ જ મોંઘા છે. આ સમગ્ર વસ્તુ બધી લૅસર ટૅક્નોલોજી પર કામ કરે છે એટલે ક્યારેક એની સાથે કામ કરવામાં જાેખમ છે.
- એનું એક બિંબ આંખ પર પડે તો આંખ કાયમી ધોરણે ડેમેજ થઈ શકે છે.
- પ્રિન્ટ માટે જેમ કાગળ જાેઈએ આ માટે એક કૉમ્બિનેડ મટિરિયલ જાેઈએ જે પિગળે અને આકાર પામે જે એટલું ઝડપથી મળતું નથી.
- દરેક ઍપ્લિકેશન એટલી મોંઘી છે કે, દરેક પ્રિન્ટ યુનિટ્‌ને પોસાય એમ નથી. જેમ કે, ઓટો માયો લાખ રૂપિયામાં પડે.
- પ્રિન્ટિગ મશીન વૉલ્ટ અને મટિરિયલ વધું છે. એટલે ઈલેક્ટ્રિસિટીનો ખો બોલી જાય

અમદાવાદ આઇઆઇએમમાં ૩ડી પ્રિન્ટ ટૅક્નોલોજી છે
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી આઇઆઇએમમાં ૩ડી પ્રિન્ટ ટૅક્નોલોજી છે. જેમાં સૌ પ્રથમ અમદાવાદની સીદી સૈયદની જાળીને ૩ડીમાં પ્રિન્ટ કરવામાં આવી હતી. પછી આઇઆઇએમ અને પતંગ હોટેલના કૉમ્બિનેશનથી અમદાવાદ આઈકોન ૩ડીમાં તૈયાર કરાયું હતું. આ તમામ મૉડ્યૂલમાં સૌથી નાનો સૅટેલાઈટ, ઈસરોના આઈકોન, આઇઆઇએમનો લૉગો, બૂકના કવર પેજની થીમ, આઇઆઇએમ દરેક ઈન્ડિવ્ઝ્‌યૂઅલ લેટર્સ ૩ડીમાં તૈયાર કરાયા છે. સંસ્થાની લાઈબ્રેરીમાં આ ટૅક્નોલોજી ચોક્કસ હેતું દર્શાવીને મંજૂરી સાથે જાેઈ શકાય છે. બીજી તરફ કોલકાતામાં કલા નિકેતન અને શાંતિ નિકેતન સંસ્થામાં આ ટૅક્નોલોજી છે. જ્યાં હાવરા બ્રિજનું ૩ડી મૉડેલ છે. દિલ્હીના કનોટ પ્લેસ પાલિકા માર્કેટ પાસે આવેલા મેડમ તુસ્સાદ મ્યુઝિયમની બહાર પણ જે ટિકિટ બારી છે એમાં એનો લૉગો ૩ડી ટૅક્નોલોજીમાં પ્રિન્ટ છે જેને સ્પર્શ કરતા એના આકાર ફીલ કરી શકાય.

ફેક્ટ ફાઈલ
- ૩ડી પ્રિન્ટ માટેનું પહેલું મશીન બ્રિટન નિષ્ણાત સર ચાલ્સ વ્હીટસ્ટોને ઈ.સ. ૧૮૩૮માં તૈયાર કર્યું હતું. પણ એનો ઉપયોગ ૧૮૮૦માં થયો
- ભારતની પ્રથમ ૩ડી ફિલ્મ માય ડિયર કુટ્ટીચથ્થન ૧૯૮૪ બની હતી
- કૃષિ, ઑટો, પેકેજ ડિઝાઈન, બાંધકામ, ઍરો સ્પેસ, મેડિકલ ઈન્સ્ટ્રમેન્ટ ઉદ્યોગ તેમજ મેપિંગમાં અત્યારે સૌથી વધું ૩ડીનો ઉપયોગ થાય છે